વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ઈશ્વર-વિરોધી સાથે કેવો વ્યવહાર કરવો (૧-૧૮)

પુનર્નિયમ ૧૩:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પુનર્નિયમ ૧૩:૩

એને લગતી કલમો

  • +યશા ૮:૧૯; યર્મિ ૨૭:૯
  • +પુન ૮:૨
  • +પુન ૬:૫; ૧૦:૧૨; માથ ૨૨:૩૭

પુનર્નિયમ ૧૩:૪

એને લગતી કલમો

  • +પુન ૧૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૧૬-૧૭

પુનર્નિયમ ૧૩:૫

એને લગતી કલમો

  • +પુન ૧૮:૨૦
  • +પુન ૧૭:૨, ૩, ૭; ૧કો ૫:૧૩

પુનર્નિયમ ૧૩:૬

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૪; ૨પિ ૨:૧

પુનર્નિયમ ૧૩:૮

એને લગતી કલમો

  • +ગલા ૧:૮

પુનર્નિયમ ૧૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૦; ૩૨:૨૭; ગણ ૨૫:૫
  • +પુન ૧૭:૨, ૩, ૭

પુનર્નિયમ ૧૩:૧૦

એને લગતી કલમો

  • +લેવી ૨૦:૨, ૨૭

પુનર્નિયમ ૧૩:૧૧

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૩; ૧તિ ૫:૨૦

પુનર્નિયમ ૧૩:૧૪

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૫; ૧તિ ૫:૧૯

પુનર્નિયમ ૧૩:૧૫

એને લગતી કલમો

  • +પુન ૧૭:૪, ૫; ૨કા ૨૮:૬
  • +નિર્ગ ૨૨:૨૦

પુનર્નિયમ ૧૩:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકીને પવિત્ર ઠરાવવામાં.”

એને લગતી કલમો

  • +યહો ૬:૧૮
  • +ઉત ૨૨:૧૫, ૧૭; ૨૬:૩, ૪

પુનર્નિયમ ૧૩:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “તેમનું સાંભળો.”

એને લગતી કલમો

  • +પુન ૬:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૩:૩યશા ૮:૧૯; યર્મિ ૨૭:૯
પુન. ૧૩:૩પુન ૮:૨
પુન. ૧૩:૩પુન ૬:૫; ૧૦:૧૨; માથ ૨૨:૩૭
પુન. ૧૩:૪પુન ૧૦:૨૦
પુન. ૧૩:૫પુન ૧૮:૨૦
પુન. ૧૩:૫પુન ૧૭:૨, ૩, ૭; ૧કો ૫:૧૩
પુન. ૧૩:૬૧રા ૧૧:૪; ૨પિ ૨:૧
પુન. ૧૩:૮ગલા ૧:૮
પુન. ૧૩:૯નિર્ગ ૨૨:૨૦; ૩૨:૨૭; ગણ ૨૫:૫
પુન. ૧૩:૯પુન ૧૭:૨, ૩, ૭
પુન. ૧૩:૧૦લેવી ૨૦:૨, ૨૭
પુન. ૧૩:૧૧પુન ૧૭:૧૩; ૧તિ ૫:૨૦
પુન. ૧૩:૧૪પુન ૧૯:૧૫; ૧તિ ૫:૧૯
પુન. ૧૩:૧૫પુન ૧૭:૪, ૫; ૨કા ૨૮:૬
પુન. ૧૩:૧૫નિર્ગ ૨૨:૨૦
પુન. ૧૩:૧૭યહો ૬:૧૮
પુન. ૧૩:૧૭ઉત ૨૨:૧૫, ૧૭; ૨૬:૩, ૪
પુન. ૧૩:૧૮પુન ૬:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૩:૧-૧૮

પુનર્નિયમ

૧૩ “જો તમારામાં કોઈ પ્રબોધક* કે સપનું જોઈને ભવિષ્ય ભાખનાર ઊભો થાય અને તે તમને કોઈ ચિહ્‍ન દેખાડે અથવા ભવિષ્ય ભાખે ૨ અને જો તેનું ચિહ્‍ન અથવા તેણે ભાખેલી વાત સાચી પડે અને તે કહે, ‘ચાલો, આપણે બીજા દેવો પાસે જઈએ અને તેઓની સેવા કરીએ,’ જેઓથી તમે અજાણ છો, ૩ તો એ પ્રબોધકનું કે ભવિષ્ય ભાખનારનું સાંભળશો નહિ,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર એ જોવા તમારું પારખું કરી રહ્યા છે+ કે, તમે યહોવા તમારા ઈશ્વરને પૂરા દિલથી અને પૂરા જીવથી પ્રેમ કરો છો કે નહિ.+ ૪ તમે ફક્ત યહોવા તમારા ઈશ્વરની જ પાછળ ચાલો, તેમનો જ ડર રાખો, તેમની જ આજ્ઞાઓ પાળો, તેમનું જ સાંભળો, તેમની જ સેવા કરો અને તેમને જ વળગી રહો.+ ૫ પણ એ પ્રબોધકને અથવા ભવિષ્ય ભાખનારને મારી નાખો,+ કેમ કે તેણે યહોવા તમારા ઈશ્વર વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. તેણે તમને યહોવા તમારા ઈશ્વરે બતાવેલા માર્ગથી ફંટાવી દીધા છે. તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+

૬ “એવું પણ બને કે તમારો સગો ભાઈ કે દીકરો કે દીકરી કે પ્રિય પત્ની કે દિલોજાન મિત્ર તમને છૂપી રીતે લલચાવે અને કહે, ‘ચાલો, આપણે જઈએ અને બીજા દેવોને ભજીએ.’+ તે તમને એવા દેવોને ભજવા લલચાવે જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી. ૭ ભલે એ દેવો તમારી આસપાસની કે દૂરની પ્રજાના હોય અથવા દેશના કોઈ પણ છેડે વસતા લોકોના હોય, ૮ પણ તમે તેની વાત માનશો નહિ કે તેનું સાંભળશો નહિ.+ તેને દયા કે કરુણા બતાવશો નહિ. તેને બચાવવાની કોશિશ પણ કરશો નહિ. ૯ તમે તેને મારી નાખો.+ તેને મારી નાખવા તમારો હાથ સૌથી પહેલો ઊઠે અને પછી બીજા લોકોનો.+ ૧૦ તમે તેને પથ્થરે મારી નાખો,+ કેમ કે તેણે યહોવા તમારા ઈશ્વરથી તમને દૂર લઈ જવાની કોશિશ કરી છે, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. ૧૧ આખું ઇઝરાયેલ એ વિશે સાંભળશે અને ગભરાશે. તમારામાંથી કોઈ એવું દુષ્ટ કામ ફરી કદી નહિ કરે.+

૧૨ “યહોવા તમારા ઈશ્વર તમને વસવા માટે જે શહેરો આપે છે, એમાંના કોઈ શહેરમાં જો તમે આવું સાંભળો કે, ૧૩ ‘અમુક નકામા માણસો શહેરના રહેવાસીઓને આવું કહીને ખોટા માર્ગે દોરી રહ્યા છે, “ચાલો, આપણે જઈએ અને બીજા દેવોને ભજીએ,” એવા દેવોને જેઓને તમે જાણતા નથી,’ ૧૪ તો તમે હકીકત જાણવા શોધખોળ કરો, પૂરેપૂરી તપાસ અને પૂછપરછ કરો.+ જો સાબિત થાય કે એવું ધિક્કારને લાયક કામ તમારામાં થયું છે, ૧૫ તો તમે એ શહેરના બધા રહેવાસીઓ અને તેઓનાં ઢોરઢાંકને તલવારે મારી નાખો.+ તમે શહેર અને એમાંના સર્વસ્વનો નાશ કરો.+ ૧૬ તમે એની લૂંટ ભેગી કરો અને શહેરના ચોકની વચ્ચોવચ મૂકો. તમે શહેરને બાળી નાખો. એની લૂંટ યહોવા તમારા ઈશ્વર આગળ અગ્‍નિ-અર્પણ તરીકે ગણાશે. એ શહેર કાયમ માટે પથ્થરનો ઢગલો થઈ જાય. એને ફરી કદી બાંધવામાં ન આવે. ૧૭ જે વસ્તુઓને વિનાશ માટે અલગ કરવામાં* આવી છે, એમાંથી તમે પોતાના માટે કશું ન લો,+ જેથી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ન ઊઠે, તે તમને દયા અને કરુણા બતાવે અને તમારી વસ્તી વધારે, જેમ તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૧૮ યહોવા તમારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને જણાવું છું, એ પાળીને તેમનું કહેવું માનો.* આમ, યહોવા તમારા ઈશ્વરની નજરમાં જે સારું છે એ જ કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો