વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • હઝકિયેલ દર્શનમાં યરૂશાલેમ લઈ જવાયો (૧-૪)

      • મંદિરમાં નીચ કામો જોવા મળ્યાં (૫-૧૮)

        • સ્ત્રીઓ તામ્મૂઝ માટે રડે છે (૧૪)

        • માણસો સૂર્યની ભક્તિ કરે છે (૧૬)

હઝકિયેલ ૮:૧

ફૂટનોટ

  • *

    રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીના છઠ્ઠા વર્ષને બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

  • *

    મૂળ, “હાથ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૮, પાન ૩

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૨

ફૂટનોટ

  • *

    સોના-ચાંદીના મિશ્રણવાળી ચળકતી ધાતુ.

એને લગતી કલમો

  • +દા ૭:૯
  • +હઝ ૧:૪, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૩

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

  • *

    મૂળ, “પૃથ્વી અને આકાશ વચ્ચે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૨; હઝ ૯:૨
  • +પુન ૩૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૩૪
  • +હઝ ૧:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૫૩-૫૪, ૫૬

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૬

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૪
  • +યર્મિ ૨૬:૪, ૬

હઝકિયેલ ૮:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

હઝકિયેલ ૮:૧૦

ફૂટનોટ

  • *

    આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૧૦
  • +નિર્ગ ૨૦:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

    ૯/૧/૧૯૮૬, પાન ૧૬

હઝકિયેલ ૮:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૩, ૪; ૨૫:૨૨; યર્મિ ૨૬:૨૪
  • +હઝ ૧૬:૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૫૪-૫૮

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

    ૯/૧/૧૯૮૬, પાન ૧૬

હઝકિયેલ ૮:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્તિઓવાળી ઓરડીઓમાં.”

એને લગતી કલમો

  • +યશા ૨૯:૧૫; હઝ ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૬, પાન ૧૬

હઝકિયેલ ૮:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૫૭-૫૮

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૧૫

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૪

હઝકિયેલ ૮:૧૬

એને લગતી કલમો

  • +૨કા ૪:૯
  • +પુન ૪:૧૯; ૨રા ૧૭:૧૬; યર્મિ ૮:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૫૭, ૫૮-૫૯

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

હઝકિયેલ ૮:૧૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ મૂર્તિપૂજા માટે વપરાતી ડાળી હતી.

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬; યર્મિ ૧૯:૪; હઝ ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૨૭

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૮:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “મારી આંખ રહેમ કરશે નહિ.”

  • *

    અથવા, “કરુણા.”

એને લગતી કલમો

  • +હઝ ૫:૧૧; ૭:૯
  • +યશા ૧:૧૫; મીખ ૩:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૮:૨દા ૭:૯
હઝકિ. ૮:૨હઝ ૧:૪, ૨૭
હઝકિ. ૮:૩યર્મિ ૨૦:૨; હઝ ૯:૨
હઝકિ. ૮:૩પુન ૩૨:૧૬
હઝકિ. ૮:૪નિર્ગ ૪૦:૩૪
હઝકિ. ૮:૪હઝ ૧:૨૭, ૨૮
હઝકિ. ૮:૬૨કા ૩૬:૧૪
હઝકિ. ૮:૬યર્મિ ૨૬:૪, ૬
હઝકિ. ૮:૧૦લેવી ૧૧:૧૦
હઝકિ. ૮:૧૦નિર્ગ ૨૦:૪, ૫
હઝકિ. ૮:૧૧૨રા ૨૨:૩, ૪; ૨૫:૨૨; યર્મિ ૨૬:૨૪
હઝકિ. ૮:૧૧હઝ ૧૬:૧૭, ૧૮
હઝકિ. ૮:૧૨યશા ૨૯:૧૫; હઝ ૯:૯
હઝકિ. ૮:૧૫૨કા ૩૬:૧૪
હઝકિ. ૮:૧૬૨કા ૪:૯
હઝકિ. ૮:૧૬પુન ૪:૧૯; ૨રા ૧૭:૧૬; યર્મિ ૮:૧, ૨
હઝકિ. ૮:૧૭૨રા ૨૧:૧૬; યર્મિ ૧૯:૪; હઝ ૯:૯
હઝકિ. ૮:૧૮હઝ ૫:૧૧; ૭:૯
હઝકિ. ૮:૧૮યશા ૧:૧૫; મીખ ૩:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૮:૧-૧૮

હઝકિયેલ

૮ છઠ્ઠા વર્ષનો* છઠ્ઠો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને મારી સામે યહૂદાના વડીલો બેઠા હતા. ત્યાં વિશ્વના માલિક યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. ૨ હું જોતો હતો એવામાં મને કોઈ દેખાયું, જેમનો દેખાવ ઝળહળતી આગ જેવો હતો. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ* જેવો હતો.+ ૩ તેમણે હાથ જેવું કંઈક લંબાવીને મારા વાળની લટ પકડી. ઈશ્વરે બતાવેલા દર્શનમાં તેમની શક્તિએ* મને હવામાં અધ્ધર* ઉઠાવી લીધો. એ મને યરૂશાલેમમાં મંદિરની ઉત્તર તરફ આવેલા અંદરના દરવાજે+ લઈ ગઈ. એ જગ્યાએ એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે અને તેમનું અપમાન થાય.+ ૪ જુઓ, ત્યાં મેં ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ જોયું!+ મેં મેદાનમાં જેવું ગૌરવ જોયું હતું એવું એ દેખાતું હતું.+

૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હવે ઉત્તર તરફ નજર કર.” એટલે મેં ઉત્તર તરફ જોયું. ત્યાં વેદીની ઉત્તર તરફ આવેલા દરવાજે એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે. ૬ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના લોકો અહીં કેવાં અધમ અને નીચ કામો કરે છે?+ એના લીધે હું મારા મંદિરથી દૂર ને દૂર ચાલ્યો જાઉં છું.+ પણ તું હજુ એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”

૭ પછી તે મને આંગણાના* દરવાજે લાવ્યા અને મેં જોયું તો દીવાલમાં કાણું હતું. ૮ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, દીવાલમાં ગાબડું પાડ.” મેં દીવાલમાં ગાબડું પાડ્યું તો અંદર જવાનો રસ્તો દેખાયો. ૯ તેમણે મને કહ્યું: “અંદર જઈને જો, તેઓ અહીં કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે.” ૧૦ મેં અંદર જઈને જોયું તો ચારે બાજુ દીવાલ પર પેટે ચાલનારા દરેક પ્રકારનાં જાનવરો અને ચીતરી ચઢે એવાં જાનવરો+ કોતરેલાં હતાં. ઇઝરાયેલી લોકોની બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પણ દીવાલ પર કોતરેલી હતી. ૧૧ એની આગળ ઇઝરાયેલના ૭૦ વડીલો ઊભા હતા. તેઓમાં શાફાનનો+ દીકરો યાઅઝાન્યા પણ હતો. દરેકના હાથમાં પોતપોતાની ધૂપદાનીઓ હતી અને ધૂપનો* સુગંધીદાર ધુમાડો ઉપર ચઢતો હતો.+ ૧૨ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના વડીલો અંધકારમાં, પોતપોતાની અંદરની ઓરડીઓમાં મૂર્તિઓ આગળ* કેવાં કામો કરે છે? તેઓ કહે છે, ‘યહોવા આપણને નથી જોતા. યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે.’”+

૧૩ પછી તેમણે મને કહ્યું: “તું તેઓને હજુ પણ વધારે નીચ કામો કરતા જોઈશ.” ૧૪ તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજા પાસે લઈ આવ્યા. ત્યાં મેં જોયું કે સ્ત્રીઓ બેઠી બેઠી તામ્મૂઝ દેવ માટે રડતી હતી.

૧૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? તું એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”+ ૧૬ તે મને યહોવાના મંદિરના અંદરના આંગણામાં+ લઈ આવ્યા. યહોવાના મંદિરના દરવાજા પાસે, એટલે કે પરસાળ અને વેદી વચ્ચે આશરે ૨૫ માણસો હતા. તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ ઘૂંટણિયે પડીને સૂર્યને નમન કરતા હતા.+

૧૭ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? યહૂદાના લોકો નીચ કામો કરે, આખો દેશ હિંસાથી ભરી દે+ અને મને રોષ ચઢાવતા રહે, શું એ નાનીસૂની વાત છે? એ જાણે ઓછું હોય એમ તેઓ મારા નાકને ડાળી* અડાડે છે. ૧૮ એટલે મારો ક્રોધ સળગી ઊઠશે. હું રહેમ કરીશ નહિ.* હું જરાય દયા* બતાવીશ નહિ.+ તેઓ મારા કાનમાં જોરજોરથી બૂમો પાડશે, તોપણ હું સાંભળીશ નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો