વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૫૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યાકૂબને યૂસફ કનાનમાં દફનાવે છે (૧-૧૪)

      • યૂસફે ભાઈઓને માફ કર્યા છે, એની ખાતરી આપે છે (૧૫-૨૧)

      • યૂસફની છેલ્લી ઘડીઓ અને મરણ (૨૨-૨૬)

        • પોતાનાં હાડકાં વિશે યૂસફની આજ્ઞા (૨૫)

ઉત્પત્તિ ૫૦:૧

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૪

ઉત્પત્તિ ૫૦:૨

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૨, પાન ૨૯-૩૦

ઉત્પત્તિ ૫૦:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૨, પાન ૨૯-૩૦

ઉત્પત્તિ ૫૦:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરનાને.”

ઉત્પત્તિ ૫૦:૫

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૨૯-૩૧
  • +ઉત ૪૮:૨૧
  • +ઉત ૨૩:૧૭, ૧૮; ૪૯:૨૯, ૩૦
  • +ઉત ૪૬:૪; ૪૭:૨૯

ઉત્પત્તિ ૫૦:૬

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૩૧

ઉત્પત્તિ ૫૦:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરના વડીલો.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૨૧, ૨૨

ઉત્પત્તિ ૫૦:૮

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૨૭

ઉત્પત્તિ ૫૦:૯

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૪૩; ૪૬:૨૯

ઉત્પત્તિ ૫૦:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ઉત્પત્તિ ૫૦:૧૧

ફૂટનોટ

  • *

    અર્થ, “ઇજિપ્તના લોકોનો વિલાપ.”

ઉત્પત્તિ ૫૦:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૨૯

ઉત્પત્તિ ૫૦:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૧૭, ૧૮; ૨૫:૯, ૧૦; ૩૫:૨૭; ૪૯:૨૯, ૩૦

ઉત્પત્તિ ૫૦:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૧૮, ૨૮; ૪૨:૨૧; ગી ૧૦૫:૧૭

ઉત્પત્તિ ૫૦:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૭, ૯

ઉત્પત્તિ ૫૦:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૧૮
  • +ઉત ૪૫:૫; ગી ૧૦૫:૧૭

ઉત્પત્તિ ૫૦:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૧૨

ઉત્પત્તિ ૫૦:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “એફ્રાઈમના દીકરાઓની ત્રીજી પેઢી જોઈ.”

  • *

    મૂળ, “તેઓનો જન્મ યૂસફનાં ઘૂંટણ પર થયો હતો.” એટલે કે, યૂસફે તેઓને પોતાના દીકરાઓ ગણ્યા અને તેઓ પર ખાસ કૃપા બતાવી.

એને લગતી કલમો

  • +૧કા ૭:૨૦
  • +યહો ૧૭:૧; ૧કા ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૫, પાન ૨૦

ઉત્પત્તિ ૫૦:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૩૧
  • +ઉત ૧૨:૭; ૧૭:૮; ૨૬:૩; ૨૮:૧૩

ઉત્પત્તિ ૫૦:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૯; યહો ૨૪:૩૨; હિબ્રૂ ૧૧:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૨૮

ઉત્પત્તિ ૫૦:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૫૦:૧ઉત ૪૬:૪
ઉત. ૫૦:૨ઉત ૫૦:૨૬
ઉત. ૫૦:૫ઉત ૪૭:૨૯-૩૧
ઉત. ૫૦:૫ઉત ૪૮:૨૧
ઉત. ૫૦:૫ઉત ૨૩:૧૭, ૧૮; ૪૯:૨૯, ૩૦
ઉત. ૫૦:૫ઉત ૪૬:૪; ૪૭:૨૯
ઉત. ૫૦:૬ઉત ૪૭:૩૧
ઉત. ૫૦:૭ગી ૧૦૫:૨૧, ૨૨
ઉત. ૫૦:૮ઉત ૪૬:૨૭
ઉત. ૫૦:૯ઉત ૪૧:૪૩; ૪૬:૨૯
ઉત. ૫૦:૧૨ઉત ૪૭:૨૯
ઉત. ૫૦:૧૩ઉત ૨૩:૧૭, ૧૮; ૨૫:૯, ૧૦; ૩૫:૨૭; ૪૯:૨૯, ૩૦
ઉત. ૫૦:૧૫ઉત ૩૭:૧૮, ૨૮; ૪૨:૨૧; ગી ૧૦૫:૧૭
ઉત. ૫૦:૧૮ઉત ૩૭:૭, ૯
ઉત. ૫૦:૨૦ઉત ૩૭:૧૮
ઉત. ૫૦:૨૦ઉત ૪૫:૫; ગી ૧૦૫:૧૭
ઉત. ૫૦:૨૧ઉત ૪૭:૧૨
ઉત. ૫૦:૨૩૧કા ૭:૨૦
ઉત. ૫૦:૨૩યહો ૧૭:૧; ૧કા ૭:૧૪
ઉત. ૫૦:૨૪નિર્ગ ૪:૩૧
ઉત. ૫૦:૨૪ઉત ૧૨:૭; ૧૭:૮; ૨૬:૩; ૨૮:૧૩
ઉત. ૫૦:૨૫નિર્ગ ૧૩:૧૯; યહો ૨૪:૩૨; હિબ્રૂ ૧૧:૨૨
ઉત. ૫૦:૨૬ઉત ૫૦:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૫૦:૧-૨૬

ઉત્પત્તિ

૫૦ પછી યૂસફ પિતાના શબને વળગીને+ ખૂબ રડ્યો અને તેને ચુંબન કર્યું. ૨ યૂસફે પોતાના વૈદોને પિતાના શબમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા કરી.+ એ સેવકોએ ઇઝરાયેલના શબમાં સુગંધીઓ ભરી. ૩ તેઓને પૂરા ૪૦ દિવસ લાગ્યા, કેમ કે શબમાં સુગંધીઓ ભરવા ૪૦ દિવસ લાગતા હતા. ઇજિપ્તના લોકોએ ૭૦ દિવસ સુધી ઇઝરાયેલ માટે શોક પાળ્યો.

૪ શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે રાજાના અધિકારીઓને* કહ્યું: “જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો રાજાને આ સંદેશો પહોંચાડજો: ૫ ‘મારા પિતાએ મને સમ ખવડાવીને+ કહ્યું હતું: “હું હવે બહુ જીવવાનો નથી.+ હું મરી જાઉં ત્યારે, મેં કનાન દેશમાં જે ગુફા તૈયાર કરાવી છે+ એમાં તું મને દફનાવજે.”+ તો કૃપા કરીને મને મારા પિતાને દફનાવવા જવા દો. પછી હું પાછો આવી જઈશ.’” ૬ રાજાએ કહ્યું: “જા, તારા પિતાએ સમ ખવડાવ્યા હતા એ પ્રમાણે તેમને દફનાવી આવ.”+

૭ યૂસફ પોતાના પિતાને દફનાવવા ગયો. તેની સાથે રાજાના બધા સેવકો, દરબારના મોટા મોટા પ્રધાનો*+ અને ઇજિપ્તના બધા અધિકારીઓ પણ ગયા. ૮ યૂસફના ઘરના બધા લોકો, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરના બધા લોકો પણ તેની સાથે ગયા.+ ફક્ત તેઓનાં નાનાં બાળકો, ઘેટાં-બકરાં અને ઢોરઢાંક ગોશેન પ્રદેશમાં રહ્યાં. ૯ યૂસફ સાથે રથો+ અને ઘોડેસવારો પણ હતા. એ ટોળું બહુ મોટું હતું. ૧૦ પછી તેઓ યર્દન પ્રદેશમાં આટાદની ખળીએ* આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભારે વિલાપ કર્યો અને યૂસફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો. ૧૧ ત્યાં રહેતા કનાનીઓએ આટાદની ખળીમાં તેઓને વિલાપ કરતા જોયા, તેઓએ કહ્યું: “જુઓ, ઇજિપ્તના લોકો કેવો ભારે વિલાપ કરી રહ્યા છે!” તેથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ* પડ્યું, જે યર્દન પ્રદેશમાં આવેલી છે.

૧૨ યાકૂબના દીકરાઓએ પિતાની આજ્ઞા પ્રમાણે જ કર્યું.+ ૧૩ તેઓ યાકૂબને કનાન લઈ ગયા અને મામરે નજીક માખ્પેલાહમાં આવેલી ગુફામાં તેને દફનાવ્યો. ઇબ્રાહિમે એ જમીન હિત્તી એફ્રોન પાસેથી દફનાવવાની જગ્યા તરીકે ખરીદી હતી.+ ૧૪ પિતાને દફનાવ્યા પછી યૂસફ પોતાના ભાઈઓને અને જેઓ તેની સાથે ગયા હતા, એ બધાને લઈને પાછો ઇજિપ્ત આવ્યો.

૧૫ પિતાના મરણ પછી યૂસફના ભાઈઓએ એકબીજાને કહ્યું: “કદાચ યૂસફે આપણી વિરુદ્ધ પોતાના દિલમાં ખાર ભરી રાખ્યો હશે. બની શકે કે, આપણે તેની વિરુદ્ધ જે દુષ્ટ કામ કર્યાં હતાં એનો હવે તે બદલો લે.”+ ૧૬ એટલે તેઓએ યૂસફને આ સંદેશો મોકલ્યો: “તારા પિતાએ મરણ પહેલાં આવી આજ્ઞા આપી હતી: ૧૭ ‘તમારે યૂસફને આમ કહેવું: “હું તને આજીજી કરું છું કે, તને નુકસાન પહોંચાડવા તારા ભાઈઓએ કરેલાં અપરાધ અને પાપને તું માફ કરી દેજે.”’ કૃપા કરીને અમને માફ કરી દે, અમે તારા પિતાના ઈશ્વરના સેવકો છીએ.” એ સાંભળીને યૂસફ ખૂબ રડ્યો. ૧૮ પછી તેના ભાઈઓ આવ્યા અને તેની આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: “અમે તારા દાસ છીએ!”+ ૧૯ યૂસફે તેઓને કહ્યું: “ગભરાશો નહિ. શું હું ઈશ્વર છું કે તમારો ન્યાય કરું? ૨૦ ખરું કે તમે મારું ખરાબ કરવા ચાહતા હતા,+ પણ ઈશ્વરે એને સારામાં બદલી નાખ્યું, જેથી ઘણાના જીવ બચી શકે. તમે જુઓ છો તેમ, આજે એમ જ થઈ રહ્યું છે!+ ૨૧ તમે જરાય ગભરાશો નહિ. હું તમને અને તમારાં બાળકોને ખોરાક પૂરો પાડતો રહીશ.”+ આમ તેણે માયાળુ શબ્દોથી તેઓને ખાતરી આપી.

૨૨ યૂસફ અને તેના પિતાના ઘરના બધા લોકો ઇજિપ્તમાં જ રહ્યા. યૂસફ ૧૧૦ વર્ષ જીવ્યો. ૨૩ યૂસફે એફ્રાઈમના પૌત્રોને જોયા.*+ તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓને+ પણ જોયા. તેઓ યૂસફ માટે તેનાં પોતાનાં બાળકો જેવા જ હતા.* ૨૪ આખરે યૂસફે પોતાના ભાઈઓને કહ્યું: “મારી અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. પણ ઈશ્વર ચોક્કસ તમારા પર ધ્યાન આપશે.+ તે તમને આ દેશમાંથી બહાર કાઢશે અને એ દેશમાં લઈ જશે, જેના વિશે તેમણે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+ ૨૫ યૂસફે ઇઝરાયેલના દીકરાઓને સમ ખવડાવતા કહ્યું: “ઈશ્વર ચોક્કસ તમારા પર ધ્યાન આપશે. તમે અહીંથી જાઓ ત્યારે મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”+ ૨૬ યૂસફ ૧૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયો. તેઓએ તેના શબમાં સુગંધીઓ ભરી+ અને તેને ઇજિપ્તમાં શબપેટીમાં રાખ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો