વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • પાશહૂર યર્મિયાને મારે છે (૧-૬)

      • યર્મિયા ચૂપ રહી શકતો નથી (૭-૧૩)

        • ઈશ્વરનો સંદેશો બળતા અગ્‍નિ જેવો (૯)

        • યહોવા, એક શક્તિશાળી યોદ્ધા (૧૧)

      • યર્મિયાની ફરિયાદ (૧૪-૧૮)

યર્મિયા ૨૦:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૧

યર્મિયા ૨૦:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    કદાચ એનો અર્થ, “ચારે તરફ બાકી રહેલું.”

  • *

    અથવા, “માગોર-મિસ્સાબીબ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૬:૨૫

યર્મિયા ૨૦:૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૨
  • +યર્મિ ૨૫:૯; ૩૯:૯

યર્મિયા ૨૦:૫

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૧૭; ૨૪:૧૧, ૧૩; ૨૫:૧૩-૧૫; યવિ ૧:૧૦
  • +૨કા ૩૬:૧૦; યર્મિ ૧૫:૧૩

યર્મિયા ૨૦:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૪; ૨૮:૧૫; ૨૯:૨૧

યર્મિયા ૨૦:૭

એને લગતી કલમો

  • +હઝ ૩:૧૪; મીખ ૩:૮
  • +ગી ૨૨:૭; યર્મિ ૧૫:૧૦, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૨૦:૮

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૬; યર્મિ ૬:૧૦

યર્મિયા ૨૦:૯

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૨, ૪; યૂના ૧:૩
  • +યર્મિ ૬:૧૧; આમ ૩:૮; પ્રેકા ૪:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૧૭

    ૨/૧/૨૦૧૦, પાન ૧૫

    ૭/૧/૨૦૦૦, પાન ૯-૧૦

    ૩/૧/૨૦૦૦, પાન ૧૭

યર્મિયા ૨૦:૧૦

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૩
  • +ગી ૩૮:૧૬

યર્મિયા ૨૦:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૮; રોમ ૮:૩૧
  • +ગી ૨૭:૨; યર્મિ ૧૫:૧૫, ૨૦; ૧૭:૧૮
  • +ગી ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૨૯-૩૦

યર્મિયા ૨૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૧૦
  • +ગી ૫૯:૧૦; યર્મિ ૧૭:૧૮
  • +યર્મિ ૧૧:૨૦; ૧પિ ૨:૨૩

યર્મિયા ૨૦:૧૪

એને લગતી કલમો

  • +અયૂ ૩:૩; યર્મિ ૧૫:૧૦

યર્મિયા ૨૦:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તેની કૂખમાં હંમેશાં ગર્ભ રહ્યો હોત.”

એને લગતી કલમો

  • +અયૂ ૧૦:૧૮

યર્મિયા ૨૦:૧૮

એને લગતી કલમો

  • +અયૂ ૩:૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૨૦:૨૨કા ૧૬:૧૦
યર્મિ. ૨૦:૩યર્મિ ૬:૨૫
યર્મિ. ૨૦:૪પુન ૨૮:૩૨
યર્મિ. ૨૦:૪યર્મિ ૨૫:૯; ૩૯:૯
યર્મિ. ૨૦:૫૨રા ૨૦:૧૭; ૨૪:૧૧, ૧૩; ૨૫:૧૩-૧૫; યવિ ૧:૧૦
યર્મિ. ૨૦:૫૨કા ૩૬:૧૦; યર્મિ ૧૫:૧૩
યર્મિ. ૨૦:૬યર્મિ ૧૪:૧૪; ૨૮:૧૫; ૨૯:૨૧
યર્મિ. ૨૦:૭હઝ ૩:૧૪; મીખ ૩:૮
યર્મિ. ૨૦:૭ગી ૨૨:૭; યર્મિ ૧૫:૧૦, ૧૫
યર્મિ. ૨૦:૮૨કા ૩૬:૧૬; યર્મિ ૬:૧૦
યર્મિ. ૨૦:૯૧રા ૧૯:૨, ૪; યૂના ૧:૩
યર્મિ. ૨૦:૯યર્મિ ૬:૧૧; આમ ૩:૮; પ્રેકા ૪:૧૯, ૨૦
યર્મિ. ૨૦:૧૦ગી ૩૧:૧૩
યર્મિ. ૨૦:૧૦ગી ૩૮:૧૬
યર્મિ. ૨૦:૧૧યર્મિ ૧:૮; રોમ ૮:૩૧
યર્મિ. ૨૦:૧૧ગી ૨૭:૨; યર્મિ ૧૫:૧૫, ૨૦; ૧૭:૧૮
યર્મિ. ૨૦:૧૧ગી ૬:૧૦
યર્મિ. ૨૦:૧૨યર્મિ ૧૭:૧૦
યર્મિ. ૨૦:૧૨ગી ૫૯:૧૦; યર્મિ ૧૭:૧૮
યર્મિ. ૨૦:૧૨યર્મિ ૧૧:૨૦; ૧પિ ૨:૨૩
યર્મિ. ૨૦:૧૪અયૂ ૩:૩; યર્મિ ૧૫:૧૦
યર્મિ. ૨૦:૧૭અયૂ ૧૦:૧૮
યર્મિ. ૨૦:૧૮અયૂ ૩:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૨૦:૧-૧૮

યર્મિયા

૨૦ યર્મિયાએ ભવિષ્યવાણી કરી ત્યારે, ઇમ્મેરનો દીકરો પાશહૂર યાજક એ બધું સાંભળતો હતો. તે યહોવાના મંદિરનો મુખ્ય અધિકારી હતો. ૨ પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર માર્યો. તે યર્મિયાને યહોવાના મંદિર પાસે બિન્યામીનના ઉપરના દરવાજે લઈ ગયો અને તેને હેડમાં* નાખ્યો.+ ૩ બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી* બહાર કાઢ્યો. યર્મિયાએ તેને કહ્યું:

“યહોવાએ તારું નામ પાશહૂર* નહિ, પણ ચારે તરફ આતંક* એવું પાડ્યું છે.+ ૪ યહોવા કહે છે, ‘તારી સાથે જે થશે, એ જોઈને તારા પર અને તારા દોસ્તો પર આતંક છવાઈ જશે. તારી નજર સામે તેઓ દુશ્મનોની તલવારે માર્યા જશે.+ હું આખા યહૂદાને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દઈશ. તે તેઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જશે અને તલવારથી કાપી નાખશે.+ ૫ હું આ શહેરની બધી ધનદોલત, માલ-મિલકત, કીમતી વસ્તુઓ અને યહૂદાના રાજાઓનો ખજાનો દુશ્મનોને સોંપી દઈશ.+ તેઓ એને લૂંટી લેશે અને કબજે કરીને બાબેલોન લઈ જશે.+ ૬ હે પાશહૂર, તને અને તારા ઘરમાં રહેતા લોકોને ગુલામીમાં લઈ જવામાં આવશે. તને બાબેલોન લઈ જવામાં આવશે અને ત્યાં તું મરી જશે. ત્યાં તને તારા દોસ્તો સાથે દાટવામાં આવશે, કેમ કે તેં તેઓને જૂઠી ભવિષ્યવાણી કહી હતી.’”+

 ૭ હે યહોવા, તમે મને છેતર્યો છે અને હું છેતરાઈ ગયો છું.

તમે મારા કરતાં બળવાન છો, તમે મને જીતી લીધો છે.+

આખો દિવસ લોકો મારા પર હસે છે.

હું લોકો આગળ મજાક બની ગયો છું.+

 ૮ હું તમારો સંદેશો જોરશોરથી જાહેર કરું છું,

“મારામારી અને વિનાશ થશે!”

યહોવાના એ સંદેશાને લીધે આખો દિવસ લોકો મારું અપમાન કરે છે અને મારી મજાક ઉડાવે છે.+

 ૯ મેં કહ્યું: “હું તેમના વિશે એકેય શબ્દ નહિ બોલું,

તેમના નામે કોઈ વાત નહિ કરું.”+

પણ તેમનો સંદેશો મારા દિલમાં આગની જેમ બળવા લાગ્યો,

એ મારાં હાડકાંમાં આગની જેમ સળગી ઊઠ્યો.

હું એને મારી અંદર સમાવી શક્યો નહિ.

હું કોશિશ કરી કરીને થાકી ગયો, પણ ચૂપ રહી શક્યો નહિ.+

૧૦ મેં ખોટી અફવાઓ સાંભળી.

મારા પર ડર છવાઈ ગયો.+

તેઓ કહેતા: “ચાલો, તેનું નામ બદનામ કરીએ! તેના પર આરોપ મૂકીએ!”

મારું ભલું ચાહનારા પણ ટાંપીને બેઠા હતા કે હું ક્યારે પડી જાઉં.+

તેઓ કહેતા: “તે કોઈ ભૂલ કરે બસ એટલી વાર,

આપણે તેના પર હાવી થઈ જઈશું અને બદલો લઈશું.”

૧૧ પણ યહોવા એક શક્તિશાળી યોદ્ધાની જેમ મારી પડખે ઊભા છે.+

એટલે મને સતાવનાર માણસો ઠોકર ખાશે અને હારી જશે.+

તેઓ ભારે શરમમાં મુકાશે, તેઓ સફળ થશે નહિ.

તેઓની એવી ફજેતી થશે કે એ ક્યારેય ભુલાશે નહિ.+

૧૨ હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે નેક માણસની પરખ કરો છો.

તમે અંતરના વિચારો* અને દિલને જુઓ છો.+

તમે તેઓ પાસેથી જે બદલો લેશો, એ મને જોવા દો,+

કેમ કે મેં તમારી આગળ મારો મુકદ્દમો રજૂ કર્યો છે.+

૧૩ યહોવા માટે ગીત ગાઓ! યહોવાની સ્તુતિ કરો!

કેમ કે તેમણે દુષ્ટના હાથમાંથી લાચારને છોડાવ્યો છે.

૧૪ ધિક્કાર છે એ દિવસને જ્યારે મારો જન્મ થયો!

અફસોસ છે એ દિવસને જ્યારે મારી માએ મને જન્મ આપ્યો!+

૧૫ ધિક્કાર છે એ માણસને જેણે મારા પિતાને આ ખુશખબર આપી હતી:

“તને દીકરો થયો છે, દીકરો!”

એ સાંભળીને તે ઝૂમી ઊઠ્યા હતા.

૧૬ તે માણસ એવા શહેર જેવો થાય, જેને યહોવાએ કોઈ અફસોસ વગર ઊથલાવી પાડ્યું હતું.

તેને સવારે બૂમબરાડા સંભળાય અને ભરબપોરે યુદ્ધનો પોકાર સંભળાય.

૧૭ તેણે મને કૂખમાં જ કેમ મારી ન નાખ્યો?

કાશ, મારી માની કૂખ મારી કબર બની ગઈ હોત!

તેણે મને જન્મ આપ્યો ન હોત* તો સારું થાત!+

૧૮ હું માની કૂખમાંથી કેમ બહાર આવ્યો?

શું મુશ્કેલીઓ અને દુઃખ જોવાં?

શું અપમાન સહીને મરી જવા?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો