વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • સિનાઈ પર્વત આગળ (૧-૨૫)

        • ઇઝરાયેલ યાજકોનું રાજ્ય બનશે (૫, ૬)

        • ઈશ્વર આગળ જવા લોકોને શુદ્ધ કરવામાં આવ્યા (૧૪, ૧૫)

નિર્ગમન ૧૯:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧
  • +નિર્ગ ૩:૧, ૧૨

નિર્ગમન ૧૯:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૩૮

નિર્ગમન ૧૯:૪

એને લગતી કલમો

  • +પુન ૪:૩૪
  • +પુન ૩૨:૧૧, ૧૨; યશા ૬૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૬, પાન ૮

નિર્ગમન ૧૯:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ખાસ પ્રજા.”

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૪
  • +૧રા ૮:૫૩; ગી ૧૩૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૬

    ૧/૧/૨૦૧૨, પાન ૨૯-૩૧

    ૧/૧/૨૦૧૦, પાન ૧૦-૧૧

    ૯/૧/૨૦૦૦, પાન ૨૧

    ૩/૧૫/૧૯૯૮, પાન ૧૨

    ૨/૧/૧૯૯૮, પાન ૧૦-૧૧, ૧૭

    ૭/૧/૧૯૯૫, પાન ૧૪

નિર્ગમન ૧૯:૬

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૪૪; પુન ૭:૬; ૧પિ ૨:૯; પ્રક ૫:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪૮

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૬

    ૧/૧/૨૦૧૨, પાન ૨૯-૩૧

    ૯/૧/૨૦૦૦, પાન ૨૧

    ૨/૧/૧૯૯૮, પાન ૧૦-૧૧, ૧૭

    ૭/૧/૧૯૯૫, પાન ૧૪

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦, ૧૫

નિર્ગમન ૧૯:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૩

નિર્ગમન ૧૯:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૭; યહો ૨૪:૨૪

નિર્ગમન ૧૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

નિર્ગમન ૧૯:૧૩

ફૂટનોટ

  • *

    કદાચ તીરથી વીંધવું.

  • *

    મૂળ, “નર ઘેટાના શિંગનો.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૨૦
  • +નિર્ગ ૨૦:૧૮

નિર્ગમન ૧૯:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૦

નિર્ગમન ૧૯:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “સ્ત્રીની નજીક જતા નહિ.”

નિર્ગમન ૧૯:૧૬

એને લગતી કલમો

  • +પુન ૪:૧૧; ૧રા ૮:૧૨; ગી ૯૭:૨
  • +હિબ્રૂ ૧૨:૧૮-૨૧

નિર્ગમન ૧૯:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૭; પુન ૪:૧૧, ૧૨; ૨કા ૭:૧-૩
  • +ગી ૬૮:૮

નિર્ગમન ૧૯:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૨

નિર્ગમન ૧૯:૨૨

ફૂટનોટ

  • *

    કદાચ એ કુટુંબના આગેવાનને રજૂ કરે છે.

  • *

    અથવા, “પવિત્ર.”

એને લગતી કલમો

  • +લેવી ૧૦:૧, ૨; ૧કા ૧૩:૧૦

નિર્ગમન ૧૯:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૨

નિર્ગમન ૧૯:૨૪

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૧૯, ૩૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧૯:૨નિર્ગ ૧૭:૧
નિર્ગ. ૧૯:૨નિર્ગ ૩:૧, ૧૨
નિર્ગ. ૧૯:૩પ્રેકા ૭:૩૮
નિર્ગ. ૧૯:૪પુન ૪:૩૪
નિર્ગ. ૧૯:૪પુન ૩૨:૧૧, ૧૨; યશા ૬૩:૯
નિર્ગ. ૧૯:૫પુન ૧૦:૧૪
નિર્ગ. ૧૯:૫૧રા ૮:૫૩; ગી ૧૩૫:૪
નિર્ગ. ૧૯:૬લેવી ૧૧:૪૪; પુન ૭:૬; ૧પિ ૨:૯; પ્રક ૫:૯, ૧૦
નિર્ગ. ૧૯:૭નિર્ગ ૨૪:૩
નિર્ગ. ૧૯:૮નિર્ગ ૨૪:૭; યહો ૨૪:૨૪
નિર્ગ. ૧૯:૧૩હિબ્રૂ ૧૨:૨૦
નિર્ગ. ૧૯:૧૩નિર્ગ ૨૦:૧૮
નિર્ગ. ૧૯:૧૪નિર્ગ ૧૯:૧૦
નિર્ગ. ૧૯:૧૬પુન ૪:૧૧; ૧રા ૮:૧૨; ગી ૯૭:૨
નિર્ગ. ૧૯:૧૬હિબ્રૂ ૧૨:૧૮-૨૧
નિર્ગ. ૧૯:૧૮નિર્ગ ૨૪:૧૭; પુન ૪:૧૧, ૧૨; ૨કા ૭:૧-૩
નિર્ગ. ૧૯:૧૮ગી ૬૮:૮
નિર્ગ. ૧૯:૨૦નિર્ગ ૨૪:૧૨
નિર્ગ. ૧૯:૨૨લેવી ૧૦:૧, ૨; ૧કા ૧૩:૧૦
નિર્ગ. ૧૯:૨૩નિર્ગ ૧૯:૧૨
નિર્ગ. ૧૯:૨૪ગણ ૧૬:૧૯, ૩૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧૯:૧-૨૫

નિર્ગમન

૧૯ ઇજિપ્તમાંથી નીકળ્યા એના ત્રીજા મહિને ઇઝરાયેલીઓ સિનાઈના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા. ૨ તેઓ રફીદીમથી નીકળ્યા+ એ જ દિવસે સિનાઈના વેરાન પ્રદેશમાં આવ્યા. ત્યાં તેઓએ પર્વત આગળ છાવણી નાખી.+

૩ પછી મૂસા પર્વત પર સાચા ઈશ્વર પાસે ગયો. યહોવાએ પર્વત પરથી+ તેની સાથે વાત કરી: “તું યાકૂબના વંશજોને અને ઇઝરાયેલીઓને કહેજે, ૪ ‘તમે નજરોનજર જોયું છે કે ઇજિપ્તના લોકોના મેં કેવા હાલ કર્યા છે.+ જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે, તેમ હું તમને ઉપાડીને મારી પાસે લઈ આવ્યો છું.+ ૫ આખી પૃથ્વી મારી છે.+ જો તમે મારું સાંભળશો અને મારો કરાર* પૂરી રીતે પાળશો, તો બધી પ્રજાઓમાંથી તમે મારી ખાસ સંપત્તિ* બનશો.+ ૬ તમે મારા માટે યાજકોનું રાજ્ય અને પવિત્ર પ્રજા બનશો.’+ તું એ શબ્દો ઇઝરાયેલીઓને કહેજે.”

૭ મૂસાએ નીચે જઈને લોકોના વડીલોને ભેગા કર્યા. પછી યહોવાએ તેને જે જણાવ્યું હતું એ બધું તેણે તેઓને કહ્યું.+ ૮ એ સાંભળીને એ લોકો એકમતે બોલી ઊઠ્યા: “યહોવાએ જે કંઈ કહ્યું છે, એ બધું અમે રાજીખુશીથી કરીશું.”+ લોકોની એ વાત મૂસાએ યહોવાને જણાવી. ૯ યહોવાએ તેને કહ્યું: “જો! હું કાળા વાદળમાં તારી પાસે આવીશ, જેથી હું તારી સાથે વાત કરું ત્યારે લોકો એ સાંભળે અને તારામાં પણ હંમેશાં ભરોસો મૂકે.” પછી મૂસાએ લોકોની વાત યહોવાને જણાવી.

૧૦ યહોવાએ મૂસાને કહ્યું: “લોકો પાસે જા. તેઓને આજે અને આવતી કાલે શુદ્ધ કર અને તેઓ પોતાનાં કપડાં ધૂએ. ૧૧ તેઓ ત્રીજા દિવસ માટે તૈયાર રહે, કેમ કે એ દિવસે યહોવા સર્વ લોકોના દેખતાં સિનાઈ પર્વત પર ઊતરી આવશે. ૧૨ તું પર્વતની ચારે બાજુ લોકો માટે હદ ઠરાવ અને તેઓને કહેજે, ‘ધ્યાન રાખજો, પર્વત પર ચઢતા નહિ કે એને અડતા પણ નહિ. જે કોઈ પર્વતને અડશે તે માર્યો જશે. ૧૩ એ ગુનો કરનારને કોઈએ અડવું નહિ, પણ તેને પથ્થરે અથવા વીંધીને* મારી નાખવો, પછી ભલે એ પ્રાણી હોય કે મનુષ્ય. એને જીવતો રાખવો નહિ.’+ પણ રણશિંગડાનો* અવાજ સંભળાય ત્યારે,+ લોકો પર્વત પાસે આવી શકશે.”

૧૪ પછી મૂસા પર્વત પરથી ઊતરીને લોકો પાસે ગયો અને તેઓને શુદ્ધ* કરવા લાગ્યો. લોકોએ પોતાનાં કપડાં ધોયાં.+ ૧૫ તેણે લોકોને કહ્યું: “ત્રીજા દિવસ માટે તૈયાર થાઓ. જાતીય સંબંધ બાંધતા નહિ.”*

૧૬ ત્રીજા દિવસે સવારે ગર્જના અને વીજળીઓ થવા લાગી અને પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું.+ પછી રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. એનાથી સર્વ લોકો છાવણીમાં થરથર કાંપવા લાગ્યા.+ ૧૭ લોકો સાચા ઈશ્વરને મળી શકે માટે મૂસા તેઓને છાવણીમાંથી બહાર લઈ આવ્યો. તેઓ બધા પર્વતની તળેટી પાસે ઊભા રહ્યા. ૧૮ યહોવા અગ્‍નિ દ્વારા સિનાઈ પર્વત પર ઊતર્યા,+ એટલે આખો પર્વત ધુમાડાથી ભરાઈ ગયો. એ ધુમાડો ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ ઉપર ચઢતો હતો અને આખો પર્વત ધ્રૂજતો હતો.+ ૧૯ રણશિંગડાનો અવાજ વધતો ને વધતો ગયો તેમ, મૂસા બોલ્યો અને સાચા ઈશ્વરે મોટા અવાજે તેને જવાબ આપ્યો.

૨૦ આમ યહોવા સિનાઈ પર્વતની ટોચ પર ઊતર્યા. પછી યહોવાએ મૂસાને પર્વતની ટોચ પર બોલાવ્યો અને તે ત્યાં ગયો.+ ૨૧ યહોવાએ મૂસાને કહ્યું: “નીચે જા અને લોકોને ચેતવણી આપ કે યહોવાને જોવા તેઓ નજીક ન આવે, નહિતર ઘણા લોકો માર્યા જશે. ૨૨ યહોવાની નિયમિત રીતે સેવા કરનારા યાજકોને* શુદ્ધ* થવા જણાવ, જેથી યહોવા તેઓને મારી ન નાખે.”+ ૨૩ મૂસાએ યહોવાને કહ્યું: “લોકો સિનાઈ પર્વત પર નહિ આવે, કેમ કે તમે જ ચેતવણી આપતા કહ્યું હતું, ‘પર્વતની ચારે બાજુ હદ ઠરાવ અને એને પવિત્ર કર.’”+ ૨૪ પણ યહોવાએ તેને કહ્યું: “નીચે જા અને હારુનને લઈને પાછો આવ. ધ્યાન રાખજે, યાજકો અને લોકો યહોવાને જોવા નજીક ન આવે, નહિતર હું તેઓને મારી નાખીશ.”+ ૨૫ મૂસાએ નીચે જઈને લોકોને એ બધું જણાવ્યું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો