વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)

ગીતોનું ગીત ૬:૨

એને લગતી કલમો

  • +ગીગી ૧:૭; ૨:૧૬

ગીતોનું ગીત ૬:૩

એને લગતી કલમો

  • +ગીગી ૭:૧૦
  • +ગીગી ૨:૧૬

ગીતોનું ગીત ૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સુંદર શહેર.”

એને લગતી કલમો

  • +ગીગી ૧:૯
  • +૧રા ૧૪:૧૭; ૧૫:૩૩
  • +ગી ૪૮:૨
  • +ગીગી ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૫-૬

ગીતોનું ગીત ૬:૫

એને લગતી કલમો

  • +ગીગી ૧:૧૫; ૪:૯; ૭:૪
  • +ગીગી ૪:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૫

ગીતોનું ગીત ૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “લમણાં.”

ગીતોનું ગીત ૬:૮

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૧, પાન ૧૭

ગીતોનું ગીત ૬:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “જનેતાની નજરમાં તે શુદ્ધ છે.”

એને લગતી કલમો

  • +ગીગી ૨:૧૪

ગીતોનું ગીત ૬:૧૦

એને લગતી કલમો

  • +ગીગી ૬:૪

ગીતોનું ગીત ૬:૧૧

એને લગતી કલમો

  • +સભા ૨:૫

ગીતોનું ગીત ૬:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ભલા લોકોના.”

ગીતોનું ગીત ૬:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “બે છાવણીઓના નૃત્ય.”

એને લગતી કલમો

  • +ગીગી ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૬:૨ગીગી ૧:૭; ૨:૧૬
ગી.ગી. ૬:૩ગીગી ૭:૧૦
ગી.ગી. ૬:૩ગીગી ૨:૧૬
ગી.ગી. ૬:૪ગીગી ૧:૯
ગી.ગી. ૬:૪૧રા ૧૪:૧૭; ૧૫:૩૩
ગી.ગી. ૬:૪ગી ૪૮:૨
ગી.ગી. ૬:૪ગીગી ૬:૧૦
ગી.ગી. ૬:૫ગીગી ૧:૧૫; ૪:૯; ૭:૪
ગી.ગી. ૬:૫ગીગી ૪:૧-૩
ગી.ગી. ૬:૮૧રા ૧૧:૧
ગી.ગી. ૬:૯ગીગી ૨:૧૪
ગી.ગી. ૬:૧૦ગીગી ૬:૪
ગી.ગી. ૬:૧૧સભા ૨:૫
ગી.ગી. ૬:૧૩ગીગી ૧:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૬:૧-૧૩

ગીતોનું ગીત

૬ “હે યુવતીઓમાં સૌથી સુંદર યુવતી,

તારો પ્રિયતમ ક્યાં છે?

તારો વહાલો કઈ તરફ ગયો છે?

ચાલ, આપણે સાથે મળીને તેને શોધીએ.”

 ૨ “મારો પ્રીતમ નીચે તેના બગીચામાં ગયો છે,

સુગંધી છોડવાઓની સેજ તરફ ગયો છે.

વાડીઓ વચ્ચે પોતાનાં ઘેટાં ચરાવવા,

હા, ફૂલો વીણવા ગયો છે.+

 ૩ હું તો મારા સાજનની છું

અને મારો સાજન ફક્ત મારો છે.+

તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.”+

 ૪ “હે મારી સજની,+ તું તિર્સાહ*+ જેવી રૂપવતી,

યરૂશાલેમ જેવી આકર્ષક,+

અને ધ્વજ લહેરાવતા સૈન્ય જેવી પ્રભાવશાળી છે.+

 ૫ તારી નજર+ મારા પરથી હટાવી લે,

કેમ કે એ મને બેચેન કરી દે છે.

તારા કેશ ગિલયાદના ઢોળાવો પરથી ઊતરતાં+

બકરીઓનાં ટોળાં જેવા છે.

 ૬ તારા દાંત એ ઘેટાઓ જેવા ઊજળા છે,

જેઓને હમણાં જ નવડાવીને બહાર લાવવામાં આવ્યાં છે.

એ બધા હારબંધ છે અને દરેકનો જોડીદાર છે,

એમાંથી એકેય ઓછો થયો નથી.

 ૭ ઘૂંઘટમાંથી તારા ગાલ*

દાડમની ફાડની જેમ ચમકે છે.

 ૮ મારે ૬૦ રાણીઓ

અને ૮૦ ઉપપત્નીઓ છે.

અરે, યુવતીઓ તો અનેક છે.+

 ૯ પણ મારી કબૂતરી,+ મારી બેદાગ પ્રિયતમા એક જ છે.

તે પોતાની માની સૌથી વહાલી દીકરી છે,

તેની જનેતાની લાડકવાયી છે.*

યુવતીઓ તેને જોઈને કહે છે, ધન્ય છે તને;

રાણીઓ અને ઉપપત્નીઓ તેના વખાણ કરે છે.

૧૦ ‘પરોઢનાં કિરણો જેવી ચમકદાર,

પૂનમના ચંદ્ર જેવી સ્વરૂપવાન,

સૂર્યના પ્રકાશ જેવી નિર્મળ એ કોણ છે?

હા, ધ્વજ લહેરાવતા સૈન્ય જેવી પ્રભાવશાળી, એ કોણ છે?’”+

૧૧ “હું નીચે ફળોની વાડીમાં ગઈ,+

એ જોવા ગઈ કે ખીણમાં ઝાડને કૂંપળો ફૂટી છે કે નહિ,

દ્રાક્ષાવેલા પર કળીઓ લાગી છે કે નહિ,

દાડમડીને ફૂલો આવ્યાં છે કે નહિ.

૧૨ અરે, મને ખ્યાલ પણ ન રહ્યો

અને મારા દિલની તમન્‍ના

મને મારા લોકોના* શાહી રથો પાસે દોરી લાવી.”

૧૩ “પાછી આવ, હે શૂલ્લામી સ્ત્રી, પાછી આવ!

અહીં પાછી ફર,

જેથી અમે તને નિહાળી શકીએ!”

“તમે આ શૂલ્લામીમાં એવું તો શું જોયું?”+

“તે તો માહનાઈમના નૃત્ય* જેવી છે!”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો