વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યહોશુઆ મુખ્ય વિચારો

      • યહોશુઆ ઇઝરાયેલનો ઇતિહાસ જણાવે છે (૧-૧૩)

      • યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન (૧૪-૨૪)

        • “હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું” (૧૫)

      • યહોશુઆએ ઇઝરાયેલ સાથે કરેલો કરાર (૨૫-૨૮)

      • યહોશુઆનું મરણ અને દફન (૨૯-૩૧)

      • યૂસફનાં હાડકાં શખેમમાં દફનાવાયાં (૩૨)

      • એલઆઝારનું મરણ અને દફન (૩૩)

યહોશુઆ ૨૪:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૨૫; યહો ૨૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૨, પાન ૮

યહોશુઆ ૨૪:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૮, ૩૧
  • +ઉત ૧૧:૨૬, ૨૭
  • +યહો ૨૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૨૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૨

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૫

યહોશુઆ ૨૪:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧; નહે ૯:૭; પ્રેકા ૭:૨
  • +ઉત ૧૫:૧, ૫
  • +ઉત ૨૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૧૪

યહોશુઆ ૨૪:૪

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૨૬
  • +ઉત ૩૬:૮; પુન ૨:૫
  • +ઉત ૪૬:૨, ૩

યહોશુઆ ૨૪:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૦
  • +નિર્ગ ૧૧:૧

યહોશુઆ ૨૪:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩૭
  • +નિર્ગ ૧૪:૯

યહોશુઆ ૨૪:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૧૦
  • +નિર્ગ ૧૪:૨૦, ૨૭; ગી ૧૦૬:૧૧
  • +નિર્ગ ૩:૨૦; પુન ૪:૩૪
  • +ગણ ૧૪:૩૪

યહોશુઆ ૨૪:૮

ફૂટનોટ

  • *

    એટલે કે, પૂર્વ તરફ.

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૩
  • +નહે ૯:૨૨

યહોશુઆ ૨૪:૯

એને લગતી કલમો

  • +ગણ ૨૨:૨, ૫; પુન ૨૩:૩, ૪

યહોશુઆ ૨૪:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૨૨:૧૨
  • +ગણ ૨૩:૧૧, ૨૫; ૨૪:૧૦
  • +ગણ ૩૧:૭, ૪૯

યહોશુઆ ૨૪:૧૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જમીનદારો.”

એને લગતી કલમો

  • +યહો ૩:૧૭
  • +યહો ૫:૧૦
  • +યહો ૧૧:૧૬; ૨૧:૪૪; હિબ્રૂ ૧૧:૩૦

યહોશુઆ ૨૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “આતંક ફેલાવ્યો; ભયભીત કરી દીધા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૮; યહો ૨:૯, ૧૦
  • +ગી ૪૪:૩

યહોશુઆ ૨૪:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૧:૧૪
  • +પુન ૬:૧૦, ૧૧; ૮:૭, ૮

યહોશુઆ ૨૪:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકતાથી.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

  • *

    અથવા, “સચ્ચાઈથી.”

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧; પુન ૧૦:૧૨; ૧૮:૧૩; ૧શ ૧૨:૨૪
  • +લેવી ૧૭:૭; હઝ ૨૩:૮

યહોશુઆ ૨૪:૧૫

એને લગતી કલમો

  • +પુન ૩૦:૧૯, ૨૦; ૧રા ૧૮:૨૧
  • +યહો ૨૪:૨
  • +નિર્ગ ૨૩:૩૨; પુન ૭:૨૫; ન્યા ૬:૧૦; ૧૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૨૭

    ૧/૧/૧૯૮૭, પાન ૨૧

યહોશુઆ ૨૪:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૪; પુન ૩૨:૧૨
  • +પુન ૬:૧૨
  • +નિર્ગ ૧૪:૩૧; પુન ૪:૩૪; ૨૯:૨
  • +નિર્ગ ૨૩:૨૩

યહોશુઆ ૨૪:૧૯

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૨; ગી ૯૯:૫; યશા ૬:૩; ૧પિ ૧:૧૫
  • +નિર્ગ ૨૦:૫; ૩૪:૧૪; ગણ ૨૫:૧૧; માથ ૪:૧૦
  • +નિર્ગ ૨૩:૨૦, ૨૧; ગણ ૧૪:૩૫

યહોશુઆ ૨૪:૨૦

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૨૦; યહો ૨૩:૧૬; ૨કા ૧૫:૨; યશા ૬૩:૧૦; યર્મિ ૧૭:૧૩

યહોશુઆ ૨૪:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૮

યહોશુઆ ૨૪:૨૨

એને લગતી કલમો

  • +પુન ૨૬:૧૭; યહો ૨૪:૧૫

યહોશુઆ ૨૪:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૮૭, પાન ૨૧

યહોશુઆ ૨૪:૨૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૧:૨૬
  • +ઉત ૩૧:૪૫

યહોશુઆ ૨૪:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૪૮

યહોશુઆ ૨૪:૨૮

એને લગતી કલમો

  • +ન્યા ૨:૬

યહોશુઆ ૨૪:૨૯

એને લગતી કલમો

  • +ન્યા ૨:૮, ૯

યહોશુઆ ૨૪:૩૦

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪૯, ૫૦

યહોશુઆ ૨૪:૩૧

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૨, ૧૩; ન્યા ૨:૭

યહોશુઆ ૨૪:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૫; નિર્ગ ૧૩:૧૯; હિબ્રૂ ૧૧:૨૨
  • +પ્રેકા ૭:૧૫, ૧૬
  • +ઉત ૩૩:૧૮, ૧૯
  • +યહો ૨૦:૭

યહોશુઆ ૨૪:૩૩

એને લગતી કલમો

  • +ગણ ૩:૪; ૨૦:૨૬
  • +નિર્ગ ૬:૨૫; ન્યા ૨૦:૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યહો. ૨૪:૧નિર્ગ ૧૮:૨૫; યહો ૨૩:૨
યહો. ૨૪:૨ઉત ૧૧:૨૮, ૩૧
યહો. ૨૪:૨ઉત ૧૧:૨૬, ૨૭
યહો. ૨૪:૨યહો ૨૪:૧૫
યહો. ૨૪:૩ઉત ૧૨:૧; નહે ૯:૭; પ્રેકા ૭:૨
યહો. ૨૪:૩ઉત ૧૫:૧, ૫
યહો. ૨૪:૩ઉત ૨૧:૩
યહો. ૨૪:૪ઉત ૨૫:૨૬
યહો. ૨૪:૪ઉત ૩૬:૮; પુન ૨:૫
યહો. ૨૪:૪ઉત ૪૬:૨, ૩
યહો. ૨૪:૫નિર્ગ ૩:૧૦
યહો. ૨૪:૫નિર્ગ ૧૧:૧
યહો. ૨૪:૬નિર્ગ ૧૨:૩૭
યહો. ૨૪:૬નિર્ગ ૧૪:૯
યહો. ૨૪:૭નિર્ગ ૧૪:૧૦
યહો. ૨૪:૭નિર્ગ ૧૪:૨૦, ૨૭; ગી ૧૦૬:૧૧
યહો. ૨૪:૭નિર્ગ ૩:૨૦; પુન ૪:૩૪
યહો. ૨૪:૭ગણ ૧૪:૩૪
યહો. ૨૪:૮ગણ ૨૧:૨૩
યહો. ૨૪:૮નહે ૯:૨૨
યહો. ૨૪:૯ગણ ૨૨:૨, ૫; પુન ૨૩:૩, ૪
યહો. ૨૪:૧૦ગણ ૨૨:૧૨
યહો. ૨૪:૧૦ગણ ૨૩:૧૧, ૨૫; ૨૪:૧૦
યહો. ૨૪:૧૦ગણ ૩૧:૭, ૪૯
યહો. ૨૪:૧૧યહો ૩:૧૭
યહો. ૨૪:૧૧યહો ૫:૧૦
યહો. ૨૪:૧૧યહો ૧૧:૧૬; ૨૧:૪૪; હિબ્રૂ ૧૧:૩૦
યહો. ૨૪:૧૨નિર્ગ ૨૩:૨૮; યહો ૨:૯, ૧૦
યહો. ૨૪:૧૨ગી ૪૪:૩
યહો. ૨૪:૧૩યહો ૧૧:૧૪
યહો. ૨૪:૧૩પુન ૬:૧૦, ૧૧; ૮:૭, ૮
યહો. ૨૪:૧૪ઉત ૧૭:૧; પુન ૧૦:૧૨; ૧૮:૧૩; ૧શ ૧૨:૨૪
યહો. ૨૪:૧૪લેવી ૧૭:૭; હઝ ૨૩:૮
યહો. ૨૪:૧૫પુન ૩૦:૧૯, ૨૦; ૧રા ૧૮:૨૧
યહો. ૨૪:૧૫યહો ૨૪:૨
યહો. ૨૪:૧૫નિર્ગ ૨૩:૩૨; પુન ૭:૨૫; ન્યા ૬:૧૦; ૧૦:૬
યહો. ૨૪:૧૭નિર્ગ ૧૯:૪; પુન ૩૨:૧૨
યહો. ૨૪:૧૭પુન ૬:૧૨
યહો. ૨૪:૧૭નિર્ગ ૧૪:૩૧; પુન ૪:૩૪; ૨૯:૨
યહો. ૨૪:૧૭નિર્ગ ૨૩:૨૩
યહો. ૨૪:૧૯લેવી ૧૯:૨; ગી ૯૯:૫; યશા ૬:૩; ૧પિ ૧:૧૫
યહો. ૨૪:૧૯નિર્ગ ૨૦:૫; ૩૪:૧૪; ગણ ૨૫:૧૧; માથ ૪:૧૦
યહો. ૨૪:૧૯નિર્ગ ૨૩:૨૦, ૨૧; ગણ ૧૪:૩૫
યહો. ૨૪:૨૦પુન ૨૮:૧૫, ૨૦; યહો ૨૩:૧૬; ૨કા ૧૫:૨; યશા ૬૩:૧૦; યર્મિ ૧૭:૧૩
યહો. ૨૪:૨૧નિર્ગ ૧૯:૮
યહો. ૨૪:૨૨પુન ૨૬:૧૭; યહો ૨૪:૧૫
યહો. ૨૪:૨૬પુન ૩૧:૨૬
યહો. ૨૪:૨૬ઉત ૩૧:૪૫
યહો. ૨૪:૨૭ઉત ૩૧:૪૮
યહો. ૨૪:૨૮ન્યા ૨:૬
યહો. ૨૪:૨૯ન્યા ૨:૮, ૯
યહો. ૨૪:૩૦યહો ૧૯:૪૯, ૫૦
યહો. ૨૪:૩૧પુન ૩૧:૧૨, ૧૩; ન્યા ૨:૭
યહો. ૨૪:૩૨ઉત ૫૦:૨૫; નિર્ગ ૧૩:૧૯; હિબ્રૂ ૧૧:૨૨
યહો. ૨૪:૩૨પ્રેકા ૭:૧૫, ૧૬
યહો. ૨૪:૩૨ઉત ૩૩:૧૮, ૧૯
યહો. ૨૪:૩૨યહો ૨૦:૭
યહો. ૨૪:૩૩ગણ ૩:૪; ૨૦:૨૬
યહો. ૨૪:૩૩નિર્ગ ૬:૨૫; ન્યા ૨૦:૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ ૨૪:૧-૩૩

યહોશુઆ

૨૪ યહોશુઆએ ઇઝરાયેલનાં બધાં કુળોને શખેમમાં ભેગાં કર્યાં. તેણે ઇઝરાયેલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા.+ તેઓ સાચા ઈશ્વર આગળ આવીને ઊભા રહ્યા. ૨ યહોશુઆએ બધા લોકોને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘ઘણા સમય પહેલાં+ તમારા બાપદાદાઓ+ યુફ્રેટિસ નદીની પેલે પાર રહેતા હતા અને બીજા દેવોને ભજતા હતા.+ તેઓમાં તેરાહ પણ હતો, જે ઇબ્રાહિમ અને નાહોરનો પિતા હતો.

૩ “‘સમય જતાં, હું તમારા પૂર્વજ ઇબ્રાહિમને+ યુફ્રેટિસ નદીની પેલે પારથી લાવ્યો અને આખા કનાન દેશમાં દોરી ગયો. મેં તેના વંશજો વધાર્યા.+ મેં તેને ઇસહાક આપ્યો;+ ૪ ઇસહાકને મેં યાકૂબ અને એસાવ આપ્યા.+ આગળ જતાં, મેં એસાવને સેઈર પર્વતનો કબજો આપ્યો+ અને યાકૂબ અને તેના દીકરાઓ ઇજિપ્ત ગયા.+ ૫ ત્યાર બાદ મેં મૂસા અને હારુનને મોકલ્યા.+ હું ઇજિપ્ત પર આફતો લઈ આવ્યો+ અને પછી એ દેશમાંથી તમને બહાર કાઢી લાવ્યો. ૬ હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો+ અને તેઓ લાલ સમુદ્ર પાસે આવી પહોંચ્યા. ઇજિપ્તના લોકો લડાઈને માટે રથો અને ઘોડેસવારો લઈને તેઓનો પીછો કરતાં કરતાં સમુદ્ર સુધી આવી પહોંચ્યા.+ ૭ તમારા બાપદાદાઓએ યહોવાને પોકાર કર્યો.+ એટલે મેં તેઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે અંધકાર કરી નાખ્યો. હું ઇજિપ્તના લોકો પર સમુદ્રનું પાણી લાવ્યો અને મેં તેઓને ડુબાડી દીધા.+ મેં ઇજિપ્તના કેવા હાલ કર્યા, એ તમે નજરોનજર જોયું છે.+ પછી તમે ઘણાં વર્ષો સુધી વેરાન પ્રદેશમાં રહ્યા.+

૮ “‘હું તમને અમોરીઓના વિસ્તારમાં લાવ્યો, જેઓ યર્દનની પેલી તરફ* રહેતા હતા. તેઓ તમારી સામે લડ્યા.+ પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા, જેથી તમે તેઓનો વિસ્તાર કબજે કરી શકો. મેં તમારી આગળથી તેઓનો વિનાશ કર્યો.+ ૯ પછી મોઆબનો રાજા બાલાક, જે સિપ્પોરનો દીકરો હતો, તે ઇઝરાયેલની સામે થયો અને લડાઈ કરી. ઇઝરાયેલને શ્રાપ આપવા તેણે બયોરના દીકરા બલામને બોલાવ્યો.+ ૧૦ મેં બલામનું સાંભળ્યું નહિ.+ એટલે તેણે તમને વારંવાર આશીર્વાદ આપ્યો+ અને બલામના હાથમાંથી મેં તમને છોડાવી લીધા.+

૧૧ “‘પછી તમે યર્દન પાર કરીને+ યરીખો આવ્યા.+ યરીખોના આગેવાનો* અને અમોરીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ તમારી સામે લડ્યા. પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.+ ૧૨ મેં તમારી આગળ જઈને લોકોનું મનોબળ તોડી નાખ્યું.* તેથી અમોરીઓના બે રાજાઓની જેમ, તેઓ તમારી આગળથી નાસી છૂટ્યા.+ એ કંઈ તમારી તલવાર અને તમારા ધનુષ્યથી થયું ન હતું.+ ૧૩ જે દેશ માટે તમે મહેનત કરી ન હતી અને જે શહેરો તમે બાંધ્યાં ન હતાં, એ મેં તમને આપ્યાં+ અને તમે એમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓ તમે રોપી ન હતી, એનાં ફળ તમે ખાઓ છો.’+

૧૪ “એટલે યહોવાનો ડર રાખો, પૂરા દિલથી* અને વફાદારીથી* તેમની ભક્તિ કરો.+ તમારા બાપદાદાઓ યુફ્રેટિસ નદીની પેલે પાર અને ઇજિપ્તમાં જે દેવોને ભજતા હતા, તેઓને છોડી દો.+ ફક્ત યહોવાને જ ભજો. ૧૫ જો યહોવાની ભક્તિ કરવી તમને પસંદ ન હોય, તો તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો.+ શું તમે એ દેવોની ભક્તિ કરશો, જેઓને તમારા બાપદાદાઓ યુફ્રેટિસ નદીની પેલે પાર ભજતા હતા?+ કે પછી તમે જેઓના દેશમાં રહો છો એ અમોરીઓના દેવોની?+ પણ હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું.”

૧૬ એ સાંભળીને લોકોએ જવાબ આપ્યો: “યહોવાને છોડીને બીજા દેવોને ભજવાનો વિચાર પણ અમે કરી શકતા નથી. ૧૭ આપણા ઈશ્વર યહોવા આપણને અને આપણા બાપદાદાઓને ઇજિપ્ત દેશમાંથી,+ ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા.+ તેમણે આપણી નજર સામે મોટા મોટા ચમત્કારો કર્યા.+ આપણે જે રસ્તે ગયા, એ આખા રસ્તે તેમણે આપણું રક્ષણ કર્યું. આપણે જે લોકો વચ્ચેથી પસાર થયા, તેઓથી તેમણે આપણને બચાવ્યા.+ ૧૮ આપણી અગાઉ દેશમાં રહેનારા બધા લોકોને અને અમોરીઓને યહોવાએ હાંકી કાઢ્યા. તેથી અમે પણ યહોવાની જ ભક્તિ કરીશું, કેમ કે તે જ અમારા ઈશ્વર છે.”

૧૯ યહોશુઆએ લોકોને કહ્યું: “શું તમે ખરેખર યહોવાની ભક્તિ કરી શકશો? તે તો પવિત્ર ઈશ્વર છે.+ તે ચાહે છે કે તમે ફક્ત તેમની જ ભક્તિ કરો.+ જો નહિ કરો, તો તમારાં અપરાધોને અને પાપોને તે માફ નહિ કરે.+ ૨૦ જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો, તો તે તમારી વિરુદ્ધ થશે અને તમારો વિનાશ કરશે, પછી ભલેને તેમણે અગાઉ તમારું સારું કર્યું હોય.”+

૨૧ લોકોએ યહોશુઆને કહ્યું: “એમ નહિ બને. અમે તો યહોવાની જ ભક્તિ કરીશું!”+ ૨૨ યહોશુઆએ લોકોને કહ્યું: “તમે પોતે જ સાક્ષી પૂરો છો કે તમે યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું છે.”+ ત્યારે લોકોએ કહ્યું: “અમે સાક્ષી છીએ.”

૨૩ “તો પછી તમારી વચ્ચેથી બીજા દેવોને કાઢી નાખો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવા તરફ તમારું હૃદય વાળો.” ૨૪ લોકોએ યહોશુઆને કહ્યું: “અમે આપણા ઈશ્વર યહોવાને જ ભજીશું અને તેમનું જ કહેવું માનીશું.”

૨૫ એ દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો અને ત્યાં શખેમમાં તેઓને નિયમો અને કાનૂનો ઠરાવી આપ્યા. ૨૬ પછી યહોશુઆએ એ બધું ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખી લીધું.+ તેણે એક મોટો પથ્થર લીધો+ અને યહોવાની પવિત્ર જગ્યા* પાસે આવેલા મોટા ઝાડ નીચે ઊભો કર્યો.

૨૭ યહોશુઆએ બધા લોકોને જણાવ્યું: “જુઓ, આ પથ્થર આપણા માટે સાક્ષી બની રહેશે,+ કારણ કે યહોવાએ આપણને કહેલી બધી વાતો એણે સાંભળી છે. એ તમારા માટે સાક્ષી બની રહેશે, જેથી તમે તમારા ઈશ્વરનો ત્યાગ ન કરો.” ૨૮ એમ કહીને યહોશુઆએ બધા લોકોને પોતપોતાના વિસ્તારમાં મોકલી દીધા.+

૨૯ એ બનાવો પછી યહોવાનો સેવક, નૂનનો દીકરો યહોશુઆ ૧૧૦ વર્ષની ઉંમરે મરણ પામ્યો.+ ૩૦ તેઓએ તેને તિમ્નાથ-સેરાહમાં દફનાવ્યો, જે વિસ્તાર તેને વારસામાં મળ્યો હતો.+ એ ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલો છે. ૩૧ યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયેલીઓ યહોવાને ભજતા રહ્યા. ત્યાર બાદ એ સમયના વડીલો જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓ ભક્તિમાંથી ફંટાયા નહિ. આ વડીલોએ જોયું હતું કે યહોવાએ ઇઝરાયેલ માટે કેવાં કેવાં કામો કર્યાં છે.+

૩૨ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી યૂસફનાં જે હાડકાં+ લાવ્યાં હતાં, એ તેઓએ શખેમમાં લીધેલી જમીનમાં દફનાવ્યાં. એ જમીન યાકૂબે હમોરના દીકરાઓ પાસેથી+ ચાંદીના ૧૦૦ ટુકડા આપીને ખરીદી હતી.+ (હમોરના એક દીકરાનું નામ શખેમ હતું.) એ જમીન યૂસફના દીકરાઓનો વારસો થઈ.+

૩૩ હારુનનો દીકરો એલઆઝાર પણ મરણ પામ્યો.+ તેઓએ એલઆઝારને તેના દીકરા ફીનહાસની+ ટેકરી પર દફનાવ્યો. એ ટેકરી ફીનહાસને એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આપવામાં આવી હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો