વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ શમુએલ મુખ્ય વિચારો

      • દાઉદે બાથ-શેબા સાથે કરેલો વ્યભિચાર (૧-૧૩)

      • દાઉદ ઊરિયાને મારી નાખવાનું કાવતરું ઘડે છે (૧૪-૨૫)

      • દાઉદ બાથ-શેબાને પત્ની બનાવે છે (૨૬, ૨૭)

૨ શમુએલ ૧૧:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, વસંત ૠતુ.

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૬
  • +૧કા ૨૦:૧

૨ શમુએલ ૧૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “મોડી બપોરે.”

૨ શમુએલ ૧૧:૩

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૪; ૧રા ૧:૧૧
  • +૧કા ૩:૫, ૯
  • +૨શ ૨૩:૮, ૩૯; ૧રા ૧૫:૫
  • +ઉત ૧૦:૧૫; પુન ૨૦:૧૭

૨ શમુએલ ૧૧:૪

ફૂટનોટ

  • *

    કદાચ માસિક અશુદ્ધતાથી.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૪, ૧૭
  • +લેવી ૧૮:૨૦; ૨૦:૧૦; ની ૬:૩૨; હિબ્રૂ ૧૩:૪
  • +લેવી ૧૨:૨; ૧૫:૧૯; ૧૮:૧૯

૨ શમુએલ ૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “રાજાનો ભાગ.” એટલે કે, ખાસ મહેમાનને યજમાન તરફથી મોકલાતો ભાગ.

૨ શમુએલ ૧૧:૧૧

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૭; ૭:૨
  • +લેવી ૧૫:૧૬; ૧શ ૨૧:૫

૨ શમુએલ ૧૧:૧૫

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૪; ની ૩:૨૯

૨ શમુએલ ૧૧:૧૭

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૯

૨ શમુએલ ૧૧:૨૧

ફૂટનોટ

  • *

    આ યરૂબ્બઆલ કે ગિદિયોન છે.

એને લગતી કલમો

  • +ન્યા ૬:૩૨; ૭:૧
  • +ન્યા ૯:૫૦-૫૩

૨ શમુએલ ૧૧:૨૪

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૧૭

૨ શમુએલ ૧૧:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૬

૨ શમુએલ ૧૧:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “એનાથી યહોવાનું દિલ દુભાયું.”

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૩; ૧૨:૯
  • +ઉત ૩૯:૭-૯; ૧રા ૧૫:૫; ગી ૫:૬; ૧૧:૪; હિબ્રૂ ૧૩:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ શમુ. ૧૧:૧૨શ ૧૨:૨૬
૨ શમુ. ૧૧:૧૧કા ૨૦:૧
૨ શમુ. ૧૧:૩૨શ ૧૨:૨૪; ૧રા ૧:૧૧
૨ શમુ. ૧૧:૩૧કા ૩:૫, ૯
૨ શમુ. ૧૧:૩૨શ ૨૩:૮, ૩૯; ૧રા ૧૫:૫
૨ શમુ. ૧૧:૩ઉત ૧૦:૧૫; પુન ૨૦:૧૭
૨ શમુ. ૧૧:૪નિર્ગ ૨૦:૧૪, ૧૭
૨ શમુ. ૧૧:૪લેવી ૧૮:૨૦; ૨૦:૧૦; ની ૬:૩૨; હિબ્રૂ ૧૩:૪
૨ શમુ. ૧૧:૪લેવી ૧૨:૨; ૧૫:૧૯; ૧૮:૧૯
૨ શમુ. ૧૧:૧૧૨શ ૬:૧૭; ૭:૨
૨ શમુ. ૧૧:૧૧લેવી ૧૫:૧૬; ૧શ ૨૧:૫
૨ શમુ. ૧૧:૧૫ગી ૫૧:૧૪; ની ૩:૨૯
૨ શમુ. ૧૧:૧૭૨શ ૧૨:૯
૨ શમુ. ૧૧:૨૧ન્યા ૬:૩૨; ૭:૧
૨ શમુ. ૧૧:૨૧ન્યા ૯:૫૦-૫૩
૨ શમુ. ૧૧:૨૪૨શ ૧૧:૧૭
૨ શમુ. ૧૧:૨૫૨શ ૧૨:૨૬
૨ શમુ. ૧૧:૨૭૨શ ૫:૧૩; ૧૨:૯
૨ શમુ. ૧૧:૨૭ઉત ૩૯:૭-૯; ૧રા ૧૫:૫; ગી ૫:૬; ૧૧:૪; હિબ્રૂ ૧૩:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ શમુએલ ૧૧:૧-૨૭

બીજો શમુએલ

૧૧ બધા રાજાઓ વર્ષની શરૂઆતમાં* યુદ્ધ કરવા જતા. એ સમયે દાઉદે યોઆબ અને પોતાના સેવકોને તથા ઇઝરાયેલના આખા સૈન્યને લડવા મોકલ્યા. દાઉદે તેઓને આમ્મોનીઓનો વિનાશ કરવા જણાવ્યું. તેઓએ જઈને રાબ્બાહ ઘેરી લીધું,+ પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.+

૨ એક સાંજે* દાઉદ પોતાના પલંગ પરથી ઊઠીને મહેલના ધાબા પર લટાર મારતો હતો. તેણે ધાબા પરથી એક સ્ત્રીને નાહતી જોઈ. એ સ્ત્રી એકદમ સુંદર હતી. ૩ દાઉદે એ સ્ત્રી વિશે જાણવા કોઈકને મોકલ્યો. તેણે પાછા આવીને ખબર આપી: “તે બાથ-શેબા+ છે, જે એલીઆમની+ દીકરી અને ઊરિયા+ હિત્તીની+ પત્ની છે.” ૪ દાઉદે માણસો મોકલીને તેને બોલાવી.+ તે દાઉદ પાસે આવી અને દાઉદે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો.+ (તે પોતાની અશુદ્ધતાથી* શુદ્ધ થતી હતી ત્યારે એવું બન્યું.)+ ત્યાર પછી તે પોતાના ઘરે પાછી ફરી.

૫ બાથ-શેબા ગર્ભવતી થઈ અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે “હું મા બનવાની છું.” ૬ એ સાંભળીને દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો: “ઊરિયા હિત્તીને મારી પાસે મોકલ.” એટલે યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલ્યો. ૭ ઊરિયા આવ્યો ત્યારે, દાઉદે યોઆબ અને લશ્કરના ખબરઅંતર પૂછ્યા. તેણે યુદ્ધ વિશે પણ પૂછપરછ કરી. ૮ પછી દાઉદે ઊરિયાને કહ્યું: “જા, તારા ઘરે જઈને આરામ કર.” રાજાના મહેલમાંથી ઊરિયા નીકળ્યો ત્યારે, રાજા તરફથી તેના માટે ભેટ-સોગાદો* મોકલવામાં આવી. ૯ પણ ઊરિયા પોતાના ઘરે ગયો નહિ. તે મહેલના દરવાજા પાસે રાજાના બીજા બધા નોકર-ચાકર સાથે ઊંઘી ગયો. ૧૦ દાઉદને જણાવવામાં આવ્યું: “ઊરિયા તેના ઘરે ગયો નથી.” એ સાંભળીને દાઉદે ઊરિયાને કહ્યું: “શું તું મુસાફરી કરીને હમણાં જ પાછો આવ્યો નથી? તો પછી તું કેમ તારા ઘરે ન ગયો?” ૧૧ ઊરિયાએ દાઉદને જવાબ આપ્યો: “કરારકોશ+ અને ઇઝરાયેલ તેમજ યહૂદાનું સૈન્ય તંબુઓમાં છે. મારા માલિક યોઆબ અને તેમના સેવકો ખુલ્લા મેદાનમાં છાવણી નાખીને રહે છે. તો પછી હું કઈ રીતે મારા ઘરે જઈને ખાઈ-પીને મારી પત્ની સાથે સૂઈ જાઉં?+ તમારા સમ, તમારા જીવના સમ કે હું એવું કદી નહિ કરું!”

૧૨ દાઉદે ઊરિયાને કહ્યું: “આજે પણ અહીં રોકાઈ જા અને કાલે હું તને વિદાય આપીશ.” ઊરિયા એ દિવસ અને એના પછીનો દિવસ યરૂશાલેમમાં રહ્યો. ૧૩ દાઉદે તેને પોતાની સાથે ખાવા-પીવા બોલાવ્યો. દાઉદે તેને દારૂ પિવડાવીને નશાથી ચકચૂર કર્યો. તોપણ સાંજે ઊરિયા પોતાના ઘરે ગયો નહિ. રાજાના સેવકો સૂતા હતા, એ જગ્યાએ જઈને તે સૂઈ ગયો. ૧૪ સવારે દાઉદે એક પત્ર લખીને ઊરિયાના હાથે યોઆબને મોકલી આપ્યો. ૧૫ દાઉદે પત્રમાં લખ્યું હતું: “જ્યાં ભારે યુદ્ધ જામ્યું હોય, ત્યાં ઊરિયાને એકદમ આગળ રાખવો. પછી તેની પાસેથી ખસી જવું, જેથી તે માર્યો જાય.”+

૧૬ યોઆબે રાબ્બાહ શહેર પર ચાંપતી નજર રાખી હતી. તેણે જ્યાં દુશ્મનોના શૂરવીર યોદ્ધાઓ હતા, ત્યાં ઊરિયાને રાખ્યો. ૧૭ એ શહેરના માણસો યોઆબ સામે લડવા નીકળી આવ્યા ત્યારે, દાઉદના અમુક માણસો માર્યા ગયા. તેઓમાં ઊરિયા હિત્તી પણ માર્યો ગયો.+ ૧૮ યોઆબે યુદ્ધના બધા સમાચાર દાઉદને મોકલ્યા. ૧૯ યોઆબે સંદેશો લઈ જનારને કહ્યું: “તું યુદ્ધના બધા સમાચાર રાજાને જણાવી દે ત્યારે, ૨૦ રાજા કદાચ ગુસ્સે ભરાય અને તને કહે કે ‘તમે લડવા માટે શહેરની આટલી નજીક કેમ ગયા? શું તમને ખબર ન હતી કે તેઓ કોટ પરથી હુમલો કરશે? ૨૧ તેબેસમાં યરૂબ્બેશેથના*+ દીકરા અબીમેલેખને+ કોણે મારી નાખ્યો? શું તેને મોતને ઘાટ ઉતારવા એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું ન હતું? તમારે કોટની આટલી નજીક જવાની શી જરૂર હતી?’ પછી તારે કહેવું, ‘તમારો સેવક ઊરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’”

૨૨ સંદેશવાહક દાઉદ પાસે આવ્યો. યોઆબે જે જે જણાવ્યું હતું એ બધું જ તેણે દાઉદને કહ્યું. ૨૩ સંદેશો લાવનારે દાઉદને જણાવ્યું: “દુશ્મનો અમારાથી જોરાવર સાબિત થયા. તેઓ અમારી સામે મેદાનમાં ઊતરી આવ્યા. પણ અમે લડતાં લડતાં તેઓને છેક શહેરના દરવાજા સુધી પાછા લઈ ગયા. ૨૪ તેઓના માણસોએ કોટ પરથી તમારા સેવકો પર બાણોનો મારો ચલાવ્યો. એમાં રાજાના અમુક સેવકો માર્યા ગયા. તમારો સેવક ઊરિયા હિત્તી પણ માર્યો ગયો.”+ ૨૫ એ સાંભળીને દાઉદે સંદેશવાહકને કહ્યું: “યોઆબને કહેજે, ‘આને લીધે તું દુઃખી ન થતો, કેમ કે ભલે કોઈ પણ હોય, તલવાર કોઈની શરમ રાખતી નથી. તું શહેર સામે પૂરા જોશથી લડતો રહે અને એ જીતી લે.’+ પછી યોઆબની હિંમત વધારજે.”

૨૬ જ્યારે ઊરિયાની પત્નીએ પોતાના પતિના મરણ વિશે સાંભળ્યું, ત્યારે તે તેના માટે શોક કરવા લાગી. ૨૭ શોક પાળવાના દિવસો પૂરા થતા જ દાઉદે તેને પોતાના મહેલમાં બોલાવી લીધી. તે દાઉદની પત્ની થઈ+ અને એક દીકરાને જન્મ આપ્યો. પણ દાઉદે જે કર્યું હતું, એ યહોવાની નજરમાં એકદમ ખરાબ હતું.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો