વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ થેસ્સાલોનિકીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

      • પાઉલ એથેન્સમાં આતુરતાથી રાહ જુએ છે (૧-૫)

      • તિમોથીએ આપેલા અહેવાલથી દિલાસો મળે છે (૬-૧૦)

      • થેસ્સાલોનિકીઓ માટે પ્રાર્થના (૧૧-૧૩)

૧ થેસ્સાલોનિકીઓ ૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હું.” પાઉલ કદાચ પોતાનો ઉલ્લેખ કરવા અહીં બહુવચન વાપરે છે.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૧૫

૧ થેસ્સાલોનિકીઓ ૩:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ઈશ્વરનો સાથી કામદાર.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧, ૨; રોમ ૧૬:૨૧; ૧કો ૧૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પાન ૧૮

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ભટકી ન જાય.”

  • *

    અથવા, “સતાવણીઓ આપણા માટે નક્કી કરેલી છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૪:૨૨; ૧કો ૪:૯; ૧પિ ૨:૨૧

૧ થેસ્સાલોનિકીઓ ૩:૪

એને લગતી કલમો

  • +૧થે ૨:૧૪

૧ થેસ્સાલોનિકીઓ ૩:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “પરીક્ષણ કરનારે.” શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +૧થે ૩:૨
  • +માથ ૪:૩; ૨કો ૧૧:૩

૧ થેસ્સાલોનિકીઓ ૩:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૫

૧ થેસ્સાલોનિકીઓ ૩:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “જરૂરિયાતોમાં.”

એને લગતી કલમો

  • +૨થે ૧:૪

૧ થેસ્સાલોનિકીઓ ૩:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “અમે જીવીએ છીએ.”

૧ થેસ્સાલોનિકીઓ ૩:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારું મોં જોઈએ.”

  • *

    અથવા, “તમારી શ્રદ્ધામાં જે ખૂટે છે, એ પૂરું પાડીએ.”

એને લગતી કલમો

  • +૨થે ૧:૩

૧ થેસ્સાલોનિકીઓ ૩:૧૨

એને લગતી કલમો

  • +૧થે ૪:૯; ૨થે ૧:૩

૧ થેસ્સાલોનિકીઓ ૩:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “હાજરી” જુઓ.

એને લગતી કલમો

  • +૧થે ૨:૧૯; ૫:૨૩; ૨થે ૨:૧, ૨
  • +૧કો ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ થેસ્સા. ૩:૧પ્રેકા ૧૭:૧૫
૧ થેસ્સા. ૩:૨પ્રેકા ૧૬:૧, ૨; રોમ ૧૬:૨૧; ૧કો ૧૬:૧૦
૧ થેસ્સા. ૩:૩પ્રેકા ૧૪:૨૨; ૧કો ૪:૯; ૧પિ ૨:૨૧
૧ થેસ્સા. ૩:૪૧થે ૨:૧૪
૧ થેસ્સા. ૩:૫૧થે ૩:૨
૧ થેસ્સા. ૩:૫માથ ૪:૩; ૨કો ૧૧:૩
૧ થેસ્સા. ૩:૬પ્રેકા ૧૮:૫
૧ થેસ્સા. ૩:૭૨થે ૧:૪
૧ થેસ્સા. ૩:૧૦૨થે ૧:૩
૧ થેસ્સા. ૩:૧૨૧થે ૪:૯; ૨થે ૧:૩
૧ થેસ્સા. ૩:૧૩૧થે ૨:૧૯; ૫:૨૩; ૨થે ૨:૧, ૨
૧ થેસ્સા. ૩:૧૩૧કો ૧:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ થેસ્સાલોનિકીઓ ૩:૧-૧૩

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર

૩ જ્યારે અમે* તમારા વગર રહી ન શક્યા, ત્યારે અમે નક્કી કર્યું કે ભલે અમે એથેન્સમાં એકલા રોકાઈએ,+ ૨ પણ આપણા ભાઈ તિમોથીને+ તમારી પાસે મોકલીએ, જે ઈશ્વરનો સેવક* છે અને ખ્રિસ્ત વિશેની ખુશખબર ફેલાવે છે. અમે ચાહતા હતા કે તે તમારી શ્રદ્ધા મક્કમ કરવા તમને દૃઢ કરે અને તમને દિલાસો આપે, ૩ જેથી આ સતાવણીઓને લીધે કોઈ ડગે નહિ.* તમે જાણો છો કે આવી સતાવણીઓ આપણે ટાળી શકતા નથી.*+ ૪ અમે તમારી સાથે હતા ત્યારે, તમને કહેતા હતા કે આપણા પર સતાવણીઓ આવશે અને તમે જાણો છો કે એવું જ થયું છે.+ ૫ એટલે જ્યારે મારાથી રહેવાયું નહિ, ત્યારે તમારી શ્રદ્ધા અડગ છે કે નહિ, એ વિશે જાણવા મેં તિમોથીને મોકલ્યો.+ કેમ કે મને ડર હતો કે શેતાને*+ કદાચ તમને લલચાવ્યા હોય અને અમારી મહેનત પર પાણી ફરી વળ્યું હોય.

૬ તિમોથી તમારા ત્યાંથી હમણાં જ પાછો આવ્યો છે.+ તે તમારી અડગ શ્રદ્ધા અને તમારા પ્રેમ વિશે સારી ખબર લાવ્યો છે. તેણે અમને જણાવ્યું કે તમે હંમેશાં અમને પ્રેમથી યાદ કરો છો અને જેમ અમે તમને જોવાની ઝંખના રાખીએ છીએ, તેમ તમે પણ અમને જોવાની ઝંખના રાખો છો. ૭ ભાઈઓ, તમારા લીધે અને તમે બતાવેલી શ્રદ્ધાને લીધે અમને અમારી બધી વિપત્તિઓમાં* અને સતાવણીઓમાં દિલાસો મળ્યો છે.+ ૮ તમે માલિક ઈસુના પક્ષમાં અડગ ઊભા છો, એ જાણીને અમારા જીવનમાં તાજગી આવી છે.* ૯ તમે અમને ઘણા ખુશ કર્યા છે, એટલે અમે ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ. ૧૦ અમે રાત-દિવસ પૂરા દિલથી કાલાવાલા કરીએ છીએ કે અમે તમને મળીએ* અને તમારી શ્રદ્ધા મજબૂત કરવા તમને જરૂરી મદદ પૂરી પાડીએ.*+

૧૧ અમારી પ્રાર્થના છે કે ઈશ્વર આપણા પિતા અને તેમની સાથે આપણા માલિક ઈસુ કોઈ રસ્તો કાઢે, જેથી અમે તમારી પાસે આવી શકીએ. ૧૨ અમે ચાહીએ છીએ કે માલિક ઈસુ તમારો પ્રેમ વધારે. જેમ અમને તમારા માટે પ્રેમ છે, તેમ એકબીજા માટે અને બધા માટે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.+ ૧૩ આમ, આપણા માલિક ઈસુ પોતાના સર્વ પવિત્ર જનો સાથે હાજર* થાય ત્યારે,+ ઈશ્વર આપણા પિતા આગળ તે તમારું હૃદય મજબૂત કરે તેમજ તમને પવિત્ર અને નિર્દોષ ઠરાવે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો