વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ શમુએલ મુખ્ય વિચારો

      • શાઉલ આજ્ઞા તોડીને અગાગને બચાવે છે (૧-૯)

      • શમુએલ શાઉલને ઠપકો આપે છે (૧૦-૨૩)

        • “બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે” (૨૨)

      • શાઉલનો રાજા તરીકે નકાર (૨૪-૨૯)

      • શમુએલ અગાગને મારી નાખે છે (૩૦-૩૫)

૧ શમુએલ ૧૫:૧

એને લગતી કલમો

  • +૧શ ૯:૧૬; ૧૦:૧
  • +૧શ ૧૨:૧૪

૧ શમુએલ ૧૫:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૮; ગણ ૨૪:૨૦; પુન ૨૫:૧૭, ૧૮

૧ શમુએલ ૧૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “દયા બતાવવી નહિ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧૪; પુન ૨૫:૧૯; ૧કા ૪:૪૩
  • +લેવી ૨૭:૨૯; ૧શ ૧૫:૧૮
  • +પુન ૯:૧, ૩; ૧૩:૧૭; યહો ૬:૧૮

૧ શમુએલ ૧૫:૪

એને લગતી કલમો

  • +૧શ ૧૧:૮; ૧૩:૧૫

૧ શમુએલ ૧૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.”

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૨૯, ૩૨; ૨૪:૨૧; ન્યા ૧:૧૬
  • +નિર્ગ ૧૮:૯, ૧૨
  • +ઉત ૧૮:૨૫; ૧૯:૧૨, ૧૩; યહો ૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૨૨-૨૩

૧ શમુએલ ૧૫:૭

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧૭, ૧૮
  • +૧શ ૨૭:૮
  • +પુન ૨૫:૧૯; ૧શ ૧૪:૪૭, ૪૮

૧ શમુએલ ૧૫:૮

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૩૩
  • +લેવી ૨૭:૨૯; ૧શ ૧૫:૩

૧ શમુએલ ૧૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “અગાગને દયા બતાવી.”

એને લગતી કલમો

  • +યહો ૭:૧૨

૧ શમુએલ ૧૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો.”

એને લગતી કલમો

  • +૧શ ૧૩:૧૩; ૧૫:૩
  • +૧શ ૧૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૬

૧ શમુએલ ૧૫:૧૨

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૫૫
  • +૨શ ૧૮:૧૮

૧ શમુએલ ૧૫:૧૪

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૩

૧ શમુએલ ૧૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૨૨, પાન ૨-૩

૧ શમુએલ ૧૫:૧૬

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૧૦, ૧૧

૧ શમુએલ ૧૫:૧૭

એને લગતી કલમો

  • +૧શ ૯:૧૬; ૧૦:૧
  • +૧શ ૯:૨૧; ૧૦:૨૨

૧ શમુએલ ૧૫:૧૮

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૩
  • +પુન ૨૫:૧૯

૧ શમુએલ ૧૫:૧૯

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧૭; ૧શ ૧૫:૯

૧ શમુએલ ૧૫:૨૦

એને લગતી કલમો

  • +લેવી ૨૭:૨૯; પુન ૭:૧૬; ૧શ ૧૫:૩, ૯

૧ શમુએલ ૧૫:૨૧

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૧૫

૧ શમુએલ ૧૫:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૧:૧૧
  • +ની ૨૧:૩; હો ૬:૬; માર્ક ૧૨:૩૩
  • +લેવી ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૯-૨૧

૧ શમુએલ ૧૫:૨૩

ફૂટનોટ

  • *

    એટલે કે, કુળદેવતાની મૂર્તિઓ. શબ્દસૂચિમાં “કુળદેવતાની મૂર્તિ” જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૧૨:૧૫
  • +લેવી ૨૦:૬; પુન ૧૮:૧૦, ૧૨; ૧કા ૧૦:૧૩
  • +૧શ ૧૫:૩
  • +૧શ ૧૩:૧૪; ૧૬:૧; પ્રેકા ૧૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૨૨, પાન ૨

૧ શમુએલ ૧૫:૨૫

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૩૦

૧ શમુએલ ૧૫:૨૬

એને લગતી કલમો

  • +૧શ ૧૩:૧૪; ૧૬:૧

૧ શમુએલ ૧૫:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “બાંય વગરના ઝભ્ભાની.”

૧ શમુએલ ૧૫:૨૮

એને લગતી કલમો

  • +૧શ ૧૩:૧૪; ૧૬:૧૨, ૧૩; પ્રેકા ૧૩:૨૨

૧ શમુએલ ૧૫:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો કરતા નથી.”

  • *

    અથવા, “પસ્તાવો કરે.”

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૧
  • +તિત ૧:૨; હિબ્રૂ ૬:૧૮
  • +ગણ ૨૩:૧૯

૧ શમુએલ ૧૫:૩૦

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૫

૧ શમુએલ ૧૫:૩૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ડર્યા વગર.”

૧ શમુએલ ૧૫:૩૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧૪; પુન ૨૫:૧૯; ૧શ ૧૫:૩

૧ શમુએલ ૧૫:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો થયો.”

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧
  • +૧શ ૧૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ શમુ. ૧૫:૧૧શ ૯:૧૬; ૧૦:૧
૧ શમુ. ૧૫:૧૧શ ૧૨:૧૪
૧ શમુ. ૧૫:૨નિર્ગ ૧૭:૮; ગણ ૨૪:૨૦; પુન ૨૫:૧૭, ૧૮
૧ શમુ. ૧૫:૩નિર્ગ ૧૭:૧૪; પુન ૨૫:૧૯; ૧કા ૪:૪૩
૧ શમુ. ૧૫:૩લેવી ૨૭:૨૯; ૧શ ૧૫:૧૮
૧ શમુ. ૧૫:૩પુન ૯:૧, ૩; ૧૩:૧૭; યહો ૬:૧૮
૧ શમુ. ૧૫:૪૧શ ૧૧:૮; ૧૩:૧૫
૧ શમુ. ૧૫:૬ગણ ૧૦:૨૯, ૩૨; ૨૪:૨૧; ન્યા ૧:૧૬
૧ શમુ. ૧૫:૬નિર્ગ ૧૮:૯, ૧૨
૧ શમુ. ૧૫:૬ઉત ૧૮:૨૫; ૧૯:૧૨, ૧૩; યહો ૬:૧૭
૧ શમુ. ૧૫:૭ઉત ૨૫:૧૭, ૧૮
૧ શમુ. ૧૫:૭૧શ ૨૭:૮
૧ શમુ. ૧૫:૭પુન ૨૫:૧૯; ૧શ ૧૪:૪૭, ૪૮
૧ શમુ. ૧૫:૮૧શ ૧૫:૩૩
૧ શમુ. ૧૫:૮લેવી ૨૭:૨૯; ૧શ ૧૫:૩
૧ શમુ. ૧૫:૯યહો ૭:૧૨
૧ શમુ. ૧૫:૧૧૧શ ૧૩:૧૩; ૧૫:૩
૧ શમુ. ૧૫:૧૧૧શ ૧૬:૧
૧ શમુ. ૧૫:૧૨યહો ૧૫:૨૦, ૫૫
૧ શમુ. ૧૫:૧૨૨શ ૧૮:૧૮
૧ શમુ. ૧૫:૧૪૧શ ૧૫:૩
૧ શમુ. ૧૫:૧૬૧શ ૧૫:૧૦, ૧૧
૧ શમુ. ૧૫:૧૭૧શ ૯:૧૬; ૧૦:૧
૧ શમુ. ૧૫:૧૭૧શ ૯:૨૧; ૧૦:૨૨
૧ શમુ. ૧૫:૧૮૧શ ૧૫:૩
૧ શમુ. ૧૫:૧૮પુન ૨૫:૧૯
૧ શમુ. ૧૫:૧૯પુન ૧૩:૧૭; ૧શ ૧૫:૯
૧ શમુ. ૧૫:૨૦લેવી ૨૭:૨૯; પુન ૭:૧૬; ૧શ ૧૫:૩, ૯
૧ શમુ. ૧૫:૨૧૧શ ૧૫:૧૫
૧ શમુ. ૧૫:૨૨યશા ૧:૧૧
૧ શમુ. ૧૫:૨૨ની ૨૧:૩; હો ૬:૬; માર્ક ૧૨:૩૩
૧ શમુ. ૧૫:૨૨લેવી ૩:૧૬
૧ શમુ. ૧૫:૨૩૧શ ૧૨:૧૫
૧ શમુ. ૧૫:૨૩લેવી ૨૦:૬; પુન ૧૮:૧૦, ૧૨; ૧કા ૧૦:૧૩
૧ શમુ. ૧૫:૨૩૧શ ૧૫:૩
૧ શમુ. ૧૫:૨૩૧શ ૧૩:૧૪; ૧૬:૧; પ્રેકા ૧૩:૨૨
૧ શમુ. ૧૫:૨૫૧શ ૧૫:૩૦
૧ શમુ. ૧૫:૨૬૧શ ૧૩:૧૪; ૧૬:૧
૧ શમુ. ૧૫:૨૮૧શ ૧૩:૧૪; ૧૬:૧૨, ૧૩; પ્રેકા ૧૩:૨૨
૧ શમુ. ૧૫:૨૯૧કા ૨૯:૧૧
૧ શમુ. ૧૫:૨૯તિત ૧:૨; હિબ્રૂ ૬:૧૮
૧ શમુ. ૧૫:૨૯ગણ ૨૩:૧૯
૧ શમુ. ૧૫:૩૦૧શ ૧૫:૨૫
૧ શમુ. ૧૫:૩૩નિર્ગ ૧૭:૧૪; પુન ૨૫:૧૯; ૧શ ૧૫:૩
૧ શમુ. ૧૫:૩૫૧શ ૧૬:૧
૧ શમુ. ૧૫:૩૫૧શ ૧૫:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ શમુએલ ૧૫:૧-૩૫

પહેલો શમુએલ

૧૫ પછી શમુએલે શાઉલને કહ્યું: “યહોવાએ પોતાના ઇઝરાયેલી લોકો પર રાજા તરીકે તમારો અભિષેક કરવા મને મોકલ્યો હતો.+ હવે યહોવા જે કહે છે એ સાંભળો.+ ૨ સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળીને રસ્તામાં હતા ત્યારે, અમાલેકીઓએ તેઓનો વિરોધ કર્યો. તેઓ ઇઝરાયેલ સાથે જે રીતે વર્ત્યા, એનો હું અમાલેકીઓ પાસેથી હિસાબ લઈશ.+ ૩ જાઓ, અમાલેકીઓને મારી નાખો.+ તેઓનો નાશ કરો,+ તેઓ પાસે જે કંઈ છે એ બધાનો વિનાશ કરો. તમારે તેઓને બચાવવા નહિ.* પુરુષ હોય કે સ્ત્રી, ધાવણું છોકરું હોય કે બાળક, બળદ હોય કે ઘેટું, ઊંટ હોય કે ગધેડું, એ બધાંને તમારે મારી નાખવાં.’”+ ૪ શાઉલે પોતાના માણસોને ભેગા કર્યા અને ટલાઈમમાં તેઓની ગણતરી કરી. ત્યાં ૨,૦૦,૦૦૦ પાયદળ સૈનિકો અને યહૂદાના ૧૦,૦૦૦ માણસો હતા.+

૫ શાઉલ અને તેનું સૈન્ય અમાલેકીઓના શહેર પાસે જઈને ખીણ નજીક સંતાઈ ગયા. ૬ પછી શાઉલે કેનીઓને કહ્યું:+ “જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા હતા, ત્યારે તમે તેઓ પર કૃપા* બતાવી હતી.+ એટલે તમે અમાલેકીઓ વચ્ચેથી નીકળી જાઓ. એવું ન થાય કે તેઓ સાથે હું તમારો પણ સફાયો કરી નાખું.”+ એ સાંભળીને કેનીઓ અમાલેકીઓ વચ્ચેથી નીકળી ગયા. ૭ પછી શાઉલે હવીલાહથી+ લઈને ઇજિપ્ત પાસે આવેલા શૂર+ સુધી અમાલેકીઓને મારી નાખ્યા.+ ૮ શાઉલે અમાલેકીઓના રાજા અગાગને+ જીવતો પકડ્યો, પણ બીજા બધા લોકોનો તલવારથી વિનાશ કર્યો.+ ૯ શાઉલ અને તેના માણસોએ અગાગને મારી નાખ્યો નહિ.* તેઓએ ઘેટાં-બકરાં, ઢોરઢાંક, તાજાં-માજાં પશુઓ અને જે કંઈ સારું હતું એ બધું રહેવાં દીધું.+ તેઓ એ બધાંનો નાશ કરવા ચાહતા ન હતા. પણ નકામી અને નાખી દેવાની દરેક ચીજવસ્તુઓનો તેઓએ વિનાશ કર્યો.

૧૦ પછી યહોવાએ શમુએલને આ સંદેશો આપ્યો: ૧૧ “શાઉલને રાજા બનાવીને મને ઘણું દુઃખ* થાય છે. તેણે મને છોડી દીધો છે અને તેણે મારું કહેવું માન્યું નથી.”+ શમુએલ ખૂબ દુઃખી થઈ ગયો અને તેણે આખી રાત યહોવાને કાલાવાલા કર્યા.+ ૧૨ શમુએલ સવારે વહેલો ઊઠીને શાઉલને મળવા ગયો. પણ શમુએલને કહેવામાં આવ્યું: “શાઉલ કાર્મેલ ગયો હતો+ અને ત્યાં તેણે પોતાને માટે સ્તંભ ઊભો કર્યો.+ પછી તે ત્યાંથી ગિલ્ગાલ ગયો.” ૧૩ શમુએલ આખરે શાઉલ પાસે આવી પહોંચ્યો. શાઉલે તેને કહ્યું: “યહોવા તમને આશીર્વાદ આપો. મેં યહોવાના કહેવા પ્રમાણે બધું કર્યું છે.” ૧૪ શમુએલે કહ્યું: “તો પછી ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનો અવાજ કેમ મારા કાને પડે છે?”+ ૧૫ શાઉલે કહ્યું: “એ બધું અમાલેકીઓ પાસેથી લાવ્યા છીએ. તમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવવા લોકો સારામાં સારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંક બચાવી લાવ્યાં છે. પણ બીજાં બધાંનો અમે પૂરેપૂરો વિનાશ કર્યો છે.” ૧૬ એ સાંભળીને શમુએલે શાઉલને કહ્યું: “બહુ થયું! યહોવાએ કાલે રાતે મને જે કહ્યું એ સાંભળો.”+ શાઉલે કહ્યું: “બોલો.”

૧૭ શમુએલે કહ્યું: “જ્યારે તમને ઇઝરાયેલનાં કુળોના આગેવાન બનાવવામાં આવ્યા અને જ્યારે યહોવાએ તમને ઇઝરાયેલ પર રાજા બનાવ્યા,+ ત્યારે શું તમે પોતાને સાવ મામૂલી ગણતા ન હતા?+ ૧૮ પછી યહોવાએ તમને એક કામ સોંપીને કહ્યું: ‘જા, પાપી અમાલેકીઓનો વિનાશ કર!+ તેઓનો પૂરેપૂરો વિનાશ ન થાય, ત્યાં સુધી તેઓ સામે લડાઈ કર.’+ ૧૯ તો પછી તમે યહોવાની આજ્ઞા કેમ ન પાળી? તમે તો લોભ કરીને લૂંટ પર તૂટી પડ્યા+ અને યહોવાની નજરે જે ખરાબ હતું એ કર્યું.”

૨૦ શાઉલે કહ્યું: “પણ મેં તો યહોવાની આજ્ઞા પાળી છે. યહોવાએ મને જે કામ સોંપ્યું હતું, એ જ કરવા હું ગયો હતો. હું અમાલેકીઓના રાજા અગાગને પકડી લાવ્યો અને મેં અમાલેકીઓનો નાશ કર્યો.+ ૨૧ પણ લોકોએ વિનાશને લાયક વસ્તુઓમાંથી સૌથી સારાં ઘેટાં અને ઢોરઢાંક લઈ લીધાં, જેથી ગિલ્ગાલમાં તમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવી શકે.”+

૨૨ શમુએલે કહ્યું: “શું યહોવાને અગ્‍નિ-અર્પણો અને બલિદાનો* ગમે છે+ કે યહોવાની આજ્ઞાઓ પાળીએ એ ગમે છે? બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે+ અને ઘેટાંની ચરબી+ ચઢાવવા કરતાં તેમની વાત માનવી વધારે મહત્ત્વનું છે. ૨૩ ઈશ્વર સામે બંડ કરવું,+ એ તો જોષ જોવાનું પાપ કરવા બરાબર છે.+ ઘમંડી બનવું એ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા* કરવા બરાબર છે. તમે યહોવાની આજ્ઞા નકારી છે,+ એટલે તેમણે પણ તમને રાજા તરીકે નકારી દીધા છે.”+

૨૪ શાઉલે શમુએલને કહ્યું: “મેં પાપ કર્યું છે. યહોવાની આજ્ઞા અને તમારા હુકમો મેં સાંભળ્યાં નથી. હું માણસોથી ડરી ગયો અને મેં તેઓના કહેવા પ્રમાણે કર્યું. ૨૫ હવે મહેરબાની કરીને મારું પાપ માફ કરો. મારી સાથે ચાલો, જેથી હું યહોવાની ભક્તિ કરી શકું.”+ ૨૬ શમુએલે તેને કહ્યું: “હું તમારી સાથે નહિ આવું. તમે યહોવાની આજ્ઞા નકારી છે, એટલે યહોવાએ પણ તમારો નકાર કર્યો છે. ઇઝરાયેલ પર તમારું રાજ લાંબું નહિ ટકે.”+ ૨૭ શમુએલ પાછો જવા ફર્યો ત્યારે, શાઉલે તેના ઝભ્ભાની* કોર પકડી લીધી અને એ ફાટી ગઈ. ૨૮ શમુએલે તેને કહ્યું: “આવી જ રીતે યહોવાએ તમારી પાસેથી આજે ઇઝરાયેલનું રાજ લઈ લીધું છે. તે બીજા કોઈને એ રાજ આપશે, જે તમારા કરતાં સારો છે.+ ૨૯ ઇઝરાયેલના મહિમાવંત ઈશ્વર+ ક્યારેય ખોટા પડતા નથી+ કે પોતાનું મન બદલતા નથી.* તે કંઈ મનુષ્ય જેવા નથી કે પોતાનું મન બદલ્યા કરે.”*+

૩૦ એ સાંભળીને શાઉલે કહ્યું: “મેં પાપ કર્યું છે. પણ મારા લોકોના વડીલો સામે અને ઇઝરાયેલીઓ સામે મારું માન રાખો. મારી સાથે ચાલો, જેથી હું તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરું.”+ ૩૧ તેથી શમુએલ શાઉલની સાથે ગયો અને શાઉલે યહોવાની ભક્તિ કરી. ૩૨ ત્યાર બાદ શમુએલે કહ્યું: “અમાલેકીઓના રાજા અગાગને મારી પાસે લાવો.” અગાગ અચકાતો અચકાતો* શમુએલ પાસે ગયો. તેણે તો વિચાર્યું હતું કે ‘મરણનું જોખમ ટળી ગયું છે.’ ૩૩ પણ શમુએલે કહ્યું: “જેમ તારી તલવારે સ્ત્રીઓને બાળકો વગરની કરી દીધી, તેમ તારી મા પણ બાળક વગરની થશે.” એમ કહીને શમુએલે ગિલ્ગાલમાં યહોવા આગળ તલવારથી અગાગના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+

૩૪ પછી શમુએલ રામા ગયો અને શાઉલ પોતાના ઘરે ગિબયાહ ગયો. ૩૫ શમુએલ જીવ્યો ત્યાં સુધી તેણે શાઉલનું મોં જોયું નહિ. તે શાઉલને લીધે શોક મનાવતો રહ્યો.+ શાઉલને ઇઝરાયેલનો રાજા બનાવવાને લીધે યહોવાને દુઃખ થયું.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો