વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • સાચી ભક્તિની પૂરેપૂરી જીત (૧-૨૧)

        • જૈતૂન પર્વત બે ભાગમાં ચિરાઈ જશે (૪)

        • યહોવા જ એક ઈશ્વર હશે અને ફક્ત તેમનું જ નામ હશે (૯)

        • યરૂશાલેમ વિરુદ્ધ લડનાર પર બીમારી (૧૨-૧૫)

        • માંડવાના તહેવારની ઉજવણી (૧૬-૧૯)

        • દરેક હાંડલું યહોવા માટે પવિત્ર થશે (૨૦, ૨૧)

ઝખાર્યા ૧૪:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, ઝખા ૧૪:૨માં જણાવેલું શહેર.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૮

ઝખાર્યા ૧૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૮-૧૯

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૩

એને લગતી કલમો

  • +હઝ ૩૮:૨૩; યોએ ૩:૨, ૧૪; પ્રક ૧૬:૧૪
  • +નિર્ગ ૧૫:૩; ૨કા ૨૦:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૦

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયથી.”

  • *

    મૂળ, “સમુદ્ર.”

એને લગતી કલમો

  • +લૂક ૧૯:૨૯; પ્રેકા ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૭, પાન ૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૫

એને લગતી કલમો

  • +આમ ૧:૧
  • +પુન ૩૩:૨; યોએ ૩:૧૧; યહૂ ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૯-૨૦

ઝખાર્યા ૧૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “કીમતી.”

  • *

    અથવા, “હલનચલન બંધ થઈ જશે,” જાણે ઠંડીને લીધે ઠરી ગઈ હોય.

એને લગતી કલમો

  • +યશા ૧૩:૯, ૧૦; આમ ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૦

ઝખાર્યા ૧૪:૭

એને લગતી કલમો

  • +યોએ ૨:૩૧; ૧થે ૫:૨; ૨પિ ૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૬

ઝખાર્યા ૧૪:૮

ફૂટનોટ

  • *

    એટલે કે, મૃત સરોવર.

  • *

    એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૧૩; હઝ ૪૭:૧; યોએ ૩:૧૮; પ્રક ૨૧:૬; ૨૨:૧, ૧૭
  • +પુન ૩:૧૭
  • +યહો ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૦૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૦-૨૧

    ૫/૧/૨૦૦૬, પાન ૧૬

ઝખાર્યા ૧૪:૯

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧; પ્રક ૧૯:૬
  • +પુન ૬:૪
  • +યશા ૪૨:૮; ૪૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૬

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૧૫:૨૨
  • +૧કા ૪:૨૪, ૩૨
  • +પુન ૧:૭
  • +યર્મિ ૩૦:૧૮
  • +યર્મિ ૩૭:૧૩
  • +નહે ૩:૧; યર્મિ ૩૧:૩૮

ઝખાર્યા ૧૪:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૬; ૩૩:૧૬
  • +યશા ૬૦:૧૮; યર્મિ ૩૧:૪૦

ઝખાર્યા ૧૪:૧૨

એને લગતી કલમો

  • +૨રા ૧૯:૩૪, ૩૫; યોએ ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૭, પાન ૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૦

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “એક માણસ બીજા માણસ પર હુમલો કરશે.”

એને લગતી કલમો

  • +ન્યા ૭:૨૨; હઝ ૩૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૧૪

એને લગતી કલમો

  • +૨કા ૧૪:૧૩; ૨૦:૨૫; ઝખા ૨:૮, ૯

ઝખાર્યા ૧૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૭, પાન ૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૦

ઝખાર્યા ૧૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “નમન.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૬૬:૨૩
  • +ગી ૮૬:૯
  • +લેવી ૨૩:૩૪; નહે ૮:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

ઝખાર્યા ૧૪:૧૭

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૨

ઝખાર્યા ૧૪:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૩૬; ૩૯:૩૦
  • +૧શ ૨:૧૩, ૧૪
  • +નિર્ગ ૨૫:૨૯; ગણ ૪:૭

ઝખાર્યા ૧૪:૨૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “વેપારી.”

એને લગતી કલમો

  • +હઝ ૪૪:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૧૪:૩હઝ ૩૮:૨૩; યોએ ૩:૨, ૧૪; પ્રક ૧૬:૧૪
ઝખા. ૧૪:૩નિર્ગ ૧૫:૩; ૨કા ૨૦:૧૫
ઝખા. ૧૪:૪લૂક ૧૯:૨૯; પ્રેકા ૧:૧૨
ઝખા. ૧૪:૫આમ ૧:૧
ઝખા. ૧૪:૫પુન ૩૩:૨; યોએ ૩:૧૧; યહૂ ૧૪
ઝખા. ૧૪:૬યશા ૧૩:૯, ૧૦; આમ ૫:૧૮
ઝખા. ૧૪:૭યોએ ૨:૩૧; ૧થે ૫:૨; ૨પિ ૩:૧૦
ઝખા. ૧૪:૮યર્મિ ૧૭:૧૩; હઝ ૪૭:૧; યોએ ૩:૧૮; પ્રક ૨૧:૬; ૨૨:૧, ૧૭
ઝખા. ૧૪:૮પુન ૩:૧૭
ઝખા. ૧૪:૮યહો ૧:૪
ઝખા. ૧૪:૯ગી ૯૭:૧; પ્રક ૧૯:૬
ઝખા. ૧૪:૯પુન ૬:૪
ઝખા. ૧૪:૯યશા ૪૨:૮; ૪૪:૬
ઝખા. ૧૪:૧૦૧રા ૧૫:૨૨
ઝખા. ૧૪:૧૦૧કા ૪:૨૪, ૩૨
ઝખા. ૧૪:૧૦પુન ૧:૭
ઝખા. ૧૪:૧૦યર્મિ ૩૦:૧૮
ઝખા. ૧૪:૧૦યર્મિ ૩૭:૧૩
ઝખા. ૧૪:૧૦નહે ૩:૧; યર્મિ ૩૧:૩૮
ઝખા. ૧૪:૧૧યર્મિ ૨૩:૬; ૩૩:૧૬
ઝખા. ૧૪:૧૧યશા ૬૦:૧૮; યર્મિ ૩૧:૪૦
ઝખા. ૧૪:૧૨૨રા ૧૯:૩૪, ૩૫; યોએ ૩:૨
ઝખા. ૧૪:૧૩ન્યા ૭:૨૨; હઝ ૩૮:૨૧
ઝખા. ૧૪:૧૪૨કા ૧૪:૧૩; ૨૦:૨૫; ઝખા ૨:૮, ૯
ઝખા. ૧૪:૧૬યશા ૬૬:૨૩
ઝખા. ૧૪:૧૬ગી ૮૬:૯
ઝખા. ૧૪:૧૬લેવી ૨૩:૩૪; નહે ૮:૧૪, ૧૫
ઝખા. ૧૪:૧૭યશા ૬૦:૧૨
ઝખા. ૧૪:૨૦નિર્ગ ૨૮:૩૬; ૩૯:૩૦
ઝખા. ૧૪:૨૦૧શ ૨:૧૩, ૧૪
ઝખા. ૧૪:૨૦નિર્ગ ૨૫:૨૯; ગણ ૪:૭
ઝખા. ૧૪:૨૧હઝ ૪૪:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૧૪:૧-૨૧

ઝખાર્યા

૧૪ “જુઓ! એ દિવસ આવી રહ્યો છે, એ યહોવાનો દિવસ છે. એ દિવસે તારી* લૂંટ તારી જ સામે વહેંચી લેવામાં આવશે. ૨ હું બધા દેશોને યરૂશાલેમ સામે યુદ્ધ કરવા ભેગા કરીશ. એ શહેરને જીતી લેવામાં આવશે, ઘરોને લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું શહેર ગુલામીમાં જશે, પણ બચી ગયેલા લોકોને શહેરમાંથી કાઢી મૂકવામાં નહિ આવે.

૩ “યહોવા એ દેશો સામે લડવા નીકળશે+ અને અગાઉ તે યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તેઓ સામે લડશે.+ ૪ એ દિવસે તે પોતાના પગ જૈતૂન પર્વત પર મૂકશે,+ જે યરૂશાલેમની પૂર્વ બાજુએ આવેલો છે. જૈતૂન પર્વત પૂર્વથી* પશ્ચિમ* સુધી બે ભાગમાં ચિરાઈ જશે અને એનાથી એક બહુ મોટી ખીણ બનશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો દક્ષિણ તરફ ખસી જશે. ૫ તમે મારા પર્વતોની વચ્ચે બનેલી ખીણમાં નાસી જશો, કેમ કે પર્વતો વચ્ચેની એ ખીણ છેક આસેલ સુધી જશે. જેમ યહૂદાના રાજા ઉઝ્ઝિયાના દિવસોમાં તમારે ધરતીકંપને લીધે નાસવું પડ્યું હતું, તેમ તમારે નાસવું જ પડશે.+ યહોવા ઈશ્વર આવશે અને તેમની સાથે તેમના બધા પવિત્ર જનો હશે.+

૬ “એ દિવસે તેજસ્વી* પ્રકાશ નહિ હોય+ અને વસ્તુઓ થીજી જશે.* ૭ ત્યારે ન દિવસ હશે, ન રાત. સાંજના સમયે પણ અજવાળું હશે. એ દિવસ ખાસ બનશે અને યહોવાના દિવસ તરીકે ઓળખાશે.+ ૮ એ દિવસે યરૂશાલેમમાંથી જીવનનું પાણી વહેશે.+ અડધું પાણી પૂર્વ સમુદ્ર* તરફ+ અને અડધું પશ્ચિમ સમુદ્ર* તરફ વહેશે.+ એવું ઉનાળામાં અને શિયાળામાં બનશે. ૯ ત્યારે આખી પૃથ્વી પર યહોવા રાજા હશે.+ એ દિવસે યહોવા જ એક ઈશ્વર હશે+ અને ફક્ત તેમનું જ નામ હશે.+

૧૦ “ગેબાથી+ લઈને યરૂશાલેમની દક્ષિણે આવેલા રિમ્મોન+ સુધી આખો દેશ અરાબાહ+ જેવો થશે. યરૂશાલેમ પોતાની જગ્યાએ ઊંચું કરાશે અને લોકો એમાં વસશે.+ બિન્યામીનના દરવાજાથી+ લઈને છેક પહેલા દરવાજા સુધી, પહેલા દરવાજાથી લઈને છેક ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના મિનારાથી+ લઈને છેક રાજાના દ્રાક્ષાકુંડો સુધી લોકો વસશે. ૧૧ લોકો યરૂશાલેમમાં વસશે અને સલામતીમાં રહેશે.+ યરૂશાલેમ ફરી કદી નાશને લાયક ઠરશે નહિ.+

૧૨ “યરૂશાલેમ વિરુદ્ધ લડનાર સર્વ પ્રજાઓ પર યહોવા આ બીમારી લાવશે:+ તેઓ ઊભા હશે એવામાં જ તેઓનું માંસ કોહવાઈ જશે, તેઓની આંખો એના ખાડામાં જ સડી જશે અને તેઓની જીભ તેઓનાં મોંમાં જ સડી જશે.

૧૩ “એ દિવસે યહોવા તેઓમાં ભારે ગૂંચવણ ફેલાવી દેશે. દરેક જણ પોતાના સાથીને પકડી લેશે અને તેના પર પોતાનો હાથ ઉગામશે.*+ ૧૪ યહૂદા અને યરૂશાલેમ ભેગા મળીને દુશ્મન સામે યુદ્ધ કરશે. આસપાસની બધી પ્રજાઓની મિલકત ભેગી કરવામાં આવશે. હા, સોનું, ચાંદી અને કપડાંના ઢગલે-ઢગલા કરવામાં આવશે.+

૧૫ “એવી જ બીમારી દુશ્મનોની છાવણીના ઘોડાઓ, ખચ્ચરો, ઊંટો, ગધેડાઓ અને બધાં ઢોરઢાંક પર આવશે.

૧૬ “યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી જે કોઈ બચી જશે, તે દર વર્ષે+ રાજાની, એટલે કે સૈન્યોના ઈશ્વર યહોવાની+ ભક્તિ* કરવા અને માંડવાનો તહેવાર* ઊજવવા યરૂશાલેમ જશે.+ ૧૭ પણ જો પૃથ્વીની પ્રજાઓમાંથી કોઈ વ્યક્તિ રાજાને, સૈન્યોના ઈશ્વર યહોવાને ભજવા યરૂશાલેમ નહિ જાય, તો તેના દેશ પર વરસાદ નહિ પડે.+ ૧૮ જો ઇજિપ્તના લોકો ત્યાં નહિ જાય, તો તેઓ પર પણ વરસાદ નહિ પડે. એટલું જ નહિ, યહોવા તેઓ પર એ બીમારી લાવશે, જે માંડવાનો તહેવાર ઊજવવા ન જનાર પ્રજાઓ પર તે લાવે છે. ૧૯ ઇજિપ્તના લોકોને અને બીજી પ્રજાઓને, જેઓ માંડવાનો તહેવાર ઊજવવા નથી ગઈ, એ સર્વને પોતાનાં પાપની એ સજા મળશે.

૨૦ “એ દિવસે ઘોડાઓની ઘંટડીઓ પર આ શબ્દો લખવામાં આવશે: ‘યહોવા પવિત્ર છે!’+ યહોવાના મંદિરનાં બધાં હાંડલાં+ તો વેદી આગળના વાટકા જેવાં થશે.+ ૨૧ યરૂશાલેમ અને યહૂદામાંનું દરેક હાંડલું પવિત્ર થશે અને સૈન્યોના ઈશ્વર યહોવાનું ગણાશે. જે કોઈ બલિદાન ચઢાવવા ત્યાં આવશે, તે એમાંથી અમુકનો ઉપયોગ બલિદાનને બાફવા કરશે. એ દિવસે સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરમાં કોઈ પણ કનાની* જોવા મળશે નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો