વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • દાઉદ લેવીઓની ગોઠવણ કરે છે (૧-૩૨)

        • હારુન અને તેના દીકરાઓ અલગ કરાયા (૧૩)

૧ કાળવૃત્તાંત ૨૩:૧

એને લગતી કલમો

  • +૧રા ૧:૩૩, ૩૯; ૧કા ૨૮:૫

૧ કાળવૃત્તાંત ૨૩:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૮, ૯
  • +ગણ ૩:૬

૧ કાળવૃત્તાંત ૨૩:૩

એને લગતી કલમો

  • +ગણ ૪:૨, ૩

૧ કાળવૃત્તાંત ૨૩:૪

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૮; ૧કા ૨૬:૨૯; ૨કા ૧૯:૮

૧ કાળવૃત્તાંત ૨૩:૫

એને લગતી કલમો

  • +૧કા ૨૬:૧૨
  • +૧કા ૬:૩૧, ૩૨

૧ કાળવૃત્તાંત ૨૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “બનાવ્યા.”

એને લગતી કલમો

  • +૨કા ૮:૧૪; ૩૧:૨
  • +નિર્ગ ૬:૧૬

૧ કાળવૃત્તાંત ૨૩:૮

એને લગતી કલમો

  • +૧કા ૨૬:૨૧, ૨૨

૧ કાળવૃત્તાંત ૨૩:૯

ફૂટનોટ

  • *

    આ શિમઈ ૧કા ૨૩:૭, ૧૦માં જણાવેલા શિમઈ કરતાં જુદો છે.

૧ કાળવૃત્તાંત ૨૩:૧૦

ફૂટનોટ

  • *

    ૧કા ૨૩:૧૧માં “ઝીઝાહ.”

૧ કાળવૃત્તાંત ૨૩:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૨૧
  • +નિર્ગ ૬:૧૮

૧ કાળવૃત્તાંત ૨૩:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૪
  • +નિર્ગ ૬:૨૦, ૨૬
  • +નિર્ગ ૨૮:૧
  • +લેવી ૯:૨૨; ગણ ૬:૨૩-૨૭; પુન ૨૧:૫

૧ કાળવૃત્તાંત ૨૩:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૨૧, ૨૨
  • +નિર્ગ ૧૮:૩, ૪

૧ કાળવૃત્તાંત ૨૩:૧૬

એને લગતી કલમો

  • +૧કા ૨૬:૨૪

૧ કાળવૃત્તાંત ૨૩:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરાઓમાં.”

એને લગતી કલમો

  • +૧કા ૨૬:૨૫

૧ કાળવૃત્તાંત ૨૩:૧૮

એને લગતી કલમો

  • +ગણ ૩:૨૭
  • +૧કા ૨૪:૨૦, ૨૨

૧ કાળવૃત્તાંત ૨૩:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૨૪:૨૦, ૨૩

૧ કાળવૃત્તાંત ૨૩:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૨૨

૧ કાળવૃત્તાંત ૨૩:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧૯

૧ કાળવૃત્તાંત ૨૩:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “ભાઈઓમાંથી.”

૧ કાળવૃત્તાંત ૨૩:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૭:૧
  • +૧રા ૮:૧૨, ૧૩; ગી ૧૩૫:૨૧

૧ કાળવૃત્તાંત ૨૩:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૪:૧૫

૧ કાળવૃત્તાંત ૨૩:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩:૯
  • +૧રા ૬:૩૬

૧ કાળવૃત્તાંત ૨૩:૨૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૫, ૬; ૧કા ૯:૩૨
  • +નિર્ગ ૨૯:૧, ૨; લેવી ૨:૪
  • +લેવી ૭:૧૨

૧ કાળવૃત્તાંત ૨૩:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૩૯
  • +૧કા ૧૬:૪, ૩૭

૧ કાળવૃત્તાંત ૨૩:૩૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૦
  • +ગણ ૧૦:૧૦; ગી ૮૧:૩
  • +પુન ૧૬:૧૬

૧ કાળવૃત્તાંત ૨૩:૩૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૨૩:૧૧રા ૧:૩૩, ૩૯; ૧કા ૨૮:૫
૧ કાળ. ૨૩:૨નિર્ગ ૨૯:૮, ૯
૧ કાળ. ૨૩:૨ગણ ૩:૬
૧ કાળ. ૨૩:૩ગણ ૪:૨, ૩
૧ કાળ. ૨૩:૪પુન ૧૬:૧૮; ૧કા ૨૬:૨૯; ૨કા ૧૯:૮
૧ કાળ. ૨૩:૫૧કા ૨૬:૧૨
૧ કાળ. ૨૩:૫૧કા ૬:૩૧, ૩૨
૧ કાળ. ૨૩:૬૨કા ૮:૧૪; ૩૧:૨
૧ કાળ. ૨૩:૬નિર્ગ ૬:૧૬
૧ કાળ. ૨૩:૮૧કા ૨૬:૨૧, ૨૨
૧ કાળ. ૨૩:૧૨નિર્ગ ૬:૨૧
૧ કાળ. ૨૩:૧૨નિર્ગ ૬:૧૮
૧ કાળ. ૨૩:૧૩નિર્ગ ૪:૧૪
૧ કાળ. ૨૩:૧૩નિર્ગ ૬:૨૦, ૨૬
૧ કાળ. ૨૩:૧૩નિર્ગ ૨૮:૧
૧ કાળ. ૨૩:૧૩લેવી ૯:૨૨; ગણ ૬:૨૩-૨૭; પુન ૨૧:૫
૧ કાળ. ૨૩:૧૫નિર્ગ ૨:૨૧, ૨૨
૧ કાળ. ૨૩:૧૫નિર્ગ ૧૮:૩, ૪
૧ કાળ. ૨૩:૧૬૧કા ૨૬:૨૪
૧ કાળ. ૨૩:૧૭૧કા ૨૬:૨૫
૧ કાળ. ૨૩:૧૮ગણ ૩:૨૭
૧ કાળ. ૨૩:૧૮૧કા ૨૪:૨૦, ૨૨
૧ કાળ. ૨૩:૧૯૧કા ૨૪:૨૦, ૨૩
૧ કાળ. ૨૩:૨૦નિર્ગ ૬:૨૨
૧ કાળ. ૨૩:૨૧નિર્ગ ૬:૧૯
૧ કાળ. ૨૩:૨૫૨શ ૭:૧
૧ કાળ. ૨૩:૨૫૧રા ૮:૧૨, ૧૩; ગી ૧૩૫:૨૧
૧ કાળ. ૨૩:૨૬ગણ ૪:૧૫
૧ કાળ. ૨૩:૨૮ગણ ૩:૯
૧ કાળ. ૨૩:૨૮૧રા ૬:૩૬
૧ કાળ. ૨૩:૨૯લેવી ૨૪:૫, ૬; ૧કા ૯:૩૨
૧ કાળ. ૨૩:૨૯નિર્ગ ૨૯:૧, ૨; લેવી ૨:૪
૧ કાળ. ૨૩:૨૯લેવી ૭:૧૨
૧ કાળ. ૨૩:૩૦નિર્ગ ૨૯:૩૯
૧ કાળ. ૨૩:૩૦૧કા ૧૬:૪, ૩૭
૧ કાળ. ૨૩:૩૧નિર્ગ ૨૦:૧૦
૧ કાળ. ૨૩:૩૧ગણ ૧૦:૧૦; ગી ૮૧:૩
૧ કાળ. ૨૩:૩૧પુન ૧૬:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૨૩:૧-૩૨

પહેલો કાળવૃત્તાંત

૨૩ દાઉદ વૃદ્ધ થયો હતો અને તેની ઘણી ઉંમર થઈ હતી. એટલે તેણે પોતાના દીકરા સુલેમાનને ઇઝરાયેલનો રાજા બનાવ્યો.+ ૨ તેણે ઇઝરાયેલના બધા આગેવાનો, યાજકો+ અને લેવીઓને+ ભેગા કર્યા. ૩ જે લેવીઓ ૩૦ વર્ષ કે એનાથી મોટી ઉંમરના હતા, તેઓની ગણતરી કરવામાં આવી.+ તેઓની સંખ્યા ૩૮,૦૦૦ હતી. ૪ એમાંથી ૨૪,૦૦૦ લેવીઓ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખતા હતા, ૬,૦૦૦ અધિકારીઓ અને ન્યાયાધીશો હતા,+ ૫ ૪,૦૦૦ દરવાનો+ હતા અને ૪,૦૦૦ યહોવાની સ્તુતિ કરવા+ વાજિંત્રો વગાડતા હતા. એ વાજિંત્રો વિશે દાઉદે કહ્યું હતું, “એ વાજિંત્રો મેં સ્તુતિ કરવા બનાવેલાં છે.”

૬ પછી દાઉદે લેવીના દીકરાઓ પ્રમાણે આ સમૂહો પાડ્યા:*+ ગેર્શોન, કહાથ અને મરારી.+ ૭ ગેર્શોનીઓમાં લાઅદાન અને શિમઈ. ૮ લાઅદાનના ત્રણ દીકરાઓ હતા, યહીએલ, ઝેથામ અને યોએલ.+ યહીએલ કુટુંબનો મુખી હતો. ૯ શિમઈના* ત્રણ દીકરાઓ હતા, શલોમોથ, હઝીએલ અને હારાન. તેઓ લાઅદાનના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. ૧૦ શિમઈના દીકરાઓ યાહાથ, ઝીના,* યેઉશ અને બરીઆહ હતા. એ ચાર દીકરાઓ શિમઈના હતા. ૧૧ તેઓમાં યાહાથ વડો હતો, તેના પછી ઝીઝાહ હતો. યેઉશ અને બરીઆહને ઘણા દીકરાઓ ન હતા. એટલે તેઓ પિતાના એક કુટુંબ તરીકે ગણાયા અને તેઓને એક જવાબદારી સોંપવામાં આવી.

૧૨ કહાથના ચાર દીકરાઓ હતા, આમ્રામ, યિસ્હાર,+ હેબ્રોન અને ઉઝ્ઝિએલ.+ ૧૩ આમ્રામના દીકરાઓ હારુન+ અને મૂસા+ હતા. પણ હારુનને પરમ પવિત્ર સ્થાન* શુદ્ધ કરવા કાયમ માટે અલગ કરવામાં આવ્યો હતો.+ હા, તેને અને તેના દીકરાઓને યહોવા આગળ બલિદાનો ચઢાવવાનું, તેમની સેવા કરવાનું અને હંમેશાં તેમના નામે આશીર્વાદ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.+ ૧૪ સાચા ઈશ્વરના ભક્ત મૂસાના દીકરાઓનાં નામ લેવીઓના કુળમાં ગણવામાં આવ્યાં. ૧૫ મૂસાના દીકરાઓ ગેર્શોમ+ અને એલીએઝર+ હતા. ૧૬ ગેર્શોમના દીકરાઓમાં શબુએલ+ મુખી હતો. ૧૭ એલીએઝરના વંશજોમાં* રહાબ્યા+ મુખી હતો. એલીએઝરને બીજા દીકરાઓ ન હતા. પણ રહાબ્યાને ઘણા દીકરાઓ હતા. ૧૮ યિસ્હારના+ દીકરાઓમાં શલોમીથ+ મુખી હતો. ૧૯ હેબ્રોનના દીકરાઓમાં યરિયા મુખી હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ+ હતો. ૨૦ ઉઝ્ઝિએલના દીકરાઓમાં+ મીખાહ મુખી હતો અને બીજો યિશ્શિયા હતો.

૨૧ મરારીના દીકરાઓ માહલી અને મૂશી હતા.+ માહલીના દીકરાઓ એલઆઝાર અને કીશ હતા. ૨૨ એલઆઝારનું મરણ થયું. પણ તેને કોઈ દીકરો ન હતો, ફક્ત દીકરીઓ હતી. એટલે તેઓનાં સગાંમાંથી* કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્‍ન કર્યું. ૨૩ મૂશીના ત્રણ દીકરાઓ હતા, માહલી, એદેર અને યરેમોથ.

૨૪ એ બધા લેવીઓના દીકરાઓ હતા, જેઓની નોંધ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ પ્રમાણે થઈ હતી. તેઓની ગણતરી થઈ હતી અને તેઓનાં નામની યાદી બનાવવામાં આવી હતી. તેઓ યહોવાના મંદિરમાં સેવા આપવાની અલગ અલગ જવાબદારીઓ ઉપાડતા હતા. તેઓની ઉંમર ૨૦ વર્ષ કે એનાથી વધારે હતી. ૨૫ દાઉદે કહ્યું હતું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના લોકોને શાંતિ આપી છે.+ તે યરૂશાલેમમાં હંમેશ માટે રહેશે.+ ૨૬ લેવીઓએ મંડપ અથવા ભક્તિ માટેનો કોઈ સામાન ઊંચકવો નહિ પડે.”+ ૨૭ દાઉદનાં છેલ્લાં સૂચનો પ્રમાણે, ૨૦ વર્ષ કે એનાથી વધારે ઉંમરના લેવીઓની ગણતરી કરવામાં આવી હતી. ૨૮ તેઓએ યહોવાના મંદિરમાં સેવા આપતા હારુનના દીકરાઓને+ મદદ કરવાની હતી. તેઓએ આંગણાં,*+ ભોજનખંડો અને દરેક પવિત્ર વસ્તુને શુદ્ધ કરવાના કામ પર દેખરેખ રાખવાની હતી. સાચા ઈશ્વરના મંદિરમાં સેવાના કોઈ પણ કામમાં મદદ કરવાની હતી. ૨૯ તેઓ અર્પણની રોટલી માટે મદદ કરતા હતા.+ અનાજ-અર્પણ માટે મેંદો, ખમીર* વગરના પાપડ,+ તવા રોટલીઓ, બાંધેલો લોટ+ અને એ બધાના તોલમાપમાં પણ તેઓ મદદ કરતા હતા. ૩૦ તેઓએ રોજ સવારે+ યહોવાનો આભાર માનવા અને સ્તુતિ કરવા ઊભા રહેવાનું હતું. તેઓએ સાંજે પણ એમ જ કરવાનું હતું.+ ૩૧ સાબ્બાથ,+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ જ્યારે પણ યહોવાને અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવતાં, ત્યારે તેઓએ મદદ કરવાની હતી. એ વિશે આપેલા નિયમો પ્રમાણે જેટલાની જરૂર હોય, એટલા લેવીઓ યહોવા આગળ સતત સેવા કરતા. ૩૨ તેઓ મંડપની અને પવિત્ર સ્થાનની* પોતાની જવાબદારીઓ નિભાવતા હતા. તેઓ પોતાના ભાઈઓ, એટલે કે હારુનના દીકરાઓને પણ યહોવાના મંદિરમાં સેવા આપવા મદદ કરતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો