યશાયા
૩૧ જેઓ ઇજિપ્ત પાસે મદદ માંગે છે તેઓને અફસોસ!+
તેઓ ઘોડાઓ પર આધાર રાખે છે.+
યુદ્ધના રથો* ઘણા હોવાથી તેઓ એમાં ભરોસો મૂકે છે.
યુદ્ધના ઘોડાઓ બળવાન હોવાથી તેઓ એના પર ભરોસો કરે છે.
પણ તેઓ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની મદદ માંગતા નથી,
તેઓ યહોવા પાસે પાછા ફરતા નથી.
૨ પણ તે સમજદાર છે અને તે આફત લાવશે.
તે પોતાના શબ્દો પાછા નહિ લે.
તે દુષ્ટોનાં ઘર વિરુદ્ધ ઊઠશે
અને ખોટાં કામો કરનારાના સાથીદારો વિરુદ્ધ ઊભા થશે.+
૩ ઇજિપ્તના લોકો તો મામૂલી માણસો છે, તેઓ ઈશ્વર નથી.
તેઓના ઘોડાઓ ફક્ત હાડ-માંસના છે, તેઓ અદૃશ્ય શક્તિ નથી.+
યહોવા પોતાનો હાથ લંબાવશે ત્યારે એમ થશે કે
મદદ કરનાર ઠોકર ખાશે
અને મદદ લેનાર નીચે પડશે.
તેઓ બધા એકસાથે ખતમ થઈ જશે.
૪ યહોવાએ મને આમ કહ્યું છે:
“જ્યારે સિંહ, જોરાવર સિંહ પોતાના શિકાર પર ઊભો રહીને ઘૂરકે,
ત્યારે ભલે ભરવાડોનું ટોળું એની સામે આવે,
પણ તેઓના ઘોંઘાટથી એ ગભરાતો નથી,
તેઓના હોકારાથી એ પાછો હટતો નથી.
એ જ રીતે સૈન્યોના ઈશ્વર યહોવા યુદ્ધ લડવા
સિયોન પર્વત પર અને એના ડુંગર પર ઊતરી આવશે.
૫ તરાપ મારતાં પક્ષીઓની જેમ, સૈન્યોના ઈશ્વર યહોવા ઝડપથી આવીને યરૂશાલેમની રક્ષા કરશે.+
તે એના પક્ષે લડશે અને એને બચાવી લેશે.
તે એને છોડાવશે અને ઉગારી લેશે.”
૬ “ઓ ઇઝરાયેલના લોકો, તમે બેશરમ બનીને જેમની સામે બંડ પોકાર્યું છે, તેમની પાસે પાછા આવો.+ ૭ એ દિવસે તમારામાંનો દરેક માણસ સોના-ચાંદીના પોતાના નકામા દેવોનો ત્યાગ કરશે. તમે તમારા હાથે એ દેવો બનાવીને પાપ કર્યું હતું.
તેઓ તલવારથી નાસી છૂટશે
અને તેઓના યુવાનો કાળી મજૂરી કરશે.
૯ તેઓનો ખડક ભયને લીધે નાસી જશે.
તેઓના આગેવાનો ધજાને લીધે કાંપી ઊઠશે,” એવું યહોવા કહે છે.
તેમનો પ્રકાશ* સિયોનમાં છે અને તેમની ભઠ્ઠી યરૂશાલેમમાં છે.