વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • દુશ્મનોથી છોડાવવા માટેની પ્રાર્થના

        • દુશ્મનોને નસાડી મુકાશે (૫)

        • લોકોનાં ટોળાંમાં ઈશ્વરનો જયજયકાર (૧૮)

        • વિના કારણે નફરત કરવામાં આવી (૧૯)

ગીતશાસ્ત્ર ૩૫:૧

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૧૫
  • +ગી ૩:૭

ગીતશાસ્ત્ર ૩૫:૨

ફૂટનોટ

  • *

    એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૩
  • +યશા ૪૨:૧૩

ગીતશાસ્ત્ર ૩૫:૩

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૨૬
  • +યશા ૧૨:૨

ગીતશાસ્ત્ર ૩૫:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૧૮

ગીતશાસ્ત્ર ૩૫:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૯, ૨૦; યશા ૩૭:૩૬

ગીતશાસ્ત્ર ૩૫:૮

એને લગતી કલમો

  • +ગી ૫૭:૬; ૧૪૧:૧૦

ગીતશાસ્ત્ર ૩૫:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૮:૧૭
  • +ગી ૪૦:૧૭; ની ૨૨:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૩૫:૧૧

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧૨; માથ ૨૬:૫૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૩૫:૧૨

એને લગતી કલમો

  • +૧શ ૧૯:૪, ૫; ૨૦:૩૩; યર્મિ ૧૮:૨૦

ગીતશાસ્ત્ર ૩૫:૧૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “દુષ્ટો રોટલીના એક ટુકડા માટે હાંસી ઉડાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૨

ગીતશાસ્ત્ર ૩૫:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “મારું એકમાત્ર,” જે તેના જીવનને બતાવે છે.

એને લગતી કલમો

  • +હબા ૧:૧૩
  • +ગી ૧૪૨:૬
  • +ગી ૨૨:૨૦; ૫૭:૪

ગીતશાસ્ત્ર ૩૫:૧૮

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૨

ગીતશાસ્ત્ર ૩૫:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “આંખ મિચકારવા ન દેતા.” તિરસ્કાર બતાવવા એમ કરવામાં આવતું.

એને લગતી કલમો

  • +ગી ૬૯:૪; યોહ ૧૫:૨૪, ૨૫
  • +ની ૬:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩૫:૨૦

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૩; યર્મિ ૧૧:૧૯; માથ ૨૬:૪

ગીતશાસ્ત્ર ૩૫:૨૨

એને લગતી કલમો

  • +ગી ૨૮:૧
  • +ગી ૧૦:૧; ૭૧:૧૨

ગીતશાસ્ત્ર ૩૫:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૬:૧; ૯૬:૧૩

ગીતશાસ્ત્ર ૩૫:૨૫

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧, ૨

ગીતશાસ્ત્ર ૩૫:૨૭

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧; ૧૪૯:૪

ગીતશાસ્ત્ર ૩૫:૨૮

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૪
  • +ગી ૭૧:૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૫:૧૧શ ૨૪:૧૫
ગીત. ૩૫:૧ગી ૩:૭
ગીત. ૩૫:૨નિર્ગ ૧૫:૩
ગીત. ૩૫:૨યશા ૪૨:૧૩
ગીત. ૩૫:૩૧શ ૨૩:૨૬
ગીત. ૩૫:૩યશા ૧૨:૨
ગીત. ૩૫:૪યર્મિ ૧૭:૧૮
ગીત. ૩૫:૫નિર્ગ ૧૪:૧૯, ૨૦; યશા ૩૭:૩૬
ગીત. ૩૫:૮ગી ૫૭:૬; ૧૪૧:૧૦
ગીત. ૩૫:૧૦ગી ૧૮:૧૭
ગીત. ૩૫:૧૦ગી ૪૦:૧૭; ની ૨૨:૨૨, ૨૩
ગીત. ૩૫:૧૧ગી ૨૭:૧૨; માથ ૨૬:૫૯
ગીત. ૩૫:૧૨૧શ ૧૯:૪, ૫; ૨૦:૩૩; યર્મિ ૧૮:૨૦
ગીત. ૩૫:૧૬ગી ૩૭:૧૨
ગીત. ૩૫:૧૭હબા ૧:૧૩
ગીત. ૩૫:૧૭ગી ૧૪૨:૬
ગીત. ૩૫:૧૭ગી ૨૨:૨૦; ૫૭:૪
ગીત. ૩૫:૧૮ગી ૨૨:૨૨
ગીત. ૩૫:૧૯ગી ૬૯:૪; યોહ ૧૫:૨૪, ૨૫
ગીત. ૩૫:૧૯ની ૬:૧૨, ૧૩
ગીત. ૩૫:૨૦ગી ૩૧:૧૩; યર્મિ ૧૧:૧૯; માથ ૨૬:૪
ગીત. ૩૫:૨૨ગી ૨૮:૧
ગીત. ૩૫:૨૨ગી ૧૦:૧; ૭૧:૧૨
ગીત. ૩૫:૨૪ગી ૨૬:૧; ૯૬:૧૩
ગીત. ૩૫:૨૫ગી ૪૧:૧, ૨
ગીત. ૩૫:૨૭ગી ૮૪:૧૧; ૧૪૯:૪
ગીત. ૩૫:૨૮ગી ૫૧:૧૪
ગીત. ૩૫:૨૮ગી ૭૧:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૫:૧-૨૮

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૩૫ હે યહોવા, મારા વિરોધીઓ સામે મુકદ્દમો લડો,+

જેઓ મારી સામે લડે છે તેઓ સામે લડો.+

 ૨ તમારી નાની ઢાલ* અને મોટી ઢાલ ઉપાડો+

અને મારું રક્ષણ કરવા ઊભા થાઓ.+

 ૩ મારો પીછો કરનારા+ સામે તમારો ભાલો અને તમારી કુહાડી ઉગામો,

મને કહો કે, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”+

 ૪ મારો જીવ લેવા તરસતા લોકો લજવાઓ અને શરમાઓ.+

મારો નાશ કરવાનું કાવતરું ઘડનારાઓ બદનામ થઈને પીછેહઠ કરો.

 ૫ તેઓ પવનમાં ઊડતાં ફોતરાં જેવા થાય.

યહોવાનો દૂત તેઓને નસાડી મૂકે.+

 ૬ તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાય

અને યહોવાનો દૂત તેઓની પાછળ પડે.

 ૭ મેં તેઓનું કંઈ બગાડ્યું નથી છતાં મને ફસાવવા જાળ બિછાવી,

કોઈ કારણ વગર તેઓએ મારા માટે ખાડો ખોદ્યો.

 ૮ તેઓ પર અચાનક આફત આવી પડે,

પોતે બિછાવેલી જાળમાં તેઓ પોતે ફસાય,

તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડે અને નાશ પામે.+

 ૯ પણ હું યહોવાને લીધે આનંદ કરીશ,

તેમણે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે હું ખુશી મનાવીશ.

૧૦ મારું અંતર પોકારી ઊઠશે:

“હે યહોવા, તમારા જેવું બીજું કોણ?

તમે નિરાધારને બળવાનના હાથમાંથી છોડાવો છો,+

લાચાર અને ગરીબને તમે લુટારાઓના પંજામાંથી બચાવો છો.”+

૧૧ મારી વિરુદ્ધ કાવાદાવા કરીને સાક્ષીઓ ઊભા થાય છે,+

મને ખબર નથી એ વિશે મારા પર આરોપ મૂકે છે.

૧૨ તેઓ મારી ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે.+

તેઓના લીધે હું શોકમાં ડૂબી ગયો છું.

૧૩ તેઓ બીમાર હતા ત્યારે મેં કંતાન પહેર્યું,

મેં ઉપવાસ કરીને દુઃખ સહન કર્યું.

જ્યારે મારી પ્રાર્થનાનો જવાબ ન મળ્યો,

૧૪ ત્યારે હું શોક મનાવતા ફર્યો, જાણે મારા દોસ્ત કે ભાઈનું મોત થયું હોય.

કોઈ પોતાની મા માટે વિલાપ કરતું હોય એમ હું શોકથી નમી ગયો.

૧૫ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓએ ભેગા થઈને ખુશી મનાવી.

મારા પર છૂપી રીતે હુમલો કરવા તેઓ એક થયા.

ચૂપ રહેવાને બદલે તેઓએ કડવાં વેણથી મને વીંધી નાખ્યો.

૧૬ દુષ્ટો મારી હાંસી ઉડાવે છે,*

તેઓ મારી સામે પોતાના દાંત કચકચાવે છે.+

૧૭ હે યહોવા, તમે ક્યાં સુધી બધું જોયા કરશો?+

તેઓના હુમલાથી મને બચાવો,+

યુવાન સિંહોથી મારું અનમોલ જીવન* ઉગારો.+

૧૮ મોટા મંડળમાં હું તમારો આભાર માનીશ,+

લોકોનાં ટોળાંમાં હું તમારો જયજયકાર કરીશ.

૧૯ જેઓ વિના કારણે દુશ્મનો બની બેઠા છે, તેઓને મારા પર ખુશી મનાવવા ન દેતા.

જેઓ વિના કારણે મને નફરત કરે છે,+ તેઓને મારી મશ્કરી કરવા ન દેતા.*+

૨૦ તેઓ શાંતિ ફેલાવતી વાતો કરતા નથી,

પણ દેશના શાંતિચાહકો વિરુદ્ધ ચાલાકીથી કાવતરાં રચે છે.+

૨૧ તેઓ ગળું ફાડીને મારા પર આરોપ મૂકે છે

અને કહે છે: “અરે વાહ! અમે સગી આંખે જોઈ લીધું.”

૨૨ હે યહોવા, તમે એ બધું જોયું છે. તમે ચૂપ રહેશો નહિ.+

હે યહોવા, મારાથી દૂર રહેશો નહિ.+

૨૩ જાગો, ઊઠો, મારો બચાવ કરો.

હે મારા ઈશ્વર યહોવા, મારા પક્ષે મુકદ્દમો લડો.

૨૪ હે યહોવા મારા ઈશ્વર, તમારાં ખરાં* ધોરણો પ્રમાણે મારો ન્યાય કરો,+

દુશ્મનોને મારી મજાક ઉડાવવાનો મોકો ન આપો.

૨૫ તેઓ કદી એમ ન વિચારે કે, “વાહ, અમે ધાર્યું હતું એ જ થયું!”

તેઓ કદી એમ ન કહે કે, “અમે તેને ભરખી ગયા છીએ.”+

૨૬ મારા પર આવેલી આફતો જોઈને જેઓ તાળીઓ પાડે છે,

તેઓ બધા શરમાઓ અને લજવાઓ.

જેઓ પોતાને મારાથી ચઢિયાતા ગણે છે, તેઓ શરમાઓ અને બદનામ થાઓ.

૨૭ પણ જેઓ મારી સચ્ચાઈને લીધે હરખાય છે, તેઓ ખુશીનો પોકાર કરે.

તેઓ વારંવાર કહે:

“યહોવા મોટા મનાઓ. તે પોતાના ભક્તોની શાંતિ જોઈને હરખાય છે.”+

૨૮ મારી જીભ તમારો સાચો માર્ગ જણાવશે+

અને આખો દિવસ તમારો જયજયકાર કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો