વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • નાથાન દાઉદને સખત ઠપકો આપે છે (૧-૧૫ક)

      • બાથ-શેબાના દીકરાનું મરણ થાય છે (૧૫ખ-૨૩)

      • બાથ-શેબા સુલેમાનને જન્મ આપે છે (૨૪, ૨૫)

      • આમ્મોનીઓનું શહેર રાબ્બાહ કબજે કરાયું (૨૬-૩૧)

૨ શમુએલ ૧૨:૧

એને લગતી કલમો

  • +૧રા ૧:૮; ૧કા ૧૭:૧; ૨૯:૨૯
  • +ગી ૫૧:મથાળું

૨ શમુએલ ૧૨:૨

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૩; ૧૫:૧૬

૨ શમુએલ ૧૨:૩

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૩

૨ શમુએલ ૧૨:૪

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૪

૨ શમુએલ ૧૨:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

એને લગતી કલમો

  • +પુન ૬:૧૩

૨ શમુએલ ૧૨:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૧

૨ શમુએલ ૧૨:૭

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૩; ૨શ ૭:૮
  • +૧શ ૧૮:૧૦, ૧૧; ૧૯:૧૦; ૨૩:૧૪

૨ શમુએલ ૧૨:૮

એને લગતી કલમો

  • +૧શ ૧૩:૧૩, ૧૪; ૧૫:૨૬, ૨૮
  • +૨શ ૩:૭; ૧રા ૨:૨૨
  • +૨શ ૨:૪; ૫:૫
  • +૨શ ૭:૧૯

૨ શમુએલ ૧૨:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૩
  • +૨શ ૧૧:૧૫, ૨૭
  • +નિર્ગ ૨૦:૧૪, ૧૭

૨ શમુએલ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૮; ૨શ ૧૩:૩૨; ૧૮:૩૩; ગલા ૬:૭

૨ શમુએલ ૧૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “તારા સાથીદારના.”

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૧૫, ૧૯; ૧૩:૧૦-૧૫; ૧૫:૧૪
  • +નિર્ગ ૨૧:૨૪; અયૂ ૩૧:૯-૧૧; ૩૪:૧૧
  • +૨શ ૧૬:૨૧, ૨૨

૨ શમુએલ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૪, ૧૫

૨ શમુએલ ૧૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “તમારું પાપ દૂર કર્યું છે.”

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૯; ગી ૩૨:૫; ૩૮:૩; ૫૧:મથાળું; ૫૧:૪; ની ૨૮:૧૩
  • +નિર્ગ ૩૪:૬; ગી ૩૨:૧
  • +લેવી ૨૦:૧૦; ગી ૧૦૩:૧૦

૨ શમુએલ ૧૨:૧૬

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૨; યૂના ૩:૮, ૯

૨ શમુએલ ૧૨:૨૦

એને લગતી કલમો

  • +રૂથ ૩:૩; ૨શ ૧૪:૨
  • +૨શ ૬:૧૭

૨ શમુએલ ૧૨:૨૨

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૧૬; યોએ ૧:૧૪
  • +યશા ૩૮:૩, ૫; યોએ ૨:૧૩, ૧૪; આમ ૫:૧૫; યૂના ૩:૮, ૯

૨ શમુએલ ૧૨:૨૩

એને લગતી કલમો

  • +સભા ૯:૬
  • +અયૂ ૩૦:૨૩; સભા ૩:૨૦; પ્રેકા ૨:૨૯, ૩૪; ૧૩:૩૬
  • +સભા ૯:૫, ૧૦

૨ શમુએલ ૧૨:૨૪

ફૂટનોટ

  • *

    હિબ્રૂ શબ્દ પરથી, જેનો અર્થ થાય, “શાંતિ.”

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૩
  • +૧કા ૩:૫, ૯; ૨૨:૯; ૨૮:૫; માથ ૧:૬
  • +૨શ ૭:૧૨; ૧કા ૨૯:૧

૨ શમુએલ ૧૨:૨૫

ફૂટનોટ

  • *

    અર્થ, “યાહનો વહાલો.”

એને લગતી કલમો

  • +૨શ ૭:૪, ૫; ૧૨:૧; ૧રા ૧:૮

૨ શમુએલ ૧૨:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “રાજવી શહેર.”

એને લગતી કલમો

  • +પુન ૨૩:૩, ૬
  • +પુન ૩:૧૧; યહો ૧૩:૨૪, ૨૫
  • +૨શ ૧૧:૨૫; ૧કા ૨૦:૧

૨ શમુએલ ૧૨:૨૭

ફૂટનોટ

  • *

    અહીં કદાચ શહેરનાં જળાશયોની વાત થાય છે.

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૧

૨ શમુએલ ૧૨:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “એ મારા નામથી ઓળખાશે.”

૨ શમુએલ ૧૨:૩૦

ફૂટનોટ

  • *

    કદાચ આમ્મોનીઓના દેવની મૂર્તિ. શબ્દસૂચિ જુઓ.

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૧, ૧૨; ૧કા ૨૦:૨, ૩

૨ શમુએલ ૧૨:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૧૨:૧૧રા ૧:૮; ૧કા ૧૭:૧; ૨૯:૨૯
૨ શમુ. ૧૨:૧ગી ૫૧:મથાળું
૨ શમુ. ૧૨:૨૨શ ૫:૧૩; ૧૫:૧૬
૨ શમુ. ૧૨:૩૨શ ૧૧:૩
૨ શમુ. ૧૨:૪૨શ ૧૧:૪
૨ શમુ. ૧૨:૫પુન ૬:૧૩
૨ શમુ. ૧૨:૬નિર્ગ ૨૨:૧
૨ શમુ. ૧૨:૭૧શ ૧૬:૧૩; ૨શ ૭:૮
૨ શમુ. ૧૨:૭૧શ ૧૮:૧૦, ૧૧; ૧૯:૧૦; ૨૩:૧૪
૨ શમુ. ૧૨:૮૧શ ૧૩:૧૩, ૧૪; ૧૫:૨૬, ૨૮
૨ શમુ. ૧૨:૮૨શ ૩:૭; ૧રા ૨:૨૨
૨ શમુ. ૧૨:૮૨શ ૨:૪; ૫:૫
૨ શમુ. ૧૨:૮૨શ ૭:૧૯
૨ શમુ. ૧૨:૯નિર્ગ ૨૦:૧૩
૨ શમુ. ૧૨:૯૨શ ૧૧:૧૫, ૨૭
૨ શમુ. ૧૨:૯નિર્ગ ૨૦:૧૪, ૧૭
૨ શમુ. ૧૨:૧૦ગણ ૧૪:૧૮; ૨શ ૧૩:૩૨; ૧૮:૩૩; ગલા ૬:૭
૨ શમુ. ૧૨:૧૧૨શ ૧૨:૧૫, ૧૯; ૧૩:૧૦-૧૫; ૧૫:૧૪
૨ શમુ. ૧૨:૧૧નિર્ગ ૨૧:૨૪; અયૂ ૩૧:૯-૧૧; ૩૪:૧૧
૨ શમુ. ૧૨:૧૧૨શ ૧૬:૨૧, ૨૨
૨ શમુ. ૧૨:૧૨૨શ ૧૧:૪, ૧૫
૨ શમુ. ૧૨:૧૩ઉત ૩૯:૯; ગી ૩૨:૫; ૩૮:૩; ૫૧:મથાળું; ૫૧:૪; ની ૨૮:૧૩
૨ શમુ. ૧૨:૧૩નિર્ગ ૩૪:૬; ગી ૩૨:૧
૨ શમુ. ૧૨:૧૩લેવી ૨૦:૧૦; ગી ૧૦૩:૧૦
૨ શમુ. ૧૨:૧૬૨શ ૧૨:૨૨; યૂના ૩:૮, ૯
૨ શમુ. ૧૨:૨૦રૂથ ૩:૩; ૨શ ૧૪:૨
૨ શમુ. ૧૨:૨૦૨શ ૬:૧૭
૨ શમુ. ૧૨:૨૨૨શ ૧૨:૧૬; યોએ ૧:૧૪
૨ શમુ. ૧૨:૨૨યશા ૩૮:૩, ૫; યોએ ૨:૧૩, ૧૪; આમ ૫:૧૫; યૂના ૩:૮, ૯
૨ શમુ. ૧૨:૨૩સભા ૯:૬
૨ શમુ. ૧૨:૨૩અયૂ ૩૦:૨૩; સભા ૩:૨૦; પ્રેકા ૨:૨૯, ૩૪; ૧૩:૩૬
૨ શમુ. ૧૨:૨૩સભા ૯:૫, ૧૦
૨ શમુ. ૧૨:૨૪૨શ ૧૧:૩
૨ શમુ. ૧૨:૨૪૧કા ૩:૫, ૯; ૨૨:૯; ૨૮:૫; માથ ૧:૬
૨ શમુ. ૧૨:૨૪૨શ ૭:૧૨; ૧કા ૨૯:૧
૨ શમુ. ૧૨:૨૫૨શ ૭:૪, ૫; ૧૨:૧; ૧રા ૧:૮
૨ શમુ. ૧૨:૨૬પુન ૨૩:૩, ૬
૨ શમુ. ૧૨:૨૬પુન ૩:૧૧; યહો ૧૩:૨૪, ૨૫
૨ શમુ. ૧૨:૨૬૨શ ૧૧:૨૫; ૧કા ૨૦:૧
૨ શમુ. ૧૨:૨૭૨શ ૧૧:૧
૨ શમુ. ૧૨:૩૦૨શ ૮:૧૧, ૧૨; ૧કા ૨૦:૨, ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૧૨:૧-૩૧

બીજો શમુએલ

૧૨ એટલે યહોવાએ નાથાનને+ દાઉદ પાસે મોકલ્યો. નાથાન તેની પાસે આવ્યો+ અને કહ્યું: “એક શહેરમાં બે માણસો હતા, એક અમીર અને બીજો ગરીબ. ૨ અમીર માણસ પાસે ઘણાં ઘેટાં અને ઢોરઢાંક હતાં.+ ૩ ગરીબ માણસ પાસે એક નાનકડી ઘેટી સિવાય બીજું કંઈ જ ન હતું, જે તેણે વેચાતી લીધી હતી.+ તે ઘેટીની સંભાળ રાખતો અને એ તેના ઘરમાં તેના દીકરાઓ સાથે મોટી થઈ. એ માણસ પાસે જે કંઈ ખાવાનું હતું, એમાંથી એ ઘેટી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી તેમજ તેના ખોળામાં સૂઈ જતી. એ ઘેટી ગરીબ માણસની દીકરી જેવી હતી. ૪ એક દિવસ એવું બન્યું કે અમીર માણસના ઘરે કોઈ મહેમાન આવ્યું. અમીર માણસે પોતાનાં ઘેટાં અને ઢોરઢાંકમાંથી કંઈક લઈને મહેમાન માટે ભોજન તૈયાર કર્યું નહિ. એના બદલે તેણે ગરીબ માણસની ઘેટી લઈને મહેમાન માટે ભોજન તૈયાર કર્યું.”+

૫ એ સાંભળીને અમીર માણસ પર દાઉદનો ક્રોધ સળગી ઊઠ્યો. દાઉદે નાથાનને કહ્યું: “યહોવાના સમ,*+ આવું કરનાર માણસ મોતને લાયક છે! ૬ એ માણસે કેવું દુષ્ટ કામ કર્યું છે! આવું કરતા તેને જરાય દયા ન આવી! તેણે ઘેટીના બદલામાં ચાર ગણું પાછું આપવું પડશે.”+

૭ નાથાને દાઉદને કહ્યું: “તમે પોતે જ એ માણસ છો! ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘મેં પોતે ઇઝરાયેલ પર રાજા તરીકે તારો અભિષેક કર્યો+ અને મેં જ તને શાઉલના હાથમાંથી બચાવ્યો.+ ૮ મેં તને તારા માલિકનું ઘર આપ્યું+ અને તારા માલિકની પત્નીઓ+ તારા હાથમાં સોંપી. મેં તને ઇઝરાયેલ અને યહૂદાનું ઘર સોંપ્યું.+ એટલું પૂરતું ન હોય તેમ, હું તારા માટે હજુ પણ વધારે કરવા તૈયાર હતો.+ ૯ તો પછી તેં યહોવાનું અપમાન કેમ કર્યું? તેમની નજરે ખોટું કામ કેમ કર્યું? તેં ઊરિયા હિત્તીની કતલ કરાવી!+ આમ્મોનીઓની તલવારથી તેને મારી નંખાવ્યો+ અને તેની પત્નીને તારી પત્ની બનાવી.+ ૧૦ હવે તારા ઘરને માથે કાયમ તલવાર લટકતી રહેશે,+ કારણ કે તેં ઊરિયા હિત્તીની પત્નીને તારી પત્ની બનાવીને મારું અપમાન કર્યું છે.’ ૧૧ યહોવા આમ કહે છે: ‘હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત લાવીશ.+ તારી નજર આગળ હું તારી પત્નીઓ બીજા કોઈ માણસના* હાથમાં સોંપી દઈશ.+ તે માણસ ધોળે દહાડે તારી પત્નીઓની આબરૂ લેશે.+ ૧૨ ભલે તેં એ કામ છૂપી રીતે કર્યું,+ પણ હું આ આખા ઇઝરાયેલની નજર આગળ ધોળે દહાડે કરીશ.’”

૧૩ દાઉદે નાથાનને કહ્યું: “મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ જવાબમાં નાથાને દાઉદને કહ્યું: “યહોવાએ તમારું પાપ માફ કર્યું છે.*+ તમે માર્યા નહિ જાઓ.+ ૧૪ પણ તમે આ પાપ કરીને યહોવાનું ઘોર અપમાન કર્યું હોવાથી, હમણાં જન્મેલો તમારો દીકરો ચોક્કસ મરી જશે.”

૧૫ પછી નાથાન તેના ઘરે ચાલ્યો ગયો.

દાઉદને ઊરિયાની પત્નીથી જન્મેલા બાળકને યહોવાએ ખૂબ બીમાર પાડ્યું. ૧૬ દાઉદે બાળક માટે સાચા ઈશ્વર આગળ બહુ કાલાવાલા કર્યા. તે આકરા ઉપવાસ કરવા લાગ્યો. તે આખી રાત જમીન પર પડી રહેતો.+ ૧૭ તેના ઘરના વડીલો તેની પાસે જઈને ઊભા રહેતા અને તેને જમીન પરથી ઊભા કરવાની કોશિશ કરતા. પણ તે ના પાડતો અને તેઓ સાથે કંઈ ખાતો નહિ. ૧૮ સાતમા દિવસે બાળક ગુજરી ગયું. દાઉદના સેવકો તેને કહેતા ગભરાતા હતા કે તે મરણ પામ્યું છે. તેઓએ કહ્યું: “બાળક જીવતું હતું ત્યારે, તે આપણી વાત સાંભળતા ન હતા. તો પછી હવે આપણે કઈ રીતે કહીએ કે બાળક મરણ પામ્યું છે? તે વગર વિચાર્યું કંઈક કરી બેસે તો?”

૧૯ દાઉદે જોયું કે તેના સેવકો એકબીજા સાથે કંઈક ગુસપુસ કરતા હતા. તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. દાઉદે પોતાના સેવકોને પૂછ્યું: “શું બાળક મરી ગયું છે?” તેઓએ જવાબ આપ્યો: “હા, તે મરણ પામ્યું છે.” ૨૦ એટલે દાઉદ જમીન પરથી ઊઠ્યો. તેણે નાહી-ધોઈને શરીરે તેલ ચોળ્યું+ અને કપડાં બદલ્યાં. તેણે યહોવાના મંડપમાં+ જઈને નમન કર્યું. ત્યાર બાદ તે પોતાના મહેલમાં ગયો ને તેણે ખાવાનું માંગ્યું અને ખાધું. ૨૧ તેના સેવકોએ તેને પૂછ્યું: “તમે આવું કેમ કર્યું? બાળક જીવતું હતું ત્યારે, તમે ઉપવાસ કર્યા અને રડતા રહ્યા. પણ બાળક મરી ગયું કે તરત તમે ઊભા થયા અને ભોજન લીધું.” ૨૨ દાઉદે જવાબ આપ્યો: “બાળક જીવતું હતું ત્યારે મેં ઉપવાસ કર્યા+ અને વિલાપ કર્યો, કારણ કે મેં વિચાર્યું, ‘કોને ખબર કદાચ યહોવા મારા પર કૃપા કરે અને બાળકને જીવતું રાખે.’+ ૨૩ પણ હવે તે મરણ પામ્યું છે, તો હું શું કામ ઉપવાસ કરું? શું હું તેને પાછું લાવી શકું છું?+ એક દિવસ હું તેની જેમ મરણ પામીશ,+ પણ તે મારી પાસે પાછું આવવાનું નથી.”+

૨૪ પછી દાઉદે પોતાની પત્ની બાથ-શેબાને+ દિલાસો આપ્યો. તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. સમય જતાં, બાથ-શેબાએ દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સુલેમાન*+ પાડવામાં આવ્યું. યહોવાને સુલેમાન પર બહુ પ્રેમ હતો.+ ૨૫ તેમણે નાથાન+ પ્રબોધક દ્વારા સંદેશો મોકલીને જણાવ્યું કે યહોવા માટે એ છોકરાનું નામ યદીદયા* રાખો.

૨૬ યોઆબે આમ્મોનીઓના+ રાબ્બાહ+ શહેર સામે લડવાનું ચાલુ રાખ્યું અને તેણે પાટનગર* કબજે કર્યું.+ ૨૭ યોઆબે દાઉદ પાસે સંદેશવાહકો મોકલ્યા અને કહ્યું: “મેં રાબ્બાહ+ સામે લડાઈ કરીને પાણીના શહેરનો* કબજો કરી લીધો છે. ૨૮ હવે બાકીનું લશ્કર ભેગું કરીને શહેર પર ચઢાઈ કરો અને એ જીતી લો. નહિતર મારે એ શહેર જીતી લેવું પડશે અને એનો યશ મને મળશે.”*

૨૯ એટલે દાઉદે આખું લશ્કર ભેગું કર્યું અને રાબ્બાહ ગયો. તે એની સામે લડ્યો અને એના પર જીત મેળવી. ૩૦ તેણે માલ્કામના* માથા પરથી મુગટ ઉતારી લીધો. એ મુગટના સોનાનું વજન એક તાલંત* હતું અને એ કીમતી રત્નોથી જડેલો હતો. એ મુગટ દાઉદના માથા પર મૂકવામાં આવ્યો. દાઉદ એ શહેરમાંથી પુષ્કળ લૂંટ પણ લઈ આવ્યો.+ ૩૧ દાઉદ એ શહેરના લોકોને પણ લઈ આવ્યો. તેણે તેઓને પથ્થર કાપવાના કામે લગાડ્યા, લોઢાનાં અણીદાર સાધનો અને કુહાડીઓ વડે મજૂરી કરાવી તેમજ તેઓને ઈંટો બનાવવાના કામે લગાડી દીધા. આમ્મોનીઓનાં બધાં શહેરોના તેણે આવા જ હાલ કર્યા. પછી દાઉદ પોતાના આખા લશ્કર સાથે યરૂશાલેમ પાછો ફર્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો