વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇબ્રાહિમ ફરી લગ્‍ન કરે છે (૧-૬)

      • ઇબ્રાહિમનું મરણ (૭-૧૧)

      • ઇશ્માએલના દીકરાઓ (૧૨-૧૮)

      • યાકૂબ અને એસાવનો જન્મ (૧૯-૨૬)

      • એસાવ પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો હક વેચી દે છે (૨૭-૩૪)

ઉત્પત્તિ ૨૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૩, પાન ૩-૪

ઉત્પત્તિ ૨૫:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૨૮; નિર્ગ ૨:૧૫; ગણ ૩૧:૨; ન્યા ૬:૨
  • +૧કા ૧:૩૨, ૩૩

ઉત્પત્તિ ૨૫:૩

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ ત્રણેય હિબ્રૂ નામ કુળ અથવા પ્રજાને બતાવે છે.

ઉત્પત્તિ ૨૫:૫

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૩૬

ઉત્પત્તિ ૨૫:૬

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૧૪

ઉત્પત્તિ ૨૫:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૬, પાન ૧૨

ઉત્પત્તિ ૨૫:૯

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૮, ૯; ૪૯:૨૯, ૩૦

ઉત્પત્તિ ૨૫:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૨, ૧૯

ઉત્પત્તિ ૨૫:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૯; ૨૬:૧૨-૧૪
  • +ઉત ૧૬:૧૪

ઉત્પત્તિ ૨૫:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૬:૧૦, ૧૧
  • +ગલા ૪:૨૪

ઉત્પત્તિ ૨૫:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૨, ૩; યશા ૬૦:૭
  • +ગી ૧૨૦:૫; યર્મિ ૪૯:૨૮; હઝ ૨૭:૨૧
  • +૧કા ૧:૨૯-૩૧

ઉત્પત્તિ ૨૫:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “દીવાલવાળી છાવણીનાં.”

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૨૦

ઉત્પત્તિ ૨૫:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”

ઉત્પત્તિ ૨૫:૧૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “પોતાના બધા ભાઈઓ સામે તેઓની દુશ્મનાવટ હતી.”

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૭
  • +ઉત ૧૬:૭, ૮
  • +ઉત ૧૬:૧૧, ૧૨

ઉત્પત્તિ ૨૫:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૨; માથ ૧:૧, ૨

ઉત્પત્તિ ૨૫:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

ઉત્પત્તિ ૨૫:૨૨

એને લગતી કલમો

  • +રોમ ૯:૧૦

ઉત્પત્તિ ૨૫:૨૩

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧૫
  • +ઉત ૩૬:૩૧; ગણ ૨૦:૧૪
  • +ઉત ૨૭:૨૯, ૩૦; પુન ૨:૪
  • +૨શ ૮:૧૪; માલ ૧:૨, ૩; રોમ ૯:૧૦-૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૮

    ૧૦/૧૫/૨૦૦૩, પાન ૨૯

ઉત્પત્તિ ૨૫:૨૫

ફૂટનોટ

  • *

    અર્થ, “વાળવાળો.”

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૧૧
  • +ઉત ૨૭:૩૨; ૩૬:૯; માલ ૧:૩

ઉત્પત્તિ ૨૫:૨૬

ફૂટનોટ

  • *

    અર્થ, “એડી પકડી રાખનાર; બીજાની જગ્યા પડાવી લેનાર.”

એને લગતી કલમો

  • +હો ૧૨:૩
  • +ઉત ૨૭:૩૬

ઉત્પત્તિ ૨૫:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “નિષ્કલંક.”

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૩, ૫
  • +હિબ્રૂ ૧૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૩, પાન ૨૭

    ૧૦/૧૫/૨૦૦૩, પાન ૨૮

ઉત્પત્તિ ૨૫:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૬, ૭, ૪૬

ઉત્પત્તિ ૨૫:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “ખૂબ થાકેલો છું.”

  • *

    અર્થ, “લાલ.”

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૨, પાન ૧૧

ઉત્પત્તિ ૨૫:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “જ્યેષ્ઠપુત્ર હોવાનો હક.”

એને લગતી કલમો

  • +પુન ૨૧:૧૬, ૧૭

ઉત્પત્તિ ૨૫:૩૩

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૨૫:૨ઉત ૩૭:૨૮; નિર્ગ ૨:૧૫; ગણ ૩૧:૨; ન્યા ૬:૨
ઉત. ૨૫:૨૧કા ૧:૩૨, ૩૩
ઉત. ૨૫:૫ઉત ૨૪:૩૬
ઉત. ૨૫:૬ઉત ૨૧:૧૪
ઉત. ૨૫:૯ઉત ૨૩:૮, ૯; ૪૯:૨૯, ૩૦
ઉત. ૨૫:૧૦ઉત ૨૩:૨, ૧૯
ઉત. ૨૫:૧૧ઉત ૧૭:૧૯; ૨૬:૧૨-૧૪
ઉત. ૨૫:૧૧ઉત ૧૬:૧૪
ઉત. ૨૫:૧૨ઉત ૧૬:૧૦, ૧૧
ઉત. ૨૫:૧૨ગલા ૪:૨૪
ઉત. ૨૫:૧૩ઉત ૩૬:૨, ૩; યશા ૬૦:૭
ઉત. ૨૫:૧૩ગી ૧૨૦:૫; યર્મિ ૪૯:૨૮; હઝ ૨૭:૨૧
ઉત. ૨૫:૧૩૧કા ૧:૨૯-૩૧
ઉત. ૨૫:૧૬ઉત ૧૭:૨૦
ઉત. ૨૫:૧૮૧શ ૧૫:૭
ઉત. ૨૫:૧૮ઉત ૧૬:૭, ૮
ઉત. ૨૫:૧૮ઉત ૧૬:૧૧, ૧૨
ઉત. ૨૫:૧૯ઉત ૨૨:૨; માથ ૧:૧, ૨
ઉત. ૨૫:૨૦ઉત ૨૨:૨૩
ઉત. ૨૫:૨૨રોમ ૯:૧૦
ઉત. ૨૫:૨૩ગી ૧૩૯:૧૫
ઉત. ૨૫:૨૩ઉત ૩૬:૩૧; ગણ ૨૦:૧૪
ઉત. ૨૫:૨૩ઉત ૨૭:૨૯, ૩૦; પુન ૨:૪
ઉત. ૨૫:૨૩૨શ ૮:૧૪; માલ ૧:૨, ૩; રોમ ૯:૧૦-૧૩
ઉત. ૨૫:૨૫ઉત ૨૭:૧૧
ઉત. ૨૫:૨૫ઉત ૨૭:૩૨; ૩૬:૯; માલ ૧:૩
ઉત. ૨૫:૨૬હો ૧૨:૩
ઉત. ૨૫:૨૬ઉત ૨૭:૩૬
ઉત. ૨૫:૨૭ઉત ૨૭:૩, ૫
ઉત. ૨૫:૨૭હિબ્રૂ ૧૧:૯
ઉત. ૨૫:૨૮ઉત ૨૭:૬, ૭, ૪૬
ઉત. ૨૫:૩૦ઉત ૩૬:૧
ઉત. ૨૫:૩૧પુન ૨૧:૧૬, ૧૭
ઉત. ૨૫:૩૩હિબ્રૂ ૧૨:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૨૫:૧-૩૪

ઉત્પત્તિ

૨૫ ઇબ્રાહિમે ફરી લગ્‍ન કર્યું અને એ સ્ત્રીનું નામ કટૂરાહ હતું. ૨ સમય જતાં, તેને ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન,+ યિશ્બાક અને શૂઆહ+ થયા.

૩ યોકશાનથી શેબા અને દદાન થયા.

દદાનના દીકરાઓ આશૂર, લટુશ અને લઉમ હતા.*

૪ મિદ્યાનના દીકરાઓ એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા.

એ બધા કટૂરાહના દીકરાઓ હતા.

૫ પછી ઇબ્રાહિમે પોતાની બધી માલ-મિલકત ઇસહાકને આપી.+ ૬ પણ તેણે ઉપપત્નીઓથી થયેલા દીકરાઓને ભેટ-સોગાદો આપી. તેણે પોતાની હયાતીમાં એ દીકરાઓને ઇસહાકથી દૂર મોકલી દીધા.+ એ દીકરાઓને પૂર્વના દેશમાં મોકલી દીધા. ૭ ઇબ્રાહિમ ૧૭૫ વર્ષ જીવ્યો. ૮ તે ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* ૯ તેના દીકરાઓ ઇસહાક અને ઇશ્માએલે તેને મામરે નજીક માખ્પેલાહની ગુફામાં દફનાવ્યો.+ એ ગુફા હિત્તી સોહારના દીકરા એફ્રોનની જમીનમાં હતી. ૧૦ એ જમીન ઇબ્રાહિમે હેથના દીકરાઓ પાસેથી ખરીદી હતી. ત્યાં ઇબ્રાહિમને તેની પત્ની સારાહ સાથે દફનાવવામાં આવ્યો.+ ૧૧ ઇબ્રાહિમના મરણ પછી પણ ઈશ્વર તેના દીકરા ઇસહાકને આશીર્વાદ આપતા રહ્યા.+ ઇસહાક બેર-લાહાય-રોઈ+ નજીક રહેતો હતો.

૧૨ ઇશ્માએલ વિશે આ અહેવાલ છે.+ ઇશ્માએલ ઇબ્રાહિમનો દીકરો હતો, જે તેને સારાહની દાસી હાગારથી+ થયો હતો. હાગાર ઇજિપ્તની હતી.

૧૩ ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમ જન્મેલો નબાયોથ,+ પછી કેદાર,+ આદબએલ, મિબ્સામ,+ ૧૪ મિશ્મા, દૂમાહ, માસ્સા, ૧૫ હદાદ, તેમા, યટૂર, નાફીશ અને કેદમાહ. ૧૬ આ ઇશ્માએલના દીકરાઓ હતા. તેઓનાં નામ પરથી તેઓનાં ગામ અને તેઓની છાવણીનાં* નામ પડ્યાં. એ ૧૨ દીકરાઓ પોતપોતાનાં કુટુંબોના મુખીઓ હતા.+ ૧૭ ઇશ્માએલ ૧૩૭ વર્ષ જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* ૧૮ ઇશ્માએલના વંશજો હવીલાહ+ વિસ્તારથી લઈને છેક આશ્શૂર સુધી વસ્યા. હવીલાહ શૂરની+ નજીક હતું અને શૂર ઇજિપ્તની નજીક હતું. ઇશ્માએલના વંશજો પોતાના બધા ભાઈઓની આસપાસ રહેતા હતા.*+

૧૯ ઇબ્રાહિમના દીકરા ઇસહાક વિશે આ અહેવાલ છે.+

ઇબ્રાહિમથી ઇસહાક થયો. ૨૦ ઇસહાકે રિબકા સાથે લગ્‍ન કર્યું ત્યારે, તે ૪૦ વર્ષનો હતો. રિબકા બથુએલની દીકરી+ અને લાબાનની બહેન હતી. તેઓ પાદ્દાનારામમાં રહેતા અરામીઓ હતા. ૨૧ ઇસહાકની પત્ની રિબકા વાંઝણી હતી. તે રિબકા માટે યહોવાને વારંવાર આજીજી કરતો હતો. યહોવાએ ઇસહાકની આજીજી સાંભળી અને રિબકા ગર્ભવતી થઈ. ૨૨ તેના ગર્ભમાં દીકરાઓ એકબીજા સાથે લડવા લાગ્યા+ ત્યારે, તેણે કહ્યું: “જો મારે આમ જ દુઃખ સહેવાનું હોય, તો મરી જવું વધારે સારું!” પછી તેણે યહોવાને એનું કારણ પૂછ્યું. ૨૩ યહોવાએ રિબકાને કહ્યું: “તારા ગર્ભમાં બે પ્રજાઓ છે.+ તારામાંથી બે પ્રજાઓ અલગ થશે.+ એક પ્રજા બીજી કરતાં બળવાન થશે+ અને મોટો દીકરો નાના દીકરાનો દાસ થશે.”+

૨૪ બાળકોને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે, તેના ગર્ભમાં જોડિયાં બાળકો હતાં. ૨૫ પહેલો દીકરો બહાર આવ્યો તે એકદમ લાલ દેખાતો હતો. તેના શરીરે એટલી રુવાંટી હતી જાણે તેણે રુવાંટીવાળું કપડું પહેર્યું ન હોય!+ એટલે તેઓએ તેનું નામ એસાવ*+ પાડ્યું. ૨૬ પછી તેનો ભાઈ બહાર આવ્યો. તેણે એસાવની એડી પકડી રાખી હતી,+ એટલે તેનું નામ યાકૂબ* પડ્યું.+ રિબકાએ તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક ૬૦ વર્ષનો હતો.

૨૭ પછી છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી બન્યો.+ તે જંગલમાં ફરતો હતો. પણ યાકૂબ સીધો-સાદો* હતો અને તંબુઓમાં રહેતો હતો.+ ૨૮ ઇસહાક એસાવને પ્રેમ કરતો હતો, કેમ કે એસાવ તેના માટે શિકાર કરીને માંસ લાવતો હતો. પણ રિબકા યાકૂબને પ્રેમ કરતી હતી.+ ૨૯ એકવાર યાકૂબ દાળ બનાવી રહ્યો હતો. એવામાં એસાવ જંગલમાંથી પાછો ફર્યો. તે ખૂબ થાકેલો-પાકેલો હતો. ૩૦ તેણે યાકૂબને કહ્યું: “તું જે લાલ દાળ બનાવી રહ્યો છે, એમાંથી થોડી મને આપ. જલદી કર! હું ભૂખે મરું છું.”* એટલે તે અદોમ* તરીકે પણ ઓળખાયો.+ ૩૧ યાકૂબે કહ્યું: “પહેલા તું મને પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો તારો હક* વેચી દે.”+ ૩૨ એસાવે કહ્યું: “હું મરવા પડ્યો છું! તો પ્રથમ જન્મેલાનો હક મારા શું કામનો?” ૩૩ યાકૂબે કહ્યું: “ના, પહેલા તું સમ ખા.” એસાવે સમ ખાધા અને પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો.+ ૩૪ પછી યાકૂબે એસાવને રોટલી અને દાળ આપી. તેણે ખાધું-પીધું અને ઊઠીને ચાલ્યો ગયો. આમ એસાવે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હકને તુચ્છ ગણ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો