વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મદદ માટેની પ્રાર્થના

        • ‘તમે જ અમને બચાવ્યા છે’ (૭)

        • “કતલ થવાનાં ઘેટાં જેવા” (૨૨)

        • “અમને સહાય કરવા ઊભા થાઓ!” (૨૬)

ગીતશાસ્ત્ર ૪૪:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૪૪:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૪; ગણ ૨૧:૧૪; ન્યા ૬:૧૩

ગીતશાસ્ત્ર ૪૪:૨

એને લગતી કલમો

  • +પુન ૭:૧
  • +નિર્ગ ૧૫:૧૭; ગી ૭૮:૫૫; ૮૦:૮, ૯
  • +યહો ૧૦:૫, ૧૧; ગી ૧૩૫:૧૦, ૧૧

ગીતશાસ્ત્ર ૪૪:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારા મુખના પ્રકાશને.”

એને લગતી કલમો

  • +પુન ૪:૩૮; યહો ૨૪:૧૨
  • +૧શ ૧૨:૨૨
  • +યશા ૬૩:૧૧-૧૩
  • +પુન ૭:૭, ૮

ગીતશાસ્ત્ર ૪૪:૪

ફૂટનોટ

  • *

    અથવા, “મોટો ઉદ્ધાર.”

  • *

    અથવા, “જીતની આજ્ઞા કરો.”

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧૨; યશા ૩૩:૨૨

ગીતશાસ્ત્ર ૪૪:૫

એને લગતી કલમો

  • +ગી ૧૮:૩૯; ફિલિ ૪:૧૩
  • +ગી ૬૦:૧૨

ગીતશાસ્ત્ર ૪૪:૬

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪૫; ગી ૨૦:૭; ૩૩:૧૬

ગીતશાસ્ત્ર ૪૪:૭

એને લગતી કલમો

  • +યહો ૨૪:૮

ગીતશાસ્ત્ર ૪૪:૧૦

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૨૫

ગીતશાસ્ત્ર ૪૪:૧૧

એને લગતી કલમો

  • +પુન ૨૮:૬૪

ગીતશાસ્ત્ર ૪૪:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૦

ગીતશાસ્ત્ર ૪૪:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “અમને કહેવતરૂપ બનાવ્યા છે.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૭; ૨કા ૭:૨૦

ગીતશાસ્ત્ર ૪૪:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૦

ગીતશાસ્ત્ર ૪૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૬

ગીતશાસ્ત્ર ૪૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧; સભા ૧૨:૧૪; યર્મિ ૧૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

ગીતશાસ્ત્ર ૪૪:૨૨

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૬

ગીતશાસ્ત્ર ૪૪:૨૩

એને લગતી કલમો

  • +ગી ૭:૬; ૭૮:૬૫, ૬૬
  • +અયૂ ૧૩:૨૪; ગી ૧૩:૧; ૮૮:૧૪

ગીતશાસ્ત્ર ૪૪:૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૨૫

ગીતશાસ્ત્ર ૪૪:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવો.”

એને લગતી કલમો

  • +ગી ૩૩:૨૦
  • +ગી ૧૩૦:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૪:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૪૪:૧નિર્ગ ૧૩:૧૪; ગણ ૨૧:૧૪; ન્યા ૬:૧૩
ગીત. ૪૪:૨પુન ૭:૧
ગીત. ૪૪:૨નિર્ગ ૧૫:૧૭; ગી ૭૮:૫૫; ૮૦:૮, ૯
ગીત. ૪૪:૨યહો ૧૦:૫, ૧૧; ગી ૧૩૫:૧૦, ૧૧
ગીત. ૪૪:૩પુન ૪:૩૮; યહો ૨૪:૧૨
ગીત. ૪૪:૩૧શ ૧૨:૨૨
ગીત. ૪૪:૩યશા ૬૩:૧૧-૧૩
ગીત. ૪૪:૩પુન ૭:૭, ૮
ગીત. ૪૪:૪ગી ૭૪:૧૨; યશા ૩૩:૨૨
ગીત. ૪૪:૫ગી ૧૮:૩૯; ફિલિ ૪:૧૩
ગીત. ૪૪:૫ગી ૬૦:૧૨
ગીત. ૪૪:૬૧શ ૧૭:૪૫; ગી ૨૦:૭; ૩૩:૧૬
ગીત. ૪૪:૭યહો ૨૪:૮
ગીત. ૪૪:૧૦પુન ૨૮:૧૫, ૨૫
ગીત. ૪૪:૧૧પુન ૨૮:૬૪
ગીત. ૪૪:૧૨પુન ૩૨:૩૦
ગીત. ૪૪:૧૪પુન ૨૮:૩૭; ૨કા ૭:૨૦
ગીત. ૪૪:૧૭નિર્ગ ૩૪:૧૦
ગીત. ૪૪:૨૧ગી ૧૩૯:૧; સભા ૧૨:૧૪; યર્મિ ૧૭:૧૦
ગીત. ૪૪:૨૨રોમ ૮:૩૬
ગીત. ૪૪:૨૩ગી ૭:૬; ૭૮:૬૫, ૬૬
ગીત. ૪૪:૨૩અયૂ ૧૩:૨૪; ગી ૧૩:૧; ૮૮:૧૪
ગીત. ૪૪:૨૫ગી ૧૧૯:૨૫
ગીત. ૪૪:૨૬ગી ૩૩:૨૦
ગીત. ૪૪:૨૬ગી ૧૩૦:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૪:૧-૨૬

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*

૪૪ હે ઈશ્વર, લાંબા સમય પહેલાં,

અમારા બાપદાદાઓના દિવસોમાં તમે જે કામો કર્યાં હતાં,

એની વાતો તેઓએ અમને કહી છે,+

એ અમે પોતાના કાને સાંભળી છે.

 ૨ તમારા હાથે તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી+

અને ત્યાં અમારા બાપદાદાઓને ઠરીઠામ કર્યા.+

તમે પ્રજાઓને કચડી નાખી અને તેઓને હાંકી કાઢી.+

 ૩ અમારા બાપદાદાઓએ તલવારોથી દેશ કબજે કર્યો ન હતો,+

કે પછી પોતાનાં બાવડાંના જોરે જીત મેળવી ન હતી.+

એ તો તમારા જમણા હાથ, તમારી શક્તિ+ અને તમારી કૃપાને* લીધે થયું,

કારણ કે તમે અમારા બાપદાદાઓ પર પ્રેમ રાખતા હતા.+

 ૪ હે ઈશ્વર, તમે મારા રાજા છો.+

યાકૂબને પૂરેપૂરી જીત* અપાવો.*

 ૫ તમારી શક્તિથી અમે દુશ્મનોને તગેડી મૂકીશું.+

અમારી વિરુદ્ધ માથું ઊંચકનારાને તમારા નામે ભોંયભેગા કરીશું.+

 ૬ હું મારા ધનુષ્ય પર ભરોસો રાખતો નથી,

મારી તલવાર મને બચાવી શકતી નથી.+

 ૭ તમે જ અમને શત્રુઓથી બચાવ્યા છે,+

અમને નફરત કરનારાઓને તમે જ શરમમાં નાખ્યા છે.

 ૮ અમે આખો દિવસ ઈશ્વરની આરાધના કરીશું,

અમે કાયમ તમારા નામની આભાર-સ્તુતિ કરીશું. (સેલાહ)

 ૯ પણ હવે તમે અમને ત્યજી દીધા છે અને શરમમાં નાખ્યા છે,

તમે અમારાં સૈન્યો સાથે આવતા નથી.

૧૦ વેરીઓ આગળ તમે અમને પીછેહઠ કરાવો છો,+

નફરત કરનારાઓ મન ફાવે એમ અમને લૂંટી લે છે.

૧૧ તમે અમને દુશ્મનોને હવાલે કર્યા છે, જેથી અમને ઘેટાંની જેમ મારી નાખવામાં આવે.

તમે અમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે.+

૧૨ તમારા લોકોને તમે કોડીના ભાવે વેચી દીધા છે.+

તેઓના વેચાણથી તમને કંઈ નફો થતો નથી.

૧૩ અમારા પડોશીઓમાં તમે અમને બદનામ થવા દીધા છે,

આસપાસના લોકો અમારી હાંસી ઉડાવે છે અને મશ્કરી કરે છે.

૧૪ પ્રજાઓમાં તમે અમારું અપમાન થવા દીધું છે,*+

લોકો માથું ધુણાવીને અમારી મજાક ઉડાવે છે.

૧૫ આખો દિવસ મારે બદનામી સહેવી પડે છે,

શરમનો માર્યો હું મોં બતાવી શકતો નથી,

૧૬ કેમ કે અમારા દુશ્મનો બદલો વાળે છે,

મહેણાં મારે છે અને અપમાન કરે છે.

૧૭ અમારા પર આ બધું આવી પડ્યું હોવા છતાં, અમે તમને ભૂલી ગયા નથી

અને તમારો કરાર તોડ્યો નથી.+

૧૮ અમારું દિલ ભટકી ગયું નથી,

અમારાં પગલાં તમારા માર્ગમાંથી ફંટાઈ ગયાં નથી.

૧૯ પણ તમે અમને હારવા અને શિયાળનો કોળિયો બનવા છોડી દીધા છે.

તમે અમને ગાઢ અંધકારથી ઢાંકી દીધા છે.

૨૦ જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોત,

અથવા પારકા દેવ આગળ હાથ ફેલાવ્યા હોત,

૨૧ તો શું ઈશ્વરને એની જાણ ન થાત?

દિલનું એકેય રહસ્ય તેમનાથી છૂપું નથી.+

૨૨ તમારા લીધે અમને રોજ મોતને ઘાટ ઉતારવામાં આવે છે.

કતલ થવાનાં ઘેટાં જેવા અમે ગણાઈએ છીએ.+

૨૩ હે યહોવા, જાગો. તમે કેમ ઊંઘી ગયા છો?+

ઊભા થાઓ! અમને હંમેશ માટે તરછોડી દેશો નહિ.+

૨૪ તમે કેમ મોં ફેરવી લો છો?

અમારાં દુઃખ-દર્દ, અમારા પર થતા જુલમ કેમ ભૂલી જાઓ છો?

૨૫ અમને ધૂળભેગા કરવામાં આવ્યા છે,

જમીન પર ઊંધા મોઢે પાડી નાખવામાં આવ્યા છે.+

૨૬ અમને સહાય કરવા ઊભા થાઓ!+

તમારા અતૂટ પ્રેમને લીધે અમને બચાવો.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો