પહેલો શમુએલ
૩૧ હવે પલિસ્તીઓ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરતા હતા.+ ઇઝરાયેલના માણસો પલિસ્તીઓ આગળથી નાસી છૂટ્યા. ગિલ્બોઆ+ પર્વત પર ઘણા ઇઝરાયેલીઓની કતલ થઈ. ૨ પલિસ્તીઓએ શાઉલ અને તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ શાઉલના દીકરાઓ+ યોનાથાન,+ અબીનાદાબ અને માલ્કી-શૂઆને મારી નાખ્યા. ૩ પલિસ્તીઓએ શાઉલ સામે ભારે લડાઈ કરી. તીરંદાજોએ તેને શોધી કાઢીને સખત ઘાયલ કર્યો.+ ૪ શાઉલે પોતાનાં હથિયાર ઊંચકનારને કહ્યું: “સુન્નત વગરના આ માણસો+ આવીને મને વીંધી નાખે અને મારી સાથે ક્રૂરતાથી વર્તે,* એ પહેલાં તારી તલવાર કાઢીને મારી આરપાર ઉતારી દે.” પણ હથિયાર ઊંચકનાર બહુ ડરી ગયો હોવાથી, એમ કરવા ચાહતો ન હતો. એટલે શાઉલ પોતાની તલવાર લઈને એના પર પડ્યો.+ ૫ જ્યારે હથિયાર ઊંચકનારે જોયું કે શાઉલ મરી ગયો છે,+ ત્યારે તે પણ પોતાની તલવાર પર પડ્યો અને તેની સાથે મરણ પામ્યો. ૬ આમ શાઉલ, તેના ત્રણ દીકરાઓ, તેનાં હથિયાર ઊંચકનાર અને તેના બધા માણસો એ જ દિવસે મરણ પામ્યા.+ ૭ નીચાણ પ્રદેશના વિસ્તારમાં અને યર્દનના વિસ્તારમાં રહેતા ઇઝરાયેલીઓએ જોયું કે ઇઝરાયેલના સૈનિકો નાસી છૂટ્યા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે. એટલે તેઓ પોતાનાં શહેરો છોડીને નાસવા લાગ્યા.+ પછી પલિસ્તીઓએ આવીને એ શહેરો પર કબજો જમાવ્યો.
૮ બીજા દિવસે પલિસ્તીઓ લાશો પરથી ચીજવસ્તુઓ લૂંટવા આવ્યા. તેઓએ ગિલ્બોઆ+ પર્વત પર શાઉલ અને તેના ત્રણ દીકરાઓની લાશો જોઈ. ૯ પલિસ્તીઓએ શાઉલનું માથું કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું.* તેઓએ માણસો મોકલીને પલિસ્તીઓના આખા વિસ્તારનાં મંદિરોમાં+ અને લોકોમાં એ સમાચાર ફેલાવી દીધા.+ ૧૦ તેઓએ આશ્તોરેથ દેવીના મંદિરમાં શાઉલનું બખ્તર મૂક્યું.* તેઓએ તેની લાશ બેથ-શાનની+ દીવાલ પર લટકાવી દીધી. ૧૧ યાબેશ-ગિલયાદના+ લોકોએ સાંભળ્યું કે પલિસ્તીઓએ શાઉલના કેવા હાલ કર્યા છે. ૧૨ એટલે બધા લડવૈયાઓ ત્યાંથી નીકળીને આખી રાત ચાલ્યા. તેઓએ બેથ-શાન પહોંચીને શાઉલ અને તેના દીકરાઓની લાશો દીવાલ પરથી ઉતારી. એ લાશો તેઓએ યાબેશ લઈ આવીને બાળી. ૧૩ તેઓએ એનાં હાડકાં+ યાબેશમાં+ એશેલ વૃક્ષ* નીચે દાટ્યાં. તેઓએ સાત દિવસ ઉપવાસ કર્યા.