ગીતશાસ્ત્ર
આપણા ઈશ્વરના ગુણગાન ગાવા એ સારું છે.*
તેમની સ્તુતિ કરવાથી કેટલી ખુશી મળે છે અને એ કેટલું યોગ્ય છે!+
૩ તે કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે.
તે તેઓના ઘા રુઝાવે છે.
૫ આપણા પ્રભુ મહાન અને મહાશક્તિશાળી છે.+
તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.+
૭ યહોવા માટે ગીત ગાઈને તેમનો આભાર માનો,
વીણા વગાડીને આપણા ઈશ્વરની સ્તુતિ કરો.
૧૨ હે યરૂશાલેમ, યહોવાને મહિમા આપ.
હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
૧૩ તે તારા શહેરના દરવાજાઓને મજબૂત કરે છે.
તે તારા દીકરાઓને આશીર્વાદ આપે છે.
૧૪ તે તારા વિસ્તારમાં શાંતિ ફેલાવે છે.+
તે ઉત્તમ ઘઉંથી તને તૃપ્ત કરે છે.+
૧૫ તે પૃથ્વીને આજ્ઞા કરે છે
અને તેમનું વચન ઝડપથી ફેલાઈ જાય છે.
૧૬ તે પૃથ્વી પર બરફની સફેદ ચાદર પાથરે છે.+
તે હિમને* રાખની જેમ ભભરાવે છે.+
૧૭ તે રોટલીના નાના નાના ટુકડા જેવા કરા* વરસાવે છે.+
તેમણે મોકલેલી ઠંડી કોણ સહી શકે?+
૧૮ તે આજ્ઞા કરે છે અને બરફ ઓગળી જાય છે.
તે પવન ફૂંકાવે છે+ અને પાણી વહેતું થાય છે.
૨૦ એવું તેમણે બીજી કોઈ પ્રજા માટે કર્યું નથી.+
એ પ્રજાઓ તેમના ન્યાયચુકાદા વિશે કંઈ જાણતી નથી.