વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૧-૮)

      • સાન્હેરીબ યહોવાને લલકારે છે (૯-૧૯)

      • દૂત આશ્શૂરના લશ્કરને ખતમ કરી નાખે છે (૨૦-૨૩)

      • હિઝકિયાની બીમારી અને ઘમંડ (૨૪-૨૬)

      • હિઝકિયાનાં કામો અને મરણ (૨૭-૩૩)

૨ કાળવૃત્તાંત ૩૨:૧

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૨૦
  • +૨રા ૧૮:૭, ૧૩; યશા ૩૬:૧

૨ કાળવૃત્તાંત ૩૨:૩

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૨૦

૨ કાળવૃત્તાંત ૩૨:૫

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, મિલ્લો. એનો અર્થ થાય, “પૂરવું.”

એને લગતી કલમો

  • +૨શ ૫:૯; ૧રા ૯:૨૪; ૧૧:૨૭; ૨રા ૧૨:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૧

૨ કાળવૃત્તાંત ૩૨:૭

એને લગતી કલમો

  • +૨રા ૧૯:૬
  • +પુન ૩૧:૬, ૮; યહો ૧:૬, ૯; ૨રા ૬:૧૬, ૧૭; ૨કા ૨૦:૧૫

૨ કાળવૃત્તાંત ૩૨:૮

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૯; પુન ૨૦:૧, ૪; યહો ૧૦:૪૨; યર્મિ ૧૭:૫
  • +૨કા ૨૦:૨૦

૨ કાળવૃત્તાંત ૩૨:૯

એને લગતી કલમો

  • +યશા ૩૭:૮
  • +૨રા ૧૮:૧૭; યશા ૩૬:૨

૨ કાળવૃત્તાંત ૩૨:૧૦

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૯; યશા ૩૬:૪

૨ કાળવૃત્તાંત ૩૨:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૨૯, ૩૦; ૧૯:૧૦

૨ કાળવૃત્તાંત ૩૨:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તેમનાં.”

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧, ૪; ૨કા ૩૧:૧
  • +૨રા ૧૮:૨૨; યશા ૩૬:૭

૨ કાળવૃત્તાંત ૩૨:૧૩

એને લગતી કલમો

  • +૨રા ૧૫:૨૯; ૧૭:૫; યશા ૩૭:૧૨
  • +૨રા ૧૮:૩૩, ૩૪; ૧૯:૧૭, ૧૮

૨ કાળવૃત્તાંત ૩૨:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૩; ૧૫:૯

૨ કાળવૃત્તાંત ૩૨:૧૫

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૨૯
  • +નિર્ગ ૫:૨; પુન ૩૨:૨૭; દા ૩:૧૪, ૧૫

૨ કાળવૃત્તાંત ૩૨:૧૭

એને લગતી કલમો

  • +યશા ૩૭:૨૯
  • +૨રા ૧૯:૧૪
  • +૨રા ૧૭:૬; ૧૯:૧૨

૨ કાળવૃત્તાંત ૩૨:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, હિબ્રૂ.

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૨૬, ૨૮; યશા ૩૬:૧૧, ૧૩

૨ કાળવૃત્તાંત ૩૨:૨૦

એને લગતી કલમો

  • +૨રા ૧૯:૨, ૨૦; યશા ૩૭:૨
  • +૨રા ૧૯:૧૪, ૧૫; ૨કા ૧૪:૧૧

૨ કાળવૃત્તાંત ૩૨:૨૧

એને લગતી કલમો

  • +ગી ૭૬:૫
  • +૨રા ૧૯:૩૫-૩૭; યશા ૩૭:૩૭, ૩૮

૨ કાળવૃત્તાંત ૩૨:૨૩

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૧; ૨કા ૧૭:૧, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૩૯૬

૨ કાળવૃત્તાંત ૩૨:૨૪

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૧, ૨; યશા ૩૮:૧, ૨
  • +૨રા ૨૦:૫, ૯; ૨કા ૩૨:૩૧; યશા ૩૮:૮

૨ કાળવૃત્તાંત ૩૨:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૭, પાન ૨૬-૨૭

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૨૫

૨ કાળવૃત્તાંત ૩૨:૨૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૬:૧૮, ૧૯
  • +૨રા ૨૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૩૯૭

૨ કાળવૃત્તાંત ૩૨:૨૭

એને લગતી કલમો

  • +૨કા ૧:૧૧, ૧૨; ૧૭:૧, ૫
  • +૧રા ૯:૧૭-૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૩૯૬

૨ કાળવૃત્તાંત ૩૨:૩૦

એને લગતી કલમો

  • +૧રા ૧:૩૩, ૪૫
  • +૨કા ૩૨:૪
  • +૨શ ૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૯-૧૦

    ૮/૧૫/૧૯૯૬, પાન ૪

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૬, પાન ૨૯

૨ કાળવૃત્તાંત ૩૨:૩૧

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૧૨; યશા ૩૯:૧
  • +૨રા ૨૦:૮-૧૧; યશા ૩૮:૮
  • +ઉત ૨૨:૧
  • +પુન ૮:૨; ગી ૭:૯; ૧૩૯:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૭, પાન ૨૬

૨ કાળવૃત્તાંત ૩૨:૩૨

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૨૦, ૨૧
  • +યશા ૧:૧
  • +૨રા ૨૦:૨૦

૨ કાળવૃત્તાંત ૩૨:૩૩

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૪૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૩૨:૧૨કા ૩૧:૨૦
૨ કાળ. ૩૨:૧૨રા ૧૮:૭, ૧૩; યશા ૩૬:૧
૨ કાળ. ૩૨:૩૨રા ૨૦:૨૦
૨ કાળ. ૩૨:૫૨શ ૫:૯; ૧રા ૯:૨૪; ૧૧:૨૭; ૨રા ૧૨:૨૦
૨ કાળ. ૩૨:૭૨રા ૧૯:૬
૨ કાળ. ૩૨:૭પુન ૩૧:૬, ૮; યહો ૧:૬, ૯; ૨રા ૬:૧૬, ૧૭; ૨કા ૨૦:૧૫
૨ કાળ. ૩૨:૮ગણ ૧૪:૯; પુન ૨૦:૧, ૪; યહો ૧૦:૪૨; યર્મિ ૧૭:૫
૨ કાળ. ૩૨:૮૨કા ૨૦:૨૦
૨ કાળ. ૩૨:૯યશા ૩૭:૮
૨ કાળ. ૩૨:૯૨રા ૧૮:૧૭; યશા ૩૬:૨
૨ કાળ. ૩૨:૧૦૨રા ૧૮:૧૯; યશા ૩૬:૪
૨ કાળ. ૩૨:૧૧૨રા ૧૮:૨૯, ૩૦; ૧૯:૧૦
૨ કાળ. ૩૨:૧૨૨રા ૧૮:૧, ૪; ૨કા ૩૧:૧
૨ કાળ. ૩૨:૧૨૨રા ૧૮:૨૨; યશા ૩૬:૭
૨ કાળ. ૩૨:૧૩૨રા ૧૫:૨૯; ૧૭:૫; યશા ૩૭:૧૨
૨ કાળ. ૩૨:૧૩૨રા ૧૮:૩૩, ૩૪; ૧૯:૧૭, ૧૮
૨ કાળ. ૩૨:૧૪નિર્ગ ૧૪:૩; ૧૫:૯
૨ કાળ. ૩૨:૧૫૨રા ૧૮:૨૯
૨ કાળ. ૩૨:૧૫નિર્ગ ૫:૨; પુન ૩૨:૨૭; દા ૩:૧૪, ૧૫
૨ કાળ. ૩૨:૧૭યશા ૩૭:૨૯
૨ કાળ. ૩૨:૧૭૨રા ૧૯:૧૪
૨ કાળ. ૩૨:૧૭૨રા ૧૭:૬; ૧૯:૧૨
૨ કાળ. ૩૨:૧૮૨રા ૧૮:૨૬, ૨૮; યશા ૩૬:૧૧, ૧૩
૨ કાળ. ૩૨:૨૦૨રા ૧૯:૨, ૨૦; યશા ૩૭:૨
૨ કાળ. ૩૨:૨૦૨રા ૧૯:૧૪, ૧૫; ૨કા ૧૪:૧૧
૨ કાળ. ૩૨:૨૧ગી ૭૬:૫
૨ કાળ. ૩૨:૨૧૨રા ૧૯:૩૫-૩૭; યશા ૩૭:૩૭, ૩૮
૨ કાળ. ૩૨:૨૩૧રા ૪:૨૧; ૨કા ૧૭:૧, ૫
૨ કાળ. ૩૨:૨૪૨રા ૨૦:૧, ૨; યશા ૩૮:૧, ૨
૨ કાળ. ૩૨:૨૪૨રા ૨૦:૫, ૯; ૨કા ૩૨:૩૧; યશા ૩૮:૮
૨ કાળ. ૩૨:૨૬૨રા ૨૦:૧૯
૨ કાળ. ૩૨:૨૬યર્મિ ૨૬:૧૮, ૧૯
૨ કાળ. ૩૨:૨૭૨કા ૧:૧૧, ૧૨; ૧૭:૧, ૫
૨ કાળ. ૩૨:૨૭૧રા ૯:૧૭-૧૯
૨ કાળ. ૩૨:૩૦૧રા ૧:૩૩, ૪૫
૨ કાળ. ૩૨:૩૦૨કા ૩૨:૪
૨ કાળ. ૩૨:૩૦૨શ ૫:૯
૨ કાળ. ૩૨:૩૧૨રા ૨૦:૧૨; યશા ૩૯:૧
૨ કાળ. ૩૨:૩૧૨રા ૨૦:૮-૧૧; યશા ૩૮:૮
૨ કાળ. ૩૨:૩૧ઉત ૨૨:૧
૨ કાળ. ૩૨:૩૧પુન ૮:૨; ગી ૭:૯; ૧૩૯:૨૩
૨ કાળ. ૩૨:૩૨૨કા ૩૧:૨૦, ૨૧
૨ કાળ. ૩૨:૩૨યશા ૧:૧
૨ કાળ. ૩૨:૩૨૨રા ૨૦:૨૦
૨ કાળ. ૩૨:૩૩૧રા ૧૧:૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૩૨:૧-૩૩

બીજો કાળવૃત્તાંત

૩૨ હિઝકિયા વફાદાર રહ્યો અને તેણે એ બધાં કામો કર્યાં.+ એ પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા પર હુમલો કર્યો. તેણે કોટવાળાં શહેરો ઘેરી લીધાં. તેનો ઇરાદો શહેરોમાં ઘૂસીને તેઓને જીતી લેવાનો હતો.+

૨ હિઝકિયાને ખબર પડી કે સાન્હેરીબ ચઢી આવ્યો છે અને તેનો ઇરાદો યરૂશાલેમ સામે લડાઈ કરવાનો છે. ૩ તેણે પોતાના અધિકારીઓ અને લડવૈયાઓની સલાહ લીધી. તેણે શહેરની બહારના ઝરાઓનું પાણી અટકાવી દેવાનું નક્કી કર્યું+ અને તેઓએ સાથ આપ્યો. ૪ ઘણા લોકો ભેગા થયા અને દેશનાં બધાં ઝરાઓ અને ઝરણાઓનું પાણી અટકાવી દીધું. તેઓએ કહ્યું: “આપણે નથી ચાહતા કે આશ્શૂરના રાજાઓ આવે ત્યારે તેઓને પુષ્કળ પાણી મળે.”

૫ હિઝકિયાએ હિંમત રાખીને તૂટી ગયેલો આખો કોટ ફરીથી બાંધ્યો. તેણે એના પર બુરજો બનાવ્યા અને બહારની તરફ બીજી દીવાલ બનાવી. તેણે દાઉદનગરના ગઢનું* સમારકામ કરાવ્યું.+ તેણે ઘણાં બધાં હથિયારો અને ઢાલો બનાવ્યાં. ૬ પછી તેણે લોકો માટે લશ્કરના મુખીઓ પસંદ કર્યા અને તેઓને શહેરના દરવાજા પાસેના ચોકમાં બોલાવ્યા. તેણે તેઓને હિંમત આપતા કહ્યું: ૭ “હિંમતવાન અને બળવાન થાઓ. આશ્શૂરના રાજા અને તેની સાથેના મોટા ટોળાથી ડરશો નહિ+ કે ગભરાશો નહિ. તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે.+ ૮ તેની સાથે માણસોની તાકાત છે. પણ આપણી સાથે તો આપણા ઈશ્વર યહોવા છે. તે આપણને મદદ કરશે અને આપણી લડાઈઓ લડશે.”+ યહૂદાના રાજા હિઝકિયાના શબ્દોથી લોકોને હિંમત મળી.+

૯ આશ્શૂરનો રાજા સાન્હેરીબ લાખીશમાં હતો.+ તેની સાથે શક્તિશાળી અને શૂરવીર સૈન્ય હતું. તેણે પોતાના સેવકોને યરૂશાલેમ મોકલીને યહૂદાના રાજા હિઝકિયાને અને યરૂશાલેમમાં રહેતા યહૂદિયાના લોકોને આ સંદેશો આપ્યો:+

૧૦ “આશ્શૂરના રાજા સાન્હેરીબ કહે છે, ‘ઘેરાયેલા યરૂશાલેમમાં તમે શાના પર ભરોસો રાખીને બેસી રહ્યા છો?+ ૧૧ ભલે હિઝકિયા કહે, “યહોવા આપણા ઈશ્વર આપણને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે.” પણ શું તે તમને છેતરી રહ્યો નથી? શું તે તમને દુકાળ અને ભૂખમરાથી મોતના મોંમાં ધકેલી રહ્યો નથી?+ ૧૨ શું એ જ હિઝકિયાએ તમારા દેવનાં* ભક્તિ-સ્થળો અને તેમની વેદીઓ કાઢી નાખ્યાં ન હતાં?+ શું તેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું ન હતું, “તમારે એક જ વેદી આગળ નમન કરવું અને એના પર જ આગમાં બલિદાનો ચઢાવવા”?+ ૧૩ શું તમે જાણતા નથી કે મેં અને મારા બાપદાદાઓએ બીજા દેશોના લોકોના કેવા હાલ કર્યા હતા?+ શું એ દેશોના દેવો પોતાના દેશને મારા હાથમાંથી બચાવી શક્યા હતા?+ ૧૪ જે પ્રજાઓનો મારા બાપદાદાઓએ વિનાશ કર્યો, તેઓના કયા દેવે તેઓને મારા હાથમાંથી છોડાવ્યા છે? તો પછી તમારો દેવ તમને મારા હાથમાંથી કઈ રીતે છોડાવશે?+ ૧૫ જોજો, હિઝકિયા તમને છેતરે કે ભમાવે નહિ.+ તેની વાતનો જરાય ભરોસો ન કરતા. કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારા હાથમાંથી કે મારા બાપદાદાઓના હાથમાંથી છોડાવી શક્યો નથી. તો પછી મારા હાથમાંથી તમારો દેવ તમને ક્યાંથી છોડાવવાનો?’”+

૧૬ સાન્હેરીબના સેવકો સાચા ઈશ્વર યહોવા વિરુદ્ધ અને ઈશ્વરભક્ત હિઝકિયા વિરુદ્ધ મન ફાવે એમ બોલ્યા. ૧૭ તેણે ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું અપમાન કરવા+ પત્રો પણ લખ્યા+ અને તે મન ફાવે એમ બોલ્યો: “બીજી પ્રજાના દેવો પોતાના લોકોને મારા હાથમાંથી છોડાવી શક્યા નથી.+ હિઝકિયાનો દેવ પણ ગમે એટલું કરે, તે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શકશે નહિ.” ૧૮ કોટ પર બેઠેલા યરૂશાલેમના લોકો સામે એ સેવકો યહૂદીઓની ભાષામાં* જોરજોરથી બૂમો પાડીને બોલતા હતા. તેઓ લોકોને ડરાવવા અને ધમકાવવા માંગતા હતા, જેથી શહેર જીતી લેવાય.+ ૧૯ પૃથ્વી પરના દેવો, જે માણસના હાથની કરામત છે, તેઓ વિશે સેવકો મન ફાવે એમ બોલ્યા હતા. એ જ રીતે તેઓ યરૂશાલેમના ઈશ્વર વિરુદ્ધ પણ બોલ્યા. ૨૦ પણ રાજા હિઝકિયા અને આમોઝનો દીકરો પ્રબોધક યશાયા+ આ વિશે પ્રાર્થના કરતા રહ્યા. તેઓ મદદ માટે સ્વર્ગમાંના ઈશ્વરને કાલાવાલા કરતા હતા.+

૨૧ પછી યહોવાએ એક દૂત મોકલ્યો. એ દૂતે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા શૂરવીર લડવૈયા,+ આગેવાનો અને લશ્કરના મુખીઓને ખતમ કરી નાખ્યા. એટલે એ રાજા બદનામ થઈને પોતાના દેશમાં પાછો ચાલ્યો ગયો. પછી તે પોતાના દેવના મંદિરમાં હતો ત્યારે, તેના અમુક દીકરાઓએ તેને તલવારથી મારી નાખ્યો.+ ૨૨ આમ યહોવાએ હિઝકિયાને અને યરૂશાલેમના બધા લોકોને આશ્શૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી બચાવ્યા. તેમણે તેઓને બીજા બધા દુશ્મનોથી પણ બચાવ્યા અને બધી રીતે શાંતિ આપી. ૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+

૨૪ એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો. તેણે યહોવાને પ્રાર્થના કરી.+ તેમણે જવાબ આપ્યો અને એની એક નિશાની આપી.+ ૨૫ પણ હિઝકિયા માટે જે ભલું કરવામાં આવ્યું એની તેણે જરાય કદર કરી નહિ. તેનામાં ઘમંડ આવી ગયું. એટલે તે પોતાના પર, યહૂદા પર અને યરૂશાલેમ પર ઈશ્વરનો ભારે કોપ લઈ આવ્યો. ૨૬ પણ હિઝકિયાએ પોતાનું ઘમંડ ઉતાર્યું અને તે નમ્ર બન્યો.+ યરૂશાલેમના લોકો પણ નમ્ર બની ગયા. એટલે હિઝકિયાના સમયમાં તેઓ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો નહિ.+

૨૭ હિઝકિયાએ પુષ્કળ ધનદોલત અને માન-મહિમા મેળવ્યાં.+ તેણે સોના-ચાંદી, કીમતી રત્નો, સુગંધી તેલ, ઢાલો અને બધી મનગમતી વસ્તુઓ રાખવા પોતાના માટે ભંડારો બનાવ્યા.+ ૨૮ તેણે અનાજ, નવા દ્રાક્ષદારૂ અને તેલ માટે કોઠારો બનાવ્યા. તેણે બધાં ઢોરઢાંક માટે તબેલા અને ઘેટાં-બકરાં માટે વાડા બનાવ્યા. ૨૯ તેણે ઘણાં બધાં શહેરો બાંધ્યાં. તેણે પુષ્કળ ઢોરઢાંક અને ઘેટાં-બકરાં રાખ્યાં, કેમ કે ઈશ્વરે તેને ઘણી બધી માલ-મિલકત આપી હતી. ૩૦ હિઝકિયાએ જ ગીહોનના+ ઉપલા ઝરાનું પાણી બંધ કરીને+ સીધું દાઉદનગરમાં+ પશ્ચિમે વાળ્યું હતું. હિઝકિયા દરેક કામમાં સફળ થયો. ૩૧ પણ એક વખત બાબેલોનના આગેવાનોએ હિઝકિયા પાસે માણસો મોકલ્યા. તેના દેશમાં જે નિશાની દેખાઈ હતી+ એ વિશે તેઓએ હિઝકિયાને પૂછ્યું.+ એ સમયે સાચા ઈશ્વરે કસોટી કરવા+ તેને પોતાની રીતે નિર્ણય કરવા દીધો, જેથી તેનું દિલ પારખી શકાય.+

૩૨ હિઝકિયાના બાકીના ઇતિહાસ વિશે અને તેના અતૂટ પ્રેમનાં કામો વિશે+ આમોઝના દીકરા, પ્રબોધક યશાયાના દર્શનનાં લખાણોમાં લખાયું છે.+ એ લખાણો યહૂદા અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં જોવા મળે છે.+ ૩૩ પછી હિઝકિયા ગુજરી ગયો. લોકોએ તેને દાઉદના દીકરાઓને દફનાવવાની જગ્યાના ઢોળાવ પર દફનાવ્યો.+ તેના મરણ વખતે આખા યહૂદા અને યરૂશાલેમના લોકોએ તેને માન આપ્યું. તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો