ગીતશાસ્ત્ર ચઢવાનું ગીત.* ૧૨૦ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી+અને તેમણે મને જવાબ આપ્યો.+ ૨ હે યહોવા, જૂઠું બોલનારા હોઠોથીઅને કપટી જીભથી મને બચાવો. ૩ ઓ કપટી જીભ,જોજે, ઈશ્વર તારી કેવી દશા કરશે અને તને કેવી સજા કરશે!+ ૪ યોદ્ધાનાં ધારદાર તીરોથી+અને ઝાડવાના* ધગધગતા અંગારાથી+ તે સજા કરશે. ૫ મને અફસોસ કે મારે મેશેખમાં પરદેશી તરીકે રહેવું પડ્યું,+મારે કેદારના તંબુઓમાં રહેવું પડ્યું!+ ૬ મારે લાંબા સમયથી એવા લોકો સાથે રહેવું પડ્યું,જેઓ શાંતિને નફરત કરે છે.+ ૭ હું શાંતિ ચાહું છું,પણ હું કંઈ બોલું કે તરત તેઓ લડવા નીકળી પડે છે.