વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • યહોવાના આશીર્વાદો વિશે ફરી જણાવવામાં આવ્યું (૧-૯)

        • ‘માણસ ફક્ત રોટલીથી નથી જીવતો’ (૩)

      • યહોવાને ભૂલશો નહિ (૧૦-૨૦)

પુનર્નિયમ ૮:૧

એને લગતી કલમો

  • +ની ૩:૧, ૨
  • +ઉત ૧૫:૧૮

પુનર્નિયમ ૮:૨

એને લગતી કલમો

  • +પુન ૨:૭
  • +નિર્ગ ૧૬:૪; ૨૦:૨૦
  • +પુન ૧૩:૩; ની ૧૭:૩

પુનર્નિયમ ૮:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩
  • +નિર્ગ ૧૬:૩૧; ગી ૭૮:૨૪
  • +માથ ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૪, પાન ૧૩-૧૪

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૫-૨૬

પુનર્નિયમ ૮:૪

એને લગતી કલમો

  • +પુન ૨૯:૫; નહે ૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૫-૨૬

પુનર્નિયમ ૮:૫

એને લગતી કલમો

  • +ની ૩:૧૨; ૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૫-૭; પ્રક ૩:૧૯

પુનર્નિયમ ૮:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડા પાણીના સ્રોત.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮; લેવી ૨૬:૪; પુન ૧૧:૧૧, ૧૨

પુનર્નિયમ ૮:૮

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૩
  • +હઝ ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૫/૧૫/૨૦૦૦, પાન ૨૫, ૨૭

પુનર્નિયમ ૮:૧૦

એને લગતી કલમો

  • +પુન ૬:૧૦-૧૨

પુનર્નિયમ ૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૬, પાન ૨૮

પુનર્નિયમ ૮:૧૨

એને લગતી કલમો

  • +હો ૧૩:૬

પુનર્નિયમ ૮:૧૪

એને લગતી કલમો

  • +પુન ૯:૪; ૩૨:૧૫
  • +ગી ૧૦૬:૨૧

પુનર્નિયમ ૮:૧૫

એને લગતી કલમો

  • +પુન ૧:૧૯; યર્મિ ૨:૬
  • +ગણ ૨૦:૧૧

પુનર્નિયમ ૮:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩૫
  • +પુન ૮:૨
  • +હિબ્રૂ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૫

પુનર્નિયમ ૮:૧૭

એને લગતી કલમો

  • +હો ૧૨:૮

પુનર્નિયમ ૮:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૨૭:૧; હો ૨:૮
  • +પુન ૭:૧૨

પુનર્નિયમ ૮:૧૯

એને લગતી કલમો

  • +પુન ૪:૨૫, ૨૬; ૩૦:૧૭, ૧૮; યહો ૨૩:૧૨, ૧૩

પુનર્નિયમ ૮:૨૦

એને લગતી કલમો

  • +દા ૯:૧૧, ૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૮:૧ની ૩:૧, ૨
પુન. ૮:૧ઉત ૧૫:૧૮
પુન. ૮:૨પુન ૨:૭
પુન. ૮:૨નિર્ગ ૧૬:૪; ૨૦:૨૦
પુન. ૮:૨પુન ૧૩:૩; ની ૧૭:૩
પુન. ૮:૩નિર્ગ ૧૬:૩
પુન. ૮:૩નિર્ગ ૧૬:૩૧; ગી ૭૮:૨૪
પુન. ૮:૩માથ ૪:૪
પુન. ૮:૪પુન ૨૯:૫; નહે ૯:૨૧
પુન. ૮:૫ની ૩:૧૨; ૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૫-૭; પ્રક ૩:૧૯
પુન. ૮:૭નિર્ગ ૩:૮; લેવી ૨૬:૪; પુન ૧૧:૧૧, ૧૨
પુન. ૮:૮ગણ ૧૩:૨૩
પુન. ૮:૮હઝ ૨૦:૬
પુન. ૮:૧૦પુન ૬:૧૦-૧૨
પુન. ૮:૧૨હો ૧૩:૬
પુન. ૮:૧૪પુન ૯:૪; ૩૨:૧૫
પુન. ૮:૧૪ગી ૧૦૬:૨૧
પુન. ૮:૧૫પુન ૧:૧૯; યર્મિ ૨:૬
પુન. ૮:૧૫ગણ ૨૦:૧૧
પુન. ૮:૧૬નિર્ગ ૧૬:૩૫
પુન. ૮:૧૬પુન ૮:૨
પુન. ૮:૧૬હિબ્રૂ ૧૨:૧૧
પુન. ૮:૧૭હો ૧૨:૮
પુન. ૮:૧૮ગી ૧૨૭:૧; હો ૨:૮
પુન. ૮:૧૮પુન ૭:૧૨
પુન. ૮:૧૯પુન ૪:૨૫, ૨૬; ૩૦:૧૭, ૧૮; યહો ૨૩:૧૨, ૧૩
પુન. ૮:૨૦દા ૯:૧૧, ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૮:૧-૨૦

પુનર્નિયમ

૮ “હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું એ ધ્યાનથી પાળો, જેથી તમે જીવતા રહો,+ સંખ્યામાં વધતા જાઓ અને એ દેશનો કબજો મેળવો, જે વિશે યહોવાએ તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૨ આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમને વેરાન પ્રદેશના લાંબા રસ્તે ચલાવ્યા એને ભૂલતા નહિ.+ તેમણે એવું એટલે કર્યું, જેથી તમને નમ્ર બનાવે અને પરખ કરીને જાણી શકે+ કે તમારા દિલમાં શું છે+ અને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેશો કે કેમ. ૩ તેમણે તમને નમ્ર બનાવ્યા, તમને ભૂખ્યા રહેવા દીધા+ અને પછી માન્‍ના* પૂરું પાડ્યું,+ જે વિશે તમે કે તમારા બાપદાદાઓ કંઈ જાણતા ન હતા. એમ કરીને તે તમને શીખવવા માંગતા હતા કે માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.+ ૪ એ ૪૦ વર્ષો દરમિયાન તમે પહેરેલાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ કે તમારા પગ સૂજી ગયા નહિ.+ ૫ તમારું દિલ સારી રીતે જાણે છે કે, જેમ એક પિતા પોતાના દીકરાને સુધારે છે, તેમ તમારા ઈશ્વર યહોવા તમને સુધારતા હતા.+

૬ “યહોવા તમારા ઈશ્વરના માર્ગે ચાલીને અને તેમનો ડર રાખીને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેજો. ૭ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને ઉત્તમ દેશમાં લઈ જઈ રહ્યા છે.+ ત્યાં નદી-નાળાં છે, ત્યાં ખીણપ્રદેશમાં અને પહાડી વિસ્તારમાં ઝરણાં અને ફુવારા* છે; ૮ ત્યાં ઘઉં અને જવ ઊગે છે; દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે;+ જૈતૂનનું તેલ અને મધ મળે છે.+ ૯ ત્યાં તમને ખોરાકની અછત પડશે નહિ અને કશાની ખોટ પડશે નહિ. એ દેશના પથ્થરોમાં લોઢું છે અને ત્યાંના પર્વતોમાંથી તમે તાંબું ખોદી કાઢશો.

૧૦ “જ્યારે તમે ખાઈને તૃપ્ત થાઓ, ત્યારે તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ કરજો, કેમ કે તેમણે તમને એ ઉત્તમ દેશ આપ્યો છે.+ ૧૧ ધ્યાન રાખજો, જે આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો આજે હું તમને જણાવું છું, એ પાળવાનું ચૂકી ન જતા અને તમારા ઈશ્વર યહોવાને ભૂલી ન જતા. ૧૨ જ્યારે તમે ભરપેટ ખાઓ અને તૃપ્ત થાઓ, સારાં સારાં ઘરો બાંધીને એમાં રહો,+ ૧૩ તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંની વૃદ્ધિ થાય, તમારું સોનું-ચાંદી પુષ્કળ થાય અને તમારી પાસે બધું ભરપૂર પ્રમાણમાં હોય, ૧૪ ત્યારે તમારાં હૃદયને ઘમંડી બનવા દેશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો નહિ, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.+ ૧૫ તેમણે તમને વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ જ્યાં ઝેરી સાપ ને વીંછી હતા, જ્યાંની સૂકી ભૂમિમાં પીવા ટીપુંય પાણી ન હતું. ત્યાં તેમણે ચકમકના પથ્થરમાંથી પાણી કાઢ્યું.+ ૧૬ તેમણે વેરાન પ્રદેશમાં તમને માન્‍ના પૂરું પાડ્યું,+ જેના વિશે તમારા બાપદાદાઓ કંઈ જાણતા ન હતા. તમને નમ્ર બનાવવા+ અને તમારી પરખ કરવા તેમણે એમ કર્યું હતું, જેથી ભાવિમાં તમારું ભલું થાય.+ ૧૭ જો તમારા મનમાં એવો વિચાર આવે કે, ‘આજે મારી પાસે ખૂબ માલ-મિલકત છે! એ મેં મારા બળથી અને મારા પોતાના હાથે ભેગી કરી છે,’+ ૧૮ તો યાદ રાખજો કે માલ-મિલકત ભેગી કરવા યહોવા તમારા ઈશ્વર તમને બળ આપે છે,+ જેથી તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તે પોતાનો કરાર પૂરો કરે. એવું તેમણે આજ સુધી કર્યું છે.+

૧૯ “જો તમે તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો અને બીજા દેવોને ભજશો અને તેઓ આગળ નમશો, તો હું તમને આજે ચેતવણી આપું છું કે તમારો ચોક્કસ નાશ થશે.+ ૨૦ જો તમે તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ સાંભળો, તો જેમ તમારી આગળથી યહોવા બીજી પ્રજાઓનો નાશ કરે છે, તેમ તમારો પણ નાશ થઈ જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો