વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • હોરેબમાં પાણી ન હોવાને લીધે કચકચ (૧-૪)

      • ખડકમાંથી પાણી કાઢવામાં આવ્યું (૫-૭)

      • અમાલેકીઓનો હુમલો અને તેઓની હાર (૮-૧૬)

નિર્ગમન ૧૭:૧

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૨, ૧૨
  • +ગણ ૩૩:૧૪

નિર્ગમન ૧૭:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૧૯, ૨૧; ગણ ૧૪:૨, ૩; ૨૦:૩
  • +ગણ ૧૪:૨૨; ગી ૭૮:૧૮, ૨૨; ૧૦૬:૧૪

નિર્ગમન ૧૭:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૨, ૩

નિર્ગમન ૧૭:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૨૦

નિર્ગમન ૧૭:૬

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૮; પુન ૮:૧૪, ૧૫; નહે ૯:૧૫; ગી ૭૮:૧૫; ૧૦૫:૪૧; ૧કો ૧૦:૧, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૮, પાન ૧૩-૧૪

નિર્ગમન ૧૭:૭

ફૂટનોટ

  • *

    અર્થ, “પરીક્ષા; કસોટી.”

  • *

    અર્થ, “ઝઘડો.”

એને લગતી કલમો

  • +પુન ૯:૨૨
  • +ગી ૮૧:૭
  • +પુન ૬:૧૬; ગી ૯૫:૮, ૯; હિબ્રૂ ૩:૮, ૯

નિર્ગમન ૧૭:૮

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧૨
  • +પુન ૨૫:૧૭; ૧શ ૧૫:૨

નિર્ગમન ૧૭:૯

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૯-૧૦

નિર્ગમન ૧૭:૧૦

એને લગતી કલમો

  • +યહો ૧૧:૧૫
  • +નિર્ગ ૨૪:૧૩, ૧૪

નિર્ગમન ૧૭:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૧:૧૨

નિર્ગમન ૧૭:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૨૪:૨૦; પુન ૨૫:૧૯; ૧કા ૪:૪૨, ૪૩

નિર્ગમન ૧૭:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અર્થ, “યહોવા મારી નિશાનીનો થાંભલો છે.”

નિર્ગમન ૧૭:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૧
  • +૧શ ૧૫:૨૦; એસ્તે ૯:૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧૭:૧ગણ ૩૩:૨, ૧૨
નિર્ગ. ૧૭:૧ગણ ૩૩:૧૪
નિર્ગ. ૧૭:૨નિર્ગ ૫:૧૯, ૨૧; ગણ ૧૪:૨, ૩; ૨૦:૩
નિર્ગ. ૧૭:૨ગણ ૧૪:૨૨; ગી ૭૮:૧૮, ૨૨; ૧૦૬:૧૪
નિર્ગ. ૧૭:૩નિર્ગ ૧૬:૨, ૩
નિર્ગ. ૧૭:૫નિર્ગ ૭:૨૦
નિર્ગ. ૧૭:૬ગણ ૨૦:૮; પુન ૮:૧૪, ૧૫; નહે ૯:૧૫; ગી ૭૮:૧૫; ૧૦૫:૪૧; ૧કો ૧૦:૧, ૪
નિર્ગ. ૧૭:૭પુન ૯:૨૨
નિર્ગ. ૧૭:૭ગી ૮૧:૭
નિર્ગ. ૧૭:૭પુન ૬:૧૬; ગી ૯૫:૮, ૯; હિબ્રૂ ૩:૮, ૯
નિર્ગ. ૧૭:૮ઉત ૩૬:૧૨
નિર્ગ. ૧૭:૮પુન ૨૫:૧૭; ૧શ ૧૫:૨
નિર્ગ. ૧૭:૯ગણ ૧૧:૨૮
નિર્ગ. ૧૭:૧૦યહો ૧૧:૧૫
નિર્ગ. ૧૭:૧૦નિર્ગ ૨૪:૧૩, ૧૪
નિર્ગ. ૧૭:૧૩યહો ૧૧:૧૨
નિર્ગ. ૧૭:૧૪ગણ ૨૪:૨૦; પુન ૨૫:૧૯; ૧કા ૪:૪૨, ૪૩
નિર્ગ. ૧૭:૧૬પ્રક ૧૯:૧
નિર્ગ. ૧૭:૧૬૧શ ૧૫:૨૦; એસ્તે ૯:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧૭:૧-૧૬

નિર્ગમન

૧૭ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓ સીનના વેરાન પ્રદેશમાંથી નીકળ્યા.+ એક પછી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં તેઓ રફીદીમ પહોંચ્યા+ અને ત્યાં છાવણી નાખી. પણ ત્યાં પીવા માટે ટીપુંય પાણી ન હતું.

૨ લોકોએ મૂસા સાથે ઝઘડો કરીને+ કહ્યું: “અમને પીવા પાણી આપો.” મૂસાએ તેઓને કહ્યું: “તમે મારી સાથે કેમ ઝઘડો છો? તમે યહોવાની કસોટી કેમ કરો છો?”+ ૩ લોકો ખૂબ તરસ્યા હતા, એટલે તેઓએ મૂસા વિરુદ્ધ કચકચ કરીને+ કહ્યું: “તમે શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? શું અમને, અમારા દીકરાઓને અને અમારાં ઢોરઢાંકને તરસે મારવા અહીં લઈ આવ્યા છો?” ૪ છેવટે મૂસાએ યહોવાને પોકાર કરીને કહ્યું: “હું આ લોકોનું શું કરું? થોડી વારમાં આ લોકો મને પથ્થરે મારી નાખશે!”

૫ યહોવાએ મૂસાને કહ્યું: “તું તારી સાથે ઇઝરાયેલના અમુક વડીલોને લઈને લોકોની આગળ આગળ ચાલ. નાઈલ નદી પર તેં જે લાકડી મારી હતી+ એ તારા હાથમાં રાખ. ૬ હું હોરેબ ખડક પાસે તારી સામે ઊભો હોઈશ. તું લાકડીથી ખડકને મારજે, એટલે એમાંથી પાણી નીકળશે અને લોકો એ પાણી પીશે.”+ તેથી મૂસાએ ઇઝરાયેલીઓના વડીલોના દેખતા એમ જ કર્યું. ૭ મૂસાએ એ જગ્યાનું નામ માસ્સાહ*+ અને મરીબાહ*+ પાડ્યું. કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાં ઝઘડો કર્યો હતો અને યહોવાની કસોટી કરીને+ કહ્યું હતું: “યહોવા આપણી સાથે છે કે નહિ?”

૮ પછી અમાલેકીઓએ+ રફીદીમમાં આવીને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડાઈ કરી.+ ૯ ત્યારે મૂસાએ યહોશુઆને કહ્યું:+ “આપણા માટે માણસો પસંદ કર અને તેઓને લઈને અમાલેકીઓ વિરુદ્ધ લડવા જા. આવતી કાલે હું સાચા ઈશ્વરની લાકડી હાથમાં લઈને ટેકરીની ટોચ પર ઊભો રહીશ.” ૧૦ મૂસાએ કહ્યું હતું એ પ્રમાણે જ યહોશુઆએ અમાલેકીઓ વિરુદ્ધ લડાઈ કરી.+ મૂસા, હારુન અને હૂર+ ટેકરીની ટોચ પર ગયા.

૧૧ મૂસા જ્યાં સુધી પોતાના હાથ ઊંચા રાખતો, ત્યાં સુધી ઇઝરાયેલીઓ જીત મેળવતા. પણ તે પોતાના હાથ નીચા કરતો ત્યારે, અમાલેકીઓ જીત મેળવતા. ૧૨ મૂસાના હાથ દુખવા લાગ્યા ત્યારે, હારુને અને હૂરે એક પથ્થર લઈને તેને એના પર બેસાડ્યો. તેઓએ મૂસાના હાથ ઊંચા પકડી રાખ્યા, એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી. સૂર્ય આથમતા સુધી મૂસાના હાથ ઊંચા રહ્યા. ૧૩ આ રીતે, યહોશુઆએ અમાલેકીઓને તલવારથી હરાવ્યા.+

૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “આ બનાવ યાદ રહે માટે પુસ્તકમાં લખી લે અને યહોશુઆને જણાવ કે, ‘હું અમાલેકીઓનું નામનિશાન આકાશ નીચેથી મિટાવી દઈશ અને તેઓને યાદ પણ કરવામાં નહિ આવે.’”+ ૧૫ પછી મૂસાએ એક વેદી* બાંધી અને એનું નામ યહોવા-નિસ્સી* પાડ્યું, ૧૬ કેમ કે મૂસાએ કહ્યું: “અમાલેકનો હાથ યાહની રાજગાદી વિરુદ્ધ છે,+ એટલે યહોવા પેઢી દર પેઢી અમાલેકીઓ સાથે યુદ્ધ કરશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો