વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હોશિયા ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હોશિયા મુખ્ય વિચારો

      • ઇઝરાયેલ જંગલી દ્રાક્ષાવેલા જેવો છે, તેનો નાશ થશે (૧-૧૫)

        • વાવવું અને લણવું (૧૨, ૧૩)

હોશિયા ૧૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફૂલેલા-ફાલેલા.”

એને લગતી કલમો

  • +યશા ૫:૩, ૪
  • +હો ૮:૧૧; ૧૨:૧૧
  • +હો ૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૭

હોશિયા ૧૦:૨

ફૂટનોટ

  • *

    અથવા, “લીસું; લપસી પડે એવું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૭

હોશિયા ૧૦:૩

એને લગતી કલમો

  • +હો ૩:૪; ૧૩:૧૧

હોશિયા ૧૦:૪

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૪
  • +આમ ૫:૭; ૬:૧૨

હોશિયા ૧૦:૫

એને લગતી કલમો

  • +૧રા ૧૨:૨૮, ૨૯; હો ૪:૧૫; ૮:૫; આમ ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૭, પાન ૫

    ૯/૧/૧૯૯૮, પાન ૨૨

    ૧/૧/૧૯૮૯, પાન ૩૧

હોશિયા ૧૦:૬

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૩; હો ૫:૧૩
  • +મીખ ૬:૧૬

હોશિયા ૧૦:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “એના રાજાને ચૂપ કરી દેવામાં આવશે.”

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૩૨૦-૩૨૧

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૬

હોશિયા ૧૦:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “ઉચ્ચ સ્થાનોનો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હો ૪:૧૫
  • +આમ ૭:૯
  • +૧રા ૧૨:૨૮-૩૦; મીખ ૧:૫
  • +૨રા ૨૩:૧૫
  • +લૂક ૨૩:૩૦; પ્રક ૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

હોશિયા ૧૦:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “અન્યાયના દીકરાઓનો.”

એને લગતી કલમો

  • +ન્યા ૨૦:૪-૬; હો ૯:૯

હોશિયા ૧૦:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત આપીશ.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

  • *

    એટલે કે, ઝૂંસરીની જેમ તેઓ સજાનો ભાર ઊંચકશે ત્યારે.

હોશિયા ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૬

હોશિયા ૧૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણાનાં.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૫૫:૬; આમ ૫:૪
  • +યર્મિ ૪:૩, ૪
  • +પુન ૩૨:૨; યશા ૪૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૩/૧૫/૧૯૯૬, પાન ૨૧

હોશિયા ૧૦:૧૩

એને લગતી કલમો

  • +ની ૨૨:૮; હો ૮:૭; ગલા ૬:૭

હોશિયા ૧૦:૧૪

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૯, ૧૦

હોશિયા ૧૦:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ચૂપ થઈ જશે.”

એને લગતી કલમો

  • +આમ ૭:૯
  • +૨રા ૧૮:૯, ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હોશિ. ૧૦:૧યશા ૫:૩, ૪
હોશિ. ૧૦:૧હો ૮:૧૧; ૧૨:૧૧
હોશિ. ૧૦:૧હો ૮:૪
હોશિ. ૧૦:૩હો ૩:૪; ૧૩:૧૧
હોશિ. ૧૦:૪૨રા ૧૭:૪
હોશિ. ૧૦:૪આમ ૫:૭; ૬:૧૨
હોશિ. ૧૦:૫૧રા ૧૨:૨૮, ૨૯; હો ૪:૧૫; ૮:૫; આમ ૩:૧૪
હોશિ. ૧૦:૬૨રા ૧૭:૩; હો ૫:૧૩
હોશિ. ૧૦:૬મીખ ૬:૧૬
હોશિ. ૧૦:૭૨રા ૧૭:૪
હોશિ. ૧૦:૮હો ૪:૧૫
હોશિ. ૧૦:૮આમ ૭:૯
હોશિ. ૧૦:૮૧રા ૧૨:૨૮-૩૦; મીખ ૧:૫
હોશિ. ૧૦:૮૨રા ૨૩:૧૫
હોશિ. ૧૦:૮લૂક ૨૩:૩૦; પ્રક ૬:૧૬
હોશિ. ૧૦:૯ન્યા ૨૦:૪-૬; હો ૯:૯
હોશિ. ૧૦:૧૧૨રા ૧૭:૬
હોશિ. ૧૦:૧૨યશા ૫૫:૬; આમ ૫:૪
હોશિ. ૧૦:૧૨યર્મિ ૪:૩, ૪
હોશિ. ૧૦:૧૨પુન ૩૨:૨; યશા ૪૫:૮
હોશિ. ૧૦:૧૩ની ૨૨:૮; હો ૮:૭; ગલા ૬:૭
હોશિ. ૧૦:૧૪૨રા ૧૮:૯, ૧૦
હોશિ. ૧૦:૧૫આમ ૭:૯
હોશિ. ૧૦:૧૫૨રા ૧૮:૯, ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હોશિયા ૧૦:૧-૧૫

હોશિયા

૧૦ “ઇઝરાયેલ જંગલી* દ્રાક્ષાવેલા જેવો છે, જેના પર ફળ આવે છે.+

એને જેટલાં વધારે ફળ આવે છે, એટલી વધારે તે વેદીઓ બાંધે છે.+

તેની જમીનમાં જેટલો સારો પાક થાય છે, તેના ભક્તિ-સ્તંભો એટલા જ સુંદર બનતા જાય છે.+

 ૨ તેઓનું દિલ ઢોંગી* છે,

તેઓ દોષિત ઠરશે.

ઈશ્વર તેઓની વેદીઓ તોડી નાખશે અને તેઓના સ્તંભોનો નાશ કરશે.

 ૩ હવે તેઓ કહેશે, ‘આપણો કોઈ રાજા નથી,+ કેમ કે આપણે યહોવાનો ડર રાખ્યો નથી.

જો રાજા હોત પણ ખરો, તો તે શું કરી લેવાનો હતો?’

 ૪ તેઓ ખોખલી વાતો કરે છે, જૂઠા સમ ખાય છે+ અને કરારો કરે છે,

એટલે તેઓનો અન્યાય ખેતરમાં ઊગી નીકળતા ઝેરી છોડની જેમ બધે ફેલાઈ ગયો છે.+

 ૫ બેથ-આવેનની વાછરડાની મૂર્તિને લીધે સમરૂનના રહેવાસીઓ ગભરાશે.+

જૂઠા દેવના યાજકો એ મૂર્તિ અને એના ગૌરવને લીધે આનંદ મનાવતા હતા,

પણ હવે એ યાજકો અને લોકો શોક પાળશે,

કેમ કે એ મૂર્તિનું ગૌરવ તેઓથી દૂર ગુલામીમાં જતું રહેશે.

 ૬ એ મૂર્તિ આશ્શૂર લઈ જવામાં આવશે અને મહાન રાજાને ભેટ તરીકે આપવામાં આવશે.+

એફ્રાઈમ શરમમાં મુકાશે.

ઇઝરાયેલ પણ શરમમાં મુકાશે, કેમ કે તેણે નકામી સલાહ માની હતી.+

 ૭ પાણી પર તરતી ડાળીની જેમ,

સમરૂન અને એનો રાજા તણાઈ જશે.*+

 ૮ બેથ-આવેનનાં ભક્તિ-સ્થળોનો*+ નાશ કરવામાં આવશે,+ કેમ કે એના લીધે ઇઝરાયેલે પાપ કર્યું છે.+

તેઓની વેદીઓ પર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે.+

લોકો પર્વતોને કહેશે, ‘અમને સંતાડી દો!’

ટેકરીઓને કહેશે, ‘અમને ઢાંકી દો!’+

 ૯ હે ઇઝરાયેલના લોકો, તમે ગિબયાહના દિવસોથી પાપ કરતા આવ્યા છો.+

તમે હજી સુધર્યા નથી.

ગિબયાહમાં થયેલા યુદ્ધે દુષ્ટ લોકોનો* પૂરેપૂરો નાશ કર્યો ન હતો.

૧૦ મને યોગ્ય લાગશે ત્યારે હું તેઓને સજા કરીશ.*

તેઓના બે અપરાધોનો ભાર તેઓ પર લાદવામાં આવશે ત્યારે,*

પ્રજાઓ તેઓ વિરુદ્ધ ભેગી થશે.

૧૧ એફ્રાઈમ તાલીમ પામેલી ગાય જેવો હતો, જેને અનાજ છૂટું પાડવાનું કામ ગમતું હતું.

એટલે મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી* મૂકી નહિ.

હવે હું એફ્રાઈમ પર કોઈકને સવારી કરાવીશ.+

યાકૂબ તેના માટે ઢેફાં ભાંગશે અને યહૂદા હળ ચલાવશે.

૧૨ યહોવા પાસે સલાહ માંગવાનો હજી સમય છે.+

એટલે તમારા માટે પડતર જમીન પસંદ કરો અને એને ખેડો.+

નેકીનાં* બી વાવો અને અતૂટ પ્રેમ લણો.

પછી ઈશ્વર આવશે અને તમને નેક કામો શીખવશે.+

૧૩ પણ તમે દુષ્ટતા વાવી છે

અને બૂરાઈ લણી છે,+

તમે કપટનાં ફળ ભોગવ્યાં છે.

કેમ કે તમે પોતાના પર

અને પોતાના યોદ્ધાઓ પર ભરોસો મૂક્યો છે.

૧૪ તમારા લોકો વિરુદ્ધ યુદ્ધનો પોકાર થશે.

જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલના ઘરનો નાશ કર્યો હતો,

તેમ તમારાં બધાં જ કોટવાળાં શહેરોનો નાશ કરવામાં આવશે.+

એ દિવસે માતાઓને અને તેઓનાં બાળકોને પછાડીને મારી નાખવામાં આવ્યાં હતાં.

૧૫ હે બેથેલ, તારા પણ એવા જ હાલ થશે,+ કેમ કે તેં ઘણી દુષ્ટતા કરી છે.

વહેલી સવારે ઇઝરાયેલનો રાજા ચોક્કસ માર્યો જશે.”*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો