વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • ઈશ્વરના સાચા ઘેટાંપાળકને છોડી દેવાનાં પરિણામો (૧-૧૭)

        • “કતલ થવાનાં છે એ ઘેટાંનો ઘેટાંપાળક બન” (૪)

        • બે લાકડી: કૃપા અને એકતા (૭)

        • ઘેટાંપાળકની મજૂરી: ચાંદીના ૩૦ ટુકડા (૧૨)

        • ભંડારમાં ચાંદીના ટુકડા નાખી દેવામાં આવ્યા (૧૩)

ઝખાર્યા ૧૧:૨

ફૂટનોટ

  • *

    દેવદારની જાતનું એક ઝાડ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૦, પાન ૨૮

ઝખાર્યા ૧૧:૪

એને લગતી કલમો

  • +હઝ ૩૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૧૧:૫

એને લગતી કલમો

  • +હઝ ૨૨:૨૫
  • +નહે ૫:૮
  • +હઝ ૩૪:૨, ૪

ઝખાર્યા ૧૧:૭

એને લગતી કલમો

  • +ઝખા ૧૧:૪
  • +ઝખા ૧૧:૧૦, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૧૧:૧૦

એને લગતી કલમો

  • +ઝખા ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૧૧:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તોળી આપ્યા.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૧૪, ૧૫; ૨૭:૯; માર્ક ૧૪:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

ઝખાર્યા ૧૧:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૩૨
  • +માથ ૨૭:૫, ૬; પ્રેકા ૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

ઝખાર્યા ૧૧:૧૪

એને લગતી કલમો

  • +ઝખા ૧૧:૭
  • +૧રા ૧૨:૧૯, ૨૦; હઝ ૩૭:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩૨

ઝખાર્યા ૧૧:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૩૪:૨, ૪

ઝખાર્યા ૧૧:૧૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૨; હઝ ૩૪:૬; માથ ૯:૩૬
  • +હઝ ૩૪:૨૧
  • +ઉત ૩૧:૩૮
  • +હઝ ૩૪:૩, ૧૦

ઝખાર્યા ૧૧:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ઝાંખી.”

એને લગતી કલમો

  • +યોહ ૧૦:૧૨
  • +યર્મિ ૨૩:૧; માથ ૨૩:૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૧૧:૪હઝ ૩૪:૮
ઝખા. ૧૧:૫હઝ ૨૨:૨૫
ઝખા. ૧૧:૫નહે ૫:૮
ઝખા. ૧૧:૫હઝ ૩૪:૨, ૪
ઝખા. ૧૧:૭ઝખા ૧૧:૪
ઝખા. ૧૧:૭ઝખા ૧૧:૧૦, ૧૪
ઝખા. ૧૧:૧૦ઝખા ૧૧:૭
ઝખા. ૧૧:૧૨માથ ૨૬:૧૪, ૧૫; ૨૭:૯; માર્ક ૧૪:૧૦, ૧૧
ઝખા. ૧૧:૧૩નિર્ગ ૨૧:૩૨
ઝખા. ૧૧:૧૩માથ ૨૭:૫, ૬; પ્રેકા ૧:૧૮
ઝખા. ૧૧:૧૪ઝખા ૧૧:૭
ઝખા. ૧૧:૧૪૧રા ૧૨:૧૯, ૨૦; હઝ ૩૭:૧૬
ઝખા. ૧૧:૧૫હઝ ૩૪:૨, ૪
ઝખા. ૧૧:૧૬યર્મિ ૨૩:૨; હઝ ૩૪:૬; માથ ૯:૩૬
ઝખા. ૧૧:૧૬હઝ ૩૪:૨૧
ઝખા. ૧૧:૧૬ઉત ૩૧:૩૮
ઝખા. ૧૧:૧૬હઝ ૩૪:૩, ૧૦
ઝખા. ૧૧:૧૭યોહ ૧૦:૧૨
ઝખા. ૧૧:૧૭યર્મિ ૨૩:૧; માથ ૨૩:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૧૧:૧-૧૭

ઝખાર્યા

૧૧ “હે લબાનોન, તારા દરવાજા ખોલ,

જેથી આગ તારાં દેવદારનાં વૃક્ષોને ભસ્મ કરી દે.

 ૨ હે ગંધતરુ,* વિલાપ કર, કેમ કે દેવદાર પડી ગયું છે,

સુંદર ઘટાદાર વૃક્ષોનો નાશ થયો છે!

હે બાશાનનાં ઓકનાં વૃક્ષો, તમે શોક પાળો,

કેમ કે ગાઢ જંગલનો વિનાશ થયો છે!

 ૩ સાંભળો! ઘેટાંપાળકોનો વિલાપ સાંભળો,

કેમ કે તેઓનો વૈભવ ચાલ્યો ગયો છે.

સાંભળો! જુવાન સિંહોની ત્રાડ સાંભળો,

કેમ કે યર્દન પાસેનાં ગીચ ઝાડી-ઝાંખરાંનો નાશ થયો છે.

૪ “મારા ઈશ્વર યહોવા કહે છે, ‘કતલ થવાનાં છે એ ઘેટાંનો ઘેટાંપાળક બન.+ ૫ તેઓના ખરીદનાર તેઓને કાપી નાખે છે+ અને દોષિત પણ ઠરતા નથી. તેઓને વેચનાર લોકો+ કહે છે, “યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે હું ધનવાન બનીશ.” તેઓના ઘેટાંપાળકોને તેઓ પર જરાય દયા આવતી નથી.’+

૬ “યહોવા કહે છે, ‘હવે હું દેશના રહેવાસીઓને જરાય દયા બતાવીશ નહિ. હું દરેક માણસને તેના પડોશીના હાથમાં અને તેના રાજાના હાથમાં સોંપી દઈશ. તેઓ દેશને ખેદાન-મેદાન કરી નાખશે. હું તેઓમાંથી એકને પણ બચાવીશ નહિ.’”

૭ પછી કતલ થનારાં ઘેટાંનો હું ઘેટાંપાળક બન્યો.+ ઓ હેરાન થયેલાં ઘેટાં, મેં તમારા માટે એમ કર્યું. ત્યાર બાદ મેં બે લાકડી લીધી. એકને કૃપા નામ આપ્યું અને બીજીને એકતા.+ હું ટોળાને સાચવવા લાગ્યો. ૮ એક જ મહિનામાં મેં ત્રણ ઘેટાંપાળકોને કાઢી મૂક્યા, કેમ કે તેઓના લીધે મારી ધીરજ ખૂટી ગઈ હતી અને તેઓ મને ધિક્કારતા હતા. ૯ મેં કહ્યું: “હે ઘેટાં, હવે હું તમારી સંભાળ નહિ રાખું. જે મરતું હોય એ ભલે મરે. જેનો નાશ થતો હોય, એનો ભલે નાશ થાય. જે ઘેટાં બચી જાય તેઓ ભલે એકબીજાને ફાડી ખાય.” ૧૦ ત્યારે મેં મારી કૃપા નામની લાકડી લીધી+ અને એને કાપી નાખી. આમ, મેં એ કરાર તોડી નાખ્યો, જે મેં બધા લોકો સાથે કર્યો હતો. ૧૧ એ જ દિવસે એ કરાર તૂટી ગયો. જે હેરાન થયેલાં ઘેટાં મને જોતાં હતાં, તેઓ સમજી ગયાં કે એ સંદેશો યહોવા તરફથી હતો.

૧૨ મેં લોકોને કહ્યું: “જો તમને યોગ્ય લાગે, તો મને મારી મજૂરી ચૂકવી આપો. જો ન આપવી હોય, તો રહેવા દો.” તેઓએ મજૂરી તરીકે મને ચાંદીના ૩૦ ટુકડા ચૂકવી આપ્યા.*+

૧૩ પછી યહોવાએ મને કહ્યું: “તેઓએ તો મારી બહુ ઊંચી કિંમત આંકી છે!+ જા, જઈને એને ભંડારમાં નાખી દે.” તેથી ચાંદીના એ ૩૦ ટુકડા લઈને હું યહોવાના મંદિરમાં ગયો અને ત્યાં ભંડારમાં એ નાખી દીધા.+

૧૪ પછી મેં એકતા નામની મારી બીજી લાકડી કાપી નાખી.+ આમ, યહૂદા અને ઇઝરાયેલ વચ્ચેનો ભાઈ-ભાઈનો સંબંધ તૂટી ગયો.+

૧૫ યહોવાએ મને કહ્યું: “નકામા ઘેટાંપાળકનું ઓજાર લે,+ ૧૬ કેમ કે હું દેશમાં એક ઘેટાંપાળક ઊભો થવા દઈશ. મરવાની અણીએ હોય એવા ઘેટાની તે કાળજી લેશે નહિ,+ તે નાના બચ્ચાને શોધવા જશે નહિ, તે ઈજા પામેલા ઘેટાને સાજું કરશે નહિ+ કે તંદુરસ્ત ઘેટાને ખવડાવશે નહિ. પણ તે તાજા-માજા ઘેટાનું માંસ ખાશે+ અને ઘેટાના પગની ખરી ફાડી નાખશે.+

૧૭ ઘેટાંને તરછોડી દેનાર+ મારા નકામા ઘેટાંપાળકને અફસોસ!+

તલવાર તેના હાથ પર અને જમણી આંખ પર વાર કરશે.

તેનો આખો હાથ સુકાઈ જશે

અને તેની જમણી આંખ આંધળી* થઈ જશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો