વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • રાજ્યમાં સૌથી મોટું કોણ? (૧-૬)

      • ઠોકર ખવડાવતી બાબતો (૭-૧૧)

      • ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ (૧૨-૧૪)

      • ભાઈને કઈ રીતે જીતી લેવો (૧૫-૨૦)

      • માફ ન કરનાર ચાકરનું ઉદાહરણ (૨૧-૩૫)

માથ્થી ૧૮:૧

એને લગતી કલમો

  • +માર્ક ૯:૩૩-૩૭; લૂક ૯:૪૬-૪૮; ૨૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૧, પાન ૨૧

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮-૧૪૯

    ચોકીબુરજ,

    ૯/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૩

એને લગતી કલમો

  • +માથ ૧૯:૧૪; ૧પિ ૨:૨
  • +લૂક ૧૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૧, પાન ૨૧

    ઈસુ—માર્ગ, પાન ૧૪૯

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૯/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૪

એને લગતી કલમો

  • +ની ૧૫:૩૩; માથ ૨૦:૨૬; ૨૩:૧૨; લૂક ૯:૪૮; ૧૪:૧૧; ૨૨:૨૬; યાકૂ ૪:૧૦; ૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૯

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૯/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ગધેડું ફેરવે એ પથ્થર.”

એને લગતી કલમો

  • +માર્ક ૯:૪૨; લૂક ૧૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૮

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૩૧

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૮

માથ્થી ૧૮:૮

એને લગતી કલમો

  • +કોલ ૩:૫
  • +માથ ૨૫:૪૧; માર્ક ૯:૪૩-૪૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૮

    ઈસુ—માર્ગ, પાન ૧૫૦

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૫:૨૨, ૨૯; માર્ક ૯:૪૭; રોમ ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૮

    ઈસુ—માર્ગ, પાન ૧૫૦

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૧૦

એને લગતી કલમો

  • +લૂક ૧:૧૯; હિબ્રૂ ૧:૭, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૧૮, પાન ૧

માથ્થી ૧૮:૧૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

માથ્થી ૧૮:૧૨

એને લગતી કલમો

  • +૧પિ ૨:૨૫
  • +લૂક ૧૫:૩-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૧૯-૨૦

માથ્થી ૧૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તમારા.”

એને લગતી કલમો

  • +૨પિ ૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૫, પાન ૮

માથ્થી ૧૮:૧૫

ફૂટનોટ

  • *

    એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

  • *

    મૂળ, “તેને ઠપકો આપ.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૭; ની ૨૫:૮, ૯; લૂક ૧૭:૩
  • +યાકૂ ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૩૬-૧૩૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૧૮

    ૫/૨૦૧૬, પાન ૬-૭

    સજાગ બનો!,

    ૭/૨૦૧૨, પાન ૧૦-૧૧

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૯, પાન ૧૭-૨૦

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મોંથી.”

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૫; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૩૬-૧૩૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૬-૭

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

માથ્થી ૧૮:૧૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, આ મંડળના આગેવાનો સાથે વાત કરવાને બતાવે છે. પુન ૧૯:૧૬, ૧૭ સરખાવો.

  • *

    દેખીતું છે, આ બિનયહૂદીની વાત કરે છે, જે સાચા ઈશ્વરમાં માનતો નથી.

એને લગતી કલમો

  • +યોહ ૧૮:૨૮; પ્રેકા ૧૦:૨૮; ૧૧:૨, ૩
  • +રોમ ૧૬:૧૭; ૧કો ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૩૬, ૧૩૭-૧૩૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૬-૭

    ઈસુ—માર્ગ, પાન ૧૫૧

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૧૪-૧૫

    ૧૦/૧૫/૧૯૯૯, પાન ૧૮-૧૯, ૨૧-૨૨

    ૨/૧/૧૯૯૨, પાન ૧૬

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૫૧

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૬, પાન ૨૮

    ૧૦/૧/૧૯૯૨, પાન ૧૪

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૧૯

એને લગતી કલમો

  • +માર્ક ૧૧:૨૪; યોહ ૧૪:૧૩; ૧૬:૨૩, ૨૪; ૧યો ૩:૨૨; ૫:૧૪

માથ્થી ૧૮:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૫:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૫૧

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૨૮-૨૯

    ૩/૧/૧૯૯૮, પાન ૧૪

    ૧૦/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૫૨

    પગલે ચાલો, પાન ૧૯૬-૧૯૮

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૫

    ૧૦/૧/૧૯૯૪, પાન ૨૪

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “સિત્તેર ગુણ્યા સાત વાર.”

એને લગતી કલમો

  • +માથ ૬:૧૨; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૪; એફે ૪:૩૨; કોલ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૫૨

    પગલે ચાલો, પાન ૧૯૬-૧૯૮

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૫, ૨૦

    ૧૦/૧/૧૯૯૪, પાન ૨૪

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૨૪

ફૂટનોટ

  • *

    ચાંદીના ૧૦,૦૦૦ તાલંત ૬ કરોડ દીનાર બરાબર હતા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૯૯

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૪, પાન ૨૪

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૭; લેવી ૨૫:૩૯; ૨રા ૪:૧; નહે ૫:૮

માથ્થી ૧૮:૨૭

એને લગતી કલમો

  • +૧યો ૧:૯

માથ્થી ૧૮:૨૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૮:૩૩

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; માથ ૬:૧૨; ૭:૧૨; યાકૂ ૨:૧૩

માથ્થી ૧૮:૩૫

એને લગતી કલમો

  • +માથ ૬:૧૪; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૩; રોમ ૨:૬; એફે ૪:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૫૩

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૧, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૮:૧માર્ક ૯:૩૩-૩૭; લૂક ૯:૪૬-૪૮; ૨૨:૨૪
માથ. ૧૮:૩માથ ૧૯:૧૪; ૧પિ ૨:૨
માથ. ૧૮:૩લૂક ૧૮:૧૭
માથ. ૧૮:૪ની ૧૫:૩૩; માથ ૨૦:૨૬; ૨૩:૧૨; લૂક ૯:૪૮; ૧૪:૧૧; ૨૨:૨૬; યાકૂ ૪:૧૦; ૧પિ ૫:૫
માથ. ૧૮:૬માર્ક ૯:૪૨; લૂક ૧૭:૧, ૨
માથ. ૧૮:૮કોલ ૩:૫
માથ. ૧૮:૮માથ ૨૫:૪૧; માર્ક ૯:૪૩-૪૮
માથ. ૧૮:૯માથ ૫:૨૨, ૨૯; માર્ક ૯:૪૭; રોમ ૮:૧૩
માથ. ૧૮:૧૦લૂક ૧:૧૯; હિબ્રૂ ૧:૭, ૧૪
માથ. ૧૮:૧૨૧પિ ૨:૨૫
માથ. ૧૮:૧૨લૂક ૧૫:૩-૭
માથ. ૧૮:૧૪૨પિ ૩:૯
માથ. ૧૮:૧૫લેવી ૧૯:૧૭; ની ૨૫:૮, ૯; લૂક ૧૭:૩
માથ. ૧૮:૧૫યાકૂ ૫:૨૦
માથ. ૧૮:૧૬પુન ૧૯:૧૫; ૨કો ૧૩:૧; ૧તિ ૫:૧૯
માથ. ૧૮:૧૭યોહ ૧૮:૨૮; પ્રેકા ૧૦:૨૮; ૧૧:૨, ૩
માથ. ૧૮:૧૭રોમ ૧૬:૧૭; ૧કો ૫:૧૧
માથ. ૧૮:૧૯માર્ક ૧૧:૨૪; યોહ ૧૪:૧૩; ૧૬:૨૩, ૨૪; ૧યો ૩:૨૨; ૫:૧૪
માથ. ૧૮:૨૦૧કો ૫:૪, ૫
માથ. ૧૮:૨૨માથ ૬:૧૨; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૪; એફે ૪:૩૨; કોલ ૩:૧૩
માથ. ૧૮:૨૫નિર્ગ ૨૧:૭; લેવી ૨૫:૩૯; ૨રા ૪:૧; નહે ૫:૮
માથ. ૧૮:૨૭૧યો ૧:૯
માથ. ૧૮:૩૩યશા ૫૫:૭; માથ ૬:૧૨; ૭:૧૨; યાકૂ ૨:૧૩
માથ. ૧૮:૩૫માથ ૬:૧૪; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૩; રોમ ૨:૬; એફે ૪:૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૮:૧-૩૫

માથ્થી

૧૮ એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું: “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”+ ૨ એટલે ઈસુએ એક બાળકને બોલાવીને તેઓની વચ્ચે ઊભું રાખ્યું. ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+ ૪ એટલે જે કોઈ પોતાને આ બાળકની જેમ નમ્ર બનાવશે, એ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.+ ૫ જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે, એ મારો પણ સ્વીકાર કરે છે. ૬ પણ જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થાય કે તેને ગળે ઘંટીનો પથ્થર* લટકાવીને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે.+

૭ “દુનિયાના લોકોને અફસોસ કે તેઓ બીજાને ઠોકર ખવડાવે છે. ખરું કે બીજાને ઠોકર ખવડાવનારા તો આવશે જ, પણ એવા માણસોને અફસોસ! ૮ જો તારો હાથ કે પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે.+ બંને હાથ અને બંને પગ સાથે હંમેશ માટેની આગમાં નંખાવા કરતાં, લૂલા કે લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૯ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બે આંખ સાથે ગેહેન્‍નાની* આગમાં નંખાવા કરતાં, એક આંખ સાથે જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૧૦ ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને પણ તમે ધિક્કારો નહિ. હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા સ્વર્ગમાંના પિતા આગળ ઊભા રહે છે.+ ૧૧ *—

૧૨ “તમને શું લાગે છે? જો કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં હોય અને એમાંનું એક ખોવાઈ જાય,+ તો શું તે ૯૯ને પહાડો પર મૂકીને ખોવાયેલું એક ઘેટું શોધવા નહિ જાય?+ ૧૩ જો તેને એ પાછું મળે, તો હું તમને સાચે જ કહું છું કે જે ૯૯ ઘેટાં નથી ખોવાયાં, તેઓનાં કરતાં તે આ એકને લીધે વધારે ખુશ થશે. ૧૪ એવી જ રીતે, મારા* સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.+

૧૫ “જો તારો ભાઈ* તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ.*+ જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે.+ ૧૬ પણ જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થઈ શકે.+ ૧૭ તે તેઓનું પણ ન સાંભળે તો મંડળને* વાત કર. જો તે મંડળનું પણ ન સાંભળે, તો તેને દુનિયાના માણસ*+ જેવો અને કર ઉઘરાવનાર જેવો ગણવો.+

૧૮ “હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જે કંઈ બાંધશો, એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તમે પૃથ્વી પર જે કંઈ છોડશો, એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે. ૧૯ ફરીથી હું તમને કહું છું: પૃથ્વી પર તમારામાંના બે જણ કોઈ મહત્ત્વની વાત પર એકમનના થઈને વિનંતી કરે તો સ્વર્ગમાંના મારા પિતા એ પૂરી કરશે.+ ૨૦ જ્યાં પણ મારા નામમાં બે કે ત્રણ જણ ભેગા થાય છે,+ ત્યાં હું તેઓની વચમાં છું.”

૨૧ પછી પિતરે આવીને તેમને કહ્યું: “માલિક, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કર્યા કરે તો હું તેને કેટલી વાર માફ કરું? સાત વાર?” ૨૨ ઈસુએ તેને કહ્યું, “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ ૭૭ વાર.*+

૨૩ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જે પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. ૨૪ જ્યારે તે હિસાબ લેવા બેઠો, ત્યારે એક માણસને તેની સામે લાવવામાં આવ્યો, જેણે ૧૦,૦૦૦ તાલંત* ઉધાર લીધા હતા. ૨૫ એ દેવું તે કોઈ પણ રીતે ચૂકવી શકે એમ ન હતો. એટલે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવાનો તેના માલિકે હુકમ કર્યો.+ ૨૬ તેથી ચાકર માલિકને પગે પડ્યો અને કહેવા લાગ્યો, ‘ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૨૭ એ જોઈને માલિકને દયા આવી અને તેણે ચાકરને જવા દીધો. તેણે તેનું બધું દેવું માફ કર્યું.+ ૨૮ પણ એ ચાકર બહાર નીકળ્યો અને તેના એક સાથી ચાકરને શોધી કાઢ્યો. તેણે તેની પાસેથી ૧૦૦ દીનાર* ઉછીના લીધા હતા. તેણે તેને પકડ્યો અને તેનું ગળું દબાવતા કહ્યું, ‘બધું દેવું મને ચૂકવી દે.’ ૨૯ દેવાદાર ચાકર તેને પગે પડ્યો અને કાલાવાલા કરીને કહેવા લાગ્યો, ‘ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૩૦ પણ તે જરાય સાંભળવા તૈયાર ન હતો. ચાકર બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી તેણે તેને કેદમાં નંખાવ્યો. ૩૧ બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા. જે કંઈ બન્યું હતું એ બધું તેઓએ જઈને પોતાના માલિકને કહ્યું. ૩૨ પછી તેના માલિકે તેને બોલાવ્યો અને કહ્યું: ‘દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. ૩૩ મેં તને દયા બતાવી તેમ, શું તારી પણ ફરજ ન હતી કે તું તારા સાથી ચાકરને દયા બતાવે?’+ ૩૪ એમ કહીને તેનો માલિક બહુ જ ક્રોધે ભરાયો. એ ચાકર બધું જ દેવું ચૂકવી ન દે ત્યાં સુધી તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. ૩૫ જો તમે તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો