અયૂબ
૧૭ “મારું બળ ભાંગી પડ્યું છે, મારા દિવસો ખતમ થઈ ગયા છે;
કબર મારી રાહ જુએ છે.+
૨ મશ્કરી કરનારાઓ મને ઘેરી વળ્યા છે,+
તેઓના બંડખોર વલણને મારી આંખો તાકી રહે છે.
૩ હે ઈશ્વર, તમે મારા જામીન થાઓ.
તમારા સિવાય કોણ મારી સાથે હાથ મિલાવશે? કોણ મને મદદ કરશે?+
૪ તમે તેઓથી ડહાપણ સંતાડી રાખો છો,+
એટલે તમે તેઓને ઊંચી પદવીએ બેસાડતા નથી.
૫ એવો માણસ કદાચ પોતાના દોસ્તોમાં સંપત્તિ વહેંચતો ફરે છે,
પણ તેનાં બાળકો ભૂખે મરે છે.
૮ મારી હાલત જોઈને નેક લોકોને આઘાત લાગે છે,
અધર્મીઓને* જોઈને નિર્દોષ લોકો ઉશ્કેરાય છે.
૧૦ પણ તમે બધા આવો અને ફરી દલીલો કરો,
કેમ કે મને તો હજી સુધી તમારામાં કોઈ બુદ્ધિશાળી દેખાયું નથી.+
૧૨ મારા મિત્રો રાતને દિવસ કહે છે,
તેઓ કહે છે, ‘જલદી અજવાળું થશે,’ પણ મને તો ચારે બાજુ બસ અંધકાર જ દેખાય છે.
૧૪ હું ખાડાને*+ કહીશ, ‘તું મારો પિતા છે!’
ઇયળને કહીશ, ‘તું મારી મા છે, તું મારી બહેન છે!’
૧૫ તો પછી મારી આશા ક્યાં છે?+
શું કોઈને મારા માટે આશાનું કિરણ દેખાય છે?