વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • સારાહનો અબીમેલેખથી બચાવ (૧-૧૮)

ઉત્પત્તિ ૨૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પરદેશી તરીકે રહેતો હતો.”

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૮
  • +ગણ ૧૩:૨૬
  • +ઉત ૨૫:૧૭, ૧૮
  • +ઉત ૧૦:૧૯; ૨૬:૬

ઉત્પત્તિ ૨૦:૨

ફૂટનોટ

  • *

    પલિસ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૧-૧૩; ૨૦:૧૧, ૧૨
  • +ઉત ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૧૨

ઉત્પત્તિ ૨૦:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૭; ગી ૧૦૫:૧૪
  • +પુન ૨૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૫, પાન ૧૦

ઉત્પત્તિ ૨૦:૪

ફૂટનોટ

  • *

    એટલે કે, તેણે સારાહ સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો.

  • *

    અથવા, “ન્યાયી.”

ઉત્પત્તિ ૨૦:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૧૪, ૧૫
  • +અયૂ ૪૨:૮

ઉત્પત્તિ ૨૦:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૮, ૧૯; ૨૬:૯, ૧૦

ઉત્પત્તિ ૨૦:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૧, ૧૨; ૨૬:૭

ઉત્પત્તિ ૨૦:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૨/૨૦૨૦, પાન ૭

ઉત્પત્તિ ૨૦:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧
  • +ઉત ૧૨:૧૩

ઉત્પત્તિ ૨૦:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “એ તારા માટે આંખોનો પડદો છે.” એ હિબ્રૂ કહેવત છે જેનો અર્થ થાય, સ્ત્રીનું ચારિત્ર બેદાગ છે.

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૨, ૧૨

ઉત્પત્તિ ૨૦:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓનાં ગર્ભસ્થાન પૂરી રીતે બંધ કર્યાં હતાં.”

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૨૦:૧ઉત ૧૩:૧૮
ઉત. ૨૦:૧ગણ ૧૩:૨૬
ઉત. ૨૦:૧ઉત ૨૫:૧૭, ૧૮
ઉત. ૨૦:૧ઉત ૧૦:૧૯; ૨૬:૬
ઉત. ૨૦:૨ઉત ૧૨:૧૧-૧૩; ૨૦:૧૧, ૧૨
ઉત. ૨૦:૨ઉત ૧૨:૧૫
ઉત. ૨૦:૩ઉત ૧૨:૧૭; ગી ૧૦૫:૧૪
ઉત. ૨૦:૩પુન ૨૨:૨૨
ઉત. ૨૦:૭ગી ૧૦૫:૧૪, ૧૫
ઉત. ૨૦:૭અયૂ ૪૨:૮
ઉત. ૨૦:૧૦ઉત ૧૨:૧૮, ૧૯; ૨૬:૯, ૧૦
ઉત. ૨૦:૧૧ઉત ૧૨:૧૧, ૧૨; ૨૬:૭
ઉત. ૨૦:૧૨ઉત ૧૧:૨૯
ઉત. ૨૦:૧૩ઉત ૧૨:૧
ઉત. ૨૦:૧૩ઉત ૧૨:૧૩
ઉત. ૨૦:૧૬ઉત ૨૦:૨, ૧૨
ઉત. ૨૦:૧૮ઉત ૧૨:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૨૦:૧-૧૮

ઉત્પત્તિ

૨૦ હવે ઇબ્રાહિમ પોતાના તંબુઓ ઉઠાવીને+ નેગેબ તરફ ગયો. તે કાદેશ+ અને શૂર+ વચ્ચે રહેવા લાગ્યો. તે ગેરારમાં+ રહેતો હતો* ત્યારે, ૨ પોતાની પત્ની સારાહ વિશે કહેતો: “તે મારી બહેન છે.”+ તેથી ગેરારના રાજા અબીમેલેખે* સારાહને બોલાવીને પોતાની પાસે રાખી લીધી.+ ૩ રાતે અબીમેલેખના સપનામાં ઈશ્વરે આવીને કહ્યું: “જે સ્ત્રી તેં પોતાની પાસે રાખી છે તેના લીધે તું ચોક્કસ માર્યો જશે,+ કેમ કે તે બીજા કોઈની પત્ની છે.”+ ૪ પણ અબીમેલેખ હજી સારાહને અડક્યો ન હતો.* એટલે તેણે કહ્યું: “હે યહોવા, શું તમે એ શહેરનો નાશ કરશો, જે ખરેખર નિર્દોષ* છે? ૫ શું ઇબ્રાહિમે મને એમ કહ્યું ન હતું, ‘તે મારી બહેન છે’? શું સારાહે પણ એમ કહ્યું ન હતું, ‘તે મારો ભાઈ છે’? મેં જે પણ કર્યું એ સાફ દિલથી કર્યું છે, મારો કોઈ ખોટો ઇરાદો ન હતો.” ૬ પછી સાચા ઈશ્વરે તેને સપનામાં કહ્યું: “હું જાણું છું કે તેં એ સાફ દિલથી કર્યું છે. એટલે મેં તને મારી વિરુદ્ધ પાપ કરતા અટકાવ્યો છે અને તને સારાહને અડકવા પણ દીધો નથી. ૭ હવે એ માણસને તેની પત્ની પાછી આપી દે, કેમ કે તે પ્રબોધક* છે.+ તે તારા માટે કાલાવાલા કરશે+ અને તું જીવતો રહેશે. પણ જો તું એ સ્ત્રીને પાછી નહિ આપે, તો તું ચોક્કસ માર્યો જશે! હા, તું અને તારા સર્વ લોકો માર્યા જશો!”

૮ અબીમેલેખ વહેલી સવારે ઊઠ્યો અને તેણે બધા ચાકરોને બોલાવીને બધું કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓ ખૂબ ગભરાઈ ગયા. ૯ પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું: “આ તેં શું કર્યું છે? મેં તારી વિરુદ્ધ કયો ગુનો કર્યો છે? તું કેમ મને અને મારા રાજ્યને આવા મોટા પાપમાં નાખવાનો હતો? તેં જે કર્યું છે, એ બરાબર નથી.” ૧૦ અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું: “એમ કરવા પાછળ તારો શો ઇરાદો હતો?”+ ૧૧ ઇબ્રાહિમે કહ્યું: “મને થયું કે અહીંયા કોઈને ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાખશે.+ ૧૨ અને સાચું કહું તો તે મારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ મા અલગ અલગ છે. પછી મેં તેની સાથે લગ્‍ન કર્યું.+ ૧૩ જ્યારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડીને મુસાફરી કરવા જણાવ્યું,+ ત્યારે મેં સારાહને કહ્યું: ‘આપણે જ્યાં પણ જઈએ, ત્યાં તું મારા વિશે કહેજે, “તે મારો ભાઈ છે.”+ આમ તું મારા પ્રત્યે વફાદારી* બતાવજે.’”

૧૪ પછી અબીમેલેખે ઘેટાં, ઢોરઢાંક અને દાસ-દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં. તેની પત્ની સારાહ પણ તેને પાછી આપી. ૧૫ અબીમેલેખે કહ્યું: “મારો આખો દેશ તારી આગળ છે. તને જ્યાં સારું લાગે ત્યાં રહે.” ૧૬ તેણે સારાહને કહ્યું: “હું તારા ભાઈને ચાંદીના ૧,૦૦૦ ટુકડા આપું છું.+ તારા ઘરના અને બીજા બધા માટે એ નિશાની છે કે તારી આબરૂ પર કોઈ આંચ આવી નથી અને તું નિર્દોષ છે.”* ૧૭ પછી ઇબ્રાહિમે સાચા ઈશ્વરને કાલાવાલા કર્યા. ઈશ્વરે અબીમેલેખને, તેની પત્નીને અને તેની દાસીઓને સાજાં કર્યાં અને તેઓને બાળકો થવા લાગ્યાં. ૧૮ કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાહને લીધે યહોવાએ અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓને વાંઝણી કરી દીધી હતી.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો