ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૧૦૧ હું અતૂટ પ્રેમ અને ન્યાય વિશે ગીતો ગાઈશ.
હે યહોવા, હું તમારાં ગીતો ગાઈશ.*
૨ હું સમજદારીથી વર્તીશ અને નિર્દોષ રહીશ.
તમે મારી પાસે ક્યારે આવશો?
હું મારા ઘરમાં પણ સાફ દિલથી* ચાલીશ.+
૩ હું કોઈ નકામી ચીજો તરફ નજર નહિ કરું.
ખરા માર્ગથી ફંટાઈ જનારાઓનાં કામોને હું સખત નફરત કરું છું.+
મારે તેઓ સાથે કોઈ લેવાદેવા નથી.
૪ હું કપટી હૃદયના માણસથી એકદમ દૂર રહું છું.
જે ખરાબ છે એ હું સ્વીકારીશ નહિ.
જેઓની આંખો અભિમાની છે, જેઓનાં દિલ ઘમંડી છે,
તેઓને હું ચલાવી લઈશ નહિ.
૬ હું પૃથ્વી પર વિશ્વાસુ લોકોની શોધ કરીશ,
જેથી તેઓ મારી સાથે રહે.
સીધા માર્ગે* ચાલનાર મારી સેવા કરશે.
૭ મારા ઘરમાં કોઈ કપટી માણસ રહેશે નહિ.
મારી આગળ કોઈ જૂઠો માણસ ઊભો રહેશે નહિ.