લેવીય
૩ “‘જો કોઈ માણસ યહોવાને શાંતિ-અર્પણ*+ ચઢાવે અને જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અર્પણ આપે, તો એ ખોડખાંપણ વગરનો નર અથવા માદા હોય. ૨ તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કાપે. હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે. ૩ શાંતિ-અર્પણના આ ભાગો યહોવાને આગમાં અર્પણ કરવા:+ આંતરડાં પરની ચરબી,+ આંતરડાં ફરતેની બધી ચરબી, ૪ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ+ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે. ૫ હારુનના દીકરાઓ એ બધા ભાગો વેદીના સળગતાં લાકડાં પર, અગ્નિ-અર્પણ ઉપર મૂકીને ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
૬ “‘જો તે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવવા પોતાનાં ઘેટાં-બકરાંમાંથી કંઈક આપે, તો એ ખોડખાંપણ વગરનો નર અથવા માદા હોય.+ ૭ જો તે અર્પણમાં ઘેટો ચઢાવે, તો એને યહોવાની આગળ લાવે. ૮ તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી, એને મુલાકાતમંડપની આગળ કાપે. હારુનના દીકરાઓ એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે. ૯ શાંતિ-અર્પણમાં ચઢાવવાની ચરબી યહોવાને આગમાં અર્પણ કરવી.+ પ્રાણીના આ ભાગો અલગ કરવા: કરોડરજ્જુ પાસેની ચરબીથી ભરેલી પૂંછડી, આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની બધી ચરબી, ૧૦ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.+ ૧૧ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.+
૧૨ “‘જો તે અર્પણમાં બકરી ચઢાવે, તો એને યહોવાની આગળ લાવે. ૧૩ તે બકરીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી એને મુલાકાતમંડપ આગળ કાપે. હારુનના દીકરાઓ એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે. ૧૪ આ ભાગો યહોવાને આગમાં અર્પણ કરવા: આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની બધી ચરબી,+ ૧૫ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે. ૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+
૧૭ “‘તમે જરા પણ લોહી કે ચરબી ન ખાઓ.+ એ નિયમ હંમેશ માટે છે, જે તમારી પેઢી દર પેઢીને લાગુ પડશે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.’”