અયૂબ
૧૬ અયૂબે કહ્યું:
૨ “મેં આવી વાતો પહેલાં પણ બહુ સાંભળી છે.
તમે બધા દિલાસો નહિ, પણ ત્રાસ આપો છો!+
૩ શું તું નકામી વાતો કરવાનું બંધ કરીશ?
તું કેમ આ રીતે જવાબ આપે છે?
૪ તારી જેમ હું પણ બોલી શકું છું.
જો તું મારી જગ્યાએ હોત,
તો હું પણ તને લાંબું-લચક ભાષણ આપી શક્યો હોત
અને મારું માથું હલાવીને તારો તિરસ્કાર કરી શક્યો હોત.+
૫ પણ એમ કરવાને બદલે મેં મારા શબ્દોથી તારી હિંમત વધારી હોત.
મારા હોઠોના દિલાસાથી તને રાહત આપી હોત.+
૬ પણ હમણાં મારા બોલવાથી મારું દુઃખ દૂર થવાનું નથી,+
ચૂપ રહેવાથી મારી પીડા ઓછી થવાની નથી.
૭ પણ જો! ઈશ્વરે મને થકવી નાખ્યો છે;+
તેમણે મારા આખા કુટુંબને બરબાદ કરી નાખ્યું છે.
૮ ઈશ્વરે મને સકંજામાં લીધો છે, એ જ મારી વિરુદ્ધ પુરાવો છે,
મારી કમજોર હાલત મારી સામે સાક્ષી પૂરે છે.
૯ ગુસ્સામાં તેમણે મારા ટુકડે-ટુકડા કરી નાખ્યા છે, તે મારી વિરુદ્ધ મનમાં ખાર ભરી રાખે છે.+
તે મારી સામે દાંત કચકચાવે છે.
તે પોતાની આંખોથી મને વીંધી નાખે છે, જાણે મારા દુશ્મન હોય.+
૧૦ લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મોં ઉઘાડ્યું છે,+
તેઓએ થપ્પડ મારીને મારો ધિક્કાર કર્યો છે;
તેઓ મોટું ટોળું લઈને મારી સામે આવે છે.+
૧૧ ઈશ્વર મને જુવાનોને હવાલે કરે છે,
તે મને દુષ્ટોના હાથમાં સોંપી દે છે.+
૧૨ હું નિશ્ચિંત હતો, પણ તેમણે મને વેરવિખેર કરી નાખ્યો છે;+
મારી ગરદન પકડીને તેમણે મને કચડી નાખ્યો છે;
તેમણે મારા પર પોતાનું નિશાન તાક્યું છે.
૧૩ તેમના તીરંદાજો મને ઘેરી લે છે;+
તે નિર્દય બનીને મને ઊંડે સુધી વીંધે છે;+
તે મારું પિત્ત જમીન પર રેડી દે છે.
૧૪ તે એક પછી એક પ્રહાર કરીને મને તોડી પાડે છે;
તે મારા પર યોદ્ધાની જેમ ચઢી આવે છે.
૧૬ રડી રડીને મારું મોં લાલ થઈ ગયું છે+
અને મારી પાંપણો પર અંધકાર* છવાઈ ગયો છે,
૧૭ પણ મેં મારા હાથે કોઈ ગુનો કર્યો નથી
અને મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે.
૧૮ હે પૃથ્વી, કૃપા કરીને મારું લોહી ઢાંકી ન દે!+
મારા વિલાપના અવાજને દાબી ન દે!
૧૯ જો! મારો સાક્ષી સ્વર્ગમાં છે,
મારા પક્ષમાં બોલનાર ઊંચી જગ્યાએ બિરાજમાન છે.
૨૧ જેમ બે માણસો વચ્ચે ન્યાય કરવામાં આવે છે,
તેમ કોઈ આવીને મારી અને ઈશ્વરની વચ્ચે ન્યાય કરે.+