આમોસ
૯ મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા.+ તેમણે કહ્યું: “સ્તંભોને ઉપરથી માર, એટલે એના પાયા* હલી જશે. સ્તંભોની ટોચ કાપી નાખ. બચી ગયેલા લોકોને હું તલવારથી મારી નાખીશ. કોઈ નાસી શકશે નહિ. જે નાસવાની કોશિશ કરશે, તે સફળ થશે નહિ.+
જો તેઓ ઉપર આકાશ સુધી પહોંચી જાય,
તો હું તેઓને ત્યાંથી નીચે ઉતારી લાવીશ.
૩ જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય,
તો હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ અને પાછા લઈ આવીશ.+
જો તેઓ મારી નજરથી બચવા સમુદ્રના તળિયે સંતાઈ જાય,
તો ત્યાં હું સાપને હુકમ આપીશ કે તેઓને કરડી જાય.
૪ જો દુશ્મનો તેઓને ગુલામ બનાવીને લઈ જાય,
તો ત્યાં હું તલવારને હુકમ આપીશ અને એ તેઓને મારી નાખશે.+
હું આશીર્વાદ નહિ, પણ આફત લાવવા તેઓ પર મારી નજર રાખીશ.+
દેશનો દરેક રહેવાસી વિલાપ કરશે.+
આખો દેશ નાઈલ નદીની જેમ ઊભરાઈ જશે
અને ઇજિપ્તની નાઈલ નદીની જેમ ઓસરી જશે.+
૬ ‘જે ઈશ્વર સ્વર્ગ સુધી જતો દાદર બનાવે છે,
જે ઈશ્વર પૃથ્વી પર પોતાની ઇમારત* ઊભી કરે છે,
જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છે
અને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+
એ ઈશ્વરનું નામ યહોવા છે.’+
૭ યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, શું મારા માટે તમે કૂશીઓ* જેવા નથી?
શું હું ઇઝરાયેલને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો નથી?+
શું હું પલિસ્તીઓને ક્રીતમાંથી+ અને સિરિયાને કીરમાંથી+ બહાર કાઢી લાવ્યો નથી?’
૮ યહોવા કહે છે, ‘હું વિશ્વનો માલિક યહોવા મારી નજર પાપી રાજ્ય પર રાખું છું,
પૃથ્વીની સપાટી પરથી હું એનું નામનિશાન મિટાવી દઈશ.+
પણ યાકૂબના ઘરનો હું પૂરેપૂરો નાશ નહિ કરું.+
૯ જુઓ! હું આજ્ઞા આપી રહ્યો છું
અને જેમ ચાળણાને હલાવવામાં આવે છે,
તેમ બધી પ્રજાઓમાં ઇઝરાયેલના ઘરને હલાવીને ચાળવામાં આવશે+
અને જમીન પર એકેય કાંકરો નહિ પડે.
૧૦ મારા લોકોમાંથી બધા પાપીઓ તલવારે માર્યા જશે,
તેઓ કહે છે, “અમારા પર આફત આવશે નહિ, એ અમારી આસપાસ ફરકશે પણ નહિ.”’
૧૧ ‘એ દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ* ફરી ઊભો કરીશ,+
હું તિરાડો* પૂરીશ,
હું એનાં ખંડેર ફરી બાંધીશ,
હું એને ફરી સ્થાપીશ અને એ અગાઉના સમય જેવો થઈ જશે.+
૧૨ અદોમમાં જે બચી ગયું છે એને તેઓ કબજે કરશે,+
જે પ્રજાઓ મારા નામે ઓળખાય છે તેઓને પણ કબજે કરશે,’ એવું યહોવા કહે છે, જે આ બધું કરે છે.
૧૩ યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે કાપણી કરનારા છેક ખેડવાની મોસમ સુધી પાક લણશે
અને દ્રાક્ષો ભેગી કરનારા છેક બી વાવવાની મોસમ સુધી દ્રાક્ષો ભેગી કરશે,+
પહાડોમાંથી મીઠો દ્રાક્ષદારૂ ટપકશે+
૧૪ હું મારા ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી પાછા લાવીશ,+
તેઓ ઉજ્જડ થઈ ગયેલાં શહેરોને ફરી બાંધશે અને એમાં વસશે.+
૧૫ ‘હું તેઓના દેશમાં તેઓને રોપીશ.
મેં તેઓને જે દેશ આપ્યો છે,
એમાંથી તેઓને ફરી કદી ઉખેડી નાખવામાં આવશે નહિ,’+ એવું તારા ઈશ્વર યહોવા કહે છે.”