ગીતશાસ્ત્ર
હે યહોવાના ભક્તો, સ્તુતિ કરો.
યહોવાના નામની સ્તુતિ કરો.
૪ બધી પ્રજાઓમાં યહોવા સૌથી મહાન છે.+
તેમનું ગૌરવ તો આકાશો કરતાં પણ ઊંચું છે.+
૫ યહોવા આપણા ઈશ્વર જેવું બીજું કોણ છે?+
તે તો ઉપર ઊંચાણમાં રહે છે.*
૬ તે નીચા નમીને આકાશ અને પૃથ્વીને જુએ છે.+
૭ તે દીન-દુખિયાને ધૂળમાંથી ઉઠાવે છે.
તે ગરીબને ઉકરડામાંથી* ઉપાડે છે,+
૮ જેથી તેને રાજવીઓ સાથે બેસાડે,
હા, ઈશ્વરના લોકોના રાજવીઓ સાથે બેસાડે.
યાહનો જયજયકાર કરો!*