વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યૂસફ, રાજાનાં સપનાંનો અર્થ જણાવે છે (૧-૩૬)

      • યૂસફને રાજા ઊંચી પદવી આપે છે (૩૭-૪૬ક)

      • યૂસફ અનાજ સંગ્રહ કરવાની જવાબદારી સંભાળે છે (૪૬ખ-૫૭)

ઉત્પત્તિ ૪૧:૧

એને લગતી કલમો

  • +દા ૨:૧

ઉત્પત્તિ ૪૧:૨

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૧૮-૨૧

ઉત્પત્તિ ૪૧:૫

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૨૨-૨૪

ઉત્પત્તિ ૪૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “જાદુટોણાં કરનારા યાજકોને.”

ઉત્પત્તિ ૪૧:૯

ફૂટનોટ

  • *

    એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર મુખ્ય અધિકારી.

ઉત્પત્તિ ૪૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૨, ૩

ઉત્પત્તિ ૪૧:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૫

ઉત્પત્તિ ૪૧:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૧
  • +ઉત ૪૦:૮

ઉત્પત્તિ ૪૧:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૨૧, ૨૨

ઉત્પત્તિ ૪૧:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ટાંકામાંથી; ખાડામાંથી.”

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ માથું મૂંડાવવાને પણ રજૂ કરી શકે.

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૧૫
  • +ગી ૧૦૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!

    ૨/૮/૨૦૦૦, પાન ૨૨

ઉત્પત્તિ ૪૧:૧૫

એને લગતી કલમો

  • +દા ૫:૧૨; પ્રેકા ૭:૯, ૧૦

ઉત્પત્તિ ૪૧:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૮; દા ૨:૨૩, ૨૮

ઉત્પત્તિ ૪૧:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૨-૪

ઉત્પત્તિ ૪૧:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૫-૭

ઉત્પત્તિ ૪૧:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૮; દા ૨:૨
  • +દા ૨:૨૭; ૪:૭

ઉત્પત્તિ ૪૧:૨૫

એને લગતી કલમો

  • +દા ૨:૨૮; આમ ૩:૭

ઉત્પત્તિ ૪૧:૩૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૧

ઉત્પત્તિ ૪૧:૩૪

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૨૬, ૪૭

ઉત્પત્તિ ૪૧:૩૫

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૪૮, ૪૯; પ્રેકા ૭:૧૨

ઉત્પત્તિ ૪૧:૩૬

એને લગતી કલમો

  • +ઉત ૪૫:૯, ૧૧; ૪૭:૧૩, ૧૯

ઉત્પત્તિ ૪૧:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

ઉત્પત્તિ ૪૧:૪૦

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૬; ગી ૧૦૫:૨૧; પ્રેકા ૭:૯, ૧૦

ઉત્પત્તિ ૪૧:૪૧

એને લગતી કલમો

  • +દા ૫:૭

ઉત્પત્તિ ૪૧:૪૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.

ઉત્પત્તિ ૪૧:૪૩

ફૂટનોટ

  • *

    દેખીતું છે, કોઈ માણસને માન-મહિમા આપવા એ શબ્દ વપરાતો હતો.

ઉત્પત્તિ ૪૧:૪૪

ફૂટનોટ

  • *

    મૂળ, “હાથ કે પગ ઉઠાવી નહિ શકે.”

એને લગતી કલમો

  • +ઉત ૪૪:૧૮; ૪૫:૮; પ્રેકા ૭:૯, ૧૦

ઉત્પત્તિ ૪૧:૪૫

ફૂટનોટ

  • *

    હિબ્રૂ શબ્દ, જેનો અર્થ થાય, “છૂપી વાતોનો અર્થ જાહેર કરનાર.”

  • *

    એટલે કે, હેલીઓપોલીસ.

  • *

    અથવા, “દેશમાં ફરવા.”

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૨૦
  • +ગી ૧૦૫:૨૧

ઉત્પત્તિ ૪૧:૪૬

ફૂટનોટ

  • *

    ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

  • *

    અથવા, “કામ શરૂ કર્યું.”

એને લગતી કલમો

  • +ગણ ૪:૩; ૨શ ૫:૪; લૂક ૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૮, પાન ૨૩

ઉત્પત્તિ ૪૧:૫૦

ફૂટનોટ

  • *

    એટલે કે, હેલીઓપોલીસ.

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૫

ઉત્પત્તિ ૪૧:૫૧

ફૂટનોટ

  • *

    અર્થ, “ભુલાવી દેનાર.”

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૩; ગણ ૧:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૮, પાન ૨૮

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૫, પાન ૧૨

ઉત્પત્તિ ૪૧:૫૨

ફૂટનોટ

  • *

    અર્થ, “બમણી વૃદ્ધિ.”

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૧૭; ગણ ૧:૩૨, ૩૩; પુન ૩૩:૧૭; યહો ૧૪:૪
  • +ગી ૧૦૫:૧૭, ૧૮; પ્રેકા ૭:૯, ૧૦

ઉત્પત્તિ ૪૧:૫૩

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૨૬

ઉત્પત્તિ ૪૧:૫૪

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૦; પ્રેકા ૭:૧૧
  • +ઉત ૪૫:૯, ૧૧; ૪૭:૧૭

ઉત્પત્તિ ૪૧:૫૫

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૧૩
  • +ગી ૧૦૫:૨૧

ઉત્પત્તિ ૪૧:૫૬

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૧
  • +ઉત ૪૧:૪૮, ૪૯; ૪૭:૧૬

ઉત્પત્તિ ૪૧:૫૭

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૪૧:૧દા ૨:૧
ઉત. ૪૧:૨ઉત ૪૧:૧૮-૨૧
ઉત. ૪૧:૫ઉત ૪૧:૨૨-૨૪
ઉત. ૪૧:૧૦ઉત ૪૦:૨, ૩
ઉત. ૪૧:૧૧ઉત ૪૦:૫
ઉત. ૪૧:૧૨ઉત ૩૯:૧
ઉત. ૪૧:૧૨ઉત ૪૦:૮
ઉત. ૪૧:૧૩ઉત ૪૦:૨૧, ૨૨
ઉત. ૪૧:૧૪ઉત ૪૦:૧૫
ઉત. ૪૧:૧૪ગી ૧૦૫:૨૦
ઉત. ૪૧:૧૫દા ૫:૧૨; પ્રેકા ૭:૯, ૧૦
ઉત. ૪૧:૧૬ઉત ૪૦:૮; દા ૨:૨૩, ૨૮
ઉત. ૪૧:૧૮ઉત ૪૧:૨-૪
ઉત. ૪૧:૨૨ઉત ૪૧:૫-૭
ઉત. ૪૧:૨૪ઉત ૪૧:૮; દા ૨:૨
ઉત. ૪૧:૨૪દા ૨:૨૭; ૪:૭
ઉત. ૪૧:૨૫દા ૨:૨૮; આમ ૩:૭
ઉત. ૪૧:૩૦પ્રેકા ૭:૧૧
ઉત. ૪૧:૩૪ઉત ૪૧:૨૬, ૪૭
ઉત. ૪૧:૩૫ઉત ૪૧:૪૮, ૪૯; પ્રેકા ૭:૧૨
ઉત. ૪૧:૩૬ઉત ૪૫:૯, ૧૧; ૪૭:૧૩, ૧૯
ઉત. ૪૧:૪૦ઉત ૩૯:૬; ગી ૧૦૫:૨૧; પ્રેકા ૭:૯, ૧૦
ઉત. ૪૧:૪૧દા ૫:૭
ઉત. ૪૧:૪૪ઉત ૪૪:૧૮; ૪૫:૮; પ્રેકા ૭:૯, ૧૦
ઉત. ૪૧:૪૫ઉત ૪૬:૨૦
ઉત. ૪૧:૪૫ગી ૧૦૫:૨૧
ઉત. ૪૧:૪૬ગણ ૪:૩; ૨શ ૫:૪; લૂક ૩:૨૩
ઉત. ૪૧:૫૦ઉત ૪૮:૫
ઉત. ૪૧:૫૧ઉત ૫૦:૨૩; ગણ ૧:૩૪, ૩૫
ઉત. ૪૧:૫૨ઉત ૪૮:૧૭; ગણ ૧:૩૨, ૩૩; પુન ૩૩:૧૭; યહો ૧૪:૪
ઉત. ૪૧:૫૨ગી ૧૦૫:૧૭, ૧૮; પ્રેકા ૭:૯, ૧૦
ઉત. ૪૧:૫૩ઉત ૪૧:૨૬
ઉત. ૪૧:૫૪ઉત ૪૧:૩૦; પ્રેકા ૭:૧૧
ઉત. ૪૧:૫૪ઉત ૪૫:૯, ૧૧; ૪૭:૧૭
ઉત. ૪૧:૫૫ઉત ૪૭:૧૩
ઉત. ૪૧:૫૫ગી ૧૦૫:૨૧
ઉત. ૪૧:૫૬ઉત ૪૩:૧
ઉત. ૪૧:૫૬ઉત ૪૧:૪૮, ૪૯; ૪૭:૧૬
ઉત. ૪૧:૫૭ઉત ૪૭:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૪૧:૧-૫૭

ઉત્પત્તિ

૪૧ બે વર્ષ પછી ઇજિપ્તના રાજાને એક સપનું આવ્યું.+ સપનામાં તે નાઈલ નદીને કિનારે ઊભો હતો. ૨ નદીમાંથી સાત સુંદર અને તાજી-માજી ગાયો નીકળી અને નદી કિનારે ઘાસ ચરવા લાગી.+ ૩ એ પછી નદીમાંથી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નીકળી. તેઓ નાઈલ નદીને કિનારે પેલી તાજી-માજી ગાયો પાસે જઈને ઊભી રહી. ૪ પછી કદરૂપી અને દુબળી ગાયો પેલી સુંદર અને તાજી-માજી ગાયોને ખાવા લાગી. એવામાં રાજા જાગી ગયો.

૫ રાજા ફરી સૂઈ ગયો અને તેને બીજું સપનું આવ્યું. એમાં તેણે જોયું કે એક સાંઠા પર સાત કણસલાં ઊગ્યાં હતાં. એ કણસલાં દાણાથી ભરેલાં અને સારાં હતાં.+ ૬ પછી બીજાં સાત કણસલાં ઊગ્યાં, જે પાતળાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં હતાં. ૭ પાતળાં કણસલાં પેલાં ભરેલાં અને સારાં કણસલાંને ગળી જવા લાગ્યાં. એવામાં રાજા જાગી ગયો અને તેને ખ્યાલ આવ્યો કે એ તો સપનું હતું.

૮ સવારમાં રાજાનું મન બેચેન થઈ ગયું. તેથી તેણે ઇજિપ્તના બધા જ્ઞાનીઓ અને જાદુગરોને* બોલાવ્યા. રાજાએ તેઓને પોતાનાં સપનાં કહી સંભળાવ્યાં, પણ તેઓમાંથી કોઈ એનો અર્થ જણાવી ન શક્યું.

૯ ત્યારે દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારીએ* રાજાને કહ્યું: “હું આજે મારાં પાપ કબૂલ કરું છું. ૧૦ એકવાર તમે મારા પર અને મુખ્ય ભઠિયારા પર ગુસ્સે ભરાયા હતા. તમે અમને એ કેદખાનામાં નાખી દીધા હતા, જે અંગરક્ષકોના ઉપરીના તાબામાં છે.+ ૧૧ પછી એક રાતે અમને બંનેને સપનું આવ્યું. અમારાં સપનાં જુદાં હતાં અને એના અર્થ પણ જુદા હતા.+ ૧૨ ત્યાં અમારી સાથે એક હિબ્રૂ યુવાન હતો. તે અંગરક્ષકોના ઉપરીનો ચાકર હતો.+ અમે તેને અમારાં સપનાં કહ્યાં+ ત્યારે, તેણે અમને એનો અર્થ જણાવ્યો. ૧૩ તેણે કહ્યું હતું એવું જ અમારી સાથે બન્યું. મને મારી પદવી પાછી મળી, પણ ભઠિયારાને થાંભલા પર લટકાવી દેવામાં આવ્યો.”+

૧૪ રાજાએ તરત જ માણસો મોકલીને યૂસફને કેદખાનામાંથી*+ બહાર કઢાવ્યો.+ યૂસફે દાઢી કરી* અને પોતાનાં કપડાં બદલીને રાજા પાસે આવ્યો. ૧૫ રાજાએ યૂસફને કહ્યું: “મેં એક સપનું જોયું હતું, પણ કોઈ એનો અર્થ જણાવી શક્યું નથી. મેં સાંભળ્યું છે કે તું સપનાનો અર્થ જણાવી શકે છે.”+ ૧૬ ત્યારે યૂસફે કહ્યું: “હું તો કંઈ નથી, પણ ઈશ્વર તમને મનની શાંતિ આપશે!”+

૧૭ રાજાએ યૂસફને કહ્યું: “સપનામાં મેં જોયું કે હું નાઈલ નદીને કિનારે ઊભો હતો. ૧૮ નાઈલ નદીમાંથી સાત સુંદર અને તાજી-માજી ગાયો નીકળી અને નદી કિનારે ઘાસ ચરવા લાગી.+ ૧૯ પછી નદીમાંથી બીજી સાત દુબળી-પાતળી અને ખૂબ કદરૂપી ગાયો નીકળી. મેં આખા ઇજિપ્તમાં આટલી કદરૂપી ગાયો આજ સુધી જોઈ નથી. ૨૦ પછી પાતળી અને કદરૂપી ગાયો પેલી સાત તાજી-માજી ગાયોને ખાવા લાગી. ૨૧ એ ગાયોને ખાઈ ગયા પછી પણ એવું લાગતું ન હતું કે, તેઓએ કંઈ ખાધું હોય. તેઓ પહેલાં જેવી જ દુબળી-પાતળી દેખાતી હતી. એવામાં હું જાગી ગયો.

૨૨ “પછી મેં સપનામાં જોયું કે એક સાંઠા પર સાત કણસલાં ઊગ્યાં હતાં. એ કણસલાં દાણાથી ભરેલાં અને સારાં હતાં.+ ૨૩ પછી બીજાં સાત કણસલાં ઊગ્યાં, જે ચીમળાયેલાં, પાતળાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં હતાં. ૨૪ પછી પાતળાં કણસલાં પેલાં સારાં કણસલાંને ગળી જવા લાગ્યાં. મેં જાદુગરોને એ સપનાં જણાવ્યાં,+ પણ કોઈ એનો અર્થ સમજાવી શક્યું નહિ.”+

૨૫ યૂસફે રાજાને કહ્યું: “તમારાં સપનાંનો અર્થ એક જ છે. સાચા ઈશ્વરે તમને સપનામાં બતાવ્યું છે કે, તે શું કરવાના છે.+ ૨૬ સાત સારી ગાયો સાત વર્ષ છે. એવી જ રીતે, સાત સારાં કણસલાં સાત વર્ષ છે. બંને સપનાંનો અર્થ એક જ છે. ૨૭ સાત પાતળી અને કદરૂપી ગાયો સાત વર્ષ છે. તેમ જ, દાણા વગરનાં અને પૂર્વના ગરમ પવનથી સુકાઈ ગયેલાં સાત કણસલાં દુકાળનાં સાત વર્ષ છે. ૨૮ મેં તમને જણાવ્યું તેમ, સાચા ઈશ્વરે તમને સપનામાં બતાવ્યું છે કે તે શું કરવાના છે.

૨૯ “આખા ઇજિપ્તમાં સાત વર્ષ પુષ્કળ અનાજ પાકશે. ૩૦ પછી સાત વર્ષ દુકાળ પડશે અને ઇજિપ્તની સમૃદ્ધિ ભુલાઈ જશે. દુકાળ આખા દેશને ભરખી જશે.+ ૩૧ સાત વર્ષની સમૃદ્ધિ કોઈને યાદ પણ નહિ આવે, કેમ કે આવનાર દુકાળ ખૂબ આકરો હશે. ૩૨ તમને બે વાર સપનું બતાવવાનું કારણ એ છે કે, સાચા ઈશ્વરે જે નક્કી કર્યું છે એ પ્રમાણે ચોક્કસ થશે. તે જલદી જ એમ કરશે.

૩૩ “એટલે તમારે સમજુ અને બુદ્ધિમાન માણસ શોધીને તેને આખા ઇજિપ્ત પર અધિકારી નીમવો જોઈએ. ૩૪ તમારે આખા દેશ પર અમલદારો નીમવા જોઈએ, જેથી સાત વર્ષમાં જે પુષ્કળ અનાજ પાકે+ એનો પાંચમો ભાગ ભેગો કરી શકાય. ૩૫ આવનાર સારાં વર્ષો દરમિયાન તેઓ અનાજ ભેગું કરે. દરેક શહેરમાં આવેલા તમારા કોઠારોમાં એનો સંગ્રહ કરે અને એની સંભાળ રાખે.+ ૩૬ જ્યારે ઇજિપ્તમાં સાત વર્ષ દુકાળ પડશે, ત્યારે ભેગું કરેલું એ અનાજ કામ લાગશે. આમ લોકો અને ઢોરઢાંક ભૂખે નહિ મરે.”+

૩૭ એ વાત રાજા અને તેના અધિકારીઓને સારી લાગી. ૩૮ રાજાએ પોતાના અધિકારીઓને કહ્યું: “આ માણસ પર સાચે જ ઈશ્વરની શક્તિ* કામ કરે છે! તેના જેવો માણસ આપણને બીજે ક્યાં મળશે?” ૩૯ રાજાએ યૂસફને કહ્યું: “ઈશ્વરે આ બધું તને જણાવ્યું છે. તારા જેવો સમજુ અને બુદ્ધિમાન બીજો કોઈ નથી. ૪૦ તું મારા ઘરનો અધિકારી બનશે અને મારા લોકો તારા કહ્યા પ્રમાણે જ બધું કરશે.+ ફક્ત આ રાજગાદીને લીધે હું તારા કરતાં મોટો હોઈશ.” ૪૧ પછી રાજાએ યૂસફને કહ્યું: “હું તને આખા ઇજિપ્ત દેશ પર અધિકારી ઠરાવું છું.”+ ૪૨ પછી રાજાએ પોતાના હાથ પરથી વીંટી* કાઢીને યૂસફને પહેરાવી. તેને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. ૪૩ રાજાએ પોતાના બીજા રાજવી રથ પર યૂસફને સવારી કરાવી. યૂસફનો જયજયકાર કરતા લોકો કહેતા, “અવરેખ!”* આમ રાજાએ યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી ઠરાવ્યો.

૪૪ રાજાએ યૂસફને કહ્યું: “હું રાજા છું, પણ તારી મંજૂરી વગર ઇજિપ્તનો કોઈ પણ માણસ કશું કરી નહિ શકે.”*+ ૪૫ પછી રાજાએ યૂસફનું નામ સાફનાથ-પાનેઆહ* પાડ્યું. તેને ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથ સાથે પરણાવ્યો.+ યૂસફ આખા ઇજિપ્ત દેશની દેખરેખ કરવા* લાગ્યો.+ ૪૬ યૂસફ ઇજિપ્તના રાજા ફારુન* આગળ ઊભો રહ્યો* ત્યારે તે ૩૦ વર્ષનો હતો.+

તે રાજા પાસેથી નીકળ્યો અને આખા ઇજિપ્ત દેશમાં ફરીને એની તપાસ કરી. ૪૭ સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન દેશમાં અઢળક અનાજ પાક્યું. ૪૮ સાત વર્ષ દરમિયાન ઇજિપ્તમાં થયેલું અનાજ યૂસફે ભેગું કર્યું. દરેક શહેરમાં તે આસપાસનાં ખેતરોમાંથી અનાજ ભેગું કરતો અને ત્યાંના જ કોઠારોમાં એનો સંગ્રહ કરતો. ૪૯ યૂસફ અનાજ ભેગું કરતો જ ગયો. તેણે સમુદ્રની રેતી જેટલું અઢળક અનાજ ભેગું કર્યું. આખરે, તેઓએ એનો હિસાબ રાખવાનું પણ છોડી દીધું, કેમ કે એમ કરવું અશક્ય હતું.

૫૦ દુકાળ પડ્યો એ પહેલાં યૂસફને આસનાથથી બે દીકરાઓ થયા.+ આસનાથ ઓન* શહેરના યાજક પોટીફેરાની દીકરી હતી. ૫૧ યૂસફે પ્રથમ જન્મેલા દીકરાનું નામ મનાશ્શા* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “ઈશ્વરની મદદથી મેં મારી બધી તકલીફો અને મારા પિતાના ઘરની ખોટ ભુલાવી દીધી છે.” ૫૨ તેણે બીજા દીકરાનું નામ એફ્રાઈમ* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “જે દેશમાં મેં દુઃખ વેઠ્યું, એ જ દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”+

૫૩ ઇજિપ્તમાં સમૃદ્ધિનાં સાત વર્ષ પૂરાં થયાં.+ ૫૪ એ પછી દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. યૂસફના કહ્યા પ્રમાણે જ થયું.+ બધા દેશોમાં દુકાળ પડ્યો, પણ આખા ઇજિપ્તમાં હજુ ખોરાક હતો.+ ૫૫ સમય જતાં, આખા ઇજિપ્તમાં દુકાળની અસર થવા લાગી. ઇજિપ્તના રહેવાસીઓ રાજા આગળ અનાજ માટે કાલાવાલા કરવા લાગ્યા.+ ત્યારે રાજાએ તેઓને કહ્યું: “યૂસફ પાસે જાઓ. તે કહે એમ કરો.”+ ૫૬ આખી દુનિયામાં દુકાળનો પ્રકોપ વધી રહ્યો હતો.+ ભારે દુકાળને લીધે ઇજિપ્તના લોકો ભૂખે ટળવળવા લાગ્યા. એટલે યૂસફે કોઠારો ખોલી નાખ્યા અને એમાંથી તે ઇજિપ્તના લોકોને અનાજ વેચવા લાગ્યો.+ ૫૭ આખી પૃથ્વી પર આકરો દુકાળ હતો.+ તેથી દુનિયાને ખૂણે ખૂણેથી લોકો યૂસફ પાસે અનાજ ખરીદવા ઇજિપ્ત આવવા લાગ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો