વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • ઇઝરાયેલના મુખીઓ વિશે વિલાપગીત (૧-૧૪)

હઝકિયેલ ૧૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “શોકગીત.”

હઝકિયેલ ૧૯:૩

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧

હઝકિયેલ ૧૯:૪

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩૧-૩૪; ૨કા ૩૬:૪; યર્મિ ૨૨:૧૧, ૧૨

હઝકિયેલ ૧૯:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૨:૧૭

હઝકિયેલ ૧૯:૭

એને લગતી કલમો

  • +ની ૨૮:૧૫

હઝકિયેલ ૧૯:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તારા લોહીમાંના દ્રાક્ષાવેલા.”

એને લગતી કલમો

  • +ગી ૮૦:૮; યશા ૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૯:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫:૫; હઝ ૧૫:૬
  • +૨રા ૨૩:૩૪; ૨૪:૬; ૨૫:૫-૭
  • +પુન ૩૨:૨૨; હઝ ૧૫:૪

હઝકિયેલ ૧૯:૧૩

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૮; યર્મિ ૧૭:૫, ૬; ૫૨:૨૭

હઝકિયેલ ૧૯:૧૪

એને લગતી કલમો

  • +હઝ ૧૭:૧૬, ૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૧૯:૩૨કા ૩૬:૧
હઝકિ. ૧૯:૪૨રા ૨૩:૩૧-૩૪; ૨કા ૩૬:૪; યર્મિ ૨૨:૧૧, ૧૨
હઝકિ. ૧૯:૬યર્મિ ૨૨:૧૭
હઝકિ. ૧૯:૭ની ૨૮:૧૫
હઝકિ. ૧૯:૧૦ગી ૮૦:૮; યશા ૫:૭
હઝકિ. ૧૯:૧૨યશા ૫:૫; હઝ ૧૫:૬
હઝકિ. ૧૯:૧૨૨રા ૨૩:૩૪; ૨૪:૬; ૨૫:૫-૭
હઝકિ. ૧૯:૧૨પુન ૩૨:૨૨; હઝ ૧૫:૪
હઝકિ. ૧૯:૧૩પુન ૨૮:૪૮; યર્મિ ૧૭:૫, ૬; ૫૨:૨૭
હઝકિ. ૧૯:૧૪હઝ ૧૭:૧૬, ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૧૯:૧-૧૪

હઝકિયેલ

૧૯ “ઇઝરાયેલના મુખીઓ વિશે તું મોટા અવાજે વિલાપગીત* ગા. ૨ તું કહે,

‘તમારી માની સરખામણી શાની સાથે કરાય? તે તો સિંહોમાં રહેતી સિંહણ હતી.

તે શક્તિશાળી સિંહો વચ્ચે પડી રહેતી અને પોતાનાં બચ્ચાં મોટાં કરતી.

 ૩ તેણે પોતાના એક બચ્ચાને મોટું કર્યું. તે શક્તિશાળી સિંહ બન્યો,+

તે શિકાર કરતા શીખ્યો,

તે માણસને પણ ફાડી ખાતો.

 ૪ પ્રજાઓએ તેના વિશે સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવીને પકડી લીધો.

તેને આંકડીઓ ભેરવીને તેઓ ઇજિપ્ત લઈ ગયા.+

 ૫ સિંહણે રાહ જોઈ અને આખરે જોયું કે તેના આવવાની કોઈ આશા નથી.

એટલે તેણે બીજું એક બચ્ચું મોટું કર્યું અને તેને શક્તિશાળી સિંહ બનાવીને મોકલ્યો.

 ૬ તે સિંહો સાથે હરી-ફરીને એક શક્તિશાળી સિંહ બન્યો.

તે શિકાર કરતા શીખ્યો અને તે માણસને પણ ફાડી ખાતો.+

 ૭ તે શિકારની શોધમાં તેઓના મજબૂત ગઢોમાં ફરતો, તેઓનાં શહેરોને ઉજ્જડ કરતો,

તેઓના ઉજ્જડ દેશમાં તેની ગર્જનાના પડઘા સંભળાતા.+

 ૮ આસપાસના વિસ્તારની પ્રજાઓએ આવીને તેના પર જાળ નાખી,

તેઓએ તેને ખાડામાં ફસાવીને પકડી લીધો.

 ૯ તેઓએ આંકડી ભેરવીને તેને પાંજરામાં પૂર્યો અને બાબેલોનના રાજા પાસે લઈ ગયા.

ત્યાં તેઓએ તેને કેદ કર્યો, જેથી ઇઝરાયેલના પહાડો પર તેનો અવાજ ફરીથી સંભળાય નહિ.

૧૦ તમારી મા પાણી પાસે રોપાયેલા દ્રાક્ષાવેલા* જેવી હતી.+

પુષ્કળ પાણીને લીધે એને ફળ આવ્યાં અને એને ઘણી ડાળીઓ ઊગી નીકળી.

૧૧ દ્રાક્ષાવેલાની ડાળીઓ એટલી મજબૂત હતી કે એનો રાજદંડ બને.

એ વધીને બીજાં વૃક્ષો કરતાં પણ ઊંચો થયો.

એની ઊંચાઈ અને ઘટાને લીધે એ બધાની નજરે ચઢતો.

૧૨ પણ કોપને લીધે એને જડમૂળથી ઉખેડીને+ ધરતી પર નાખવામાં આવ્યો.

પૂર્વના પવનથી એનાં ફળ સુકાઈ ગયાં.

એની મજબૂત ડાળીઓ તોડી નંખાઈ, એ સુકાઈ ગઈ+ અને આગમાં ભસ્મ થઈ ગઈ.+

૧૩ હવે દ્રાક્ષાવેલાને પાણી વગરના

સૂકા વેરાન પ્રદેશમાં રોપવામાં આવ્યો.+

૧૪ એની ડાળીઓમાંથી આગ ફેલાઈ ગઈ ને કૂંપળો અને ફળને ભસ્મ કરી નાખ્યાં.

એની એકેય મજબૂત ડાળી બચી નહિ, એકેય રાજદંડ બચ્યો નહિ.+

“‘આ વિલાપગીત છે અને વિલાપગીત રહેશે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો