વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા યહોઆશ (૧-૩)

      • યહોઆશ મંદિરનું સમારકામ કરાવે છે (૪-૧૬)

      • સિરિયાનો હુમલો (૧૭, ૧૮)

      • યહોઆશ માર્યો ગયો (૧૯-૨૧)

૨ રાજાઓ ૧૨:૧

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૬; ૨રા ૧૦:૩૦
  • +૨રા ૧૧:૨; ૧કા ૩:૧૦, ૧૧
  • +૨કા ૨૪:૧, ૨

૨ રાજાઓ ૧૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ઉચ્ચ સ્થાનો.” શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવતા.”

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૨

૨ રાજાઓ ૧૨:૪

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૧૨
  • +નિર્ગ ૩૦:૧૩; ૨કા ૨૪:૯
  • +નિર્ગ ૨૫:૨; ૩૫:૨૧

૨ રાજાઓ ૧૨:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઓળખીતાઓ.”

  • *

    અથવા, “તિરાડ પડી હોય.”

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૭

૨ રાજાઓ ૧૨:૬

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૫

૨ રાજાઓ ૧૨:૭

એને લગતી કલમો

  • +૨રા ૧૧:૪; ૨કા ૨૩:૧; ૨૪:૧૫
  • +૨કા ૨૪:૬

૨ રાજાઓ ૧૨:૯

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૮; માર્ક ૧૨:૪૧; લૂક ૨૧:૧
  • +૨કા ૨૪:૧૦

૨ રાજાઓ ૧૨:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “થેલીઓમાં મૂકતા.” મૂળ, “બાંધતા.”

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૧૧

૨ રાજાઓ ૧૨:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૪-૬; ૨કા ૨૪:૧૨

૨ રાજાઓ ૧૨:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૨; ૨કા ૫:૧૨
  • +૨કા ૨૪:૧૪

૨ રાજાઓ ૧૨:૧૫

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૭

૨ રાજાઓ ૧૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૫:૧૫
  • +લેવી ૭:૭; ગણ ૧૮:૮

૨ રાજાઓ ૧૨:૧૭

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૫; ૨રા ૮:૧૩; ૧૦:૩૨
  • +૧કા ૧૮:૧
  • +૨કા ૨૪:૨૩

૨ રાજાઓ ૧૨:૧૮

એને લગતી કલમો

  • +૧રા ૧૫:૧૮; ૨રા ૧૬:૮; ૧૮:૧૫

૨ રાજાઓ ૧૨:૨૦

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, મિલ્લો. એનો અર્થ થાય, “પૂરવું.”

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૨૫, ૨૬; ૨૫:૨૭
  • +૨શ ૫:૯; ૧રા ૯:૧૫, ૨૪; ૨કા ૩૨:૫

૨ રાજાઓ ૧૨:૨૧

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૧, ૫
  • +૨કા ૨૪:૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૧૨:૧૧રા ૧૯:૧૬; ૨રા ૧૦:૩૦
૨ રાજા. ૧૨:૧૨રા ૧૧:૨; ૧કા ૩:૧૦, ૧૧
૨ રાજા. ૧૨:૧૨કા ૨૪:૧, ૨
૨ રાજા. ૧૨:૩ગણ ૩૩:૫૨
૨ રાજા. ૧૨:૪૨કા ૩૧:૧૨
૨ રાજા. ૧૨:૪નિર્ગ ૩૦:૧૩; ૨કા ૨૪:૯
૨ રાજા. ૧૨:૪નિર્ગ ૨૫:૨; ૩૫:૨૧
૨ રાજા. ૧૨:૫૨કા ૨૪:૭
૨ રાજા. ૧૨:૬૨કા ૨૪:૫
૨ રાજા. ૧૨:૭૨રા ૧૧:૪; ૨કા ૨૩:૧; ૨૪:૧૫
૨ રાજા. ૧૨:૭૨કા ૨૪:૬
૨ રાજા. ૧૨:૯૨કા ૨૪:૮; માર્ક ૧૨:૪૧; લૂક ૨૧:૧
૨ રાજા. ૧૨:૯૨કા ૨૪:૧૦
૨ રાજા. ૧૨:૧૦૨કા ૨૪:૧૧
૨ રાજા. ૧૨:૧૧૨રા ૨૨:૪-૬; ૨કા ૨૪:૧૨
૨ રાજા. ૧૨:૧૩ગણ ૧૦:૨; ૨કા ૫:૧૨
૨ રાજા. ૧૨:૧૩૨કા ૨૪:૧૪
૨ રાજા. ૧૨:૧૫૨રા ૨૨:૭
૨ રાજા. ૧૨:૧૬લેવી ૫:૧૫
૨ રાજા. ૧૨:૧૬લેવી ૭:૭; ગણ ૧૮:૮
૨ રાજા. ૧૨:૧૭૧રા ૧૯:૧૫; ૨રા ૮:૧૩; ૧૦:૩૨
૨ રાજા. ૧૨:૧૭૧કા ૧૮:૧
૨ રાજા. ૧૨:૧૭૨કા ૨૪:૨૩
૨ રાજા. ૧૨:૧૮૧રા ૧૫:૧૮; ૨રા ૧૬:૮; ૧૮:૧૫
૨ રાજા. ૧૨:૨૦૨કા ૨૪:૨૫, ૨૬; ૨૫:૨૭
૨ રાજા. ૧૨:૨૦૨શ ૫:૯; ૧રા ૯:૧૫, ૨૪; ૨કા ૩૨:૫
૨ રાજા. ૧૨:૨૧૨રા ૧૪:૧, ૫
૨ રાજા. ૧૨:૨૧૨કા ૨૪:૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૧૨:૧-૨૧

બીજો રાજાઓ

૧૨ યેહૂના+ શાસનના સાતમા વર્ષે યહોઆશ+ રાજગાદીએ બેઠો. તેણે યરૂશાલેમમાં ૪૦ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યાહ હતું, જે બેર-શેબાની હતી.+ ૨ યહોયાદા યાજકે માર્ગદર્શન આપ્યું ત્યાં સુધી યહોઆશ એ જ કરતો રહ્યો, જે યહોવાની નજરમાં ખરું હતું. ૩ પણ ભક્તિ-સ્થળો*+ કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા* હતા.

૪ યહોઆશે યાજકોને કહ્યું: “યહોવાના મંદિરમાં પવિત્ર અર્પણો માટે આવેલા બધા પૈસા લો.+ એટલે કે, દરેક માટે નક્કી કરેલા પૈસા,+ માનતા માની હોય એવા લોકો પાસેથી આવેલા પૈસા અને લોકોએ યહોવાના મંદિરમાં રાજીખુશીથી આપેલા પૈસા તમે લો.+ ૫ યાજકો પોતે દાન આપનારાઓ* પાસેથી એ પૈસા લે. મંદિરમાં જ્યાં પણ નુકસાન થયું હોય,* એનું સમારકામ કરાવવા તેઓ એ પૈસા વાપરે.”+

૬ રાજા યહોઆશના શાસનના ૨૩મા વર્ષ સુધી યાજકોએ મંદિરમાં કંઈ સમારકામ કરાવ્યું ન હતું.+ ૭ રાજા યહોઆશે યહોયાદા+ યાજક અને બીજા યાજકોને બોલાવીને કહ્યું: “તમે મંદિરમાં થયેલા નુકસાનનું સમારકામ કેમ કરાવતા નથી? એટલે હવેથી દાન આપનારાઓ પાસેથી પૈસા ન લેતા, સિવાય કે તમે એ પૈસા મંદિરના સમારકામમાં વાપરવાના હોવ.”+ ૮ યાજકોએ નક્કી કર્યું કે તેઓ લોકો પાસે પૈસા નહિ લે અને મંદિરના સમારકામની જવાબદારી માથે નહિ લે.

૯ પછી યહોયાદા યાજકે એક પેટી+ લઈને એના ઢાંકણમાં કાણું પાડ્યું. એ પેટી યહોવાના મંદિરમાં જતાં જમણી તરફ વેદી પાસે મૂકવામાં આવી. દરવાનો તરીકે ફરજ બજાવતા યાજકો, યહોવાના મંદિરમાં આવતા બધા પૈસા એ પેટીમાં નાખતા.+ ૧૦ જ્યારે તેઓ જોતા કે પેટીમાં ઘણા બધા પૈસા ભેગા થયા છે, ત્યારે રાજાનો મંત્રી* અને પ્રમુખ યાજક* આવતા. યહોવાના મંદિરમાં આવેલા એ પૈસા તેઓ ભેગા કરતા* અને ગણતરી કરતા.+ ૧૧ એ ગણેલા પૈસા તેઓ યહોવાના મંદિરમાં થતા કામની દેખરેખ રાખનારાઓને આપતા. પછી એ લોકો યહોવાના મંદિરમાં કામ કરનાર સુથારોને અને બાંધકામ કરનારાઓને એમાંથી મજૂરી ચૂકવતા.+ ૧૨ કડિયાઓ અને પથ્થર કાપનારાઓને પણ તેઓ મજૂરી ચૂકવતા. યહોવાના મંદિરના નુકસાનનું સમારકામ કરવા, તેઓ લાકડાં અને ઘડેલા પથ્થરો પણ વેચાતાં લઈ આવતાં. મંદિરનું સમારકામ કરવાનો ખર્ચ તેઓ એ પૈસામાંથી ચૂકવતા.

૧૩ યહોવાના મંદિરમાં આવેલા પૈસામાંથી એકેય પૈસો ચાંદીના કુંડો, કાતરો,* વાટકા અને રણશિંગડાં+ બનાવવા વપરાતો નહિ. અથવા યહોવાના મંદિર માટે સોના-ચાંદીનું કોઈ વાસણ બનાવવા પણ એ પૈસા વપરાતા નહિ.+ ૧૪ તેઓ એ પૈસા કામ કરનારાઓને જ આપતા અને યહોવાના મંદિરનું સમારકામ કરાવતા. ૧૫ જેઓ કામદારોને પૈસા ચૂકવતા, તેઓ વિશ્વાસુ માણસો હતા. તેઓ પાસેથી કોઈ હિસાબ લેવામાં આવતો નહિ.+ ૧૬ દોષ-અર્પણોના*+ પૈસા અને પાપ-અર્પણોના* પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. એ તો યાજકો માટે હતા.+

૧૭ હવે સિરિયાના રાજા હઝાએલે+ ગાથ પર ચઢાઈ કરી+ અને એને જીતી લીધું. પછી તેણે યરૂશાલેમ પર હુમલો કરવાનું નક્કી કર્યું.+ ૧૮ યહૂદાના રાજા યહોઆશે પોતાના બાપદાદાઓએ, એટલે કે યહૂદાના રાજાઓ યહોશાફાટ, યહોરામ અને અહાઝ્યાએ શુદ્ધ કરેલાં બધાં પવિત્ર અર્પણો ભેગાં કર્યાં. તેણે પોતાનાં પવિત્ર અર્પણો પણ લીધાં. એટલું જ નહિ, તેણે યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બધું સોનું ભેગું કર્યું. આ બધું તેણે સિરિયાના રાજા હઝાએલને મોકલી આપ્યું.+ એટલે હઝાએલ યરૂશાલેમથી જતો રહ્યો.

૧૯ યહોઆશનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૨૦ પણ યહોઆશના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ તેઓએ તેને સિલ્લા જવાના રસ્તે આવેલા ગઢમાં*+ મારી નાખ્યો. ૨૧ શિમઆથનો દીકરો યોઝાખાર અને શોમેરનો દીકરો યહોઝાબાદ તેના સેવકો હતા, જેઓએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો.+ યહોઆશને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો અમાઝ્યા તેની જગ્યાએ રાજા બન્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો