વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • યાજકો અને લેવીઓનો હિસ્સો (૧-૮)

      • જાદુવિદ્યા કરવી નહિ (૯-૧૪)

      • મૂસા જેવો પ્રબોધક (૧૫-૧૯)

      • જૂઠા પ્રબોધકોને કઈ રીતે ઓળખવા (૨૦-૨૨)

પુનર્નિયમ ૧૮:૧

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૨૦, ૨૪; પુન ૧૦:૯; યહો ૧૩:૧૪, ૩૩; ૧કો ૯:૧૩

પુનર્નિયમ ૧૮:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૯; ગણ ૧૮:૮, ૧૨; ૨કા ૩૧:૪; નહે ૧૨:૪૪

પુનર્નિયમ ૧૮:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૧; ગણ ૩:૧૦; પુન ૧૦:૮

પુનર્નિયમ ૧૮:૬

ફૂટનોટ

  • *

    એટલે કે, ભક્તિ માટે યહોવાએ પસંદ કરેલી જગ્યા.

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૨
  • +પુન ૧૨:૫, ૬; ૧૬:૨; ગી ૨૬:૮

પુનર્નિયમ ૧૮:૭

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૨

પુનર્નિયમ ૧૮:૮

એને લગતી કલમો

  • +લેવી ૭:૧૦

પુનર્નિયમ ૧૮:૯

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૨૬; પુન ૧૨:૩૦

પુનર્નિયમ ૧૮:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “આગમાં ચલાવતો હોય.”

એને લગતી કલમો

  • +પુન ૧૨:૩૧; ૨રા ૧૬:૧, ૩; ૨કા ૨૮:૧, ૩; ગી ૧૦૬:૩૫-૩૭; યર્મિ ૩૨:૩૫
  • +૨રા ૧૭:૧૭; પ્રેકા ૧૬:૧૬
  • +લેવી ૧૯:૨૬; પ્રેકા ૧૯:૧૯
  • +હઝ ૨૧:૨૧
  • +નિર્ગ ૨૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૩, પાન ૨૩

પુનર્નિયમ ૧૮:૧૧

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૧
  • +લેવી ૨૦:૨૭; ૧કા ૧૦:૧૩
  • +૧શ ૨૮:૭-૧૧; યશા ૮:૧૯; ગલા ૫:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૨, પાન ૧૬-૧૭

પુનર્નિયમ ૧૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

પુનર્નિયમ ૧૮:૧૩

એને લગતી કલમો

  • +માથ ૫:૪૮; ૨પિ ૩:૧૪

પુનર્નિયમ ૧૮:૧૪

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૨૬; ૨રા ૨૧:૧, ૨, ૬
  • +યહો ૧૩:૨૨

પુનર્નિયમ ૧૮:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૦; ગણ ૨૪:૧૭; લૂક ૭:૧૬; યોહ ૧:૪૫; ૬:૧૪; પ્રેકા ૩:૨૨; ૭:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૫-૨૮

પુનર્નિયમ ૧૮:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૭
  • +નિર્ગ ૨૦:૧૯

પુનર્નિયમ ૧૮:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૮; ગણ ૧૨:૩; માથ ૪:૧, ૨; ૧૧:૨૯; યોહ ૫:૪૬
  • +યોહ ૧૭:૮
  • +યોહ ૧૨:૪૯; હિબ્રૂ ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૨૫-૨૮

    ૨/૧૫/૨૦૦૦, પાન ૨૨-૨૪

પુનર્નિયમ ૧૮:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૨૩

પુનર્નિયમ ૧૮:૨૦

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧-૫; યર્મિ ૨૮:૧૧-૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૮:૧ગણ ૧૮:૨૦, ૨૪; પુન ૧૦:૯; યહો ૧૩:૧૪, ૩૩; ૧કો ૯:૧૩
પુન. ૧૮:૪નિર્ગ ૨૩:૧૯; ગણ ૧૮:૮, ૧૨; ૨કા ૩૧:૪; નહે ૧૨:૪૪
પુન. ૧૮:૫નિર્ગ ૨૮:૧; ગણ ૩:૧૦; પુન ૧૦:૮
પુન. ૧૮:૬ગણ ૩૫:૨
પુન. ૧૮:૬પુન ૧૨:૫, ૬; ૧૬:૨; ગી ૨૬:૮
પુન. ૧૮:૭૨કા ૩૧:૨
પુન. ૧૮:૮લેવી ૭:૧૦
પુન. ૧૮:૯લેવી ૧૮:૨૬; પુન ૧૨:૩૦
પુન. ૧૮:૧૦પુન ૧૨:૩૧; ૨રા ૧૬:૧, ૩; ૨કા ૨૮:૧, ૩; ગી ૧૦૬:૩૫-૩૭; યર્મિ ૩૨:૩૫
પુન. ૧૮:૧૦૨રા ૧૭:૧૭; પ્રેકા ૧૬:૧૬
પુન. ૧૮:૧૦લેવી ૧૯:૨૬; પ્રેકા ૧૯:૧૯
પુન. ૧૮:૧૦હઝ ૨૧:૨૧
પુન. ૧૮:૧૦નિર્ગ ૨૨:૧૮
પુન. ૧૮:૧૧લેવી ૧૯:૩૧
પુન. ૧૮:૧૧લેવી ૨૦:૨૭; ૧કા ૧૦:૧૩
પુન. ૧૮:૧૧૧શ ૨૮:૭-૧૧; યશા ૮:૧૯; ગલા ૫:૧૯, ૨૦
પુન. ૧૮:૧૩માથ ૫:૪૮; ૨પિ ૩:૧૪
પુન. ૧૮:૧૪લેવી ૧૯:૨૬; ૨રા ૨૧:૧, ૨, ૬
પુન. ૧૮:૧૪યહો ૧૩:૨૨
પુન. ૧૮:૧૫ઉત ૪૯:૧૦; ગણ ૨૪:૧૭; લૂક ૭:૧૬; યોહ ૧:૪૫; ૬:૧૪; પ્રેકા ૩:૨૨; ૭:૩૭
પુન. ૧૮:૧૬નિર્ગ ૧૯:૧૭
પુન. ૧૮:૧૬નિર્ગ ૨૦:૧૯
પુન. ૧૮:૧૮નિર્ગ ૩૪:૨૮; ગણ ૧૨:૩; માથ ૪:૧, ૨; ૧૧:૨૯; યોહ ૫:૪૬
પુન. ૧૮:૧૮યોહ ૧૭:૮
પુન. ૧૮:૧૮યોહ ૧૨:૪૯; હિબ્રૂ ૧:૨
પુન. ૧૮:૧૯પ્રેકા ૩:૨૩
પુન. ૧૮:૨૦પુન ૧૩:૧-૫; યર્મિ ૨૮:૧૧-૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૮:૧-૨૨

પુનર્નિયમ

૧૮ “લેવી યાજકોને જ નહિ, આખા લેવી કુળને ઇઝરાયેલ સાથે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવશે નહિ. તેઓ યહોવાના વારસામાંથી, એટલે કે આગમાં ચઢાવેલાં અર્પણોમાંથી ખાશે.+ ૨ લેવીઓને પોતાના ઇઝરાયેલી ભાઈઓ વચ્ચે કોઈ વારસો મળશે નહિ. યહોવા જ તેઓનો વારસો છે, જેમ તેમણે તેઓને જણાવ્યું હતું.

૩ “જ્યારે લોકો બલિદાનમાં આખલો કે ઘેટો ચઢાવે, ત્યારે એનો ખભો, એનું જડબું અને એના પેટનો ભાગ યાજકને આપે. એ યાજકોનો હક ગણાશે. ૪ તમારા અનાજનું, નવા દ્રાક્ષદારૂનું અને તેલનું પ્રથમ ફળ* તમે યાજકને આપો. તમારાં ઘેટાં-બકરાંનું કાતરેલું પહેલું ઊન પણ યાજકને આપો.+ ૫ તમારા ઈશ્વર યહોવાએ તમારાં બધાં કુળોમાંથી લેવીઓ અને તેઓના દીકરાઓને પસંદ કર્યા છે, જેથી તેઓ હંમેશાં યહોવાના નામે સેવા કરે.+

૬ “જો ઇઝરાયેલના કોઈ શહેરમાં રહેતો લેવી પોતાનું શહેર છોડીને+ યહોવાએ પસંદ કરેલી જગ્યાએ* જવા માંગતો હોય,+ ૭ તો તે જઈ શકે છે. ત્યાં તે પોતાના ઈશ્વર યહોવાના નામે સેવા કરી શકે, જેમ તેના બધા ભાઈઓ, એટલે કે બીજા લેવીઓ યહોવાની આગળ સેવા કરે છે.+ ૮ તેને પૂર્વજોની મિલકત વેચીને જે કંઈ મળે એ ઉપરાંત બાકીના લેવીઓ સાથે ખાવા-પીવામાં પણ સરખો હિસ્સો મળશે.+

૯ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે એમાં તમે જાઓ ત્યારે, ત્યાં રહેતી પ્રજાઓ જેવાં ધિક્કારને લાયક કામો કરશો નહિ.+ ૧૦ તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ચઢાવતો હોય,*+ જોષ જોતો હોય,+ જાદુવિદ્યા કરતો હોય,+ શુકન જોતો હોય,+ જાદુટોણાં કરતો હોય,+ ૧૧ જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની+ કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય+ અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય.+ ૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે. ૧૩ તમે તમારા ઈશ્વર યહોવાની આગળ નિર્દોષ સાબિત થાઓ.+

૧૪ “જે પ્રજાઓને તમે હાંકી કાઢો છો, તેઓ જાદુવિદ્યા કરનારાઓનું+ અને જોષ જોનારાઓનું+ સાંભળે છે. પણ યહોવા તમારા ઈશ્વરે તમને એવું કોઈ પણ કામ કરવાની છૂટ આપી નથી. ૧૫ તમારા ઈશ્વર યહોવા તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. તમે તેનું સાંભળો.+ ૧૬ કેમ કે જે દિવસે બધા લોકો હોરેબમાં ભેગા થયા હતા,+ એ દિવસે તમે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરી હતી. તમે કહ્યું હતું, ‘અમારા ઈશ્વર યહોવાનો અવાજ અમને સાંભળવા ન દો અને આ મોટી આગ અમને જોવા ન દો, જેથી અમે માર્યા ન જઈએ.’+ ૧૭ પછી યહોવાએ મને કહ્યું, ‘તેઓની વાત બરાબર છે. ૧૮ હું તેઓના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ.+ હું તેના મોંમાં મારા શબ્દો મૂકીશ.+ હું તેને જે કંઈ ફરમાવીશ, એ બધું તે લોકોને જણાવશે.+ ૧૯ જો એ પ્રબોધક મારા નામે સંદેશો જણાવે અને જો કોઈ તેનું ન સાંભળે, તો હું તેની પાસેથી જવાબ માંગીશ.+

૨૦ “‘જો કોઈ પ્રબોધક ઘમંડી બનીને મારા નામે એવો સંદેશો જણાવે, જે વિશે મેં તેને કહ્યું નથી અથવા બીજા દેવોના નામે સંદેશો જણાવે, તો એવા પ્રબોધકને મારી નાખો.+ ૨૧ કદાચ તમને થાય: “અમને કઈ રીતે ખબર પડશે કે એ સંદેશો યહોવા તરફથી નથી?” ૨૨ જ્યારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને એ વાત પૂરી ન થાય અથવા સાચી ન પડે, તો જાણજો કે એ સંદેશો યહોવા તરફથી નથી. એ પ્રબોધક ઘમંડી બનીને બોલ્યો છે, તમે તેનાથી ડરશો નહિ.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો