વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સફાન્યા ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સફાન્યા મુખ્ય વિચારો

      • યહોવાના કોપના દિવસ પહેલાં તેમની પાસે પાછા ફરો (૧-૩)

        • સાચા માર્ગે ચાલો અને નમ્રતા બતાવો (૩)

        • ‘કદાચ તમને સંતાઈ રહેવાની જગ્યા મળે’ (૩)

      • આસપાસની પ્રજાઓ વિરુદ્ધ ન્યાયચુકાદો (૪-૧૫)

સફાન્યા ૨:૧

એને લગતી કલમો

  • +યશા ૧:૪; યર્મિ ૬:૧૫
  • +યોએ ૧:૧૪; ૨:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૨, પાન ૧૬

સફાન્યા ૨:૨

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૨૬; ૨કા ૩૬:૧૬, ૧૭; યર્મિ ૨૩:૨૦; યવિ ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૮

    ૨/૧૫/૨૦૦૦, પાન ૫

    ૩/૧/૧૯૯૬, પાન ૧૩

    ૮/૧/૧૯૯૨, પાન ૧૩

    ૫/૧/૧૯૯૨, પાન ૧૬

સફાન્યા ૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “દીન.”

  • *

    મૂળ, “ચુકાદા માનનારાઓ.”

  • *

    અથવા, “યહોવાને શોધો.”

  • *

    અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    અથવા, “દીનતા.”

એને લગતી કલમો

  • +યશા ૫૫:૬; આમ ૫:૬
  • +ઉત ૭:૧૩, ૧૬; યશા ૨૬:૨૦; યોએ ૨:૧૨, ૧૪; આમ ૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૯, પાન ૧૩

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૭, પાન ૨

    રાજ્ય સેવા,

    ૭/૨૦૧૪, પાન ૭

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૧

    ૮/૧/૨૦૦૫, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૫, પાન ૩૦

    ૨/૧૫/૨૦૦૧, પાન ૧૮-૨૦, ૨૬-૨૭

    ૨/૧૫/૨૦૦૦, પાન ૫

    ૩/૧/૧૯૯૬, પાન ૧૩

    ૮/૧/૧૯૯૨, પાન ૧૩

    ૫/૧/૧૯૯૨, પાન ૧૬

સફાન્યા ૨:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૪૭:૫
  • +યર્મિ ૨૫:૧૭, ૨૦; આમ ૧:૬-૮; ઝખા ૯:૫, ૬

સફાન્યા ૨:૫

એને લગતી કલમો

  • +હઝ ૨૫:૧૬, ૧૭

સફાન્યા ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓની કાળજી રાખશે.”

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૧; યર્મિ ૩૧:૭; હાગ ૧:૧૨
  • +ગી ૧૨૬:૧; યર્મિ ૨૩:૩; હઝ ૩૯:૨૫; આમ ૯:૧૪; મીખ ૨:૧૨; ૪:૧૦; સફા ૩:૨૦

સફાન્યા ૨:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૪૮:૨૬, ૨૭; હઝ ૨૫:૮, ૯
  • +યર્મિ ૪૯:૧; હઝ ૨૫:૩
  • +ગી ૮૩:૨, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૨૦

    ૩/૧/૧૯૯૬, પાન ૮, ૧૩

સફાન્યા ૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

  • *

    અથવા, “કૌવચ.” એક વનસ્પતિ જેનાં પાન, ફૂલ અને ફળને રુવાંટી હોય છે અને એને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે.

એને લગતી કલમો

  • +હઝ ૨૫:૧૧; આમ ૨:૧, ૨
  • +ઉત ૧૯:૨૪, ૨૫
  • +આમ ૧:૧૩-૧૫; યહૂ ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૨:૧૦

એને લગતી કલમો

  • +યશા ૧૬:૬; યર્મિ ૪૮:૨૯

સફાન્યા ૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “કમજોર.”

  • *

    અથવા, “ભક્તિ કરશે.”

  • *

    અથવા, “ભક્તિ કરશે.”

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૭; માલ ૧:૧૧

સફાન્યા ૨:૧૨

એને લગતી કલમો

  • +યશા ૪૩:૩; હઝ ૩૦:૪, ૫

સફાન્યા ૨:૧૩

ફૂટનોટ

  • *

    એટલે કે, ઈશ્વર.

એને લગતી કલમો

  • +નાહૂ ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૧૭ પાન ૫

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૧, પાન ૨૦-૨૧

    ૩/૧/૧૯૯૬, પાન ૮

સફાન્યા ૨:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રજાના દરેક જાનવરનાં.”

  • *

    અંગ્રેજી, પેલિકન.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૧

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

સફાન્યા ૨:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “સીટી વગાડશે અને મુઠ્ઠી હલાવશે.”

એને લગતી કલમો

  • +નાહૂ ૩:૧, ૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સફા. ૨:૧યશા ૧:૪; યર્મિ ૬:૧૫
સફા. ૨:૧યોએ ૧:૧૪; ૨:૧૫, ૧૬
સફા. ૨:૨૨રા ૨૩:૨૬; ૨કા ૩૬:૧૬, ૧૭; યર્મિ ૨૩:૨૦; યવિ ૪:૧૧
સફા. ૨:૩યશા ૫૫:૬; આમ ૫:૬
સફા. ૨:૩ઉત ૭:૧૩, ૧૬; યશા ૨૬:૨૦; યોએ ૨:૧૨, ૧૪; આમ ૫:૧૫
સફા. ૨:૪યર્મિ ૪૭:૫
સફા. ૨:૪યર્મિ ૨૫:૧૭, ૨૦; આમ ૧:૬-૮; ઝખા ૯:૫, ૬
સફા. ૨:૫હઝ ૨૫:૧૬, ૧૭
સફા. ૨:૭યશા ૧૧:૧૧; યર્મિ ૩૧:૭; હાગ ૧:૧૨
સફા. ૨:૭ગી ૧૨૬:૧; યર્મિ ૨૩:૩; હઝ ૩૯:૨૫; આમ ૯:૧૪; મીખ ૨:૧૨; ૪:૧૦; સફા ૩:૨૦
સફા. ૨:૮યર્મિ ૪૮:૨૬, ૨૭; હઝ ૨૫:૮, ૯
સફા. ૨:૮યર્મિ ૪૯:૧; હઝ ૨૫:૩
સફા. ૨:૮ગી ૮૩:૨, ૪
સફા. ૨:૯હઝ ૨૫:૧૧; આમ ૨:૧, ૨
સફા. ૨:૯ઉત ૧૯:૨૪, ૨૫
સફા. ૨:૯આમ ૧:૧૩-૧૫; યહૂ ૭
સફા. ૨:૧૦યશા ૧૬:૬; યર્મિ ૪૮:૨૯
સફા. ૨:૧૧ગી ૨૨:૨૭; માલ ૧:૧૧
સફા. ૨:૧૨યશા ૪૩:૩; હઝ ૩૦:૪, ૫
સફા. ૨:૧૩નાહૂ ૩:૭
સફા. ૨:૧૫નાહૂ ૩:૧, ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સફાન્યા ૨:૧-૧૫

સફાન્યા

૨ હે બેશરમ પ્રજા,+ તારા લોકોને એકઠા કર,

તેઓને ભેગા કર.+

 ૨ ચુકાદો અમલમાં આવે એ પહેલાં,

એ દિવસ ફોતરાંની જેમ ઊડી જાય એ પહેલાં,

યહોવાનો ક્રોધ તમારા પર ભભૂકી ઊઠે એ પહેલાં,+

યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે એ પહેલાં,

 ૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*

તમે યહોવા પાસે પાછા ફરો,*+

સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,

કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+

 ૪ કેમ કે ગાઝાને ત્યજી દેવામાં આવશે,

આશ્કલોનને ખંડેર બનાવી દેવામાં આવશે.+

આશ્દોદને ભરબપોરે હાંકી કાઢવામાં આવશે

અને એક્રોનને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+

 ૫ “હે કરેથીઓ, દરિયા કાંઠે વસનાર લોકો, તમને અફસોસ!+

યહોવાએ તમને સજા ફટકારી છે.

હે કનાન, પલિસ્તીઓના દેશ,

હું તારો એવો વિનાશ કરીશ કે તારો એક પણ રહેવાસી બચશે નહિ.

 ૬ દરિયા કાંઠા તો ઢોરઢાંક ચરાવવાની જગ્યા બનશે,

ત્યાં ઘેટાંપાળકો માટે કૂવા અને ઘેટાં માટે પથ્થરના વાડા હશે.

 ૭ એ જગ્યા યહૂદાના ઘરના બાકીના લોકોની થશે,+

તેઓ ત્યાં ખાશે.

સાંજે તેઓ આશ્કલોનનાં ઘરોમાં નિરાંતે સૂઈ જશે.

કેમ કે તેઓના ઈશ્વર યહોવા તેઓ તરફ ધ્યાન આપશે*

અને ગુલામોને પાછા લાવીને ભેગા કરશે.”+

 ૮ “મોઆબે મારા લોકોની નિંદા કરી છે,+ આમ્મોનીઓએ તેઓનું અપમાન કર્યું છે.+

તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં છે, તેઓનો વિસ્તાર પચાવી પાડવાની બડાઈ હાંકી છે.+

આ બધું મારા કાને પડ્યું છે.”

 ૯ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા,* ઇઝરાયેલના ઈશ્વર જાહેર કરે છે,

“હું મારા સમ* ખાઈને કહું છું,

મોઆબ સદોમ જેવું બનશે+

અને આમ્મોન ગમોરાહ જેવું બનશે,+

તેઓનો વિસ્તાર કુવેચ* અને મીઠાનો પ્રદેશ બનશે, એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.+

મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટી લેશે,

મારી પ્રજાના બચી ગયેલા લોકો તેઓને હાંકી કાઢશે.

૧૦ તેઓના ઘમંડનો બદલો તેઓને મળશે.+

કારણ, તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાના લોકોને મહેણાં માર્યાં છે અને તેઓ આગળ બડાઈ હાંકી છે.

૧૧ યહોવા તેઓને બતાવશે કે તે કેટલા ભયાવહ છે,

કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોને નકામા* બનાવી દેશે,

ટાપુઓ પર રહેતી બધી પ્રજાઓ તેમની આગળ નમશે,*+

તેઓ પોતપોતાની જગ્યાએથી તેમની આગળ નમશે.*

૧૨ હે ઇથિયોપિયાના લોકો, મારી તલવારથી તમારી પણ કતલ થશે.+

૧૩ તે* ઉત્તર તરફ પોતાનો હાથ લંબાવશે અને આશ્શૂરનો વિનાશ કરશે,

તે નિનવેહ નગરીને રણ જેવી સૂકી બનાવશે અને વેરાન કરશે.+

૧૪ સર્વ પ્રકારનાં જંગલી જાનવરોનાં* ટોળાં એમાં વસશે.

પેણ* અને શાહુડી સ્તંભોની ટોચ પર રાતવાસો કરશે.

બારીમાંથી ગીતનો અવાજ સંભળાશે.

ઉંબરા પર બધું ખેદાન-મેદાન હશે,

કેમ કે તે દેવદારનાં પાટિયાં ઉઘાડાં પાડશે.

૧૫ આ એ જ ઘમંડી નગરી છે, જે સલામતીની ગોદમાં બેસતી હતી.

તે પોતાના દિલમાં કહેતી હતી, ‘હું સૌથી મહાન છું, મારા જેવું બીજું કોઈ નથી.’

પણ જુઓ, હવે તેના હાલ જોઈને લોકો હચમચી ગયા છે.

તે જંગલી જાનવરોનું ઘર બની ગઈ છે!

ત્યાંથી પસાર થનાર દરેક જણ તેની મશ્કરી કરશે અને ગુસ્સામાં તેના તરફ આંગળી ચીંધશે.”*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો