વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • બે ગરુડ અને દ્રાક્ષાવેલાનું ઉખાણું (૧-૨૧)

      • કુમળી ડાળી ઘટાદાર વૃક્ષ બનશે (૨૨-૨૪)

હઝકિયેલ ૧૭:૨

એને લગતી કલમો

  • +હો ૧૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫

હઝકિયેલ ૧૭:૩

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૯, ૫૦; યર્મિ ૪:૧૩; યવિ ૪:૧૯
  • +યર્મિ ૨૨:૨૩
  • +૨રા ૨૪:૧૨; ૨કા ૩૬:૯, ૧૦; યર્મિ ૨૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “કનાન દેશમાં.”

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫-૮૬

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૫

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ યહૂદા દેશને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૭; યર્મિ ૩૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫-૮૬

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૬

એને લગતી કલમો

  • +હઝ ૧૭:૧૩, ૧૪
  • +૨કા ૩૬:૧૧

હઝકિયેલ ૧૭:૭

એને લગતી કલમો

  • +હઝ ૧૭:૧૫
  • +યર્મિ ૩૭:૫, ૭
  • +૨રા ૨૪:૨૦; ૨કા ૩૬:૧૧, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫-૮૬

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૩૭:૧

હઝકિયેલ ૧૭:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૭
  • +૨રા ૨૫:૭

હઝકિયેલ ૧૭:૧૨

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૨, ૧૪; યશા ૩૯:૭; યર્મિ ૨૨:૨૪, ૨૫; ૫૨:૩૧, ૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫-૮૬

હઝકિયેલ ૧૭:૧૩

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૭; યર્મિ ૩૭:૧
  • +૨કા ૩૬:૧૧, ૧૩
  • +૨રા ૨૪:૧૫; યર્મિ ૨૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫-૮૬

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૨૭:૧૨; ૩૮:૧૭

હઝકિયેલ ૧૭:૧૫

ફૂટનોટ

  • *

    એટલે કે, સિદકિયા.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૨૦; ૨કા ૩૬:૧૧, ૧૩
  • +પુન ૧૭:૧૬
  • +યર્મિ ૩૭:૫
  • +યર્મિ ૩૨:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫

હઝકિયેલ ૧૭:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

  • *

    એટલે કે, નબૂખાદનેસ્સાર.

  • *

    એટલે કે, સિદકિયા.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૪:૨, ૩; ૫૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૫

હઝકિયેલ ૧૭:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુનનું.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૭:૭, ૮; યવિ ૪:૧૭; હઝ ૨૯:૬

હઝકિયેલ ૧૭:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

એને લગતી કલમો

  • +પુન ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૨૦

એને લગતી કલમો

  • +હઝ ૧૨:૧૩
  • +હઝ ૨૦:૩૬

હઝકિયેલ ૧૭:૨૧

એને લગતી કલમો

  • +હઝ ૧૨:૧૪
  • +હઝ ૬:૧૩

હઝકિયેલ ૧૭:૨૨

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧; યર્મિ ૨૩:૫
  • +યશા ૫૩:૨
  • +ગી ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૬-૮૭

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૬-૮૭

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૭:૨૪

એને લગતી કલમો

  • +યશા ૯:૬; હઝ ૨૧:૨૬, ૨૭; દા ૪:૧૭; આમ ૯:૧૧
  • +૧શ ૨:૭, ૮; લૂક ૧:૫૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૧૭:૨હો ૧૨:૧૦
હઝકિ. ૧૭:૩પુન ૨૮:૪૯, ૫૦; યર્મિ ૪:૧૩; યવિ ૪:૧૯
હઝકિ. ૧૭:૩યર્મિ ૨૨:૨૩
હઝકિ. ૧૭:૩૨રા ૨૪:૧૨; ૨કા ૩૬:૯, ૧૦; યર્મિ ૨૪:૧
હઝકિ. ૧૭:૪૨રા ૨૪:૧૫
હઝકિ. ૧૭:૫૨રા ૨૪:૧૭; યર્મિ ૩૭:૧
હઝકિ. ૧૭:૬હઝ ૧૭:૧૩, ૧૪
હઝકિ. ૧૭:૬૨કા ૩૬:૧૧
હઝકિ. ૧૭:૭હઝ ૧૭:૧૫
હઝકિ. ૧૭:૭યર્મિ ૩૭:૫, ૭
હઝકિ. ૧૭:૭૨રા ૨૪:૨૦; ૨કા ૩૬:૧૧, ૧૩
હઝકિ. ૧૭:૮યર્મિ ૩૭:૧
હઝકિ. ૧૭:૯યર્મિ ૨૧:૭
હઝકિ. ૧૭:૯૨રા ૨૫:૭
હઝકિ. ૧૭:૧૨૨રા ૨૪:૧૨, ૧૪; યશા ૩૯:૭; યર્મિ ૨૨:૨૪, ૨૫; ૫૨:૩૧, ૩૨
હઝકિ. ૧૭:૧૩૨રા ૨૪:૧૭; યર્મિ ૩૭:૧
હઝકિ. ૧૭:૧૩૨કા ૩૬:૧૧, ૧૩
હઝકિ. ૧૭:૧૩૨રા ૨૪:૧૫; યર્મિ ૨૪:૧
હઝકિ. ૧૭:૧૪યર્મિ ૨૭:૧૨; ૩૮:૧૭
હઝકિ. ૧૭:૧૫૨રા ૨૪:૨૦; ૨કા ૩૬:૧૧, ૧૩
હઝકિ. ૧૭:૧૫પુન ૧૭:૧૬
હઝકિ. ૧૭:૧૫યર્મિ ૩૭:૫
હઝકિ. ૧૭:૧૫યર્મિ ૩૨:૩, ૪
હઝકિ. ૧૭:૧૬યર્મિ ૩૪:૨, ૩; ૫૨:૧૧
હઝકિ. ૧૭:૧૭યર્મિ ૩૭:૭, ૮; યવિ ૪:૧૭; હઝ ૨૯:૬
હઝકિ. ૧૭:૧૯પુન ૫:૧૧
હઝકિ. ૧૭:૨૦હઝ ૧૨:૧૩
હઝકિ. ૧૭:૨૦હઝ ૨૦:૩૬
હઝકિ. ૧૭:૨૧હઝ ૧૨:૧૪
હઝકિ. ૧૭:૨૧હઝ ૬:૧૩
હઝકિ. ૧૭:૨૨યશા ૧૧:૧; યર્મિ ૨૩:૫
હઝકિ. ૧૭:૨૨યશા ૫૩:૨
હઝકિ. ૧૭:૨૨ગી ૨:૬
હઝકિ. ૧૭:૨૪યશા ૯:૬; હઝ ૨૧:૨૬, ૨૭; દા ૪:૧૭; આમ ૯:૧૧
હઝકિ. ૧૭:૨૪૧શ ૨:૭, ૮; લૂક ૧:૫૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૧૭:૧-૨૪

હઝકિયેલ

૧૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકોને એક ઉખાણું કહે, એક ઉદાહરણ આપ.+ ૩ તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “એક મોટો ગરુડ+ લબાનોન આવ્યો.+ તેને વિશાળ અને લાંબી પાંખો હતી. તેને ભરાવદાર અને રંગબેરંગી પીંછાં હતાં. તેણે દેવદારના ઝાડની ટોચની ડાળી તોડી લીધી.+ ૪ સૌથી ઉપરની ડાળી તોડીને તે વેપારીઓના દેશમાં* લઈ ગયો. તેણે એ ડાળી વેપારીઓના શહેરમાં રોપી.+ ૫ તેણે દેશમાંથી* અમુક બી લીધાં+ અને રસાળ જમીનમાં રોપ્યાં. તેણે એ પુષ્કળ પાણી પાસે રોપ્યાં, જેમ નેતર રોપવામાં આવે છે. ૬ એ બીમાંથી અંકુર ફૂટીને દ્રાક્ષાવેલો ઊગી નીકળ્યો. એ ઊંચે ચઢવાને બદલે નીચે ફેલાયો.+ એનાં પાંદડાં અંદરની તરફ વળ્યાં અને એનાં મૂળ એની નીચે ફેલાયાં. આમ એ વેલો ઊગ્યો, એને કૂંપળો ફૂટી અને એની ડાળીઓ ફેલાઈ.+

૭ “‘“પછી બીજો એક મોટો ગરુડ આવ્યો.+ તેને વિશાળ અને મોટી પાંખો હતી.+ પેલા દ્રાક્ષાવેલાએ મોટી આશા રાખીને પોતાનાં મૂળ ગરુડ તરફ લંબાવ્યાં. વેલો જે બગીચામાં રોપાયો હતો ત્યાંથી પોતાનાં મૂળ દૂર લઈ ગયો. ગરુડ માવજત કરે એ માટે વેલાએ પોતાની ડાળીઓ તેની તરફ લંબાવી.+ ૮ એ વેલો સારી જમીનમાં અને પુષ્કળ પાણી પાસે જ રોપેલો હતો. એ માટે કે એની ડાળીઓ ઊગે, ફળ આવે અને ફૂલી-ફાલીને સરસ મજાનો દ્રાક્ષાવેલો બને.”’+

૯ “તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “શું આ વેલો ફૂલશે-ફાલશે? શું કોઈ એનાં મૂળ ખેંચી નહિ કાઢે?+ શું એનાં ફળ સડી નહિ જાય અને ડાળીઓ સુકાઈ નહિ જાય?+ એ એટલો સુકાઈ જશે કે એને જડમૂળથી ખેંચી કાઢવા મજબૂત હાથની કે ઘણા લોકોની જરૂર નહિ પડે. ૧૦ ખરું કે એ ફરીથી રોપાયો છે, તોપણ શું એ ફાલશે ખરો? પૂર્વનો પવન વાય ત્યારે, શું એ સાવ સુકાઈ નહિ જાય? જે બગીચામાં એ ખીલ્યો હતો ત્યાં જ સુકાઈ જશે.”’”

૧૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૨ “બંડખોર લોકોને કહે, ‘શું તમે આ બધાનો અર્થ નથી જાણતા?’ તેઓને જણાવ કે ‘જુઓ, બાબેલોનનો રાજા યરૂશાલેમ આવ્યો. તે એના રાજા અને આગેવાનોને પકડીને પોતાની સાથે બાબેલોન લઈ આવ્યો.+ ૧૩ એટલું જ નહિ, તેણે એક રાજવી વંશજ+ સાથે કરાર કર્યો અને તેને સમ ખવડાવ્યા.+ તે દેશના જાણીતા લોકોને પોતાની સાથે લઈ ગયો,+ ૧૪ જેથી રાજ્યની એવી પડતી થાય કે ફરી ઊભું ન થઈ શકે. ઇઝરાયેલી લોકો એ કરાર પાળે તો જ એ રાજ્ય ટકી શકે.+ ૧૫ પણ છેવટે યહૂદાના રાજાએ* બાબેલોનના રાજા સામે બળવો કર્યો+ અને પોતાના માણસો ઇજિપ્ત મોકલ્યા, જેથી તેઓ ઘોડા+ અને મોટું સૈન્ય લઈ આવે.+ શું તે સફળ થશે? એવું કરીને શું કોઈ માણસ સજાથી બચી જશે? શું તે કરાર તોડીને બચી શકે ખરો?’+

૧૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે રાજાના સમ પાળ્યા નથી અને કરાર તોડી નાખ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે તે બાબેલોનમાં જ મરી જશે. એટલે કે એ રાજાના* દેશમાં, જેણે તેને* રાજા બનાવ્યો હતો.+ ૧૭ યુદ્ધમાં ઘણા લોકોનો નાશ કરવા ઘેરો નાખવામાં આવશે, ઢોળાવો બાંધવામાં આવશે અને દીવાલો ઊભી કરવામાં આવશે. એ સમયે ઇજિપ્તના રાજાનું* મોટું સૈન્ય કે તેના અગણિત સૈનિકો કંઈ કામ નહિ આવે.+ ૧૮ તેણે સમ પાળ્યા નથી અને કરાર તોડ્યો છે. તે વચન આપીને ફરી ગયો અને આ બધું કર્યું હોવાથી તે બચશે નહિ.”’

૧૯ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે મારા સમ પાળ્યા નથી અને મારો કરાર તોડ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે એનું પરિણામ તેના માથે ચોક્કસ લાવીશ.+ ૨૦ હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ હું તેને બાબેલોન લાવીશ અને ત્યાં તેનો ન્યાય કરીશ, કેમ કે તે મને બેવફા બન્યો છે.+ ૨૧ તેના લશ્કરમાંથી નાસી છૂટેલા બધાની તલવારથી કતલ થશે. એમાંથી જેઓ બચી જશે, તેઓ ચારેય દિશામાં વિખેરાઈ જશે.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા પોતે એ બોલ્યો છું.”’+

૨૨ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું દેવદારની ટોચ પરથી એક ડાળી તોડીશ+ અને એ રોપીશ. હું એની ટોચની ડાળીઓમાંથી એક કુમળી ડાળી તોડીશ.+ હું એ ઊંચા અને મોટા પર્વત પર રોપીશ.+ ૨૩ હું ઇઝરાયેલના ઊંચા પર્વત પર એ રોપીશ. એની ડાળીઓ વધશે, એને ફળ આવશે અને એ દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ બનશે. બધા પ્રકારનાં પંખીઓ એની છાયા નીચે રહેશે અને એની ડાળીઓમાં વસશે. ૨૪ બધાં વૃક્ષોએ સ્વીકારવું પડશે કે મેં યહોવાએ જ ઊંચા ઝાડને નીચું કર્યું છે અને નીચા ઝાડને ઊંચું કર્યું છે.+ મેં લીલાછમ વૃક્ષને સૂકવી નાખ્યું છે અને સુકાયેલા વૃક્ષને લીલુંછમ કર્યું છે.+ હું યહોવા એ બોલ્યો છું અને મેં જ એવું કર્યું છે.”’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો