વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • મોઆબમાં ઇઝરાયેલીઓ સાથે કરાર (૧-૧૩)

      • આજ્ઞા ન તોડવાની ચેતવણી (૧૪-૨૯)

        • રહસ્યો અને પ્રગટ થયેલી વાતો (૨૯)

પુનર્નિયમ ૨૯:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૮

પુનર્નિયમ ૨૯:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૪; યહો ૨૪:૫

પુનર્નિયમ ૨૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “તે તેઓ પર આફત લાવ્યા.”

એને લગતી કલમો

  • +પુન ૪:૩૪; નહે ૯:૧૦

પુનર્નિયમ ૨૯:૪

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૮

પુનર્નિયમ ૨૯:૫

એને લગતી કલમો

  • +પુન ૧:૩; ૮:૨
  • +પુન ૮:૪; નહે ૯:૨૧; માથ ૬:૩૧

પુનર્નિયમ ૨૯:૭

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૬
  • +ગણ ૨૧:૩૩
  • +ગી ૧૩૫:૧૦, ૧૧

પુનર્નિયમ ૨૯:૮

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩; પુન ૩:૧૨, ૧૩

પુનર્નિયમ ૨૯:૯

એને લગતી કલમો

  • +પુન ૪:૬; ૮:૧૮; યહો ૧:૭, ૮; ૧રા ૨:૩; ગી ૧૦૩:૧૭, ૧૮; લૂક ૧૧:૨૮

પુનર્નિયમ ૨૯:૧૧

એને લગતી કલમો

  • +નહે ૮:૨
  • +નિર્ગ ૧૨:૩૮

પુનર્નિયમ ૨૯:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧:૩; ૨૯:૧

પુનર્નિયમ ૨૯:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; પુન ૭:૬; ૨૮:૯
  • +નિર્ગ ૬:૭; ૨૯:૪૫
  • +ઉત ૧૭:૧, ૭; ૨૨:૧૬, ૧૭
  • +ઉત ૨૬:૩
  • +ઉત ૨૮:૧૩

પુનર્નિયમ ૨૯:૧૪

ફૂટનોટ

  • *

    એટલે કે, મૂસા, જેના દ્વારા યહોવાએ એ કરાર કર્યો.

પુનર્નિયમ ૨૯:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “જેઓ આજે આપણી સાથે નથી તેઓ.”

પુનર્નિયમ ૨૯:૧૬

એને લગતી કલમો

  • +પુન ૨:૪

પુનર્નિયમ ૨૯:૧૭

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૧, ૨

પુનર્નિયમ ૨૯:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૧:૧૬; હિબ્રૂ ૩:૧૨
  • +હિબ્રૂ ૧૨:૧૫

પુનર્નિયમ ૨૯:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “સૂકાની સાથે લીલાનો.”

પુનર્નિયમ ૨૯:૨૦

એને લગતી કલમો

  • +યહો ૨૪:૧૯
  • +પુન ૨૭:૨૬; ૨૮:૧૫

પુનર્નિયમ ૨૯:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૪; યહૂ ૭
  • +ઉત ૧૦:૧૯; ૧૪:૨

પુનર્નિયમ ૨૯:૨૪

એને લગતી કલમો

  • +૧રા ૯:૮, ૯; ૨કા ૭:૨૧, ૨૨; યર્મિ ૨૨:૮, ૯

પુનર્નિયમ ૨૯:૨૫

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૦
  • +યર્મિ ૩૧:૩૨

પુનર્નિયમ ૨૯:૨૬

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૨

પુનર્નિયમ ૨૯:૨૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧૬; પુન ૨૭:૨૬

પુનર્નિયમ ૨૯:૨૮

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૫, ૬૩; ૧રા ૧૪:૧૫; ૨રા ૧૭:૧૮; લૂક ૨૧:૨૪
  • +એઝ ૯:૭; દા ૯:૭

પુનર્નિયમ ૨૯:૨૯

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૩૩
  • +ગી ૭૮:૫; સભા ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૨૯:૧નિર્ગ ૨૪:૮
પુન. ૨૯:૨નિર્ગ ૧૯:૪; યહો ૨૪:૫
પુન. ૨૯:૩પુન ૪:૩૪; નહે ૯:૧૦
પુન. ૨૯:૪રોમ ૧૧:૮
પુન. ૨૯:૫પુન ૧:૩; ૮:૨
પુન. ૨૯:૫પુન ૮:૪; નહે ૯:૨૧; માથ ૬:૩૧
પુન. ૨૯:૭ગણ ૨૧:૨૬
પુન. ૨૯:૭ગણ ૨૧:૩૩
પુન. ૨૯:૭ગી ૧૩૫:૧૦, ૧૧
પુન. ૨૯:૮ગણ ૩૨:૩૩; પુન ૩:૧૨, ૧૩
પુન. ૨૯:૯પુન ૪:૬; ૮:૧૮; યહો ૧:૭, ૮; ૧રા ૨:૩; ગી ૧૦૩:૧૭, ૧૮; લૂક ૧૧:૨૮
પુન. ૨૯:૧૧નહે ૮:૨
પુન. ૨૯:૧૧નિર્ગ ૧૨:૩૮
પુન. ૨૯:૧૨પુન ૧:૩; ૨૯:૧
પુન. ૨૯:૧૩નિર્ગ ૧૯:૫; પુન ૭:૬; ૨૮:૯
પુન. ૨૯:૧૩નિર્ગ ૬:૭; ૨૯:૪૫
પુન. ૨૯:૧૩ઉત ૧૭:૧, ૭; ૨૨:૧૬, ૧૭
પુન. ૨૯:૧૩ઉત ૨૬:૩
પુન. ૨૯:૧૩ઉત ૨૮:૧૩
પુન. ૨૯:૧૬પુન ૨:૪
પુન. ૨૯:૧૭ગણ ૨૫:૧, ૨
પુન. ૨૯:૧૮પુન ૧૧:૧૬; હિબ્રૂ ૩:૧૨
પુન. ૨૯:૧૮હિબ્રૂ ૧૨:૧૫
પુન. ૨૯:૨૦યહો ૨૪:૧૯
પુન. ૨૯:૨૦પુન ૨૭:૨૬; ૨૮:૧૫
પુન. ૨૯:૨૩ઉત ૧૯:૨૪; યહૂ ૭
પુન. ૨૯:૨૩ઉત ૧૦:૧૯; ૧૪:૨
પુન. ૨૯:૨૪૧રા ૯:૮, ૯; ૨કા ૭:૨૧, ૨૨; યર્મિ ૨૨:૮, ૯
પુન. ૨૯:૨૫૧રા ૧૯:૧૦
પુન. ૨૯:૨૫યર્મિ ૩૧:૩૨
પુન. ૨૯:૨૬ન્યા ૨:૧૨
પુન. ૨૯:૨૭લેવી ૨૬:૧૬; પુન ૨૭:૨૬
પુન. ૨૯:૨૮પુન ૨૮:૪૫, ૬૩; ૧રા ૧૪:૧૫; ૨રા ૧૭:૧૮; લૂક ૨૧:૨૪
પુન. ૨૯:૨૮એઝ ૯:૭; દા ૯:૭
પુન. ૨૯:૨૯રોમ ૧૧:૩૩
પુન. ૨૯:૨૯ગી ૭૮:૫; સભા ૧૨:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૨૯:૧-૨૯

પુનર્નિયમ

૨૯ યહોવાએ હોરેબમાં ઇઝરાયેલીઓ સાથે એક કરાર કર્યો હતો. એ ઉપરાંત, મોઆબ દેશમાં પણ તેઓ સાથે એક કરાર કરવાની તેમણે મૂસાને આજ્ઞા આપી હતી.+ મોઆબમાં કરેલો કરાર આ પ્રમાણે છે.

૨ મૂસાએ બધા ઇઝરાયેલીઓને ભેગા કરીને કહ્યું: “યહોવાએ ઇજિપ્તમાં એના રાજા, તેના ચાકરો અને આખા દેશના જે હાલ કર્યા, એ તમે નજરોનજર જોયું છે.+ ૩ તમે પોતાની આંખે જોયું છે કે તેમણે તેઓને આકરામાં આકરી સજા કરી* અને તેમણે મોટી મોટી નિશાનીઓ બતાવી અને અદ્‍ભુત ચમત્કારો કર્યા.+ ૪ પણ યહોવાએ આજ સુધી તમને એવું હૃદય આપ્યું નથી જે સમજે, એવી આંખો આપી નથી જે જુએ અને એવા કાન આપ્યા નથી જે સાંભળે.+ ૫ તેમણે કહ્યું, ‘મેં તમને ૪૦ વર્ષ સુધી વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ છતાં તમે પહેરેલાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ કે તમારાં ચંપલ તૂટી ગયાં નહિ.+ ૬ તમારી પાસે ખાવાને રોટલી ન હતી અને પીવાને દ્રાક્ષદારૂ કે શરાબ ન હતો, તોપણ મેં તમારી સંભાળ રાખી, જેથી તમે જાણો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’ ૭ જ્યારે તમે આ જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે હેશ્બોનનો રાજા સીહોન+ અને બાશાનનો રાજા ઓગ+ આપણી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા. પણ આપણે તેઓને હરાવી દીધા.+ ૮ આપણે તેઓનો દેશ કબજે કરી લીધો અને રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શીઓના અડધા કુળને એ વારસા તરીકે આપી દીધો.+ ૯ તમે આ કરારનો એકેએક શબ્દ પાળો અને એને અમલમાં મૂકો, જેથી તમે તમારાં સર્વ કામોમાં સફળ થાઓ.+

૧૦ “આજે તમે લોકો તમારા ઈશ્વર યહોવાની આગળ ઊભા છો, હા તમે, તમારાં કુળોના વડા, તમારા વડીલો, તમારા અધિકારીઓ, ઇઝરાયેલના બધા પુરુષો, ૧૧ તમારાં બાળકો, તમારી પત્નીઓ+ તેમજ તમારા માટે લાકડાં ભેગા કરનાર અને પાણી ભરનાર પરદેશીઓ,+ જેઓ તમારી છાવણીમાં રહે છે. ૧૨ તમે તમારા ઈશ્વર યહોવા સાથે કરારમાં જોડાઈ શકો એ માટે તમે અહીંયા છો. તમારા ઈશ્વર યહોવા આજે સમ ખાઈને આ કરાર તમારી સાથે કરી રહ્યા છે,+ ૧૩ જેથી તે તમને પોતાના લોકો બનાવે+ અને તે તમારા ઈશ્વર બને.+ એ વિશે તેમણે તમને વચન આપ્યું હતું અને તમારા બાપદાદા ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને યાકૂબ+ આગળ સમ ખાધા હતા.

૧૪ “હું* સમ ખાઈને આ કરાર ફક્ત તમારી સાથે જ નહિ, ૧૫ પણ આજે જેઓ આપણી જોડે આપણા ઈશ્વર યહોવા આગળ ઊભા છે, તેઓ સાથે અને આવનાર પેઢી* સાથે પણ કરું છું. ૧૬ (કેમ કે તમે સારી રીતે જાણો છો કે આપણે ઇજિપ્તમાં કેવી હાલતમાં જીવતા હતા અને મુસાફરી દરમિયાન આપણે કેવી કેવી પ્રજાઓમાંથી પસાર થયા હતા.+ ૧૭ તમે તેઓની ધિક્કારપાત્ર વસ્તુઓ, એટલે કે, લાકડાં, પથ્થર, સોના અને ચાંદીની ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ જોઈ હતી.) ૧૮ ધ્યાન રાખજો, આજે તમારી વચ્ચે એવો કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે કુળ ન હોય, જેનું હૃદય આપણા ઈશ્વર યહોવાથી ફંટાઈને આ પ્રજાઓના દેવો તરફ ફરે અને તેઓની સેવા કરવા લાગે.+ તે એવા મૂળ જેવો છે, જે વધીને ઝેરી ફળ અને કડવા છોડ* પેદા કરે છે.+

૧૯ “જો કોઈ માણસ આ સમ વિશે સાંભળ્યા પછી પણ પોતાના દિલમાં બડાઈ હાંકે અને કહે, ‘હું મન ફાવે એમ વર્તીશ, મને કંઈ નહિ થાય’ અને એમ વિચારીને તેના માર્ગમાં જે કંઈ આવે એનો* નાશ કરી નાખે, ૨૦ તો યહોવા તેને માફ નહિ કરે.+ યહોવાનો ભારે કોપ તેના પર સળગી ઊઠશે અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ તેના પર ઊતરી આવશે.+ યહોવા તેનું નામ પૃથ્વી પરથી ભૂંસી નાખશે. ૨૧ યહોવા તેને ઇઝરાયેલનાં બીજાં બધાં કુળોથી અલગ કરશે અને નિયમના પુસ્તકમાં લખેલા કરારના બધા શ્રાપ પ્રમાણે તેના પર આફતો લાવશે.

૨૨ “તમારા દીકરાઓની આવનાર પેઢીઓ અને દૂર દેશથી આવતા પરદેશીઓ પણ જોશે કે યહોવા તમારા દેશ પર કેવી ભયાનક આફતો લાવ્યા છે. ૨૩ તેમણે ગંધક, મીઠું અને આગ વરસાવીને દેશનો નાશ કરી દીધો છે અને એને વાવણી કે કાપણીને લાયક રાખ્યો નથી, અરે ત્યાં ઘાસ પણ ઊગતું નથી. આખા દેશને સદોમ અને ગમોરાહ,+ આદમાહ અને સબોઇમ+ જેવો કરી દીધો છે, જેઓનો યહોવાએ રોષે ભરાઈને વિનાશ કર્યો હતો. ૨૪ તમારા દીકરાઓ, પરદેશીઓ અને બીજી બધી પ્રજાઓ એ જોઈને બોલી ઊઠશે, ‘યહોવાએ આ દેશની આવી હાલત કેમ કરી?+ તે કેમ આટલા કોપાયમાન થયા?’ ૨૫ પછી તેઓ કહેશે, ‘એવું એટલા માટે થયું, કેમ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો કરાર તોડી નાખ્યો,+ જે કરાર તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી તેમણે તેઓ સાથે કર્યો હતો.+ ૨૬ તેઓ અજાણ્યા દેવોની સેવા કરવા લાગ્યા અને તેઓ આગળ નમવા લાગ્યા, જેઓને ભજવાની ઈશ્વરે મના કરી હતી.+ ૨૭ યહોવાનો ગુસ્સો એ દેશ પર સળગી ઊઠ્યો અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ એ દેશ પર લઈ આવ્યા.+ ૨૮ યહોવાએ ગુસ્સે ભરાઈને, અતિ કોપાયમાન થઈને તેઓને તેઓની જમીનમાંથી ઉખેડી નાખ્યા+ અને બીજા દેશમાં મોકલી દીધા, જ્યાં તેઓ આજે રહે છે.’+

૨૯ “રહસ્યો આપણા ઈશ્વર યહોવાના છે,+ પણ પ્રગટ થયેલી વાતો સદા માટે આપણી અને આપણા વંશજોની છે, જેથી આપણે આ બધા નિયમો પાળી શકીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો