વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • હિઝકિયા યશાયા દ્વારા ઈશ્વરની મદદ માંગે છે (૧-૭)

      • સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૮-૧૩)

      • હિઝકિયાની પ્રાર્થના (૧૪-૧૯)

      • યશાયા ઈશ્વરનો સંદેશો આપે છે (૨૦-૩૪)

      • દૂત ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને ખતમ કરી નાખે છે (૩૫-૩૭)

૨ રાજાઓ ૧૯:૧

એને લગતી કલમો

  • +યશા ૩૭:૧-૪

૨ રાજાઓ ૧૯:૨

એને લગતી કલમો

  • +યશા ૧:૧

૨ રાજાઓ ૧૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઠપકાનો.”

એને લગતી કલમો

  • +યશા ૨૬:૧૭, ૧૮

૨ રાજાઓ ૧૯:૪

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪૫; ૨રા ૧૮:૩૫
  • +૨શ ૨૨:૭; ૨કા ૨૦:૯; ૩૨:૨૦; ગી ૫૦:૧૫

૨ રાજાઓ ૧૯:૫

એને લગતી કલમો

  • +યશા ૩૭:૫-૭

૨ રાજાઓ ૧૯:૬

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૭
  • +પુન ૨૦:૩; યશા ૪૧:૧૦; ૫૧:૭

૨ રાજાઓ ૧૯:૭

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૧; યશા ૩૭:૩૭, ૩૮

૨ રાજાઓ ૧૯:૮

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૪
  • +યશા ૩૭:૮-૧૩

૨ રાજાઓ ૧૯:૯

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૯, પાન ૨૮

૨ રાજાઓ ૧૯:૧૦

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૧૫

૨ રાજાઓ ૧૯:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૫; ૨કા ૩૨:૧૦, ૧૩; યશા ૧૦:૮-૧૧

૨ રાજાઓ ૧૯:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૩૧

૨ રાજાઓ ૧૯:૧૩

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૨૪; ૧૮:૩૩, ૩૪

૨ રાજાઓ ૧૯:૧૪

એને લગતી કલમો

  • +૧રા ૮:૩૦; યશા ૩૭:૧૪-૨૦

૨ રાજાઓ ૧૯:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “વચ્ચે.”

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૦
  • +નિર્ગ ૨૫:૨૨
  • +૧કા ૨૯:૧૦, ૧૧

૨ રાજાઓ ૧૯:૧૬

એને લગતી કલમો

  • +૧રા ૮:૨૯; ગી ૬૫:૨
  • +૨કા ૧૬:૯; દા ૯:૧૮

૨ રાજાઓ ૧૯:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૧૬:૮, ૯; ૧૭:૬, ૨૪

૨ રાજાઓ ૧૯:૧૮

એને લગતી કલમો

  • +યશા ૪૧:૨૯
  • +યર્મિ ૧૦:૩

૨ રાજાઓ ૧૯:૧૯

એને લગતી કલમો

  • +ગી ૮૩:૧૭, ૧૮; યશા ૪૫:૫, ૬

૨ રાજાઓ ૧૯:૨૦

એને લગતી કલમો

  • +યશા ૩૭:૨૧, ૨૨
  • +૨રા ૧૯:૧૫

૨ રાજાઓ ૧૯:૨૨

એને લગતી કલમો

  • +૨રા ૧૯:૧૦
  • +૨રા ૧૮:૩૦; યશા ૧૦:૧૨, ૧૩
  • +યશા ૩૭:૨૩-૨૫

૨ રાજાઓ ૧૯:૨૩

ફૂટનોટ

  • *

    દેવદારની જાતનું એક ઝાડ.

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૭
  • +૨કા ૩૨:૧૭; યશા ૧૦:૧૦, ૧૧

૨ રાજાઓ ૧૯:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “નાઈલની નહેરો.”

૨ રાજાઓ ૧૯:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “યોજના ઘડી છે?”

એને લગતી કલમો

  • +યશા ૧૪:૨૪
  • +ગી ૩૩:૧૧
  • +યશા ૪૬:૧૦
  • +યશા ૧૦:૫; ૩૭:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૯, પાન ૧૪

૨ રાજાઓ ૧૯:૨૬

એને લગતી કલમો

  • +યશા ૪૦:૭

૨ રાજાઓ ૧૯:૨૭

એને લગતી કલમો

  • +ની ૫:૨૧; હિબ્રૂ ૪:૧૩
  • +યશા ૩૭:૨૮, ૨૯

૨ રાજાઓ ૧૯:૨૮

એને લગતી કલમો

  • +ગી ૪૬:૬; યશા ૧૦:૫, ૧૫
  • +૨રા ૧૮:૩૫; યશા ૧૦:૧૨, ૧૩
  • +ગી ૩૨:૯
  • +૨રા ૧૯:૩૩

૨ રાજાઓ ૧૯:૨૯

ફૂટનોટ

  • *

    એટલે કે, હિઝકિયા.

  • *

    અથવા, “વેરાઈ ગયેલા અનાજમાંથી જે ઊગશે.”

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૪-૬
  • +યશા ૩૭:૩૦-૩૨

૨ રાજાઓ ૧૯:૩૦

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૨; યશા ૧૦:૨૦

૨ રાજાઓ ૧૯:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્સાહને; હોંશને.”

એને લગતી કલમો

  • +યશા ૫૯:૧૭; ઝખા ૧:૧૪, ૧૫

૨ રાજાઓ ૧૯:૩૨

એને લગતી કલમો

  • +યશા ૧૦:૨૪
  • +૨કા ૩૨:૨૨
  • +યશા ૩૭:૩૩-૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૬

૨ રાજાઓ ૧૯:૩૪

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૬; યર્મિ ૨૩:૫
  • +યશા ૩૧:૫
  • +૧શ ૧૨:૨૨; યશા ૪૩:૨૫; હઝ ૩૬:૨૨

૨ રાજાઓ ૧૯:૩૫

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૧; યશા ૩૧:૮
  • +નિર્ગ ૧૨:૩૦; યશા ૩૭:૩૬-૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૬

૨ રાજાઓ ૧૯:૩૬

એને લગતી કલમો

  • +યૂના ૧:૨
  • +૨રા ૧૯:૭, ૨૮

૨ રાજાઓ ૧૯:૩૭

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૧
  • +ઉત ૮:૪
  • +એઝ ૪:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૧૯:૧યશા ૩૭:૧-૪
૨ રાજા. ૧૯:૨યશા ૧:૧
૨ રાજા. ૧૯:૩યશા ૨૬:૧૭, ૧૮
૨ રાજા. ૧૯:૪૧શ ૧૭:૪૫; ૨રા ૧૮:૩૫
૨ રાજા. ૧૯:૪૨શ ૨૨:૭; ૨કા ૨૦:૯; ૩૨:૨૦; ગી ૫૦:૧૫
૨ રાજા. ૧૯:૫યશા ૩૭:૫-૭
૨ રાજા. ૧૯:૬૨રા ૧૮:૧૭
૨ રાજા. ૧૯:૬પુન ૨૦:૩; યશા ૪૧:૧૦; ૫૧:૭
૨ રાજા. ૧૯:૭૨કા ૩૨:૨૧; યશા ૩૭:૩૭, ૩૮
૨ રાજા. ૧૯:૮૨રા ૧૮:૧૪
૨ રાજા. ૧૯:૮યશા ૩૭:૮-૧૩
૨ રાજા. ૧૯:૯૨રા ૧૮:૧૭
૨ રાજા. ૧૯:૧૦૨કા ૩૨:૧૫
૨ રાજા. ૧૯:૧૧૨રા ૧૭:૫; ૨કા ૩૨:૧૦, ૧૩; યશા ૧૦:૮-૧૧
૨ રાજા. ૧૯:૧૨ઉત ૧૧:૩૧
૨ રાજા. ૧૯:૧૩૨રા ૧૭:૨૪; ૧૮:૩૩, ૩૪
૨ રાજા. ૧૯:૧૪૧રા ૮:૩૦; યશા ૩૭:૧૪-૨૦
૨ રાજા. ૧૯:૧૫૨કા ૩૨:૨૦
૨ રાજા. ૧૯:૧૫નિર્ગ ૨૫:૨૨
૨ રાજા. ૧૯:૧૫૧કા ૨૯:૧૦, ૧૧
૨ રાજા. ૧૯:૧૬૧રા ૮:૨૯; ગી ૬૫:૨
૨ રાજા. ૧૯:૧૬૨કા ૧૬:૯; દા ૯:૧૮
૨ રાજા. ૧૯:૧૭૨રા ૧૬:૮, ૯; ૧૭:૬, ૨૪
૨ રાજા. ૧૯:૧૮યશા ૪૧:૨૯
૨ રાજા. ૧૯:૧૮યર્મિ ૧૦:૩
૨ રાજા. ૧૯:૧૯ગી ૮૩:૧૭, ૧૮; યશા ૪૫:૫, ૬
૨ રાજા. ૧૯:૨૦યશા ૩૭:૨૧, ૨૨
૨ રાજા. ૧૯:૨૦૨રા ૧૯:૧૫
૨ રાજા. ૧૯:૨૨૨રા ૧૯:૧૦
૨ રાજા. ૧૯:૨૨૨રા ૧૮:૩૦; યશા ૧૦:૧૨, ૧૩
૨ રાજા. ૧૯:૨૨યશા ૩૭:૨૩-૨૫
૨ રાજા. ૧૯:૨૩૨રા ૧૮:૧૭
૨ રાજા. ૧૯:૨૩૨કા ૩૨:૧૭; યશા ૧૦:૧૦, ૧૧
૨ રાજા. ૧૯:૨૫યશા ૧૪:૨૪
૨ રાજા. ૧૯:૨૫ગી ૩૩:૧૧
૨ રાજા. ૧૯:૨૫યશા ૪૬:૧૦
૨ રાજા. ૧૯:૨૫યશા ૧૦:૫; ૩૭:૨૬, ૨૭
૨ રાજા. ૧૯:૨૬યશા ૪૦:૭
૨ રાજા. ૧૯:૨૭ની ૫:૨૧; હિબ્રૂ ૪:૧૩
૨ રાજા. ૧૯:૨૭યશા ૩૭:૨૮, ૨૯
૨ રાજા. ૧૯:૨૮ગી ૪૬:૬; યશા ૧૦:૫, ૧૫
૨ રાજા. ૧૯:૨૮૨રા ૧૮:૩૫; યશા ૧૦:૧૨, ૧૩
૨ રાજા. ૧૯:૨૮ગી ૩૨:૯
૨ રાજા. ૧૯:૨૮૨રા ૧૯:૩૩
૨ રાજા. ૧૯:૨૯લેવી ૨૫:૪-૬
૨ રાજા. ૧૯:૨૯યશા ૩૭:૩૦-૩૨
૨ રાજા. ૧૯:૩૦૨કા ૩૨:૨૨; યશા ૧૦:૨૦
૨ રાજા. ૧૯:૩૧યશા ૫૯:૧૭; ઝખા ૧:૧૪, ૧૫
૨ રાજા. ૧૯:૩૨યશા ૧૦:૨૪
૨ રાજા. ૧૯:૩૨૨કા ૩૨:૨૨
૨ રાજા. ૧૯:૩૨યશા ૩૭:૩૩-૩૫
૨ રાજા. ૧૯:૩૪૨રા ૨૦:૬; યર્મિ ૨૩:૫
૨ રાજા. ૧૯:૩૪યશા ૩૧:૫
૨ રાજા. ૧૯:૩૪૧શ ૧૨:૨૨; યશા ૪૩:૨૫; હઝ ૩૬:૨૨
૨ રાજા. ૧૯:૩૫૨કા ૩૨:૨૧; યશા ૩૧:૮
૨ રાજા. ૧૯:૩૫નિર્ગ ૧૨:૩૦; યશા ૩૭:૩૬-૩૮
૨ રાજા. ૧૯:૩૬યૂના ૧:૨
૨ રાજા. ૧૯:૩૬૨રા ૧૯:૭, ૨૮
૨ રાજા. ૧૯:૩૭૨કા ૩૨:૨૧
૨ રાજા. ૧૯:૩૭ઉત ૮:૪
૨ રાજા. ૧૯:૩૭એઝ ૪:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૧૯:૧-૩૭

બીજો રાજાઓ

૧૯ હિઝકિયા રાજાએ એ સાંભળ્યું કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં. તે કંતાન પહેરીને યહોવાના મંદિરમાં ગયો.+ ૨ તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને અને યાજકોના વડીલોને આમોઝના દીકરા યશાયા પ્રબોધક+ પાસે મોકલ્યા. તેઓ કંતાન પહેરીને તેની પાસે ગયા. ૩ તેઓએ યશાયાને કહ્યું: “હિઝકિયા કહે છે કે ‘આ દિવસ આફતનો, અપમાનનો* અને બદનામીનો દિવસ છે. અમારી હાલત એ સ્ત્રી જેવી છે, જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે, પણ તેનામાં જન્મ આપવાની શક્તિ નથી.+ ૪ રાબશાકેહના શબ્દો યહોવા તમારા ઈશ્વર સાંભળે. તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની મશ્કરી કરવા તેને મોકલ્યો છે.+ યહોવા તમારા ઈશ્વર તેનાં મહેણાં સાંભળીને તેની સામે બદલો વાળે. હવે દેશમાં બચી ગયેલા લોકો માટે તમે પ્રાર્થના કરો.’”+

૫ આમ હિઝકિયા રાજાના સેવકો યશાયાને મળવા ગયા.+ ૬ યશાયાએ તેઓને કહ્યું, “તમારા રાજાને આમ કહેજો: ‘યહોવા કહે છે, “આશ્શૂરના રાજાના સેવકોએ મારી નિંદા કરી છે.+ પણ એ સાંભળીને તું ગભરાઈશ નહિ.+ ૭ હું આશ્શૂરના રાજાના મનમાં એક વિચાર મૂકીશ. તે એક ખબર સાંભળીને પોતાના દેશમાં પાછો જતો રહેશે. તેના જ દેશમાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”’”+

૮ રાબશાકેહને ખબર મળી કે આશ્શૂરનો રાજા લાખીશથી ચાલ્યો ગયો છે.+ રાબશાકેહ તેની પાસે ગયો ત્યારે આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડતો હતો.+ ૯ એવામાં આશ્શૂરના રાજાએ સાંભળ્યું કે પોતાની સામે લડાઈ કરવા ઇથિયોપિયાનો રાજા તિર્હાકાહ ચઢી આવ્યો છે. આશ્શૂરના રાજાએ આ સંદેશા સાથે હિઝકિયા પાસે માણસો મોકલ્યા:+ ૧૦ “યહૂદાના રાજા હિઝકિયાને કહો, ‘તું તારા ઈશ્વર પર ભરોસો રાખીને બેસી રહેતો નહિ. તે તને છેતરે છે કે “યરૂશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ જાય.”+ ૧૧ પણ તને ખબર છે કે આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો વિનાશ કરીને તેઓની કેવી દશા કરી છે!+ તો તું કઈ રીતે બચી જઈશ? ૧૨ મારા બાપદાદાઓએ જે પ્રજાઓને ખતમ કરી નાખી, તેઓના દેવો શું તેઓને બચાવી શક્યા? ગોઝાન, હારાન+ અને રેસેફ ક્યાં છે? તલાસ્સારમાં રહેતા એદનના લોકો ક્યાં છે? ૧૩ હમાથનો રાજા અને આર્પાદનો રાજા ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહ શહેરોના રાજાઓ ક્યાં છે?’”+

૧૪ હિઝકિયાએ સંદેશો લાવનાર માણસોના હાથમાંથી પત્રો લઈને વાંચ્યા. તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવા આગળ એ પત્રો ખુલ્લા મૂક્યા.+ ૧૫ હિઝકિયાએ યહોવાને પ્રાર્થના કરી:+ “હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા! હે કરૂબો* પર* બિરાજનાર!+ પૃથ્વીનાં બધાં રાજ્યો પર તમે એકલા જ સાચા ઈશ્વર છો.+ તમે જ આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે. ૧૬ હે યહોવા, કાન ધરો અને સાંભળો!+ હે યહોવા, આંખો ખોલો+ અને જુઓ! સાન્હેરીબે જીવતા ઈશ્વરને મહેણું મારવા જે સંદેશો મોકલ્યો છે, એના પર ધ્યાન આપો. ૧૭ હે યહોવા, એ સાચું છે કે આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓ અને તેઓના દેશો બરબાદ કરી નાખ્યા છે.+ ૧૮ તેઓએ એ દેશોના દેવોને આગમાં ફેંકી દીધા, કેમ કે તેઓ દેવો ન હતા.+ તેઓ તો માણસોના હાથની કરામત હતા,+ પથ્થર અને લાકડાંના બનેલા હતા. એટલે તેઓ એ દેવોનો નાશ કરી શક્યા. ૧૯ પણ હે યહોવા અમારા ઈશ્વર, કૃપા કરીને અમને તેના હાથમાંથી બચાવી લો. હે યહોવા, એનાથી પૃથ્વીનાં બધાં રાજ્યો જાણશે કે તમે એકલા જ ઈશ્વર છો.”+

૨૦ આમોઝના દીકરા યશાયાએ હિઝકિયાને આ સંદેશો મોકલ્યો: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિશે+ તેં કરેલી પ્રાર્થના મેં સાંભળી છે.+ ૨૧ યહોવા તેની વિરુદ્ધ આવું બોલ્યા છે:

“સિયોનની કુંવારી દીકરી તને તુચ્છ ગણે છે, તારી હાંસી ઉડાવે છે.

યરૂશાલેમની દીકરી માથું ધુણાવીને તારા પર હસે છે.

૨૨ તેં કોને મહેણાં માર્યાં છે અને કોની નિંદા કરી છે?+

કોની સામે તેં અવાજ ઉઠાવ્યો છે?+

કોની સામે તેં અભિમાનથી આંખો ઊંચી કરી છે?

તેં ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર સામે એવું કર્યું છે!+

૨૩ તેં માણસો મોકલીને+ યહોવાને મહેણાં માર્યાં+ અને કહ્યું:

‘હું મારા અગણિત રથો સાથે આવીને

પહાડોનાં શિખરો પર ચઢી જઈશ,

લબાનોનના દૂર દૂરના ભાગમાં ઘૂસી જઈશ.

હું દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષો અને ગંધતરુનાં* ઉત્તમ વૃક્ષો કાપી નાખીશ.

દૂર દૂર આવેલી જગ્યાઓમાં, ગીચ જંગલોમાં હું ઘૂસી જઈશ.

૨૪ હું પરદેશી ભૂમિ પર કૂવાઓ ખોદીને પાણી પીશ.

પગની એડીથી હું ઇજિપ્તનાં ઝરણાઓ* સૂકવી નાખીશ.’

૨૫ શું તેં નથી સાંભળ્યું કે મેં લાંબા સમયથી એ નક્કી કર્યું છે,+

ઘણા દિવસોથી એની તૈયારી કરી છે?*+

હવે હું એ કરી બતાવીશ.+

તું કોટવાળાં શહેરોને ઉજ્જડ કરી નાખીશ, એને ખંડેરોનો ઢગલો કરી નાખીશ.+

૨૬ એના રહેવાસીઓ લાચાર થઈ જશે.

તેઓ થરથર કાંપશે અને તેઓએ નીચું જોવું પડશે.

તેઓ ખેતરની શાકભાજી જેવા, લીલાં ઘાસ જેવા થઈ જશે,+

છાપરા પરનાં ઘાસ જેવા થઈ જશે, જે પૂર્વના પવનથી સુકાઈ જાય છે.

૨૭ હું સારી રીતે જાણું છું કે તું ક્યારે બેસે છે, ક્યારે બહાર જાય છે, ક્યારે અંદર આવે છે+

અને ક્યારે મારા પર ક્રોધે ભરાય છે.+

૨૮ મારી સામેનો તારો રોષ મેં જોયો છે+ અને તારી ગર્જના મારા કાને પડી છે.+

એટલે હું તારા નાકમાં કડી ભેરવીશ અને તારા મોંમાં લગામ નાખીશ,+

તું જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે તને પાછો ખેંચી જઈશ.”+

૨૯ “‘પણ તારા* માટે આ નિશાની થશે: તમે આ વર્ષે પોતાની મેળે જે કંઈ ઊગશે* એ ખાશો, બીજે વર્ષે એમાંથી ફણગી નીકળેલું અનાજ ખાશો.+ પણ ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષાવાડીઓ રોપશો અને એનાં ફળ ખાશો.+ ૩૦ યહૂદાના બચી ગયેલા લોકો, હા, બાકી રહેલા લોકો+ છોડની જેમ પોતાનાં મૂળ ઊંડાં ઉતારશે અને ફળ આપશે. ૩૧ બચી ગયેલા લોકો યરૂશાલેમમાંથી અને બાકી રહેલા લોકો સિયોન પર્વત પરથી નીકળી આવશે. સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્‍નાને* લીધે એમ કરશે.+

૩૨ “‘એટલે આશ્શૂરના રાજા વિશે યહોવા આમ કહે છે:+

“તે આ શહેરમાં આવશે નહિ,+

તે ન તો તીર મારશે,

ન ઢાલ લઈને એની સામે લડશે,

ન એને ઘેરી લેવા ઢોળાવ બનાવશે.+

૩૩ તે જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે પાછો જશે,

તે આ શહેરમાં આવશે નહિ,” એવું યહોવા જણાવે છે.

૩૪ “હું મારા માટે અને મારા સેવક દાઉદ માટે+

આ શહેરની રક્ષા કરીશ,+ એને બચાવીશ.”’”+

૩૫ એ જ રાતે યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા.+ લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+ ૩૬ એટલે આશ્શૂરનો રાજા સાન્હેરીબ ત્યાંથી પાછો નિનવેહ ચાલ્યો ગયો+ અને ત્યાં જ રહ્યો.+ ૩૭ એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં નમન કરતો હતો. એવામાં તેના દીકરાઓ આદ્રામ્મેલેખ અને શારએસેર ત્યાં આવ્યા. તેઓએ તેને તલવારથી મારી નાખ્યો+ અને અરારાટ દેશમાં નાસી ગયા.+ સાન્હેરીબનો દીકરો એસાર-હાદ્દોન+ તેની જગ્યાએ રાજા બન્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો