વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • મંડપ (૧-૩૭)

        • મંડપના પડદા (૧-૧૪)

        • ચોકઠાં અને કૂંભીઓ (૧૫-૩૦)

        • પડદો અને પ્રવેશદ્વારનો પડદો (૩૧-૩૭)

નિર્ગમન ૨૬:૧

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૮:૫; ૯:૯, ૧૧
  • +ઉત ૩:૨૪; ગી ૯૯:૧
  • +નિર્ગ ૩૬:૮-૧૩

નિર્ગમન ૨૬:૨

ફૂટનોટ

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૪:૨૫

નિર્ગમન ૨૬:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૯:૩૩, ૩૪

નિર્ગમન ૨૬:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૫:૨૬
  • +નિર્ગ ૩૬:૧૪-૧૮

નિર્ગમન ૨૬:૧૨

ફૂટનોટ

  • *

    એટલે કે, બે હાથ પહોળાઈ જેટલો પડદો.

નિર્ગમન ૨૬:૧૩

ફૂટનોટ

  • *

    અહીં નિર્ગ ૨૬:૧માં જણાવેલા પડદાની વાત થાય છે.

નિર્ગમન ૨૬:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૧/૮/૧૯૯૪, પાન ૩૧

નિર્ગમન ૨૬:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ફ્રેમ.” વધારે માહિતી ખ-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૨૦-૨૩; ગણ ૪:૨૯, ૩૧

નિર્ગમન ૨૬:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સાલ.”

નિર્ગમન ૨૬:૧૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૫ જુઓ.

  • *

    અથવા, “સાલ.”

એને લગતી કલમો

  • +ગણ ૩:૩૬
  • +નિર્ગ ૩૬:૨૪-૨૬

નિર્ગમન ૨૬:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૨૭-૩૦

નિર્ગમન ૨૬:૨૬

ફૂટનોટ

  • *

    દેખીતું છે, ઉપરના અને નીચેના દાંડા બે ભાગમાં હતા અને વચ્ચે એક લાંબો દાંડો હતો, જે મુલાકાતમંડપની એક બાજુની લંબાઈ જેટલો હતો.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૩૧-૩૩

નિર્ગમન ૨૬:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩૫, ૩૬; ૩૬:૩૪

નિર્ગમન ૨૬:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૩; ૨૫:૯; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫

નિર્ગમન ૨૬:૩૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૩૫, ૩૬; લૂક ૨૩:૪૫; હિબ્રૂ ૬:૧૯; ૯:૩; ૧૦:૧૯, ૨૦

નિર્ગમન ૨૬:૩૩

ફૂટનોટ

  • *

    આ એ કડીઓ છે, જે મંડપની ઉપરના પડદાને જોડવા માટે લગાવી હતી.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૮:૬
  • +નિર્ગ ૪૦:૨૧; લેવી ૧૬:૨; ૧રા ૮:૬; હિબ્રૂ ૯:૨-૪, ૧૨, ૨૪
  • +નિર્ગ ૪૦:૨૨, ૨૬

નિર્ગમન ૨૬:૩૫

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૨, ૩; ૧રા ૭:૪૮, ૪૯

નિર્ગમન ૨૬:૩૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૩૭, ૩૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૨૬:૧હિબ્રૂ ૮:૫; ૯:૯, ૧૧
નિર્ગ. ૨૬:૧ઉત ૩:૨૪; ગી ૯૯:૧
નિર્ગ. ૨૬:૧નિર્ગ ૩૬:૮-૧૩
નિર્ગ. ૨૬:૨ગણ ૪:૨૫
નિર્ગ. ૨૬:૬નિર્ગ ૩૯:૩૩, ૩૪
નિર્ગ. ૨૬:૭નિર્ગ ૩૫:૨૬
નિર્ગ. ૨૬:૭નિર્ગ ૩૬:૧૪-૧૮
નિર્ગ. ૨૬:૧૪નિર્ગ ૩૬:૧૯
નિર્ગ. ૨૬:૧૫નિર્ગ ૩૬:૨૦-૨૩; ગણ ૪:૨૯, ૩૧
નિર્ગ. ૨૬:૧૯ગણ ૩:૩૬
નિર્ગ. ૨૬:૧૯નિર્ગ ૩૬:૨૪-૨૬
નિર્ગ. ૨૬:૨૨નિર્ગ ૩૬:૨૭-૩૦
નિર્ગ. ૨૬:૨૬નિર્ગ ૩૬:૩૧-૩૩
નિર્ગ. ૨૬:૨૯નિર્ગ ૧૨:૩૫, ૩૬; ૩૬:૩૪
નિર્ગ. ૨૬:૩૦નિર્ગ ૧૯:૩; ૨૫:૯; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫
નિર્ગ. ૨૬:૩૧નિર્ગ ૩૬:૩૫, ૩૬; લૂક ૨૩:૪૫; હિબ્રૂ ૬:૧૯; ૯:૩; ૧૦:૧૯, ૨૦
નિર્ગ. ૨૬:૩૩૧રા ૮:૬
નિર્ગ. ૨૬:૩૩નિર્ગ ૪૦:૨૧; લેવી ૧૬:૨; ૧રા ૮:૬; હિબ્રૂ ૯:૨-૪, ૧૨, ૨૪
નિર્ગ. ૨૬:૩૩નિર્ગ ૪૦:૨૨, ૨૬
નિર્ગ. ૨૬:૩૫લેવી ૨૪:૨, ૩; ૧રા ૭:૪૮, ૪૯
નિર્ગ. ૨૬:૩૬નિર્ગ ૩૬:૩૭, ૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૨૬:૧-૩૭

નિર્ગમન

૨૬ “તું એક મંડપ બનાવ.+ એને ઢાંકવા બારીક કાંતેલા શણ, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી દસ પડદા બનાવ. એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં+ ચિત્રો બનાવ.+ ૨ દરેક પડદો ૨૮ હાથ* લાંબો અને ૪ હાથ પહોળો હોય. બધા પડદા એક જ માપના હોય.+ ૩ પાંચ પડદા જોડીને એક મોટો પડદો બનાવ. બીજા પાંચ પડદા જોડીને બીજો મોટો પડદો બનાવ. ૪ પહેલા મોટા પડદાની એક કોરે ભૂરી દોરીથી નાકાં બનાવ. બીજા મોટા પડદાની એક કોરે પણ એવું જ કર, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૫ એક પડદા પર ૫૦ નાકાં બનાવ અને બીજા પડદા પર ૫૦ નાકાં બનાવ, જેથી બંને પડદા સામસામે જોડી શકાય. ૬ સોનાની ૫૦ કડીઓ બનાવ અને બંને પડદાને કડીઓથી જોડી દે. આમ, મંડપ માટે એક પડદો તૈયાર થશે.+

૭ “તું મંડપ પર નાખવા બકરાના વાળના+ ૧૧ પડદા બનાવ.+ ૮ દરેક પડદો ૩૦ હાથ લાંબો અને ૪ હાથ પહોળો હોય. એ ૧૧ પડદા એક જ માપના હોય. ૯ પાંચ પડદાને જોડીને એક મોટો પડદો બનાવ. બીજા છ પડદાને જોડીને બીજો મોટો પડદો બનાવ. એમાંનો છઠ્ઠો પડદો, જે મંડપના પ્રવેશદ્વાર તરફ હોય એને અડધો વાળી દે. ૧૦ પહેલા મોટા પડદાની એક કોરે ૫૦ નાકાં બનાવ. બીજા મોટા પડદાની એક કોરે પણ ૫૦ નાકાં બનાવ, જેથી બંને પડદાને એકબીજા સાથે જોડી શકાય. ૧૧ તું તાંબાની ૫૦ કડીઓ બનાવ. પછી, એ કડીઓને નાકાંમાં નાખીને બંને પડદાને જોડી દે. આમ, મંડપ પર નાખવા બીજો એક પડદો તૈયાર થશે. ૧૨ પડદાનો બાકી રહેલો ભાગ* મંડપના પાછલા ભાગમાં લટકતો રહે. ૧૩ બકરાના વાળનો પડદો સૌથી પહેલા પડદા* કરતાં એક હાથ વધારે લાંબો હોય અને એ મંડપની બંને બાજુ લટકતો હોય.

૧૪ “તું મંડપ પર નાખવા નર ઘેટાના લાલ રંગથી રંગેલા ચામડાનો પડદો બનાવ. એની ઉપર નાખવા સીલ માછલીના ચામડાનો પડદો બનાવ.+

૧૫ “તું મંડપ માટે બાવળના લાકડાનાં ઊભાં ચોકઠાં* બનાવ.+ ૧૬ દરેક ચોકઠું દસ હાથ ઊંચું અને દોઢ હાથ પહોળું હોય. ૧૭ દરેક ચોકઠામાં નીચેની બાજુએ બે ઠેસી* બનાવ, જે એકબીજાથી સમાન અંતરે હોય. મંડપનાં બધાં ચોકઠાં એ જ રીતે બનાવ. ૧૮ મંડપની દક્ષિણ બાજુ માટે ૨૦ ચોકઠાં બનાવ.

૧૯ “તું ૨૦ ચોકઠાંની નીચે મૂકવા ચાંદીની ૪૦ કૂંભીઓ*+ બનાવ. દરેક ચોકઠા નીચે બે ઠેસી*+ હોય અને એના માટે બે કૂંભીઓ હોય. ૨૦ મંડપની ઉત્તર બાજુ માટે ૨૦ ચોકઠાં ૨૧ અને ચાંદીની ૪૦ કૂંભીઓ બનાવ. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ બનાવ. ૨૨ મંડપની પાછળની બાજુ માટે, એટલે કે પશ્ચિમ બાજુ માટે છ ચોકઠાં બનાવ.+ ૨૩ મંડપની પાછળની બાજુના બે ખૂણા માટે બે ચોકઠાં બનાવ. ૨૪ એ ખૂણાનાં બે ચોકઠાં આ રીતે બનાવ: નીચેથી બે પાટિયાં હોય અને ઉપર પહેલી કડી સુધી પહોંચતા તેઓ એકબીજા સાથે જોડાઈ જાય. ૨૫ આમ, મંડપની પાછળની બાજુએ આઠ ચોકઠાં અને એની ચાંદીની ૧૬ કૂંભીઓ હોય. દરેક ચોકઠા નીચે મૂકવા બે કૂંભીઓ બનાવ.

૨૬ “તું બાવળના લાકડાના દાંડા બનાવ. મંડપની એક બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા* બનાવ.+ ૨૭ મંડપની બીજી બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ. તેમ જ, મંડપની પાછળની બાજુ, એટલે કે પશ્ચિમ બાજુનાં ચોકઠાં માટે પાંચ દાંડા બનાવ. ૨૮ વચલો દાંડો ચોકઠાઓની વચ્ચોવચ મંડપના એક છેડાથી બીજા છેડા સુધી હોય.

૨૯ “તું દરેક ચોકઠાને સોનાથી મઢ.+ દાંડા પરોવવા સોનાનાં કડાં બનાવ અને દાંડાને સોનાથી મઢ. ૩૦ તને પર્વત પર મંડપનો જે નમૂનો બતાવવામાં આવ્યો હતો, એ જ પ્રમાણે તું મંડપ બનાવ.+

૩૧ “તું ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એક પડદો* બનાવ.+ એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં ચિત્રો બનાવ. ૩૨ એ પડદાને ચાર થાંભલા પર લટકાવ. એ થાંભલા બાવળના લાકડાના બનાવ અને એને સોનાથી મઢ. એની કડીઓ સોનાની હોય. થાંભલાઓને ચાંદીની ચાર કૂંભીઓ પર ગોઠવ. ૩૩ એ પડદાને કડીઓ* નીચે લટકાવ. પછી પડદાની અંદરના ભાગમાં સાક્ષીકોશ+ મૂક. એ પડદો પરમ પવિત્ર સ્થાન*+ અને પવિત્ર સ્થાનને*+ જુદા પાડશે. ૩૪ પરમ પવિત્ર સ્થાનમાં મૂકેલા સાક્ષીકોશ ઉપર તું ઢાંકણ મૂક.

૩૫ “તું પડદાની આગળ, પવિત્ર સ્થાનમાં મેજ મૂક. મેજની સામે દીવી+ મૂક. મંડપની ઉત્તર તરફ મેજ હોય અને દક્ષિણ તરફ દીવી હોય. ૩૬ મંડપના પ્રવેશદ્વાર માટે એક પડદો બનાવ. એ પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને બનાવ.+ ૩૭ એ પડદા માટે પાંચ થાંભલા બનાવ. એ થાંભલા બાવળના લાકડાના બનાવ અને એને સોનાથી મઢ. એની કડીઓ સોનાની હોય. થાંભલાઓને તાંબાની પાંચ કૂંભીઓ પર ગોઠવ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો