વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • દર્શન ૫: દીવી અને જૈતૂનનાં બે ઝાડ (૧-૧૪)

        • “મનુષ્યની તાકાતથી નહિ, પણ મારી શક્તિથી” (૬)

        • નાની શરૂઆતને તુચ્છ ગણવી નહિ (૧૦)

ઝખાર્યા ૪:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩૧; ૧રા ૭:૪૮, ૪૯
  • +નિર્ગ ૨૫:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૧૫

ઝખાર્યા ૪:૩

એને લગતી કલમો

  • +ઝખા ૪:૧૧, ૧૪; પ્રક ૧૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૧૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

ઝખાર્યા ૪:૬

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪૫; હો ૧:૭
  • +ન્યા ૬:૩૪; ૧૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૦-૧૧

ઝખાર્યા ૪:૭

એને લગતી કલમો

  • +એઝ ૩:૨; હાગ ૧:૧
  • +યશા ૪૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૧, ૧૩

ઝખાર્યા ૪:૯

એને લગતી કલમો

  • +એઝ ૩:૮, ૧૦; ૫:૧૪, ૧૬
  • +એઝ ૬:૧૪; ઝખા ૬:૧૨

ઝખાર્યા ૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “વસ્તુને.”

  • *

    મૂળ, “પથ્થર.” દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.

  • *

    મૂળ, “પૃથ્વી પર ફરે છે.”

એને લગતી કલમો

  • +એઝ ૩:૧૨; હાગ ૨:૩
  • +૨કા ૧૬:૯; ની ૧૫:૩; યર્મિ ૧૬:૧૭; પ્રક ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૧૬-૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧, ૧૬૫

ઝખાર્યા ૪:૧૧

એને લગતી કલમો

  • +ઝખા ૪:૨, ૩

ઝખાર્યા ૪:૧૨

ફૂટનોટ

  • *

    એટલે કે, ફળોથી લચી પડેલી ડાળીઓ.

ઝખાર્યા ૪:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હાગ ૨:૪; પ્રક ૧૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૧૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૪:૨નિર્ગ ૨૫:૩૧; ૧રા ૭:૪૮, ૪૯
ઝખા. ૪:૨નિર્ગ ૨૫:૩૭
ઝખા. ૪:૩ઝખા ૪:૧૧, ૧૪; પ્રક ૧૧:૩, ૪
ઝખા. ૪:૬૧શ ૧૭:૪૫; હો ૧:૭
ઝખા. ૪:૬ન્યા ૬:૩૪; ૧૫:૧૪
ઝખા. ૪:૭એઝ ૩:૨; હાગ ૧:૧
ઝખા. ૪:૭યશા ૪૦:૪
ઝખા. ૪:૯એઝ ૩:૮, ૧૦; ૫:૧૪, ૧૬
ઝખા. ૪:૯એઝ ૬:૧૪; ઝખા ૬:૧૨
ઝખા. ૪:૧૦એઝ ૩:૧૨; હાગ ૨:૩
ઝખા. ૪:૧૦૨કા ૧૬:૯; ની ૧૫:૩; યર્મિ ૧૬:૧૭; પ્રક ૫:૬
ઝખા. ૪:૧૧ઝખા ૪:૨, ૩
ઝખા. ૪:૧૪હાગ ૨:૪; પ્રક ૧૧:૩, ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૪:૧-૧૪

ઝખાર્યા

૪ મારી સાથે વાત કરતો હતો એ દૂત પાછો આવ્યો અને કોઈને ઊંઘમાંથી ઉઠાડતો હોય તેમ તેણે મને ઉઠાડ્યો. ૨ તેણે મને પૂછ્યું: “તને શું દેખાય છે?”

મેં કહ્યું: “જુઓ! મને એક દીવી દેખાય છે, જે આખેઆખી સોનાની છે.+ એના પર એક વાટકો છે. દીવી પર સાત દીવા છે,+ હા સાત દીવા. એમાંથી નીકળતી સાત નળીઓ વાટકા સાથે જોડાયેલી છે. ૩ દીવીની બાજુમાં જૈતૂનનાં બે ઝાડ છે,+ એક ઝાડ વાટકાની જમણી બાજુએ અને બીજું ઝાડ ડાબી બાજુએ.”

૪ મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “મારા માલિક, એ બધાનો શો અર્થ છે?” ૫ તેણે મને પૂછ્યું: “શું તને એ બધાનો અર્થ નથી ખબર?”

મેં કહ્યું: “ના મારા માલિક.”

૬ તેણે મને કહ્યું: “યહોવાનો આ સંદેશો ઝરુબ્બાબેલ માટે છે: ‘“લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ,+ પણ મારી શક્તિથી એ બધું થશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૭ હે મોટા પર્વત, તારી શી વિસાત? ઝરુબ્બાબેલ+ સામે તું સપાટ જમીન થઈ જશે.+ તે ટોચનો પથ્થર લાવશે ત્યારે પોકાર થશે: “અતિ સુંદર! અતિ સુંદર!”’”

૮ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો, ૯ “ઝરુબ્બાબેલના હાથે આ ઘરનો પાયો નંખાયો છે+ અને તેના જ હાથે એનું બાંધકામ પૂરું થશે.+ (ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.) ૧૦ એ નાની શરૂઆતને* કોણે તુચ્છ ગણી હતી?+ જ્યારે લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો* જોશે, ત્યારે તેઓ હરખાશે. યહોવાની સાત આંખો પણ એ જોશે, જે આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે.”*+

૧૧ પછી મેં પૂછ્યું: “દીવીની જમણી અને ડાબી બાજુએ જે બે જૈતૂનનાં ઝાડ છે, એનો શો અર્થ છે?”+ ૧૨ મેં બીજી વાર પૂછ્યું: “જૈતૂનની એ બે ડાળીઓનો* શો અર્થ છે, જે સોનાની બે નળીઓ દ્વારા વાટકામાં સોનેરી તેલ રેડે છે?”

૧૩ તેણે મને પૂછ્યું: “શું તને એ બધાનો અર્થ નથી ખબર?”

મેં કહ્યું: “ના મારા માલિક.”

૧૪ તેણે કહ્યું: “તેઓ બે અભિષિક્તો* છે, જેઓ આખી પૃથ્વીના માલિકની પાસે ઊભા છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો