વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ફટકા મારવા વિશે નિયમ (૧-૩)

      • અનાજ છૂટું પાડતા બળદને મોઢે જાળી ન બાંધવી (૪)

      • પતિના ભાઈ સાથે લગ્‍ન (૫-૧૦)

      • લડાઈમાં અયોગ્ય જગ્યાએ પકડવું (૧૧, ૧૨)

      • અદ્દલ વજનિયાં અને માપ (૧૩-૧૬)

      • અમાલેકીઓનો નાશ કરવો (૧૭-૧૯)

પુનર્નિયમ ૨૫:૧

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૮; ૧૭:૮, ૯; ૧૯:૧૬, ૧૭
  • +નિર્ગ ૨૩:૬; ૨કા ૧૯:૬; ની ૧૭:૧૫; ૩૧:૯

પુનર્નિયમ ૨૫:૨

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૩; ૨૦:૩૦; ૨૬:૩; લૂક ૧૨:૪૮; હિબ્રૂ ૨:૨

પુનર્નિયમ ૨૫:૩

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૨૪

પુનર્નિયમ ૨૫:૪

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૦; ૧કો ૯:૯; ૧તિ ૫:૧૮

પુનર્નિયમ ૨૫:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “દિયરવટું” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૭, ૮; રૂથ ૪:૫; માર્ક ૧૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૩

પુનર્નિયમ ૨૫:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મરણ પામેલા ભાઈનું નામ ધારણ કરે.”

એને લગતી કલમો

  • +ઉત ૩૮:૯; રૂથ ૪:૧૦, ૧૭
  • +ગણ ૨૭:૧, ૪

પુનર્નિયમ ૨૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૫

પુનર્નિયમ ૨૫:૯

એને લગતી કલમો

  • +રૂથ ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૬

પુનર્નિયમ ૨૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “તેના કુટુંબકબીલાનું નામ.” મૂળ, “તેનું નામ.”

પુનર્નિયમ ૨૫:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારી આંખ.”

પુનર્નિયમ ૨૫:૧૩

એને લગતી કલમો

  • +ની ૧૧:૧; ૨૦:૧૦; મીખ ૬:૧૧

પુનર્નિયમ ૨૫:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારા ઘરમાં એક એફાહ અને એક એફાહ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૬

પુનર્નિયમ ૨૫:૧૫

એને લગતી કલમો

  • +પુન ૪:૪૦

પુનર્નિયમ ૨૫:૧૬

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૫

પુનર્નિયમ ૨૫:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૮; ગણ ૨૪:૨૦

પુનર્નિયમ ૨૫:૧૯

એને લગતી કલમો

  • +યહો ૨૨:૪
  • +નિર્ગ ૧૭:૧૪; ૧શ ૧૪:૪૭, ૪૮; ૧૫:૧-૩; ૧કા ૪:૪૨, ૪૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૧૪૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૨૫:૧પુન ૧૬:૧૮; ૧૭:૮, ૯; ૧૯:૧૬, ૧૭
પુન. ૨૫:૧નિર્ગ ૨૩:૬; ૨કા ૧૯:૬; ની ૧૭:૧૫; ૩૧:૯
પુન. ૨૫:૨ની ૧૦:૧૩; ૨૦:૩૦; ૨૬:૩; લૂક ૧૨:૪૮; હિબ્રૂ ૨:૨
પુન. ૨૫:૩૨કો ૧૧:૨૪
પુન. ૨૫:૪ની ૧૨:૧૦; ૧કો ૯:૯; ૧તિ ૫:૧૮
પુન. ૨૫:૫ઉત ૩૮:૭, ૮; રૂથ ૪:૫; માર્ક ૧૨:૧૯
પુન. ૨૫:૬ઉત ૩૮:૯; રૂથ ૪:૧૦, ૧૭
પુન. ૨૫:૬ગણ ૨૭:૧, ૪
પુન. ૨૫:૯રૂથ ૪:૭
પુન. ૨૫:૧૩ની ૧૧:૧; ૨૦:૧૦; મીખ ૬:૧૧
પુન. ૨૫:૧૪લેવી ૧૯:૩૬
પુન. ૨૫:૧૫પુન ૪:૪૦
પુન. ૨૫:૧૬લેવી ૧૯:૩૫
પુન. ૨૫:૧૭નિર્ગ ૧૭:૮; ગણ ૨૪:૨૦
પુન. ૨૫:૧૯યહો ૨૨:૪
પુન. ૨૫:૧૯નિર્ગ ૧૭:૧૪; ૧શ ૧૪:૪૭, ૪૮; ૧૫:૧-૩; ૧કા ૪:૪૨, ૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૨૫:૧-૧૯

પુનર્નિયમ

૨૫ “જો બે માણસો વચ્ચે તકરાર ઊભી થાય, તો તેઓ ન્યાયાધીશો પાસે જાય.+ ન્યાયાધીશો તેઓનો ન્યાય કરે અને નેક માણસને નિર્દોષ અને દુષ્ટ માણસને દોષિત ઠરાવે.+ ૨ જો દુષ્ટ માણસે ફટકાને લાયક ગુનો કર્યો હોય,+ તો ન્યાયાધીશ તેને ઊંધો સુવડાવે અને પોતાના દેખતાં ફટકા મરાવે. તેણે કેવો ગુનો કર્યો છે એને આધારે ફટકાની સંખ્યા નક્કી કરવામાં આવે. ૩ તેને ૪૦ ફટકા સુધી મારી શકાય, પણ એનાથી વધારે નહિ.+ જો તેને વધારે ફટકા મારવામાં આવે, તો બધાના દેખતાં તમારા ભાઈની બદનામી થશે.

૪ “અનાજ છૂટું પાડવા તમે બળદને કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો.+

૫ “જો ભાઈઓ આસપાસમાં રહેતા હોય અને તેઓમાંનો એક મરણ પામે અને તેને દીકરો ન હોય, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર બીજા કોઈ સાથે લગ્‍ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની સાથે લગ્‍ન કરે અને તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવે.*+ ૬ તેનાથી સ્ત્રીને જે પ્રથમ દીકરો જન્મે, તે મરણ પામેલા પતિનો ગણાય,*+ જેથી તેનું નામ ઇઝરાયેલમાંથી ભૂંસાઈ ન જાય.+

૭ “જો કોઈ માણસ પોતાની વિધવા ભાભી સાથે લગ્‍ન કરવા માંગતો ન હોય, તો એ વિધવા શહેરના દરવાજે વડીલો પાસે જાય અને તેઓને કહે, ‘મારા પતિનો ભાઈ મારા પતિનું નામ ઇઝરાયેલમાં કાયમ રાખવા રાજી નથી. તે મારા પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવવા તૈયાર નથી.’ ૮ તેના શહેરના વડીલો તેને બોલાવે અને તેની સાથે વાત કરે. જો તે પોતાની જીદ પર અડી રહે અને કહે, ‘મારે તેની સાથે નથી પરણવું,’ ૯ તો તે વિધવા વડીલોની સામે પોતાના પતિના ભાઈ પાસે જાય, પતિના ભાઈના પગમાંથી ચંપલ કાઢે,+ તેના મોં પર થૂંકે અને કહે, ‘જે માણસ પોતાના ભાઈનો વંશવેલો આગળ વધારવા ન માંગતો હોય તેની સાથે આવું જ કરવામાં આવે.’ ૧૦ પછી તેના કુટુંબનું નામ* ઇઝરાયેલમાં આ રીતે ઓળખાશે, ‘ચંપલ કાઢવામાં આવેલા માણસનું કુટુંબ.’

૧૧ “જો બે માણસો લડતા હોય અને એક માણસની પત્ની પોતાના પતિને બચાવવા હાથ લાંબો કરે અને મારનાર માણસનું ગુપ્ત અંગ પકડી લે, ૧૨ તો તમે એ સ્ત્રીનો હાથ કાપી નાખો. તમે* તેને દયા બતાવશો નહિ.

૧૩ “તમે તમારી થેલીમાં એક જ વજન માટે એક મોટું અને એક નાનું વજનિયું, એમ બે અલગ અલગ વજનિયાં ન રાખો.+ ૧૪ તમારા ઘરમાં એક જ માપ માટે એક મોટું અને એક નાનું એમ બે અલગ અલગ વાસણ* ન રાખો.+ ૧૫ તમારાં વજનિયાં તથા માપ ખરા અને અદ્દલ હોવાં જોઈએ, જેથી તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે, એમાં તમે લાંબું જીવો.+ ૧૬ એવી બેઈમાની કરનાર દરેક માણસને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+

૧૭ “તમે ઇજિપ્તમાંથી બહાર નીકળતા હતા ત્યારે, અમાલેકીઓએ તમારી સાથે જે કર્યું હતું એને યાદ રાખો.+ ૧૮ તમે થાકીને લોથપોથ થઈ ગયા હતા એવામાં તેઓએ આવીને લોકો પર હુમલો કર્યો. તેઓએ કમજોર અને પાછળ રહી ગયેલા લોકો પર હુમલો કર્યો. તેઓએ ઈશ્વરનો ડર રાખ્યો નહિ. ૧૯ તમારા ઈશ્વર યહોવા તમને વારસા તરીકે જે દેશ આપે, એમાં તમારા ઈશ્વર યહોવા જ્યારે આસપાસના દુશ્મનોથી તમને શાંતિ આપે,+ ત્યારે તમે આકાશ નીચેથી અમાલેકીઓનું નામનિશાન મિટાવી દેજો, જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે.+ એમ કરવાનું તમે ભૂલતા નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો