વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મહાન રાજાનું શહેર સિયોન

        • આખી પૃથ્વીનો આનંદ (૨)

        • શહેર અને એના મિનારાઓ પર ધ્યાન આપો (૧૧-૧૩)

ગીતશાસ્ત્ર ૪૮:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૪૮:૨

એને લગતી કલમો

  • +ગી ૪૭:૮; ૧૩૫:૨૧; માથ ૫:૩૪, ૩૫
  • +યવિ ૨:૧૫

ગીતશાસ્ત્ર ૪૮:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +ગી ૧૨૫:૧

ગીતશાસ્ત્ર ૪૮:૮

એને લગતી કલમો

  • +ગી ૮૭:૫; યશા ૨:૨; મીખ ૪:૧

ગીતશાસ્ત્ર ૪૮:૯

એને લગતી કલમો

  • +ગી ૨૬:૩; ૪૦:૧૦; ૬૩:૩

ગીતશાસ્ત્ર ૪૮:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૧૩:૩
  • +ગી ૧૭:૭; ૬૦:૫; ૯૮:૨

ગીતશાસ્ત્ર ૪૮:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “યહૂદાની દીકરીઓ.”

એને લગતી કલમો

  • +ગી ૭૮:૬૮
  • +ગી ૯૭:૮

ગીતશાસ્ત્ર ૪૮:૧૨

એને લગતી કલમો

  • +નહે ૧૨:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૯

ગીતશાસ્ત્ર ૪૮:૧૩

એને લગતી કલમો

  • +યશા ૨૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૯

ગીતશાસ્ત્ર ૪૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “આપણા મરણ સુધી.”

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૪
  • +યશા ૫૮:૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૮:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૪૮:૨ગી ૪૭:૮; ૧૩૫:૨૧; માથ ૫:૩૪, ૩૫
ગીત. ૪૮:૨યવિ ૨:૧૫
ગીત. ૪૮:૩ગી ૧૨૫:૧
ગીત. ૪૮:૮ગી ૮૭:૫; યશા ૨:૨; મીખ ૪:૧
ગીત. ૪૮:૯ગી ૨૬:૩; ૪૦:૧૦; ૬૩:૩
ગીત. ૪૮:૧૦ગી ૧૧૩:૩
ગીત. ૪૮:૧૦ગી ૧૭:૭; ૬૦:૫; ૯૮:૨
ગીત. ૪૮:૧૧ગી ૭૮:૬૮
ગીત. ૪૮:૧૧ગી ૯૭:૮
ગીત. ૪૮:૧૨નહે ૧૨:૩૮, ૩૯
ગીત. ૪૮:૧૩યશા ૨૬:૧
ગીત. ૪૮:૧૪ગી ૩૧:૧૪
ગીત. ૪૮:૧૪યશા ૫૮:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૮:૧-૧૪

ગીતશાસ્ત્ર

કોરાહના દીકરાઓનું ગીત.+

૪૮ આપણા ઈશ્વરના શહેરમાં, તેમના પવિત્ર પર્વત પર

યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.

 ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વત

મહાન રાજાનું શહેર છે.+

ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+

 ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાં

ઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+

 ૪ જુઓ, રાજાઓ ભેગા થયા છે,

તેઓ એકસાથે ચઢી આવ્યા છે.

 ૫ પણ શહેરને જોઈને તેઓ દંગ રહી ગયા.

તેઓ ગભરાઈ ગયા અને ડરના માર્યા નાસી છૂટ્યા.

 ૬ તેઓ ભયથી થરથર કાંપવા લાગ્યા,

બાળકને જન્મ આપતી સ્ત્રીના જેવી તેઓને પીડા થઈ.

 ૭ પૂર્વથી વંટોળ લાવીને તમે તાર્શીશનાં વહાણો તોડી પાડ્યાં.

 ૮ અમે જે સાંભળ્યું હતું એ હવે નજરોનજર જોયું છે.

ઈશ્વરના શહેરમાં, સૈન્યોના ઈશ્વર યહોવાના શહેરમાં એ જોયું છે.

ઈશ્વર એ શહેરનું કાયમ માટે રક્ષણ કરશે.+ (સેલાહ)

 ૯ હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં

તમારા અતૂટ પ્રેમ પર મનન કરીએ છીએ.+

૧૦ હે ઈશ્વર, તમારા નામની જેમ તમારી સ્તુતિ પણ

પૃથ્વીના છેડાઓ સુધી ગુંજે છે.+

તમારો જમણો હાથ સચ્ચાઈથી ભરેલો છે.+

૧૧ તમારા ન્યાયચુકાદાઓને લીધે,

સિયોન પર્વત+ આનંદ કરો

અને યહૂદાનાં નગરો* ખુશી મનાવો.+

૧૨ સિયોન ફરતે કૂચ કરો, એની ચારે બાજુ પ્રદક્ષિણા કરો.

એના મિનારાઓની ગણતરી કરો.+

૧૩ એની અડીખમ દીવાલોનો વિચાર કરો,+

એના મજબૂત મિનારાઓ પર ધ્યાન આપો,

જેથી આવનાર પેઢીઓને તમે એ વિશે જણાવી શકો.

૧૪ આ ઈશ્વર સદાને માટે આપણા ઈશ્વર છે.+

તે સદાને માટે* આપણને દોરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો