વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • માલ્ટાના કિનારે (૧-૬)

      • પબ્લિયુસના પિતાને સાજો કરવામાં આવ્યો (૭-૧૦)

      • રોમ તરફ (૧૧-૧૬)

      • રોમમાં પાઉલ યહૂદીઓ સાથે વાત કરે છે (૧૭-૨૯)

      • બે વર્ષ સુધી પાઉલ હિંમતથી પ્રચાર કરે છે (૩૦, ૩૧)

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૭:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨

ફૂટનોટ

  • *

    અથવા, “બીજી ભાષાના લોકો.”

  • *

    અથવા, “માનવતાથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૧૯

    ૫/૧/૧૯૯૯, પાન ૩૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૪

ફૂટનોટ

  • *

    ગ્રીક શબ્દ દીકી, કદાચ બદલો લેનાર ન્યાયની દેવીની વાત થાય છે અથવા ન્યાયને વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૩૦-૩૧

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૭

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૮

એને લગતી કલમો

  • +લૂક ૪:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૧૯, પાન ૭

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૯

એને લગતી કલમો

  • +માથ ૧૦:૮

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૫

ફૂટનોટ

  • *

    જમવાની અને રોકાવાની જગ્યા.

એને લગતી કલમો

  • +૨કો ૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૧૬

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૪

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૪:૧૧, ૧૨; ૨૫:૮
  • +પ્રેકા ૨૧:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૪:૧૦
  • +પ્રેકા ૨૩:૨૬, ૨૯; ૨૫:૨૪, ૨૫; ૨૬:૩૧, ૩૨

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “કાઈસાર.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૫:૧૧, ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૬; ૨૬:૬; એફે ૬:૧૯, ૨૦; ૨તિ ૧:૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૨:૩૪; યોહ ૧૫:૧૯; પ્રેકા ૨૪:૧૪

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૩

એને લગતી કલમો

  • +યોહ ૫:૪૬
  • +પ્રેકા ૨૬:૨૨, ૨૩
  • +પ્રેકા ૧૭:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પાન ૧૬-૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૨૨-૨૩

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૧૦૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૬

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૧૦૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૭

એને લગતી કલમો

  • +યશા ૬:૯, ૧૦; માથ ૧૩:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૧૦૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૮

એને લગતી કલમો

  • +લૂક ૩:૪, ૬; પ્રેકા ૧૩:૪૫, ૪૬; ૨૨:૨૧; રોમ ૧૧:૧૧
  • +ગી ૬૭:૨; ૯૮:૩; યશા ૧૧:૧૦

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૩૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૪-૧૫

    ૨/૧/૨૦૦૭, પાન ૩૨

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૪

    ૨/૧/૧૯૯૧, પાન ૧૨

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “સંકોચ વિના.”

એને લગતી કલમો

  • +એફે ૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૧૪-૧૫

    ૨/૧/૨૦૦૭, પાન ૩૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૨૮:૧પ્રેકા ૨૭:૨૬
પ્રે.કા. ૨૮:૮લૂક ૪:૩૮, ૩૯
પ્રે.કા. ૨૮:૯માથ ૧૦:૮
પ્રે.કા. ૨૮:૧૫૨કો ૧:૩, ૪
પ્રે.કા. ૨૮:૧૭પ્રેકા ૨૪:૧૧, ૧૨; ૨૫:૮
પ્રે.કા. ૨૮:૧૭પ્રેકા ૨૧:૩૩
પ્રે.કા. ૨૮:૧૮પ્રેકા ૨૪:૧૦
પ્રે.કા. ૨૮:૧૮પ્રેકા ૨૩:૨૬, ૨૯; ૨૫:૨૪, ૨૫; ૨૬:૩૧, ૩૨
પ્રે.કા. ૨૮:૧૯પ્રેકા ૨૫:૧૧, ૧૨
પ્રે.કા. ૨૮:૨૦પ્રેકા ૨૩:૬; ૨૬:૬; એફે ૬:૧૯, ૨૦; ૨તિ ૧:૧૬
પ્રે.કા. ૨૮:૨૨લૂક ૨:૩૪; યોહ ૧૫:૧૯; પ્રેકા ૨૪:૧૪
પ્રે.કા. ૨૮:૨૩યોહ ૫:૪૬
પ્રે.કા. ૨૮:૨૩પ્રેકા ૨૬:૨૨, ૨૩
પ્રે.કા. ૨૮:૨૩પ્રેકા ૧૭:૨, ૩
પ્રે.કા. ૨૮:૨૬રોમ ૧૧:૮
પ્રે.કા. ૨૮:૨૭યશા ૬:૯, ૧૦; માથ ૧૩:૧૪, ૧૫
પ્રે.કા. ૨૮:૨૮લૂક ૩:૪, ૬; પ્રેકા ૧૩:૪૫, ૪૬; ૨૨:૨૧; રોમ ૧૧:૧૧
પ્રે.કા. ૨૮:૨૮ગી ૬૭:૨; ૯૮:૩; યશા ૧૧:૧૦
પ્રે.કા. ૨૮:૩૦પ્રેકા ૨૮:૧૬
પ્રે.કા. ૨૮:૩૧એફે ૬:૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧-૩૧

પ્રેરિતોનાં કાર્યો

૨૮ કિનારે સહીસલામત પહોંચ્યા પછી, અમને ખબર પડી કે એ ટાપુનું નામ માલ્ટા છે.+ ૨ ત્યાંના રહેવાસીઓ* અમારી સાથે ઘણી ભલાઈથી* વર્ત્યા. વરસાદ અને ઠંડી હોવાથી તેઓએ તાપણું કર્યું અને પ્રેમથી અમારો આવકાર કર્યો. ૩ પાઉલ કેટલીક લાકડીઓ ભેગી કરીને આગમાં નાખતો હતો ત્યારે, ગરમીને લીધે લાકડીઓમાંથી એક સાપ નીકળ્યો અને તેના હાથ પર વીંટળાઈ ગયો. ૪ ત્યાંના લોકોએ તેના હાથ પર ઝેરી સાપ લટકતો જોયો ત્યારે, તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “સાચે જ, આ માણસ ખૂની છે. ભલે તે દરિયામાંથી બચીને બહાર આવ્યો, પણ ન્યાય* તેને જીવવા દેશે નહિ.” ૫ પાઉલે ઝેરી સાપને ઝાટકીને આગમાં નાખી દીધો અને તેને કંઈ થયું નહિ. ૬ લોકોને લાગતું હતું કે તેને સોજો ચઢશે અથવા તે અચાનક પડીને મરી જશે. ખાસ્સો સમય વીત્યો અને તેઓએ જોયું કે તેને કંઈ હાનિ પહોંચી નથી. એટલે તેઓએ પોતાનો વિચાર બદલ્યો અને કહેવા લાગ્યા કે તે કોઈ દેવતા છે.

૭ એ જગ્યાની નજીકમાં જ ટાપુના મુખ્ય માણસ પબ્લિયુસની જમીન હતી. તેણે અમારો આદર-સત્કાર કર્યો અને ત્રણ દિવસ સુધી અમારી પરોણાગત કરી. ૮ એ સમયે પબ્લિયુસના પિતાને તાવ અને મરડો થયો હોવાથી તે પથારીવશ હતો. પાઉલ તેની પાસે ગયો, પ્રાર્થના કરી અને તેના પર હાથ મૂકીને તેને સાજો કર્યો.+ ૯ એ બનાવ પછી ટાપુ પરના બાકીના બીમાર લોકો પણ પાઉલ પાસે આવવા લાગ્યા અને તેઓને સાજા કરવામાં આવ્યા.+ ૧૦ તેઓએ અમને ઘણી ભેટો આપીને અમારું સન્માન પણ કર્યું. અમે દરિયાઈ સફરે નીકળવાના હતા ત્યારે, તેઓએ અમને જરૂરી સામાન ભરી આપ્યો.

૧૧ ત્રણ મહિના પછી, અમે એક વહાણમાં નીકળ્યા, જેના પર “ઝિયૂસના દીકરાઓ” એવી નિશાની હતી. એ એલેકઝાંડ્રિયાનું વહાણ હતું અને શિયાળા દરમિયાન ટાપુ પર રોકાયું હતું. ૧૨ સુરાકુસના બંદરે પહોંચીને અમે ત્યાં ત્રણ દિવસ રોકાયા. ૧૩ ત્યાંથી અમે આગળ વધ્યા અને રેગિયુમ પહોંચ્યા. પછીના દિવસે દક્ષિણથી પવન ફૂંકાવા લાગ્યો અને બીજા દિવસે અમે પુત્યોલી પહોંચી ગયા. ૧૪ અહીં અમને ભાઈઓ મળ્યા અને તેઓએ અમને સાત દિવસ રોકાઈ જવાની અરજ કરી. પછી અમે રોમ જવા નીકળ્યા. ૧૫ ત્યાંના ભાઈઓને જ્યારે અમારા વિશે ખબર મળી, ત્યારે તેઓ છેક આપિયસના બજાર સુધી અને ત્રણ ધર્મશાળા* સુધી અમને મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેને હિંમત મળી.+ ૧૬ આખરે અમે રોમ પહોંચ્યા. ત્યાં પાઉલને સૈનિકના પહેરા નીચે એકલા રહેવાની છૂટ મળી.

૧૭ ત્રણ દિવસ પછી પાઉલે યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા. તેઓ ભેગા થયા ત્યારે, તેણે તેઓને કહ્યું: “ભાઈઓ, મેં લોકો વિરુદ્ધ કે આપણા બાપદાદાઓના રિવાજો વિરુદ્ધ કંઈ કર્યું નથી.+ તોપણ મને યરૂશાલેમમાં કેદી તરીકે રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.+ ૧૮ મારી પૂછપરછ કર્યા પછી,+ તેઓ મને છોડી દેવા માંગતા હતા, કેમ કે મને મોતની સજા ફટકારવા તેઓને કોઈ કારણ મળ્યું નહિ.+ ૧૯ પણ યહૂદીઓએ એનો વિરોધ કર્યો ત્યારે, મારે સમ્રાટ* પાસે ન્યાય માંગવો પડ્યો.+ જોકે, એવું નથી કે મારે મારા લોકો પર કોઈ આરોપ મૂકવો છે. ૨૦ હું તો બસ તમને મળીને તમારી સાથે વાત કરવા માંગતો હતો, કેમ કે ઇઝરાયેલ જેની આશા રાખે છે એના લીધે હું આ સાંકળોથી બંધાયેલો છું.”+ ૨૧ તેઓએ તેને કહ્યું: “અમને તારા વિશે યહૂદિયાથી પત્રો મળ્યા નથી. યહૂદિયાથી આવેલા ભાઈઓમાંનું કોઈ તારા વિશે કંઈ ખરાબ અહેવાલ લાવ્યું નથી કે કંઈ ખરાબ બોલ્યું નથી. ૨૨ એટલે અમને એ યોગ્ય લાગે છે કે તારા વિચારો તારી પાસેથી સાંભળીએ. પણ એક વાત તો ચોક્કસ છે કે, બધી બાજુ આ પંથના વિરોધમાં બોલાય છે.”+

૨૩ તેઓએ પાઉલને મળવાનો એક દિવસ નક્કી કર્યો અને તેઓ પહેલાં કરતાં મોટી સંખ્યામાં તેના રહેઠાણે આવ્યા. સવારથી સાંજ સુધી તેણે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીને તેઓને સમજાવ્યા. તેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે એ માટે તેણે મૂસાના નિયમશાસ્ત્રમાંથી+ અને પ્રબોધકોનાં લખાણોમાંથી+ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો.+ ૨૪ અમુક લોકોએ તેની વાત માની, પણ અમુકે ન માની. ૨૫ તેઓમાં અંદરોઅંદર મતભેદ પડ્યા હોવાથી તેઓ ત્યાંથી જવા લાગ્યા. ત્યારે પાઉલે આ એક વાત કહી:

“તમારા બાપદાદાઓને યશાયા પ્રબોધક દ્વારા પવિત્ર શક્તિએ બરાબર જ કહ્યું હતું: ૨૬ ‘જા, મારા લોકોને કહે, “તમે ચોક્કસ સાંભળશો પણ સમજશો નહિ. તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ.+ ૨૭ કેમ કે તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.”’+ ૨૮ એટલે તમે જાણી લો કે ઈશ્વર તરફથી મળતો તારણનો સંદેશો બીજી પ્રજાઓમાં મોકલવામાં આવ્યો છે+ અને તેઓ ચોક્કસ એ સાંભળશે.”+ ૨૯ *—

૩૦ પાઉલ ભાડાના ઘરમાં પૂરાં બે વર્ષ રહ્યો.+ તેની પાસે જેઓ આવતા, એ બધાનો તે પ્રેમથી આવકાર કરતો રહ્યો. ૩૧ તે કોઈ રોકટોક વગર અને હિંમતથી* તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતો રહ્યો અને માલિક ઈસુ ખ્રિસ્ત વિશે શીખવતો રહ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો