વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ રાજાઓ મુખ્ય વિચારો

      • એલિયા પ્રબોધક દુકાળ વિશે ભાખે છે (૧)

      • એલિયાને કાગડાઓએ ખાવાનું પૂરું પાડ્યું (૨-૭)

      • એલિયા સારફતની વિધવા પાસે જાય છે (૮-૧૬)

      • વિધવાનો દીકરો ગુજરી જાય છે અને જીવતો કરાય છે (૧૭-૨૪)

૧ રાજાઓ ૧૭:૧

ફૂટનોટ

  • *

    અર્થ, “યહોવા મારા ઈશ્વર છે.”

  • *

    મૂળ, “જેમની આગળ હું ઊભો રહું છું.”

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

એને લગતી કલમો

  • +યહો ૨૨:૯
  • +૧રા ૧૭:૧૫, ૧૬, ૨૨, ૨૪; ૧૮:૩૬, ૩૮, ૪૬; ૨રા ૨:૮, ૧૧; લૂક ૧:૧૭; યોહ ૧:૧૯, ૨૧
  • +પુન ૨૮:૧૫, ૨૩; યર્મિ ૧૪:૨૨; લૂક ૪:૨૫; યાકૂ ૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૧૦

૧ રાજાઓ ૧૭:૪

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૫; માથ ૬:૧૧

૧ રાજાઓ ૧૭:૬

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૨૩; ન્યા ૧૫:૧૯

૧ રાજાઓ ૧૭:૭

એને લગતી કલમો

  • +૧રા ૧૮:૫

૧ રાજાઓ ૧૭:૯

એને લગતી કલમો

  • +લૂક ૪:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૩-૧૪

૧ રાજાઓ ૧૭:૧૦

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૩૨, ૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૩-૧૪

૧ રાજાઓ ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૩-૧૪

૧ રાજાઓ ૧૭:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાના જીવના સમ.”

એને લગતી કલમો

  • +૨રા ૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૪

૧ રાજાઓ ૧૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૪

૧ રાજાઓ ૧૭:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૦; ૩૭:૧૭, ૧૯; ફિલિ ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૪

૧ રાજાઓ ૧૭:૧૫

એને લગતી કલમો

  • +માથ ૧૦:૪૧, ૪૨; લૂક ૪:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૪-૧૫

૧ રાજાઓ ૧૭:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૪-૧૫

૧ રાજાઓ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૪:૧૯, ૨૦

૧ રાજાઓ ૧૭:૧૮

એને લગતી કલમો

  • +અયૂ ૧૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૫

૧ રાજાઓ ૧૭:૧૯

એને લગતી કલમો

  • +૨રા ૪:૨૧, ૩૨

૧ રાજાઓ ૧૭:૨૦

એને લગતી કલમો

  • +ગી ૯૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૫

૧ રાજાઓ ૧૭:૨૨

એને લગતી કલમો

  • +યાકૂ ૫:૧૬
  • +પુન ૩૨:૩૯; ૧શ ૨:૬; ૨રા ૪:૩૨, ૩૪; ૧૩:૨૧; લૂક ૭:૧૫; ૮:૫૪, ૫૫; યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૪૪; પ્રેકા ૯:૪૦, ૪૧; ૨૦:૯, ૧૦; રોમ ૧૪:૯; હિબ્રૂ ૧૧:૧૭, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૯, પાન ૧૬

૧ રાજાઓ ૧૭:૨૩

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૩૫

૧ રાજાઓ ૧૭:૨૪

એને લગતી કલમો

  • +યોહ ૩:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ રાજા. ૧૭:૧યહો ૨૨:૯
૧ રાજા. ૧૭:૧૧રા ૧૭:૧૫, ૧૬, ૨૨, ૨૪; ૧૮:૩૬, ૩૮, ૪૬; ૨રા ૨:૮, ૧૧; લૂક ૧:૧૭; યોહ ૧:૧૯, ૨૧
૧ રાજા. ૧૭:૧પુન ૨૮:૧૫, ૨૩; યર્મિ ૧૪:૨૨; લૂક ૪:૨૫; યાકૂ ૫:૧૭
૧ રાજા. ૧૭:૪ગી ૩૭:૨૫; માથ ૬:૧૧
૧ રાજા. ૧૭:૬ગણ ૧૧:૨૩; ન્યા ૧૫:૧૯
૧ રાજા. ૧૭:૭૧રા ૧૮:૫
૧ રાજા. ૧૭:૯લૂક ૪:૨૫, ૨૬
૧ રાજા. ૧૭:૧૦હિબ્રૂ ૧૧:૩૨, ૩૭
૧ રાજા. ૧૭:૧૨૨રા ૪:૨
૧ રાજા. ૧૭:૧૪ગી ૩૪:૧૦; ૩૭:૧૭, ૧૯; ફિલિ ૪:૧૯
૧ રાજા. ૧૭:૧૫માથ ૧૦:૪૧, ૪૨; લૂક ૪:૨૫, ૨૬
૧ રાજા. ૧૭:૧૭૨રા ૪:૧૯, ૨૦
૧ રાજા. ૧૭:૧૮અયૂ ૧૩:૨૬
૧ રાજા. ૧૭:૧૯૨રા ૪:૨૧, ૩૨
૧ રાજા. ૧૭:૨૦ગી ૯૯:૬
૧ રાજા. ૧૭:૨૨યાકૂ ૫:૧૬
૧ રાજા. ૧૭:૨૨પુન ૩૨:૩૯; ૧શ ૨:૬; ૨રા ૪:૩૨, ૩૪; ૧૩:૨૧; લૂક ૭:૧૫; ૮:૫૪, ૫૫; યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૪૪; પ્રેકા ૯:૪૦, ૪૧; ૨૦:૯, ૧૦; રોમ ૧૪:૯; હિબ્રૂ ૧૧:૧૭, ૧૯
૧ રાજા. ૧૭:૨૩હિબ્રૂ ૧૧:૩૫
૧ રાજા. ૧૭:૨૪યોહ ૩:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ રાજાઓ ૧૭:૧-૨૪

પહેલો રાજાઓ

૧૭ ગિલયાદમાં+ આવેલા તિશ્બેના વતની એલિયાએ*+ આહાબને કહ્યું: “ઇઝરાયેલના જે ઈશ્વરની હું ભક્તિ કરું છું,* એ યહોવાના સમ* કે મારા કહ્યા વગર હવેનાં વર્ષોમાં ઝાકળ કે વરસાદ પડશે નહિ!”+

૨ એલિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: ૩ “અહીંથી નીકળીને પૂર્વ તરફ જા. યર્દનની પૂર્વે આવેલી કરીથ ખીણ પાસે સંતાઈ રહે. ૪ એના ઝરણામાંથી પાણી પી. હું કાગડાઓને આજ્ઞા કરીશ કે તને ખાવાનું આપે.”+ ૫ યહોવાના કહેવા પ્રમાણે તે તરત જ ગયો. તે યર્દનની પૂર્વે આવેલી કરીથ ખીણ પાસે રહેવા લાગ્યો. ૬ કાગડાઓ એલિયા માટે સવાર-સાંજ રોટલી અને માંસ લાવતાં. એલિયા ઝરણામાંથી પાણી પીતો.+ ૭ થોડા દિવસ પછી ઝરણું સુકાઈ ગયું,+ કેમ કે આખા દેશમાં વરસાદ પડ્યો ન હતો.

૮ એલિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: ૯ “ઊઠ, સિદોનમાં આવેલા સારફત જા અને ત્યાં રહે. જો, હું એક વિધવાને આજ્ઞા આપીશ કે તને ખાવાનું આપે.”+ ૧૦ તે ત્યાંથી સારફત ગયો. તે શહેરના દરવાજે આવ્યો ત્યારે, એક વિધવા લાકડાં ભેગાં કરતી હતી. એલિયાએ તેને બૂમ પાડી: “મને થોડું પાણી પીવા આપ ને.”+ ૧૧ તે પાણી લેવા જતી હતી ત્યારે, એલિયાએ તેને ફરીથી બૂમ પાડી: “સાથે સાથે ટુકડો રોટલી પણ લેતી આવજે.” ૧૨ એ સાંભળીને વિધવાએ કહ્યું: “તમારા ઈશ્વર યહોવાના સમ* કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે મોટી બરણીમાં બસ મુઠ્ઠી લોટ અને નાની બરણીમાં થોડું તેલ છે.+ જુઓ, હું થોડાં લાકડાં ભેગાં કરું છું, જેથી મરતા પહેલાં ઘરે જઈને મારા અને મારા દીકરા માટે કંઈક રાંધું.”

૧૩ એલિયાએ તેને કહ્યું: “ગભરાઈશ નહિ. ઘરે જા અને તારા કહેવા પ્રમાણે કર. તારી પાસે જે છે એમાંથી પહેલા મારા માટે એક નાની રોટલી બનાવી લાવ. પછી તારા અને તારા દીકરા માટે કંઈક બનાવજે. ૧૪ ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘જ્યાં સુધી યહોવા આ ધરતી પર વરસાદ ન વરસાવે, ત્યાં સુધી મોટી બરણીનો લોટ ખૂટશે નહિ અને નાની બરણીનું તેલ ખલાસ થશે નહિ.’”+ ૧૫ તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું. એ સ્ત્રીએ, તેના કુટુંબે અને એલિયાએ ઘણા દિવસો સુધી ખાધું.+ ૧૬ યહોવાએ એલિયા દ્વારા જે કહ્યું હતું એવું જ થયું. મોટી બરણીનો લોટ ખૂટ્યો નહિ અને નાની બરણીનું તેલ ખલાસ થયું નહિ.

૧૭ એલિયા જે વિધવા સ્ત્રીના ઘરમાં રહેતો હતો, તેનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી વધી ગઈ કે તે ગુજરી ગયો.+ ૧૮ વિધવાએ એલિયાને કહ્યું: “ઓ ઈશ્વરભક્ત, તમને મારી સાથે શું દુશ્મની છે? મારા દીકરાને મારી નાખીને, શું તમે મારા ગુના યાદ કરાવવા આવ્યા છો?”+ ૧૯ એલિયાએ તેને કહ્યું: “લાવ, તારો દીકરો મને આપ.” એલિયાએ તેની ગોદમાંથી દીકરો ઊંચકી લીધો. તે તેને ઉપરના ઓરડામાં લઈ ગયો, જ્યાં પોતે રોકાયો હતો. તેણે પોતાના પલંગ પર છોકરાને સુવડાવ્યો.+ ૨૦ એલિયા યહોવાને પોકારી ઊઠ્યો: “હે મારા ઈશ્વર યહોવા,+ હું જે વિધવાને ત્યાં રહું છું, તેના દીકરાને મરી જવા દઈને શું તમે તેના પર આફત લાવશો?” ૨૧ પછી એલિયા ત્રણ વાર છોકરા પર સૂઈ ગયો અને યહોવાને મોટેથી વિનંતી કરી: “હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરો અને છોકરાને જીવતો કરો.” ૨૨ યહોવાએ એલિયાની વિનંતી સાંભળી+ અને છોકરો જીવતો થયો.+ ૨૩ એલિયાએ છોકરાને ઊંચકી લીધો અને ઉપરના ઓરડામાંથી નીચે ઘરમાં લઈ આવ્યો. એલિયા એ છોકરાને તેની મા પાસે લાવ્યો અને કહ્યું: “જો, તારો દીકરો જીવે છે!”+ ૨૪ એ જોઈને સ્ત્રીએ એલિયાને કહ્યું: “હવે મને ખાતરી થઈ ગઈ કે તમે સાચા ઈશ્વરભક્ત છો.+ યહોવાનાં જે વચનો તમે બોલ્યાં એ સાચાં છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો