ગીતોનું ગીત
૬ “હે યુવતીઓમાં સૌથી સુંદર યુવતી,
તારો પ્રિયતમ ક્યાં છે?
તારો વહાલો કઈ તરફ ગયો છે?
ચાલ, આપણે સાથે મળીને તેને શોધીએ.”
૨ “મારો પ્રીતમ નીચે તેના બગીચામાં ગયો છે,
સુગંધી છોડવાઓની સેજ તરફ ગયો છે.
વાડીઓ વચ્ચે પોતાનાં ઘેટાં ચરાવવા,
હા, ફૂલો વીણવા ગયો છે.+
૩ હું તો મારા સાજનની છું
અને મારો સાજન ફક્ત મારો છે.+
તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.”+
૪ “હે મારી સજની,+ તું તિર્સાહ*+ જેવી રૂપવતી,
યરૂશાલેમ જેવી આકર્ષક,+
અને ધ્વજ લહેરાવતા સૈન્ય જેવી પ્રભાવશાળી છે.+
તારા કેશ ગિલયાદના ઢોળાવો પરથી ઊતરતાં+
બકરીઓનાં ટોળાં જેવા છે.
૬ તારા દાંત એ ઘેટાઓ જેવા ઊજળા છે,
જેઓને હમણાં જ નવડાવીને બહાર લાવવામાં આવ્યાં છે.
એ બધા હારબંધ છે અને દરેકનો જોડીદાર છે,
એમાંથી એકેય ઓછો થયો નથી.
૭ ઘૂંઘટમાંથી તારા ગાલ*
દાડમની ફાડની જેમ ચમકે છે.
૮ મારે ૬૦ રાણીઓ
અને ૮૦ ઉપપત્નીઓ છે.
અરે, યુવતીઓ તો અનેક છે.+
૯ પણ મારી કબૂતરી,+ મારી બેદાગ પ્રિયતમા એક જ છે.
તે પોતાની માની સૌથી વહાલી દીકરી છે,
તેની જનેતાની લાડકવાયી છે.*
યુવતીઓ તેને જોઈને કહે છે, ધન્ય છે તને;
રાણીઓ અને ઉપપત્નીઓ તેના વખાણ કરે છે.
૧૦ ‘પરોઢનાં કિરણો જેવી ચમકદાર,
પૂનમના ચંદ્ર જેવી સ્વરૂપવાન,
સૂર્યના પ્રકાશ જેવી નિર્મળ એ કોણ છે?
હા, ધ્વજ લહેરાવતા સૈન્ય જેવી પ્રભાવશાળી, એ કોણ છે?’”+
૧૧ “હું નીચે ફળોની વાડીમાં ગઈ,+
એ જોવા ગઈ કે ખીણમાં ઝાડને કૂંપળો ફૂટી છે કે નહિ,
દ્રાક્ષાવેલા પર કળીઓ લાગી છે કે નહિ,
દાડમડીને ફૂલો આવ્યાં છે કે નહિ.
૧૩ “પાછી આવ, હે શૂલ્લામી સ્ત્રી, પાછી આવ!
અહીં પાછી ફર,
જેથી અમે તને નિહાળી શકીએ!”
“તમે આ શૂલ્લામીમાં એવું તો શું જોયું?”+
“તે તો માહનાઈમના નૃત્ય* જેવી છે!”