વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • હૂશાય અહીથોફેલની સલાહ નિષ્ફળ બનાવે છે (૧-૧૪)

      • દાઉદને ચેતવણી આપવામાં આવી, તે આબ્શાલોમના હાથમાંથી છટકી ગયો (૧૫-૨૯)

        • બાર્ઝિલ્લાય અને બીજા લોકો ચીજવસ્તુઓ લાવ્યા (૨૭-૨૯)

૨ શમુએલ ૧૭:૨

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૪
  • +ગી ૩૭:૧૨; ૪૧:૯; ૫૫:૧૨, ૧૩

૨ શમુએલ ૧૭:૫

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૨; ૧૬:૧૬

૨ શમુએલ ૧૭:૭

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૪

૨ શમુએલ ૧૭:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ખીજવાયેલા.”

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૮; ૨શ ૧૫:૧૮; ૨૩:૮, ૧૮; ૧કા ૧૧:૨૬
  • +ની ૧૭:૧૨
  • +૧શ ૧૭:૫૦; ૧૮:૭; ૧૯:૮; ૨શ ૧૦:૧૮

૨ શમુએલ ૧૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડાઓમાં; સાંકડી ખીણોમાં.”

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧; ૨૩:૧૯

૨ શમુએલ ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “જેનું હૃદય સિંહના હૃદય જેવું છે તે.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૯; ૨શ ૧:૨૩; યશા ૩૧:૪
  • +૧શ ૧૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૩૨

૨ શમુએલ ૧૭:૧૧

એને લગતી કલમો

  • +ન્યા ૨૦:૧
  • +૧રા ૪:૨૦

૨ શમુએલ ૧૭:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “આજ્ઞા આપી હતી.”

એને લગતી કલમો

  • +ની ૨૧:૧
  • +૨શ ૧૫:૩૧, ૩૪; ૧૬:૨૩; ની ૧૯:૨૧; ૨૧:૩૦
  • +પુન ૨:૩૦; ૨કા ૨૫:૨૦

૨ શમુએલ ૧૭:૧૫

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૭; ૧૫:૩૫

૨ શમુએલ ૧૭:૧૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઉજ્જડ પ્રદેશ.”

એને લગતી કલમો

  • +ગી ૩૫:૨૪, ૨૫

૨ શમુએલ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +૧રા ૧:૪૨
  • +૨શ ૧૫:૨૭, ૩૬; ૧૮:૧૯
  • +યહો ૧૫:૭, ૧૨; ૧૮:૧૬, ૨૦; ૧રા ૧:૯

૨ શમુએલ ૧૭:૧૮

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૫; ૧૯:૧૬

૨ શમુએલ ૧૭:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૯; યહો ૨:૩-૫; ૧શ ૧૯:૧૨, ૧૪; ૨૧:૨

૨ શમુએલ ૧૭:૨૧

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૧, ૨

૨ શમુએલ ૧૭:૨૩

એને લગતી કલમો

  • +યહો ૧૫:૨૦, ૫૧; ૨શ ૧૫:૧૨
  • +૨રા ૨૦:૧
  • +૧શ ૩૧:૪; ૧રા ૧૬:૧૮; ગી ૫:૧૦; ૫૫:૨૩; માથ ૨૭:૩, ૫; પ્રેકા ૧:૧૮

૨ શમુએલ ૧૭:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૧, ૨; યહો ૧૩:૨૪, ૨૬

૨ શમુએલ ૧૭:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૧૯:૧૩; ૨૦:૪, ૧૦
  • +૨શ ૮:૧૬
  • +૧કા ૨:૧૬, ૧૭

૨ શમુએલ ૧૭:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧; પુન ૩:૧૫

૨ શમુએલ ૧૭:૨૭

એને લગતી કલમો

  • +પુન ૩:૧૧; યહો ૧૩:૨૪, ૨૫; ૨શ ૧૨:૨૬, ૨૯
  • +૨શ ૯:૩-૫
  • +૨શ ૧૯:૩૧, ૩૨; ૧રા ૨:૭

૨ શમુએલ ૧૭:૨૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ગાયનું દહીં.”

એને લગતી કલમો

  • +ની ૧૧:૨૫
  • +૧શ ૨૫:૧૮; ૨શ ૧૬:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૧૭:૨૨શ ૧૬:૧૪
૨ શમુ. ૧૭:૨ગી ૩૭:૧૨; ૪૧:૯; ૫૫:૧૨, ૧૩
૨ શમુ. ૧૭:૫૨શ ૧૫:૩૨; ૧૬:૧૬
૨ શમુ. ૧૭:૭૨શ ૧૫:૩૪
૨ શમુ. ૧૭:૮૧શ ૧૬:૧૮; ૨શ ૧૫:૧૮; ૨૩:૮, ૧૮; ૧કા ૧૧:૨૬
૨ શમુ. ૧૭:૮ની ૧૭:૧૨
૨ શમુ. ૧૭:૮૧શ ૧૭:૫૦; ૧૮:૭; ૧૯:૮; ૨શ ૧૦:૧૮
૨ શમુ. ૧૭:૯૧શ ૨૨:૧; ૨૩:૧૯
૨ શમુ. ૧૭:૧૦ઉત ૪૯:૯; ૨શ ૧:૨૩; યશા ૩૧:૪
૨ શમુ. ૧૭:૧૦૧શ ૧૮:૫
૨ શમુ. ૧૭:૧૧ન્યા ૨૦:૧
૨ શમુ. ૧૭:૧૧૧રા ૪:૨૦
૨ શમુ. ૧૭:૧૪ની ૨૧:૧
૨ શમુ. ૧૭:૧૪૨શ ૧૫:૩૧, ૩૪; ૧૬:૨૩; ની ૧૯:૨૧; ૨૧:૩૦
૨ શમુ. ૧૭:૧૪પુન ૨:૩૦; ૨કા ૨૫:૨૦
૨ શમુ. ૧૭:૧૫૨શ ૮:૧૭; ૧૫:૩૫
૨ શમુ. ૧૭:૧૬ગી ૩૫:૨૪, ૨૫
૨ શમુ. ૧૭:૧૭૧રા ૧:૪૨
૨ શમુ. ૧૭:૧૭૨શ ૧૫:૨૭, ૩૬; ૧૮:૧૯
૨ શમુ. ૧૭:૧૭યહો ૧૫:૭, ૧૨; ૧૮:૧૬, ૨૦; ૧રા ૧:૯
૨ શમુ. ૧૭:૧૮૨શ ૧૬:૫; ૧૯:૧૬
૨ શમુ. ૧૭:૨૦નિર્ગ ૧:૧૯; યહો ૨:૩-૫; ૧શ ૧૯:૧૨, ૧૪; ૨૧:૨
૨ શમુ. ૧૭:૨૧૨શ ૧૭:૧, ૨
૨ શમુ. ૧૭:૨૩યહો ૧૫:૨૦, ૫૧; ૨શ ૧૫:૧૨
૨ શમુ. ૧૭:૨૩૨રા ૨૦:૧
૨ શમુ. ૧૭:૨૩૧શ ૩૧:૪; ૧રા ૧૬:૧૮; ગી ૫:૧૦; ૫૫:૨૩; માથ ૨૭:૩, ૫; પ્રેકા ૧:૧૮
૨ શમુ. ૧૭:૨૪ઉત ૩૨:૧, ૨; યહો ૧૩:૨૪, ૨૬
૨ શમુ. ૧૭:૨૫૨શ ૧૯:૧૩; ૨૦:૪, ૧૦
૨ શમુ. ૧૭:૨૫૨શ ૮:૧૬
૨ શમુ. ૧૭:૨૫૧કા ૨:૧૬, ૧૭
૨ શમુ. ૧૭:૨૬ગણ ૩૨:૧; પુન ૩:૧૫
૨ શમુ. ૧૭:૨૭પુન ૩:૧૧; યહો ૧૩:૨૪, ૨૫; ૨શ ૧૨:૨૬, ૨૯
૨ શમુ. ૧૭:૨૭૨શ ૯:૩-૫
૨ શમુ. ૧૭:૨૭૨શ ૧૯:૩૧, ૩૨; ૧રા ૨:૭
૨ શમુ. ૧૭:૨૯ની ૧૧:૨૫
૨ શમુ. ૧૭:૨૯૧શ ૨૫:૧૮; ૨શ ૧૬:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૧૭:૧-૨૯

બીજો શમુએલ

૧૭ અહીથોફેલે આબ્શાલોમને કહ્યું: “મહેરબાની કરીને મને ૧૨,૦૦૦ માણસો પસંદ કરવા દો, જેથી આજે રાતે હું દાઉદનો પીછો કરું. ૨ તે થાકેલો અને કમજોર હશે ત્યારે,+ હું તેના પર અચાનક હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેની સાથેના લોકો નાસી છૂટશે. હું ફક્ત રાજાને મારી નાખીશ.+ ૩ હું બધા લોકોને તમારી પાસે પાછા લાવીશ. જે માણસને તમે શોધો છો તેનો કાંટો કાઢી નાખીએ. પછી બધા તમારી પાસે પાછા આવશે અને તમારી પ્રજા સુખચેનથી રહેશે.” ૪ આ વાત આબ્શાલોમ અને ઇઝરાયેલના સર્વ વડીલોને સારી લાગી.

૫ જોકે આબ્શાલોમે કહ્યું: “હૂશાય+ આર્કીને પણ બોલાવો. આપણે સાંભળીએ તો ખરા કે તેનું શું કહેવું છે.” ૬ એટલે હૂશાય તેની પાસે આવ્યો. આબ્શાલોમે તેને કહ્યું: “અહીથોફેલે આવી સલાહ આપી છે. શું આપણે એ પ્રમાણે કરવું જોઈએ? જો ના, તો તું સલાહ આપ.” ૭ એ સાંભળીને હૂશાયે આબ્શાલોમને કહ્યું: “આ વખતે અહીથોફેલની સલાહ સારી નથી!”+

૮ હૂશાયે આગળ જણાવ્યું: “તમે સારી રીતે જાણો છો કે તમારા પિતા અને તેમના માણસો શક્તિશાળી છે.+ તેઓના મન કડવાશથી ભરેલા* છે અને તેઓ એવી રીંછણ જેવા છે, જેનાં બચ્ચાં ખેતરમાં ખોવાઈ ગયાં હોય.+ તમારા પિતા શૂરવીર છે+ અને રાતે લોકો સાથે તે રહેશે નહિ. ૯ અત્યારે દાઉદ કોઈ ગુફામાં* કે બીજી કોઈ જગ્યાએ સંતાયા હશે.+ જો દાઉદ આપણા પર પહેલા હુમલો કરશે તો એ વિશે સાંભળનારા કહેશે કે ‘આબ્શાલોમ અને તેના માણસોએ હાર ખાધી!’ ૧૦ એ સાંભળીને સિંહ જેવો+ બહાદુર માણસ* પણ ભયથી થથરી ઊઠશે. બધા ઇઝરાયેલીઓ જાણે છે કે તમારા પિતા શૂરવીર યોદ્ધા છે+ અને તેમની સાથેના માણસો પણ બળવાન છે. ૧૧ મારી તો આ સલાહ છે: દાનથી બેર-શેબા+ સુધીના બધા ઇઝરાયેલીઓ, એટલે કે દરિયાની રેતીના કણ જેટલા+ લોકો તમારી આગળ ભેગા થાય. તમે પોતે તેઓને યુદ્ધમાં લઈ જાઓ. ૧૨ દાઉદ જ્યાં પણ હશે ત્યાં આપણે તેમના પર હુમલો કરીશું. જેમ ઝાકળ જમીન પર પડે, તેમ આપણે તેમના પર તૂટી પડીશું. તે અથવા તેમના માણસો, કોઈ પણ બચી નહિ શકે. ૧૩ જો તે શહેરમાં સંતાઈ જશે, તો બધા ઇઝરાયેલીઓ એ શહેર પાસે દોરડાં લઈને પહોંચી જશે. આપણે એ શહેરને ખેંચીને ખીણમાં એવું ફેંકી દઈશું કે એની એક કાંકરી પણ નહિ મળે.”

૧૪ આબ્શાલોમ અને ઇઝરાયેલના બધા માણસોએ કહ્યું: “હૂશાય આર્કીની સલાહ અહીથોફેલની સલાહ કરતાં વધારે સારી છે!”+ યહોવાએ અહીથોફેલની સારી સલાહને ધૂળમાં મેળવવાનું નક્કી કર્યું હતું,*+ જેથી આબ્શાલોમ પર યહોવા આફત લાવે.+

૧૫ હૂશાયે સાદોક અને અબ્યાથાર+ યાજકોને કહ્યું: “અહીથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયેલના વડીલોને આવી સલાહ આપી છે. પણ મેં તેઓને આવી સલાહ આપી છે. ૧૬ હવે જલદી આ સંદેશો મોકલીને દાઉદને ચેતવણી આપો: ‘તમે આજે રાતે વેરાન પ્રદેશમાં યર્દન નદીના ઘાટ* પાસે ન રહેતા. જરાય મોડું કર્યા વગર પેલે પાર જતા રહો, નહિ તો રાજા અને બધા લોકોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.’”+

૧૭ યોનાથાન+ અને અહીમાઆસ+ એન-રોગેલ+ પાસે રહેતા હતા, કેમ કે તેઓ કોઈની નજરે ચઢવા માંગતા ન હતા. એટલે એક દાસીએ જઈને તેઓને સંદેશો આપ્યો. પછી તેઓ દાઉદ રાજાને ખબર આપવા ગયા. ૧૮ જોકે એક યુવાન તેઓને જોઈ ગયો અને આબ્શાલોમને એ જણાવી દીધું. એટલે યોનાથાન અને અહીમાઆસ ઉતાવળે બાહૂરીમમાં+ એક માણસને ઘરે આવ્યા, જેના ઘરને આંગણે એક કૂવો હતો. તેઓ કૂવામાં ઊતરી ગયા. ૧૯ એ માણસની પત્નીએ ઢાંકણથી કૂવાને ઢાંકી દીધો અને ખાંડેલું અનાજ એના પર પાથરી દીધું. કોઈને કશી જાણ થઈ નહિ. ૨૦ આબ્શાલોમના સેવકોએ પેલી સ્ત્રીના ઘરે આવીને તેને પૂછ્યું: “અહીમાઆસ અને યોનાથાન ક્યાં છે?” સ્ત્રીએ જવાબ આપ્યો: “તેઓ અહીંથી નદી તરફ ચાલ્યા ગયા.”+ આબ્શાલોમના સેવકોએ તેઓની શોધ કરી પણ તેઓ મળ્યા નહિ. એટલે એ સેવકો યરૂશાલેમ પાછા ફર્યા.

૨૧ એ સેવકોના ગયા પછી, અહીમાઆસ અને યોનાથાન કૂવામાંથી બહાર આવ્યા. તેઓ રાજા દાઉદને ખબર આપવા ચાલી નીકળ્યા. તેઓએ દાઉદને કહ્યું: “ઊઠો, જલદીથી નદી પાર કરી જાઓ, કેમ કે અહીથોફેલે તમારી વિરુદ્ધ આવી સલાહ આપી છે.”+ ૨૨ દાઉદ અને તેની સાથેના બધા લોકો તરત જ ઊઠ્યા અને યર્દન નદી પાર કરી. સવાર થતાં સુધીમાં તો બધા યર્દનને પેલે પાર પહોંચી ગયા હતા.

૨૩ જ્યારે અહીથોફેલે જોયું કે તેની સલાહ પ્રમાણે થયું નથી, ત્યારે તે ગધેડા પર સવાર થઈને પોતાના વતન આવ્યો.+ તેણે પોતાના ઘરનાઓને જરૂરી સલાહ-સૂચનો આપ્યાં+ અને ગળે ફાંસો ખાઈ લીધો.+ આમ તેનું મરણ થયું અને તેના કુટુંબની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.

૨૪ એ દરમિયાન દાઉદ માહનાઈમ+ ગયો. આબ્શાલોમે ઇઝરાયેલના બધા માણસો સાથે યર્દન નદી પાર કરી. ૨૫ આબ્શાલોમે યોઆબની જગ્યાએ અમાસાને+ સેનાપતિ બનાવ્યો.+ અમાસા ઇઝરાયેલના યિથ્રા અને અબીગાઈલનો+ દીકરો હતો. અબીગાઈલ નાહાશની દીકરી અને યોઆબની મા સરૂયાની બહેન હતી. ૨૬ આબ્શાલોમ અને ઇઝરાયેલના માણસોએ ગિલયાદ+ દેશમાં છાવણી નાખી.

૨૭ દાઉદ માહનાઈમ પહોંચ્યો કે તરત તેને આમ્મોનીઓના રાબ્બાહથી+ નાહાશનો દીકરો શોબી, લો-દબારથી આમ્મીએલનો દીકરો માખીર+ અને રોગલીમથી ગિલયાદી બાર્ઝિલ્લાય+ મળ્યા. ૨૮ તેઓ પોતાની સાથે પથારીઓ, વાસણો, હાંલ્લાં, ઘઉં, જવ, લોટ, પોંક, વાલ, કઠોળ, શેકેલું અનાજ, ૨૯ મધ, માખણ, ઘેટાં અને પનીર* લાવ્યા હતા. તેઓ આ બધું દાઉદ અને તેની સાથેના લોકો માટે લાવ્યા હતા.+ તેઓએ વિચાર્યું કે “વેરાન પ્રદેશમાં લોકો ભૂખ્યા-તરસ્યા અને થાકેલા હશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો