વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • બાબિલની ઇમારત (૧-૪)

      • યહોવા ભાષા ગૂંચવી નાખે છે (૫-૯)

      • શેમથી ઇબ્રામ સુધી (૧૦-૩૨)

        • તેરાહનું કુટુંબ (૨૭)

        • ઇબ્રામ ઉર શહેર છોડે છે (૩૧)

ઉત્પત્તિ ૧૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “એકસરખો શબ્દભંડોળ વાપરતા હતા.”

ઉત્પત્તિ ૧૧:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૯, ૧૦; દા ૧:૨

ઉત્પત્તિ ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧/૮/૧૯૯૯, પાન ૨૪

ઉત્પત્તિ ૧૧:૪

એને લગતી કલમો

  • +ઉત ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૮, પાન ૨૪-૨૫

ઉત્પત્તિ ૧૧:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “એ જોવા યહોવા નીચે ઊતર્યા.”

ઉત્પત્તિ ૧૧:૬

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૧

ઉત્પત્તિ ૧૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “આપણે નીચે જઈને.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૧૧:૮

એને લગતી કલમો

  • +પુન ૩૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૧૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “બાબેલોન.” અર્થ, “ગૂંચવણ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૧૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૬:૧૦; લૂક ૩:૨૩, ૩૬
  • +ઉત ૧૦:૨૨; ૧કા ૧:૧૭

ઉત્પત્તિ ૧૧:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૧

ઉત્પત્તિ ૧૧:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૪; ૧કા ૧:૧૮; લૂક ૩:૨૩, ૩૫

ઉત્પત્તિ ૧૧:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૧; ૧કા ૧:૧૮

ઉત્પત્તિ ૧૧:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૫; ૧કા ૧:૧૯

ઉત્પત્તિ ૧૧:૧૮

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૫

ઉત્પત્તિ ૧૧:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૩૨; લૂક ૩:૨૩, ૩૪

ઉત્પત્તિ ૧૧:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૧૫:૧, ૬; ૧૭:૫; યાકૂ ૨:૨૩
  • +યહો ૨૪:૨

ઉત્પત્તિ ૧૧:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૪; ૧૯:૧; ૨પિ ૨:૭

ઉત્પત્તિ ૧૧:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૪
  • +ઉત ૧૫:૭; નહે ૯:૭

ઉત્પત્તિ ૧૧:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૧; ૧૭:૧૫; ૨૦:૧૨, ૧૩; ૧પિ ૩:૬
  • +ઉત ૨૨:૨૦; ૨૪:૧૫

ઉત્પત્તિ ૧૧:૩૦

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧, ૨; રોમ ૪:૧૯; હિબ્રૂ ૧૧:૧૧

ઉત્પત્તિ ૧૧:૩૧

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૭, ૨૮
  • +ઉત ૧૦:૧૯
  • +ઉત ૧૨:૪; ૨૭:૪૨, ૪૩; પ્રેકા ૭:૨, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૨૮

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૧:૨ઉત ૧૦:૯, ૧૦; દા ૧:૨
ઉત. ૧૧:૪ઉત ૯:૧
ઉત. ૧૧:૬ઉત ૧૧:૧
ઉત. ૧૧:૭ઉત ૧:૨૬
ઉત. ૧૧:૮પુન ૩૨:૮
ઉત. ૧૧:૯યર્મિ ૫૦:૧
ઉત. ૧૧:૧૦ઉત ૬:૧૦; લૂક ૩:૨૩, ૩૬
ઉત. ૧૧:૧૦ઉત ૧૦:૨૨; ૧કા ૧:૧૭
ઉત. ૧૧:૧૧ઉત ૧૦:૨૧
ઉત. ૧૧:૧૨ઉત ૧૦:૨૪; ૧કા ૧:૧૮; લૂક ૩:૨૩, ૩૫
ઉત. ૧૧:૧૪ઉત ૧૦:૨૧; ૧કા ૧:૧૮
ઉત. ૧૧:૧૬ઉત ૧૦:૨૫; ૧કા ૧:૧૯
ઉત. ૧૧:૧૮લૂક ૩:૨૩, ૩૫
ઉત. ૧૧:૨૪ઉત ૧૧:૩૨; લૂક ૩:૨૩, ૩૪
ઉત. ૧૧:૨૬ઉત ૧૨:૭; ૧૫:૧, ૬; ૧૭:૫; યાકૂ ૨:૨૩
ઉત. ૧૧:૨૬યહો ૨૪:૨
ઉત. ૧૧:૨૭ઉત ૧૨:૪; ૧૯:૧; ૨પિ ૨:૭
ઉત. ૧૧:૨૮પ્રેકા ૭:૪
ઉત. ૧૧:૨૮ઉત ૧૫:૭; નહે ૯:૭
ઉત. ૧૧:૨૯ઉત ૧૨:૧૧; ૧૭:૧૫; ૨૦:૧૨, ૧૩; ૧પિ ૩:૬
ઉત. ૧૧:૨૯ઉત ૨૨:૨૦; ૨૪:૧૫
ઉત. ૧૧:૩૦ઉત ૧૬:૧, ૨; રોમ ૪:૧૯; હિબ્રૂ ૧૧:૧૧
ઉત. ૧૧:૩૧ઉત ૧૧:૨૭, ૨૮
ઉત. ૧૧:૩૧ઉત ૧૦:૧૯
ઉત. ૧૧:૩૧ઉત ૧૨:૪; ૨૭:૪૨, ૪૩; પ્રેકા ૭:૨, ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૧:૧-૩૨

ઉત્પત્તિ

૧૧ એ દિવસોમાં આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. લોકો એકસરખા જ શબ્દો વાપરતા હતા.* ૨ તેઓને પૂર્વ તરફ જતી વખતે શિનઆર દેશમાં+ એક મેદાની વિસ્તાર મળી આવ્યો. તેઓ ત્યાં રહેવા લાગ્યા. ૩ તેઓએ એકબીજાને કહ્યું: “ચાલો આપણે ઈંટો બનાવીએ અને એને અગ્‍નિમાં પકવીએ.” તેઓ પથ્થરને બદલે ઈંટ અને માટીના ગારાને બદલે ડામર વાપરવા લાગ્યા. ૪ તેઓએ કહ્યું: “ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ. એક મોટી ઇમારત બાંધીએ, જેની ટોચ આકાશ સુધી પહોંચે. આમ આપણે જાણીતા થઈશું અને આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ નહિ જઈએ.”+

૫ માણસો જે શહેર અને મોટી ઇમારત બાંધતા હતા, એના પર યહોવાએ ધ્યાન આપ્યું.* ૬ યહોવાએ કહ્યું: “એ લોકો એક થઈ ગયા છે અને તેઓની ભાષા પણ એક છે.+ જુઓ, તેઓ શું કરવા લાગ્યા છે! હવે તેઓ જે કંઈ ધારશે, એ પૂરું કરીને જ જંપશે. તેઓ માટે કંઈ અશક્ય નથી. ૭ ચાલો આપણે*+ તેઓની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા ન સમજે.” ૮ એટલે યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.+ સમય જતાં, તેઓએ શહેર બાંધવાનું પડતું મૂક્યું. ૯ એટલે એ શહેરનું નામ બાબિલ*+ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં પૃથ્વીના બધા લોકોની ભાષા ગૂંચવી નાખી હતી અને યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.

૧૦ શેમની+ વંશાવળી આ છે:

પૂરના બે વર્ષ પછી શેમને આર્પાકશાદ+ થયો. એ વખતે શેમ ૧૦૦ વર્ષનો હતો. ૧૧ આર્પાકશાદના જન્મ પછી શેમ ૫૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.+

૧૨ આર્પાકશાદ ૩૫ વર્ષનો હતો ત્યારે તેને શેલાહ+ થયો. ૧૩ શેલાહના જન્મ પછી આર્પાકશાદ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૧૪ શેલાહ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને એબેર+ થયો. ૧૫ એબેરના જન્મ પછી શેલાહ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૧૬ એબેર ૩૪ વર્ષનો હતો ત્યારે તેને પેલેગ+ થયો. ૧૭ પેલેગના જન્મ પછી એબેર ૪૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૧૮ પેલેગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને રેઉ+ થયો. ૧૯ રેઉના જન્મ પછી પેલેગ ૨૦૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૨૦ રેઉ ૩૨ વર્ષનો હતો ત્યારે તેને સરૂગ થયો. ૨૧ સરૂગના જન્મ પછી રેઉ ૨૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૨૨ સરૂગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને નાહોર થયો. ૨૩ નાહોરના જન્મ પછી સરૂગ ૨૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૨૪ નાહોર ૨૯ વર્ષનો હતો ત્યારે તેને તેરાહ+ થયો. ૨૫ તેરાહના જન્મ પછી નાહોર ૧૧૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.

૨૬ તેરાહ ૭૦ વર્ષનો થયો પછી તેને ઇબ્રામ,+ નાહોર+ અને હારાન થયા.

૨૭ તેરાહ વિશે આ અહેવાલ છે.

તેરાહથી ઇબ્રામ, નાહોર અને હારાન થયા. હારાનથી લોત+ થયો. ૨૮ તેરાહ હજી જીવતો હતો ત્યારે, હારાન પોતાના વતનમાં મરણ પામ્યો, જે ખાલદીઓનું*+ ઉર+ શહેર હતું. ૨૯ ઇબ્રામે સારાય+ સાથે અને નાહોરે મિલ્કાહ+ સાથે લગ્‍ન કર્યું. મિલ્કાહ હારાનની દીકરી હતી. હારાનની બીજી દીકરીનું નામ યિસ્કાહ હતું. ૩૦ સારાય વાંઝણી હતી,+ તેને કોઈ બાળક ન હતું.

૩૧ તેરાહ પોતાનાં દીકરા ઇબ્રામ, પુત્રવધૂ સારાય અને પૌત્ર લોતને+ લઈને ખાલદીઓનું ઉર શહેર છોડીને કનાન+ દેશ જવા નીકળ્યો. સમય જતાં, તેઓ હારાન+ શહેર પહોંચ્યાં અને ત્યાં રહેવા લાગ્યાં. સારાય ઇબ્રામની પત્ની હતી અને લોત હારાનનો દીકરો હતો. ૩૨ તેરાહ ૨૦૫ વર્ષ જીવ્યો અને પછી હારાનમાં તેનું મરણ થયું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો